લંડન, તા.23 ભારતની આઈડીબીઆઈ સહિતની જેવી બેંકોનું કરોડોનું દેવું કરીને લંડનમાં આશ્રય લઈ રહેલા વિજય માલ્યાને ભારત પરત લાવી કાનૂની દાયરામાં લાવવા એક તરફ કેન્દ્ર સરકાર હવાતિયા મારી રહી છે ત્યારે ભારતની અને તેના નાગરિકોની ક્રુર મજાક કરતા હોય તેમ વિજય માલ્યાએ ઈંગ્લેન્ડમાં બેઠા પછી તેની કિંગ ફિશર બિયર બ્રાન્ડનો ધંધો ઈંગ્લેન્ડ, યુરોપ અને ક્રિકેટ રમતા દેશોમાં પ્રસારવાની તક ઝડપી છે. આઈસીસીના ચેરમેન શશાંક મનોહર છે અને તેઓ માલ્યાના કાળા કરતૂતો અને દેશવાસીઓને કઈ રીતે હતાશ કર્યા છે તે જાણે છે. આમ છતાં વિજય માલ્યાએ ઈંગ્લેન્ડમાં આગામી 1 જૂનથી ભારત સહિત આઠ દેશો વચ્ચે રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની ઓફિસિયલ બિયર તરીકે…
કવિ: SATYA DESK
સ્વિત્ઝરલેન્ડ, તા.23 જેમ્સ બોન્ડની ફિલ્મોમાં એજન્ટ 007ના રોલમાં ચમકેલા ડેશિંગ હોલીવૂડ હીરો સર રોજર મૂરનું સ્વિત્ઝરલેન્ડ ખાતે દુ:ખદ અવસાન થયું છે. તેમના પરિવારના જણાવ્યા મુજબ મૂર કેન્સર સામેના ટૂંકા જંગમાં ખૂબજ બહાદૂરીપૂર્વક લડ્યા પરંતુ તેમનું અંતે નિધન થયું હતું. સર રોજર મૂરના પરિવારમાં તેમના બાળકો ડેબોરાહ, જ્યોફ્રી અને ક્રિશ્ચિયનનો સમાવેશ થાય છે. તેમની ફ્યુનરલ મોનાકો ખાતે યોજાશે જ્યાં તેઓ ચોથી પત્ની ક્રિસ્ટિના થોલ્સ્ટ્રપ સાથે રહેતા હતા. પિતાની ઈચ્છા મુજબ મોનાકોમાં ખાનગી રીતે અંતિમવિધી હાથધરાશે, તેમ મૂરના પુત્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું. સર રોજર મૂરનું શો બિઝનેસમાં 60 વર્ષનું યોગદાન રહ્યું છે, પરંતુ તેમને સૌથી લાંબા સમય સુધી બોન્ડ ફિલ્મોમાં 007…
બ્રિટનના મેનચેસ્ટર શહેરમાં અમેરિકી સ્ટાર અરિયાના ગ્રાંડેના પોપ કોન્સર્ટ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયાં બાદ ત્યાં અફરતફરીનો માહોલ છવાયો હતો. આ દરમિયાન ભારતીય મૂળના એક શીખ ટેક્સી ડ્રાઈવરે માણસાઈની મિસાલ કાયમ કરી છે. તેણે પોતાની ટેક્સીમાં લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનું કામ કર્યું હતું. કેબ ડ્રાઈવરે પોતાની કાર પર એક કાગળ ચોટાડ્યો હતો જેના પર લખ્યું હતું કે, જરૂરીયાતમંદ લોકોને મફત સેવા મળશે. આ હુમલામાં 19 લોકો માર્યા ગયા છે.
વડાપ્રધાન મોદીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલોપમેન્ટ બેક્ન ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ‘ભારત અને આફ્રિકાના સંબંધો આજકાલના નહીં પરંતુ સદીઓ જૂના છે. આફ્રિકા અમારી સરકારની પ્રાયોરિટી છે.’ ભારત અને આફ્રિકાના સંબંધ લાગણીઓ અને સંસ્કૃતિના છે વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘આફ્રિકા અમારા માટે કેટલું મહત્વનું છે તે એ જોતા ખબર પડે છે કે પાછલા ત્રણ વર્ષમાં એવો એક પણ આફ્રિકન દેશ નથી જ્યાં અમારી સરકારના મંત્રી પહોંચ્યા ન હોય. ભારત અને આફ્રિકા એકબીજાની સાથે મળીને વિકાસના નવા આયામ રચી શકશે.’ ચીનના મહત્વકાંક્ષી ‘વન બેલ્ટ, વન રોડ’ યોજનાના થોડાંક જ દિવસ બાદ વડાપ્રધાન તરફથી…
સામગ્રીઃ કાળી દ્રાક્ષ (બી કાઢેલી) ૨ કપ • દહીં ૧ કપ • બદામનું દૂધ ૧ કપ • ખાંડ ૪ ચમચા • આઇસ ક્યૂબ્સ જરૂર પ્રમાણે રીતઃ કાળી દ્રાક્ષ અને દહીંને એક સાથે મિક્સરમાં બ્લેન્ડ કરી લો. તેમાં ચાર ચમચા ખાંડ અથવા તો તમારા સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો. હવે તેમાં બદામનું દૂધ ભેળવો અને ફરીથી બ્લેન્ડ કરો. છેલ્લે આઇસ ક્યૂબ્સ નાખી સર્વ કરો.
નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માટેના નવા અભ્યાસવર્ષ માટેની વિવિધ અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષાઓના પરિણામો બહાર આવવાનો સમય આવી ગયો છે. જેમાં આજે ગુજકેટ પરીક્ષાનું પરિણામ બહાર પડી ગયું છે. ધોરણ ૧૨ સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓએ ૧૧મીએ આપેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરાયું છે.આ પરીક્ષામાં કુલ ૧,૩૨,૯૩૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ અને બી ગ્રુપમાં મળીને કુલ ૧૩૨૭ વિદ્યાર્થીઓને ૯૯ પીઆર આવ્યા છે. તો ૯૦ પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૨૯૦ છે. પરિણામ સાથે જ માર્કશીટ પણ આપી દેવાશે. ૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં ૬૬૫, ૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં ૬૬૨, ૯૮ પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં ૧૩૪૦,૯૮ પર્સેન્ટાઈલ…
‘બાહુબલી’ સિરીઝની ફિલ્મોના નિર્માતા શોબુ યાર્લાગદ્દાએ સોમવારે આશા વ્યક્ત કરી કે નવા બજારોમાં પહોંચનારી ફિલ્મો ‘બાહુબલી-૨: ધ કનક્લુઝન’ અને ‘દંગલ’ની સફળતા ફિલ્મ ઉદ્યોગ માટે આગળ જતા ફાયદાકારક સાબિત થશે. શોબુએ ટ્વીટ કર્યું, “એક પછી એક બે ફિલ્મોએ દુનિયાભરમાં ૧,૫૦૦ કરોડ રૂપિયાનો બીઝનેસ કર્યો. નવા બજાર ખુલ્યા છે! આશા છે કે આ અમારી ઇન્ડસ્ટ્રી માટે શુભ સાબિત થશે.” ઉલ્લેખનીય છે, બંને ફિલ્મોએ ૧,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે અને હજુ પણ બોક્સ ઓફીસ ઉપર શાનદાર પ્રદર્શન કરી રહી છે. જો કે, ‘દંગલ’ ગત વર્ષે ભારતમાં રીલીઝ થઇ હતી. આ મહિનાની શરૂઆતમાં આ ચીનમાં રીલીઝ થઇ છે અને ચીની બોક્સ…
શહેરના ન્યૂ વીઆઇપી રોડ આવેલ સત્યનારાયણ વસાહતમાં આજે મંગળવારે સવારે 9:30 વાગ્યા આસપાસ એક તરફી પ્રેમમાં જીતેન્દ્રસિંગ નામના યુવકે એક મહિલા પર તેના જ ઘરમાં ફાયરિંગ કરતાં મહિલાને પગમાં ગોળી વાગી હતી. જેથી મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જીતેન્દ્રને મહિલા પ્રત્યે એક તરફી પ્રેમ હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ સત્યનારાયણ વસાહતમાં આજે સવારે મૂળ અંકલેશ્વરના જીતેન્દ્ર સિંગ નામનો શખ્સ ટીવી આપવાના બહાને રેશ્મા રાજભર નામની મહિલાના ઘરે આવ્યો હતો. મહિલા અને તેના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ અચાનક તેણે દેશી કટ્ટાથી રેશ્મા બેન પર ફાયરિંગ કર્યું હતું અને ગોળી…
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨ દિવસ પૂર્વે લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે સવારે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાત રાજ્યમાં ઈજનેરી પ્રવેશ માટેની અગત્યની ગણાતી ગુજકેટની પરિક્ષા સમગ્ર રાજ્યમાં એ-ગ્રુપમાં ૫૫૦૩૫ છાત્રો અને ૧૧૪૩૮ છાત્રાઓ મળી કુલ ૬૬૪૭૩ પરીક્ષાર્થીઓએ તેમજ બી-ગ્રુપમાં ૨૮૬૨૧ છાત્રો અને ૩૬૯૨૧ છાત્રાઓ મળી કુલ ૬૫૫૪૨ પરીક્ષાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલ પરીક્ષાના પરિણામમાં ૯૯ પીઆરથી વધુ ગુણ મેળવતા એ-ગ્રુપના ૬૬૫, બી-ગ્રુપના ૬૬૨ તેમજ ૯૯ પીઆરથી વધુ ગુણ મેળવતા એ-ગ્રુપના ૧૩૪૦ છાત્રો અને બી-ગ્રુપ ૧૩૧૨ છાત્રો. જ્યારે ૯૬ પીઆરથી વધુ ગુણ મેળવતા પરીક્ષાર્થીઓમાં એ-ગ્રુપમા ૨૭૧૨ છાત્રો, બી-ગ્રુપના…
લંડન: બ્રિટનનાં માન્ચેસ્ટર શહેરમાં સોમવાર રાત્રે પોપ સિંગર અરિયાના ગ્રાન્ડનાં કોન્સર્ટ દરમિયાન બે બોમ્બ વિસ્ફોટમાં 19 લોકોના મોત તને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. બ્રિટન પોલીસ આ ઘટનાને આત્મઘાતી હુમલો માની રહી છે. આ બ્લાસ્ટ થયો ત્યારે અરિયાના પરફોર્મ કરી રહી હતી. આતંકી હુમલા અંગે અરિયાનાએ ટ્વિટ કર્યું છે કે ‘હું ખૂબ જ આઘાતમાં છું, હું ઘટના અંગે દિલથી માફી માગુ છું, મારી પાસે શબ્દો ન નથી. બ્રિટિશ મીડિયાના જણાવ્યા અનુસાર આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ દ્વારા લેવામાં આવી છે. હુમલામાં બાળકોના પણ મોત થયા છે. ઘટનાને પગલે બ્રિટનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસે અરીનાની નજીકના સ્ટેશન,…