કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ભારત સહિત વિશ્વના ૧૦૦ દેશોમાં ઇતિહાસનો સૌથી મોટો સાયબર હુમલો થયો છે. તેની શરૂઆત શુક્રવારે યુકેની નેશનલ હેલ્થ સર્વિસથી થઇ હતી. યુકેની અનેક હોસ્પિટલોમાં કમ્પ્યુટર અને ફોન બંધ થઇ ગયા. ત્યારબાદ અનેક દેશોમાં હોસ્પિટલો, મોટી કંપનીઓ સરકારી કચેરીઓની વેબસાઇટો પર હુમલો થયો. તેને રેનસમવેયર હુમલો કહેવામાં આવી રહ્યો છે. આ એવો વાયરસ છે જેનાથી ડેટા લોક થઇ જાય છે. તેને અનલોક કરવા માટે હેકરો બિટકોઇન્સ કે ડોલર્સમાં રકમ માંગે છે. ભારતમાં આ વાયરસની અસર આંધ્ર પ્રદેશના પોલીસ નેટવર્ક પર પડી છે. આંધ્ર પોલીસનું રપ ટકા ઇન્ટરનેટ નેટવર્ક આજે સવારે ઠપ્પ થઇ ગયું. ભારતમાં કેટલો ખતરો? ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને સાયબર સિક્યુરિટી…

Read More

ગાંધીનગર: એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અને જાણીતી કંપની અમુલનો લોગો હવે ન્યુઝીલેન્ડના ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉપર જોવા મળશે. અમુલને ન્યુઝીલેન્ડના ક્રિકેટ ટીમના અધિકૃત સ્પોન્સર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. યુનાઈટેડ કિંગ્ડમ (યુ.કે)માં યોજાનારી એક દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ જે આ મહિનાની આખરે રમાનારી છે તેમાં કિવિ ખેલાડીઓની જર્સી ઉપર તેમજ તેમના ક્રિકેટ કીટ્સ ઉપર પણ વાર્ષિક રુ. 27 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી અમુલ બ્રાન્ડનો લોગો જોવા મળશે. “અમે પ્રથમ વખત ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમની સાથે સંકળાવવાથી ખુબજ ઉત્સાહિત છીએ અને બ્લેકકેપ્સને આવકારીએ છીએ” એવુ આર.એસ. સોઢી, ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજીંગ ડિરેક્ટરે જણાવ્યું હતું. “એક ખુબજ મજબુત ખેતી અને સહકારી…

Read More

પાંચમી મેના રોજ પૂરા થતા અઠવાડિયામાં ભારતનું વિદેશી હુંડિયામણ ભંડોળ ઓલટાઇમ હાઇ 375.71 અબજ ડોલર થવા પામ્યું છે. પાછલા અઠવાડિયે $372.73નું ભંડોળ $1.594 વધીને ઓલટાઇમ હાઇની સપાટીએ પહોંચ્યું હોવાનું રિઝર્વ બેંકના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશી કરન્સીનું ભંડોળ $2.474 વધીને to $351.53 થયું છે. ભારતનું સોનાનું ભંડોળ પણ 56.9 અમેરિકી ડોલર વધીને આ અઠવાડિયે $20.438નું થવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ દેશનું વિદેશી હુંડિયામણ તેની સદ્ધરતાનું પ્રતીક ગણવામાં આવે છે. વિદેશી હુંડિયામણ દ્વારા રિઝર્વ બેંક રૂપિયાને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત બનાવવામાં મહત્વનો રોલ અદા કરી શકે છે.

Read More

ભારતમાં કાર બજારમાં ટોચનું સ્થાન જાળવી રાખનાર મારૂતિ સુઝુકી લિમિટેડ તેની સૌથી વધુ વેચાતી સેડાન સ્વીફ્ટ ડિઝાયરનું થર્ડ જનરેશન મોડેલ આવતા મહિને લોન્ચ કરવા જઈ રહી છે. ૧.૨ લીટર પેટ્રોલ અને ૧.૩ લીટર ડીઝલ એન્જિન ધરાવતી સ્વીફ્ટ ડિઝાયરમાં મારૂતિએ ડિઝાઇનમાં મોટું પરિવર્તન કર્યું છે. માર્ચ ૨૦૦૮થી અત્યાર સુધીમાં સ્વીફ્ટ ડિઝાયરના ૧૩.૮૧ લાખ મોડેલ વેચાઈ ચૂક્યા છે. નવું વર્ઝન જ્યારે ૧૬મી મેના રોજ લોન્ચ થશે ત્યારે પણ કંપનીને ગ્રાહકોના આવા જ રિસ્પોન્સની અપેક્ષા છે. તેની એક્સક્લુઝીવ તસવીરો ખાસ તમારા માટે…

Read More

ભારતે ૪૬ અબજ ડોલરના ‘ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર’ (સીપીઇસી) પર અધિકાર સંબંધિત પોતાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને રવિવારથી શરૂ થઇ રહેલા હાઇપ્રોફાઇલ ‘બેલ્ટ એન્ડ રોડ’ શિખર સંમેલનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, બીજી બાજુ અમેરિકા, રશિયા અને જાપાન જેવા ૨૯ દેશો આ સંમેલનમાં ભાગ લેવાના હોઇ ભારત આ મામલે એકલું-અટુલું પડી ગયું છે. માહિતગાર સૂત્રોએ કહ્યું છે કે ભારત આ સંમેલનમાં ભાગ નહિ લે. અગાઉ ચીનના વિદેસ મંત્રી વાંય યીએ જાહેરાત કરી હતી કે ભારતનો એક પ્રતિનિધિ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રતિષ્ઠિત પહેલ ‘બેલ્ટ એન્ડ રોડ ફોરમ’માં ભાગ લેશે. ભારત માટે આ એક મુશ્કેલ નિર્ણય છે કેમ કે છેલ્લાં કેટલાક દિવસોમાં…

Read More

મોદી સરકાર એક નવી પોલિસી પર કામ કરી રહી છે, જે હેઠળ વાહનો પાસેથી કિલોમીટરના હિસાબે ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે. એટલે કે એ ટોલ રોડ પર વાહન જેટલા કિમી ચાલશે, યાત્રીઓને એટલા જ અંતરનો ટેક્સ આપવો પડશે. હાલની વ્યવસ્થામાં વાહનો પાસેથી ટોલ રોડનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. અલગ અલગ શ્રેણીઓના વાહનો માટે રકમ અગાઉથી નક્કી છે. એ વાતનો કોઇ ફરક નથી કે કોઇ વાહને પૂરા ટોલ રોડનો ઉપયોગ કર્યો છે કે એના એક ભાગનો ઉપયોગ કર્યો છે. વર્તમાનમાં લાગૂ ટોલ પોલિસીને ઓપન ટોલ પોલિસી કહેવામાં આવે છે. એમાં સરેરાશ ૬૦ કિમીની સફર પર એક નિશ્વિત રકમની ફી વસૂલ…

Read More

પાછલાં બે વર્ષમાં ભારતના રોકાણકારોએ બીએસઈ-૫૦૦ કંપનીઓમાં રોકાણ હિસ્સો વધાર્યો શેરબજાર નવી ઊંચાઇએ ગઇ કાલે બંધ જોવા મળ્યું છે. નિફ્ટી પ્રથમ વાર ૯૪૦૦ની સપાટીની ઉપર ગઇ કાલે છેલ્લે ૯૪૦૭ની સપાટીએ બંધ જોવાઇ છે. બીએસઇની અગ્રણી ૫૦૦ કંપનીઓમાં રોકાણ હિસ્સાના મામલે વિદેશી રોકાણકારનું-એફપીઆઇ વર્ચસ્વ ઘટી રહ્યું છે. પાછલાં બે વર્ષમાં ભારતના રોકાણકારોએ બીએસઇ-૫૦૦ કંપનીઓમાં રોકાણ હિસ્સો વધાર્યો છે. સંસ્થાકીય રોકાણકારોએ બીએસઇ-૫૦૦ કંપનીઓમાં રોકાણ હિસ્સો વધીને ૨૨.૨ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. આ સમયગાળામાં એફપીઆઇની રોકાણ હિસ્સેદારી ઘટીને ૨૩.૭ ટકાની સપાટીએ પહોંચી ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ માર્ચ ૨૦૧૭ના અંત સુધીમાં એફપીઆઇએ બીએસઇ -૫૦૦ કંપનીઓમાં એક અંદાજ મુજબ ૨૫ લાખ કરોડનું રોકાણ…

Read More

મુંબઇ: બોલીવુડમાં હાલના સમયમાં બાયોપિક બનાવવાનો ટ્રેંડ છે. તાજેતરમાં જ એવી બે ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે. હવે બાયોપિકને લઇને એક મોટી વાત સામે આવી છે. એો ખુલાસો કરવામાં આવ્યો છે કે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટિરીની મજબૂત અભિનેતામાંથી એક પરેશ રાવલે. ટ્વિટર પર એક પ્રશ્નનો જવાબ આપતાં પરેશ રાવલે એવું કમ્ફર્મ કર્યું છે કે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનો ભાગ છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પરેશ રાવલે નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઘણી જનસભાઓ સંબોધી છે અને એ એમના નજીકના પણ માનવામાં આવતાં હતા. પરેશ રાવલે એક સભામાં કહ્યું હતું કે બંને નેતા સીધું સ્પષ્ટ બોલનારા છે. આટલું જ નહીં, એમનું એવું…

Read More

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ પક્ષે આજે સ્પષ્ટ રીતે પાટીદાર અનામત આંદોલન પ્રત્યે તેમનું વલણ સ્પષ્ટ કરતાં પાટીદારોને અનામત આપવા વિશે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપીસીસી)ના અધ્યક્ષ શુક્રવારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કનવીનરોને મળીને આ બાબતે તેમનું વલણ જણાવ્યું હતું અને આ જ બાબતને લઈને પાર્ટી કેવી રીતે ગુજરાતમાં આગળ વધશે તેના માટે શનિવારે દિલ્હી હાઈકમાન્ડ જોડે જઈને રજૂઆત કરશે. પાસના ત્રણ કન્વીનર દિનેશ બાંભણિયા, વરૂણ પટેલ અને મનોજ પટેલએ આજે જીપીસીસીના અધ્યક્ષ ભરત સોલંકી સાથે તેમના નિવાસ સ્થાને મીટીંગ કરી હીત. જેમાં તેમણે પાટીદાર ચળવળની ચાર માગણીઓની રજૂઆત કરી હતી. તેમની રજૂઆતોમાં મુખ્યત્વે પહેલી માગણી એ…

Read More

મુંબઇ : મુંબઇ એરપોર્ટ પર શુક્રવારે એક મોટી દુર્ઘટનાં થતા થતા ટળી ગઇ હતી. મળતી માહિતી અનુસાર જેટ એરવનેઝનું મુંબઇથી બેંકોક જઇ રહેલા વિમાનનો પાછળનો ભાગ મુંબઇ એરપોર્ટ પરથી ઉડ્યન સમયે રનવે સાથે ટકરાઇ ગયો હતો. ત્યાર બાદ ફ્લાઇટને એરપોર્ટ પર પરત ઉતારી લેવામાં આવી હતી. જો કે સદનસીબે 180 યાત્રી અને 8 ક્રુ મેમ્બર્સ સલામત છે. જેટ એરવેઝનાં પ્રવક્તાએ જણાવ્યું કે પ્લેન નંબર 9W70નો પાછલો હિસ્સો જમીન સાથે આથડ્યો હોવાની આશંકા હતી. જેનાં પગલે વિમાનને પરત એરપોર્ટ પર ઉતરી જેવાનાં આદેશો અપાયા હતા. જેટ એરવેઝની એન્જિનિયર્સની ટીમ અને અન્ય કર્મચારીઓ વિમાનની તપાસ કરી રહ્યા છે. આ વર્ષે જેટ એરવેઝનાં…

Read More