રીયલ મેડ્રિડે લાલિગા ટાઇટલ પાંચ વર્ષ પછી પોતાના નામે કર્યું છે. રીયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ તો છેલ્લા પાંચ વર્ષ માં 2 વાર જીતી છે પરંતુ તે લા લીગા જીતવામાં અસફળ રહ્યું હતું. એ ફક્ત પોતાના વિરોધી ને આ ટાઇટલ જીતતા નિહાળતું હતું પરંતુ આ વખતે લીગ ની છેલ્લી મેચ માં મલાગા સામે 2-0 થી જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. જો કે બીજી તરફ બાર્સેલોના એ પણ પોતાના ની મેચ 4-2 થી જીતી લીધી હતી પરંતુ તેની પોઇન્ટ ટેબલે પર કોઈ અસર થઇ ના હતી. છેલ્લી લીગ મેચ જીતવા માટે મેડ્રિડ ખુબજ ઉત્સાહિત હતું એની ઝલક મેચ ની બીજી જ…
કવિ: SATYA DESK
વર્લ્ડ ના નંબર 2 પર બિરાજમાન સાઈબેરિયા ના સ્ટાર પ્લેયર નોવાક જોકોવિચ ને બહુજ મોટો ઝાટકો લાગ્યો છે. રવિવારે થયેલી ઇટાલિયન ઓપન ની ફાઇનલ માં એમને હારનો સામનો કરવો પડ્યો હતો. 20 વર્ષીય જોકોવિચ ને જર્મની ના વર્લ્ડ નંબર 10 ના પ્લેયર એલેક્સઝેન્ડર જવેરેવ એ 6-4,6-3 થી હવાની ને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. મેચ પુરી થયા બાદ જોકોવિચે જણવ્યું કે અમેરિકા પૂર્વ દિગ્ગજ ખિલાડી આન્દ્રે અગાશી એમનું આગળનું કોચિંગ કરશે.
ઇન્ડિયન પ્રિમિયર લીગ 10મી સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે ફાઇનલ જીતીને ચેમ્પિયન બન્યું છે. અત્યંત રોમાંચક ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટને 1 રનથી હરાવી હતી. અંતિમ ઓવરમાં પૂણેને જીતવા માટે 11 રનની જરૂર હતી પરંતુ તે ફક્ત 9 રન બનાવી શકી હતી. મુંબઇએ આપેલા 130 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી પૂણેની શરૂઆત સારી રહી હતી પરંતુ તે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર ફક્ત 128 રન જ બનાવી શકી હતી. આ વિજય સાથે મુંબઇ ઇન્ડિયન્સ IPL ના ઇતિહાસ માં સૌથી વધુ એટલેકે ત્રણ વખત આઇપીએલમાં ચેમ્પિયન બન્યું હતું. મુંબઇ તરફથી સૌથી વધુ 47 રન બનાવનાર કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ…
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાણસીકિ ગામ ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તારીખ 11 મે થી 18મે સુધી ચાલનાર શિવકથામાં દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું યોજાયા હતા. દરમિયાન ગત 13 મે ના રોજ યોજાયેલ ઉર્વશી રાદડિયા અને અલ્પા પટેલના ડાયરાનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરાતો હોય છે. પરંતુ અહીં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો !!! ડાયરામાં ઉપસ્થિત લોકો દ્રારા કવબીનેટ મંત્રી જયેશ રાદડિયા પર લાખો રૂપિયાનો વરસાદ વરસાવાયો હતો. તેમજ વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ ન થાય તે માટે પ્રથમ દિવસે ડાયરામાં થયેલ રૂપિયાના વરસાદ બાદ બીજા દિવસે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આફ્રીકન દેશોના રાષ્ટ્રપતિ સહિતના ઘણા મહાનુભાવો 22મીથી 26મી સુધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આફ્રીકન ડેવલપમેન્ટ બેન્ક એન્યુઅલ મીટીંગમાં તેઓ હાજરી આપવાના છે. આ કાર્યક્રમને પગલે મહાત્મા મંદીર, રાજભવન, ટ્રાફીક અને પાર્કીંગ ઉપરાંત એન્ટી મોરચા એમ ચાર વિભાગમાં પોલીસ બંદોબસ્તો ગોઠવાયો છે. જે બંદોબસ્તમાં કુલ 3000 જેટલા પોલીસ જવાનો ખડે પગે રહેશે. મોદી અને અન્યોની સુરક્ષા પર એક આઈજીપી, 9 પોલીસ અધિક્ષક, 4 એએસપી, 30 ડીવાયએસપી, 70 પોલીસ ઈન્સપેક્ટર, 175 પોલીસ સબ ઈન્સપેક્ટર, 1300 પોલીસ, 250 મહિલા પોલીસ, 50 કમાન્ડો, 150 ટ્રાફીક પોલીસ, 2 ટીમ ચેતક કમાન્ડો, એનએસજી 2 ટીમ, સીઆરપીએફ 1 કંપની, બીડીડીએસ 6 ટીમ અને…
સુરત મહાનગરપાલિકાનું તંત્ર ખૂબ મોટું છે. અનેક વિકાસકામોને કેન્દ્રમાં રાખી મનપાએ સંખ્યાબંધ એવોર્ડ્ઝ પણ મેળવ્યા છે. માળખાગત સુવિધામાં પણ મોખરાનું સ્થાન ધરાવતી સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં વરસાદી પાણીને રોકવાનું કોઈ જાતનું નક્કર આયોજન કર્યું જ નથી. જેના કારણે દર વર્ષે સરેરાશ 414.02 અબજ લીટર વરસાદી પાણી દરિયામાં વહી જાય છે. આ પાણી જો રોકવામાં આવે તો સુરતને 376 દિવસ પાણી પુરૂ પાડી શકાય તેટલું પાણી થાય. સુરત મનપાના એક નિવૃત્ત અધિકારીએ પોતાના અનુભવનો નિચોડ રજૂ કરતા કહ્યું હતું કે સુરતનો વિસ્તાર 326 ચોરસ કિલોમીટર છે. આ વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડે એટલે 8.28 અબજ લીટર પાણી વરસે. સુરતમાં દર વર્ષે…
પાટીદારોની બહુમતીને કારણે જ્યાં અનામત આંદોલનની અસર જોવા મળી હતી તે વિસ્તારમાં આવેલી છ બેઠકો અનામતમાં આવે છે. આ અનામત બેઠકો પર પાટીદાર મતો લાંબા સમયથી ભાજપને મળી રહ્યા છે જેના કારણે આ તમામ છ અનામત બેઠકો ઉપર ભાજપનો જ વિજય થાય છે. જો કે પંચાયતની ચૂંટણીમાં આ વિસ્તારના ધારાસભ્ય ભાજપના હોવા છતાં પંચાયતમાં કોંગ્રેસ મેદાન મારી જતા અને કોંગ્રેસ હવે પાટીદારો તરફ વળી છે. અનામત બેઠકમાં ગાંધીધામની વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં17000 પાટીદાર મતદારો છે. જ્યારે ઈડરની અનામત બેઠકમાં 62000 પાટીદાર મતદાર છે. દસાડા બેઠકમાં 20000 પાટીદાર મતદારો છે.રાજકોટ ગ્રામ્યમાં 50000 અને કાલાવાડ બેઠકમાં 48000 પાટીદાર મતદારો છે.તેવી…
બોલીવુડ સહીત હોલીવુડની ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ માટે પ્રશંસા લુંટી ચુકેલા એક્ટર ઈમરાન ખાન, પાકિસ્તાનમાં જન્મેલા લેખક મોહસિન હામિદની નવલકથા ‘મોથ સ્મોક’ ઉપર આધારિત ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મ ઑસ્કાર વિજેતા ફિલ્મકાર આસિફ કાપડિયા દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ઈરફાન, કાપડિયા અને સ્વતંત્ર નિર્માતા દીના દત્તાની(બોમ્બે વેલ્વેટના કાર્યકારી નિર્માતા)એ આ નવલકથાના અધિકારો મેળવી લીધા છે. કાપડિયા ફિલ્મનું નિર્દેશન અને સહ-લેખન કરશે જયારે દત્તાની કાંસમાં ખરીદારો સાથે તેનો પરિચય કરાવશે. કાપડિયા ‘ધ વોરિયર’માં પોતાના અભિનયની છાપ છોડી ચુકેલા ઈરફાન ‘મોથ સ્મોક’માં મુખ્ય ભૂમિકા નિભાવતા દેખાશે. આ પ્રસંગે ઈરફાને કહ્યું, “હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું કે આસિફ…
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના હોવાને કારણે કોંગ્રેસે રાજકોટ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. કોંગ્રેની નેતાગીરી પાટીદાર આંદોલનનો ફાયદો લેવા માટે પોતાના વર્તમાન ધારાસભ્ય ઈદ્રનીલ રાજયગૂરૂની બેઠક ખાલી કરાવી કોઈ પાટીદાર નેતાને ચૂંટણી લડાવવા માગે છે. કોંગ્રેસમાં થઈ રહેલી વિચારણા પ્રમાણે હાલમાં રાજકોટ શહેર અને ગ્રામ્યની કુલ ચાર બેઠકો છે. જેમાં કોંગ્રેસ પાસે માત્ર ઈદ્રનીલની એક જ બેઠક છે. ઈદ્રનીલ રાજકોટ વેસ્ટમાંથી ચૂંટાયા છે, પણ કોંગ્રેસ તેમની બેઠક ખાલી કરાવી તે બેઠક કોઈ પાટીદારને આપવા માગે છે અને ઈદ્રનીલને આ બેઠક પરથી ખસેડવા માગે છે. જ્યારે રાજકોટની તમામ પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હોવાથી ત્યાં પણ યોગ્ય ઉમેદવાર પસંદ કરી ચારમાંથી…
ગુજરાતમાં બદલાતા કુદરતી વાતાવરણને કારણે મેઘસવારી વધુ નજીક આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ૨૦ જૂન પછી ચોમાસાની જમાવટ થાય છે પરંતુ આ વખતે ૧૫ જૂન પહેલા વરસાદ આવી જાય તેવો હવામાન શાસ્ત્રીઓએ સરકારને વર્તારો આપ્યો છે. ગઈકાલે રાજકોટમાં કરા સાથે વરસાદ થયો તે કમોસમી છે. રાજયમાં જ્યાં અતિશય ગરમી પડે છે તેવા વિસ્તારોમાં ચાલુ મહિનામા પણ આવો વરસાદ સંભવ છે. રાબેતા મુજબનું ચોમાસુ જૂનમાં આવી રહ્યુ છે. હવામાન શાસ્ત્રીઓના વર્તારા મુજબ આ વખતે દેશવ્યાપી ૯૬ ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત માટેની અલગ આગાહી હજુ સુધી થઈ નથી પરંતુ ગુજરાતમાં ૧૫ જૂન સુધીમાં અથવા તે પહેલા જૂનના પ્રારંભે…