શહેરના વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિ.ના ડિપ્લોમાં મિકેનીક્લ એન્જિનીયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગઈ કાલે બપોરેના સમયે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઇ જીવાદરી ટુંકાવી લીધી હતી. બે બહેનો વચ્ચે એકના એક ભાઇને પંખા સાથે લટકતો જોઇ પરિવાર પર આભ ફાટી પડ્યું હતુ. જોકે આ અંગે મકરપુરા પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા દર્શનમ્ એન્ટીકા ડુપ્લેક્ષમાં રહેતા રાજેશભાઇ ઠક્કરને બે પુત્રી અને એક પુત્ર 18 વર્ષીય કિશન છે, જે પારૂલ યુનિ.માં ડિપ્લોમાં એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતો હતો. જ્યાં આજે બપોરના સમયે રાજેશભાઇ તરસાલી વિસ્તારમાં આવેલા રવિપાર્ક ખાતે અનાજ…
કવિ: SATYA DESK
બોલીવુડ ફિલ્મોમાં ‘માતા ‘ ના અભિનય માટે જાણીતી બનેલી અભિનેત્રી રીમા લાગુનું આજે ગુરુવારે વહેલી સવારે 3 વાગ્યે કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને ગત રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને તેમનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતાં. રીમા લાગુએ બોલીવુડને સુપરહિટ ફિલ્મો ‘હમ આપ કે હૈ કોન’, ‘કલ હો ન હો’, ‘વાસ્તવ’માં અભિનય કર્યો હતો. આ સિવાય ટીવી સિરિયલ ‘શ્રીમાન શ્રીમતી’ અને ‘તુ તુ મેં મેં’ પણ અભિનય કર્યો હતો. રિમા લાગુનો જન્મ 18 મે 1958ના રોજ થયો હતો. તેઓ મરાઠી ફિલ્મોમાં પણ અભિનય કર્યોહતો.
રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ આપેલો સંકેત આપ્યો છે કે ,દરેક ટિકિટ ઉપર સેસ લાગશે જ્યારે સ્લીપર, સેકન્ડ કલાસ અને એસી-૩ પર વધુ સેસ લાગશે, આમ કરીને ૧ લાખ કરોડનું ભંડોળ એકઠુ કરશે . તો એસી-૧ અને એસી-રમાં સેસ મામૂલી લગાડવા વિચારના ચાલી રહી છે આમ રેલ્વેની મુસાફરી ફરી એક વખત મોંઘી થવાના સંકેતો મળી રહ્યા છે. રેલ્વે યાત્રીની સુરક્ષા માટે પૈસા મેળવવા રેલ્વે આવુ કરી શકે છે. રેલ્વે પહેલેથી જ સર્વિસટેક્ષ, સ્વચ્છ ભારત ટેક્ષ અને કૃષિ કલ્યાણ ટેક્ષ વસુલે છે. હવે રેલ્વે સેફટી ટેક્ષનો ભાર પણ મુસાફરોની કેડ ઉપર લદાશે. સરકારની યોજના ૧ લાખ કરોડના સેફટી ફંડના નિર્માણ કરવાની છે.
અમદાવાદ: ગો એરની અમદાવાદથી કોચ્ચિ જતી ફ્લાઇટ આજે બુધવારે સવારે 10:40 વાગ્યે રવાના થવાની હતી જેના સ્થાને સાંજે 5:30 પછી રવાના થઇ હતી. આ ફ્લાઇટ જયપુરથી સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ અને ત્યાર બાદ કોચ્ચિ અને ત્યાથી પરત અમદાવાદ અને જયપુર જવાની હતી. જયપુર બાદ આ ફ્લાઇટ કોલકાતા જવાની હતી. પરંતુ આ ફ્લાઇટ શિડ્યુલ પ્રમાણે સવારે જયપુરથી અમદાવાદ આવી જ ન હતી. મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા હતાં ત્યાર બાદ ગો એર દ્વારા જાણ કરાઇ કે ફ્લાઇટ ટેકનિકલ કારણોસર જયપુરથી અમદાવાદ આવી જ નથી. અમદાવાદથી ગો એર ફ્લાઇટમાં કોચ્ચિ જનારા ઘણા બિઝસમેન પણ હતાં. તેમને કોચ્ચિમાં કાર્યક્રમમાં હાજરી આપવાની હતી…
ગાંધીનગર: ગુજરાત કેડરના 1983-84 અને 1985 બેચના ચાર ADGને DG તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 1991 બેચના બે અધિકારીઓને IG માંથી ADGP તરીકે અને 1999 બેચના આઠ અધિકારીઓને DIG માંથી IG તરીકે એ જ જગ્યા પર બઢતી આપવામાં આવી છે. સરકારે કુલ 14 અધિકારીઓની બઢતીના હુકમો આજે બુધવારે સાંજે કરવામાં આવ્યા હતાં. 1983 બેચના શિવાનંદ ઝા, 1984 બેચના તિર્થરાજ અને 1985 બેચના અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ અને સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાને એડીજીમાંથી ડીજીમાં બઢતી આપવામાં આવી છે. સરકાર સાત એડીજીને ડીજીમાં બઢતી આપવાની વિચારણામાં હતી પરંતુ ગૃહ વિભાગમાં અધિકારીઓની ઇનફાઇટને કારણે માત્ર ચાર એડીજીને ડીજીમાં બઢતી આપવામાં આવી…
ગાંધીનગર: કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયા પરથી ભાજપ વિરૂદ્ધની કોમેન્ટ્સ તથા નેતાઓને અનફોલો કરવા મુદ્દે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. મેં તમામ એકાઉન્ટમાંથી ઘણા નેતાને અનફોલો કર્યા છે અને ઘણી બધી ટ્વીટર પોસ્ટ ડિલિટ કરી છે. તમામ વિવાદોથી દુર રહેવા આ પગલું ભર્યું છે. પહેલા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નહોતા તો શું કામ નહોતા ચાલતા? શંકરસિંહે જણાવ્યું હતું કે મૂળ કારણ ખોટી માહિતી ના ફેલાય એટલે જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ હતા અને મારા વર્કર્સને મેં ના પાડી કે કોઈને સોશિયલ નેટવર્ક ઉપર ફોલો ના કરે. અમારું જે પ્લાનિંગ થઇ…
વડોદરા: ભરૂચના નવનિયુક્ત અને દેશ ભરમાં પ્રચલિત એવા કેબલ બ્રીજનું તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જે કેબલ બ્રીજને યુપીએ સરાકરે લીલી ઝંડી આપી અને ભાજપ સત્તામાં બેસી ત્યારે તેનું કામ પુર્ણ થયું, તેવા ઇપીસી પ્રોજેક્ટ હેઠળ મંજૂર થયેલા કેબલ બ્રીજ ઉપર ટોલ બુથની કામગીરી શરુ થતાની સાથે જ સોનીયા ગાંધીના સલહાકાર અને રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલે માર્ગ અને પિરવાહન મંત્રી નીતિન ગડકરીને ટ્વીટ કરી કહ્યું “કેબલ બ્રીજ વાહન ચાલકો ટોલટક્સનો ખર્ચવો ન પડે તે માટે બ્રીજનું નિર્માણ ઇપીસી પ્રોજેક્ટ હેઠળ કરાયું છે તો પછી ટોલ બુથ બાંધવાની શું જરૂર પડી” ? તાજેતરમાં જ ભરૂચ…
વડોદરાની એસ.ઓ.જી ને બાતમી મળી હતી કે ત્રણ ઇસમો એન્ટીક ચીજવસ્તુઓના નામે ધંધો કરવાની આડમાં લોકોનો વિશ્વાસ કેળવી એકના ડબલ કરી આપવવાની લાલચ આપી ડુપ્લીકેટ ચલણી નોટો નો કારોબાર કરે છે. પોલિસને બાતમી મળી હતી કે તેઓ કમાટીબાગ સામે આવેલ ફાઈન આર્ટસ ફેકલ્ટીના ફૂટપાથ પાસે ભેગા થવાના છે. પોલીસની માહિતી સાચી સાબિત થઈ અને પોલિસે સ્થળ પર પહોચી બાબુ સોલંકી,જીગર પંડ્યા અને કેતન પંડ્યા નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા ૨૦૦૦ અને ૫૦૦ ની કુલ ૧૩૦૦૦ નકલી નોટો મળી આવી હતી જેની કુલ કિંમત રૂ. ૭૭,૨૦૦ ની થાય છે. બાબુ સોલંકી ભરૂચ સેવાસદનના નિવૃત…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ ‘સૌની યોજના’ માટે કેન્દ્ર સરકારે ફંડ આપવાની ના પાડી દીધી. કેન્દ્રએ પ્રોજેક્ટની ફિઝિબિલિટી અંગે શંકા વ્યક્ત કરતાં ફંડ આપવાનો ઇન્કાર કરતાં રાજ્ય સરકાર જ તમામ ખર્ચ ઉપાડશે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે ૬૩૯૯ કરોડના ફંડની માંગણી કરી હતી. તેની સામે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા આ પ્રોજેક્ટ અંગે નેગેટિવ રિપોર્ટ કરવામાં આવ્યો છે. ગયા એપ્રિલ માસમાં જ ૧૭ તારીખે બોટાદ ખાતે ફેઝ-૧ની લિંક-૨ને વડાપ્રધાન મોદીએ ગુજરાતને સમર્પિત કરી હતી. તેમજ ફેઝ-૨ની લિંક-૨નું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. સૌની યોજનાને સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદારી સમાન છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજાના અંતર્ગત સૌરાષ્ટ્રના…
મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશમાં ઓલ ઈન્ડિયા ક્વોટાની અનામત બેઠકોને લઈને સમગ્ર દેશમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતા દેશની તમામ ડિમ્ડ યુનિવર્સિટીઓ અને સરકારી મેડિકલ કોલેજોને આદેશ આપ્યો છે કે નિયમ મુજબ ઓલ ઈન્ડિયા ક્વોટાની પુરે પુરી બેઠક ભરવામાં આવે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ ધાર્મિક અને ભાષાકિય લઘુમતી યુનિવર્સિટીને પણ લાગુ પડશે. આ સંસ્થાઓએ પણ પોતાની કુલ મેડિકલ બેઠકોમાંથી ૧૫ ટકા બેઠકો અને પીજી અભ્યાસક્રમોમાં ૫૦ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા બેઠકથી જ ભરવુ પડશે. સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં સ્ટેટ ક્વોટાની બેઠક માટે રાજ્ય સરકાર કે તેમણે નિર્ધારીત કરેલ ઓથોરીટી કોમન કાઉન્સિલના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ…