સત્ય ન્યુઝ ઃ- વલસાડ યુવા સ્પોર્ટસ ગૃપ દ્રારા ગૌશાળા ના લાભાર્થે બી.ડી.સી.એ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને નાગરપાલીકા પ્રમુખ સોનલબેન સોલંકી(જૈન) ્સ હસ્તે કરવામાં અવ્યો હતો.આ પ્રસંગે ગૌ માતા ની પુજા કરી આ ટુર્નામેન્ટ ને શરૂ કરવામાં આવી હતી. સ્વર્ગીય જગદીશભાઇ ડી. દેસાઇ અને આનંતર તાલુકા (વિધાનસભા મત વિસ્તાર) ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વલસાડ યુવા સ્પોર્ટસ ગૃપ દ્રારા રમાડનાર આ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ, આ ટુર્નામેન્ટ માંથી જે રકમ એર્કા થશે તે ને ગૌશાળા લાભ અર્થે આપવામાં આવશે. અને આ ટુર્નામેન્ટ માં વલસાડ જીલ્લા સહિત સુરત, તાપી, નવસારી, વિસ્તાર ના ચુટાયેલા…
કવિ: SATYA DESK
નવી દિલ્હી: એરટેલે મોબાઈલ કંપની માઈક્રોમેક્સની સાથે મળીને એક વર્ષ સુધી મફતમાં 4G સર્વિસ આપવાની કરવાની ઓફર રજુ કરી છે. કંપનીએ ગુરુવારે લોન્ચ થયેલા માઈક્રોમેક્સના કેનવાસ બે સ્માર્ટફોન ઉપર આ ઓફર લોન્ચ કરી છે. આ અંતર્ગત ફરી 4G ડેટા સિવાય અનલીમીટેડ કોલ્સની પણ સુવિધા હશે. માઈક્રોમેક્સના ચીફ માર્કેટિંગ ઓફિસર શુભજીત સેને રિપોર્ટરોને જણાવ્યું, ‘માઈક્રોમેક્સ કેનવાસ બે ઉપર એક વર્ષ સુધી એરટેલ ટુ એરટેલ અનલીમીટેડ કોલિંગ અને ડેટાની સુવિધા પણ હશે. આ સુવિધા તમામ નવા અને હયાત ગ્રાહકોને આપવામાં આવશે.” માઈક્રોમેક્સે ગુરુવારે જ ૧૧,૯૯૯ રૂપિયાની કિંમત વાળા VoLTE સ્માર્ટફોન કેનવાસ બે લોન્ચ કર્યો છે. સેને કહ્યું કે માઈક્રોમેક્સ અને એરટેલ વચ્ચે…
શહેર નજીકના રણોલી ગામના લીમડી ફળિયામાં રહેતા સાગર સોલંકી બુધવારે જાન લઈને લગ્ન માટે બોરસદ તાલુકામાં ગયો હતો. જ્યાં સવારથી જ વિવિધ વિધિના કાર્યક્રમો ચાલ્યા હતા. સાંજના સમયે વરરાજા સાગર સોલંકી પોતાના વરઘોડામાં મિત્રના ખભે બેસી મિત્રો સાથે નાચતો હતો તે દરમિયાન એકાએક ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આમ લગ્નમાં વરરાજાનું જ મોત થતાં પ્રસંગ એકાએક માતમમાં ફેરવાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર વરરાજા સાગર સોલંકીએ દારુ પીધો હતો અને ત્યાર બાદ તાડી પીધી હતી. વરરાજા સાગર સોલંકીનો વરઘોડામાં નાચતો અને અને અચાનક મિત્રોના ખભેથી ઢળી પડવાનો ઘટનાક્રમ કેમેરામાં પણ કેદ થયો હતો.
તમે માથાના વાળ સફેદ થતાં હશે એવું સાંભળ્યું હશે? ઉપરાંત માથાના વાળા સફેદ થવા એક સામાન્ય વાત છે. પરંતુ શું તમે કોઇ દિવસ એવું સાંભળ્યું છે કે પ્રાઇવેટ પાર્ટના વાળ પણ સફેદ થાય છે. પ્રાઇવેટ પાર્ટના વાળ સફેદ થવા પાછળ છે કેટલાક ચોક્કસ કારણો. જે જાણીને તમે ચોંકી જશો. જેમ ઉંમર મુજબ માથાના વાળ સફેદ અને પાતળા થવા લાગે છે એવી રીતે જ પ્યૂબિક હેર પણ ઉંમરના મુજબ પાતળા અને સફેદ થવા લાગે છે. આવો જાણીએ કે કયા મૂળ કારણોથી પ્યૂબિક હેર સફેદ થઈ જાય છે? પ્રાઇવેટ પાર્ટના હેર ઘણી વખત અનિયમીત ખાન-પાન અને જીન્સમાં ગરબડ કે આનુવાંશિક રીતે પણ…
એશિયાની બે મહાશક્તિ ભારત અને ચીન વચ્ચેની સ્પર્ધા જગજાહેર છે. બંને દેશોની અર્થવ્યવસ્થા પણ ઘણી ઝડપથી આગળ વધી રહી છે. જોકે ચીન દરેક વખતે ભારત કરતાં આગળ હોવાનો દાવો કરતું રહ્યું છે. પરંતુ તેને હવે ભારતની તાકાતનો પરિચય થઈ રહ્યો છે. ચીનની સતાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર ગ્લોબલ ટાઈમ્સે પોતાના હાલના એક લેખમાં ચીની સરકારને ભારતના વિકાસને લઈને માહિતગાર કર્યા છે. ગ્લોહલ ટાઈન્સે લખ્યું છે કે, ‘ભારત વધુ ને વધુ વિદેશી રોકાણકારોને પોતાને ત્યાં આકર્ષવામાં સફળ રહ્યું છે.’ ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે આ ઘટનાને ચીની સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. અખબારે લખ્યું કે, ભારતનું યુવાધન તેની તાકાત વધુ ને વધુ મજબૂત બનાવી…
કોર્ટના આદેશ મુજબ હાર્દિક ગુરવારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પર પહોંચ્યો હતો જ્યાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિકે મીડિયા સાથે વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના દિકરાને પીધેલી હાલતમાં ફ્લાઈટમાં ન જવા દેવા મુદ્દે દારૂબંધીનું અભિયાન ચલાવતા અલ્પેશ ઠાકોરે બોલવું જોઈએ. હાર્દિક પટેલે નીતિન પટેલના દિકરાની બાબત અંગે કહ્યું કે, ક્યાંકને ક્યાંક આ મુદ્દાને ચલાવવામાં આવ્યો નથી, મને લાગે છે કે આ અંગે અલ્પેશ ઠાકોર કે જે દારૂબંધીની ઝૂંબેશ ચલાવે છે તેમને બોલવું જોઈએ. ગુજરાતમાં ઘણી જગ્યાએ ભાજપની રહેમ નજરે દારૂનો ધંધો ચાલે છે. સરકાર કાયદો લાવી રહી છે પણ તે અંગે કામગીરી કરવામાં આવતી…
ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક માણસાની જામળા પ્રાથમિક શાળામાં અક્ષય પાત્ર સંસ્થા દ્વારા સ્કૂલમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં મરેલો ઉંદર મળ્યા બાદ હવે હરિયાણાના ફરિદાબાદની એક સ્કૂલમાં ઇસ્કોન સંસ્થા દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં મરેલો સાપ નિકળ્યો છે. હરિયાણાના ફરિદાબાદના એનઆઇટી-2 સ્થિત સરકારી ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલના મધ્યાહન ભોજનમાં ગઇકાલ ગુરુવારે સાપનું બચ્ચુ મળી આવતા ચકચાર મચી ગયો હતો. સાપનું બચ્ચુ મળ્યાની જાણ થતાં જ બાળકોને મધ્યાહન ભોજન કરતા અટકાવી દેવાયા હતાં. સાપનું બચ્ચુ સાતમા ધોરણની વિદ્યાર્થિની પ્લેટમાં નિકળ્યું હતું. સાપનું આ બચ્ચુ મળ્યુ ત્યારે સ્કૂલની બે શિક્ષિકાઓ સહિત અન્ય વિદ્યાર્થીઓ પણ ભોજન જમવાનું શરુ કરી દીધું હતું. ઘટના અંગે ફરિયાદબાદના…
છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાની ઘટનાઓને ફેસબુક પર લાઇવ બ્રોડકાસ્ટ કરવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ ફેસબુક દ્વારા આવા કન્ટેટથી પોતાના યુઝર્સને દૂર રાખવા 3 હજાર કર્મચારીઓની ટીમ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ટીમ આવી પોસ્ટ પર અને વીડિયો પર નજર રાખશે. ફેસબુકની રિવ્યુ ટીમ આ મુદ્દે લૉ એનફોર્સમેન્ટ એજંસીઓ સાથે મળીને કામ કરશે. કંપનીના CEO માર્ક ઝકરબર્ગે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી ફેસબુક પર લાઇવ કે પછી વીડિયો દ્વારા કેટલાક યુઝર્સ પોતાને અને બીજાને નુકશાન પહોંચાડતા દેખાડી રહ્યાં છે. જે ખૂબ જ પીડાદાયક છે. પોતાના ફેસબુક પેજ પર માર્ક ઝુબકરબર્ગે લખ્યું છે કે કંપની નવા ટુલ લાવશે જેથી વિવાદાસ્પદ કન્ટેન્ટ પર…
ન્યૂઝી લેન્ડ ના લેફ્ટ આમ સ્પિનરે પોતાની ડ્રિમ ટિમ જાહેર કરી છે. લોડસ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે મળીને પોતાની ડ્રિમ ટિમ ની જાહેરાત કરી છે. ડેનિયલ વિટોરી એ પોતાની ટિમ માં ભારત મૂળ ના 3 ખિલાડી નો સમાવેશ કર્યો છે જ્યારે ઑસ્ટ્રેલિયા ના 4 ખેલાડી સામેલ કર્યા છે. ભારત માં થી ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર, ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ અને રન માનીશ તરીકે જાણીતા કોહલી નો સમાવેશ કર્યો છે. કોહલી ને આ ટિમ ના કપ્તાન તરીકે જાહેર કર્યો. ઑસ્ટ્રેલિયા માંથી રિકી પોન્ટિંગ, આદમ ગિલક્રિસ્ટ, ગ્લેન મેગ્રરાથ અને સેન વોર્ન નો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત કુમાર સંગકારા,…
એક તરફ રાજ્ય સરકાર કરકસરના નામે ફિક્સ પગારે ભરતી કરે છે બીજી તરફ ફિક્સ પગારે કર્મચારીઓની ભરતી કરી રાજ્ય ઉપર બહું મોટો ઉપકાર કર્યો હોય તેમ નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણુંક પત્ર આપવના સમારંભમાં કરોડોનું આંધણ કરે છે. 18મી મેના રોજ અમદાવાદ ખાતે નવનિયુક્ત પોલીસ કોન્સ્ટેબલ્સને નિમણુંક પત્ર આપવાં પાછળ ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં 18 મેના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પોલીસને નિમણુંક પત્ર આપવાનો એક સમારંભ રાખવામાં આવ્યો છે. જેમાં 18 હજાર પોલીસને નિમણુંક પત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમ માટે અમદાવાદ પોલીસે રાજ્ય સરકાર પાસે ડોમ અને સાઉન્ડ સિસ્ટમ માટે રૂપિયા 1.50 કરોડ, પોલીસને જમાડવા…