ગરમીએ ભારતીયોને એવા પરેશાન કર્યા છે કે એસી અને રેફ્રિજરેટરના સપ્લાયમાં પણ વેઇટિંગ પિરિયડ ચાલે છે. માર્ચ અને એપ્રિલમાં આ બંને એપ્લાયન્સિસનું વિક્રમ વેચાણ નોંધાયું છે જેથી ઘણા ગ્રાહકોએ એસી કે ફ્રિજની ડિલિવરી લેવા માટે બેથી ચાર દિવસની રાહ જોવી પડે છે. ગયા વર્ષના માર્ચ-એપ્રિલની સરખામણીમાં આ વખતે માંગમાં 25 ટકા વધારો થયો છે. ગયા સમગ્ર કેલેન્ડર વર્ષમાં જેટલા એસી અને ફ્રિજ વેચાયાં હતાં તેના ત્રીજા ભાગ જેટલાં એપ્લાયન્સિસ છેલ્લા બે મહિનામાં વેચાયાં છે. ઉત્તર અને પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આ ઉપકરણોની અભૂતપૂર્વ માંગ છે. મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન છે. ગયા વર્ષે એસી અને રેફ્રિજરેટરની માંગમાં અનુક્રમે…
કવિ: SATYA DESK
નવી દિલ્હીઃ મહાનગરના રસ્તાઓ પર અને ટ્રાફિક પોઇન્ટ પર બાળકોનું ભીખ માંગવું હવે મોદી સરકાર બિલકુલ ચલાવશે નહીં. કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રાલય બાળકોના ભીખ માંગવા વિરૂદ્ધ એક મોટુ અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે. દિલ્હી, મુંબઇ સહિત છ મહાનગરોમાં ઓગસ્ટ મહીનામાં આ અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. આ અભિયાનમાં પોલીસની મદદથી ભીખ માંગી રહેલા બાળકોને મુખ્યધારામાં શામેલ કરવા અંગે પ્રયાસ કરવામાં આવશે. મહિલા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે અમે ઓગસ્ટમાં નક્કી કર્યું હતું કે બાળકોની ભીખ માંગવા અંગે ‘જીરો ટેલરેન્સ’ મહિનાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે ખુલ્લા આશ્રય સ્થાન (ઓપન શેલ્ટર), બાલ ગૃહ જેવા વિકલ્પ…
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ગુડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એસ.જી હાઈવેના અડાલજથી ગાંધીનગર સુધીનો પટ્ટો કોમર્શિયલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી આ રસ્તા પર બંન્ને બાજુ કર્મશીયલ બાંધકામની સાથે મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ, શોપિંગ મોલ, થિયેટર સહિતની મોટી ઈમારતો બનશે. જોકે આ ડેવલપમેન્ટમાં ગ્રીન બેલ્ટને જાળવી રાખવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક આજે મળી હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. કારોબારી બેઠક પછી શંકરસિંહે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે, હું સીએમ પદનો દાવેદાર નથી, ગુજરાતની આગામી ચૂંટણી કોંગ્રેસ ભરતસિંહ સોંલકીની આગેવાનીમાં લડશે.’ કારોબારી બેઠકમાં ચૂંટણી પ્રચાર, કોંગ્રેસની રણનીતિ સહિતના મુદ્દે વરિષ્ઠ નેતાઓએ સ્થાનિક નેતાઓને સંબોધન સાથે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકને સંબોધન કરતાં અહેમદ પટેલ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે ચૂંટણી ભંડોળ નથી એટલે દરેક કાર્યકર્તા પાસેથી ૫૦૦ રૂપિયા લઈને ચૂંટણીમાં ઝંપલાવશે. ટિકીટ માટે કોઈની પણ ભલામણ નહીં ચાલે, જીતી શકે તેવા…
સુરત:રાજ્ય સરકાર દારૂ અંગે બનાવેલો કડક કાયદો પણ માત્ર કાગળ ઉપર જ રહી ગયો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુરતના અધિકારીઓએ દમણના કુખ્યાત બુટલેગર રમેશ પટેલ ઉર્ફે માયકલને ત્યાં પડેલા દરોડોમાં તેણે છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદે રીતે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાત મોકલ્યો હોવાની બેન્ક એન્ટ્રીઓ મળી આવી છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં દરોડો પાડી ઓલપાડ પોલીસે રૂપિયા 22 લાખનો દારૂ તાજેતરમાં પકડ્યો હતો. જેમાં આ દારૂ દમણના સાંઈ વાઈન શોપ, સાંઈ એન્ટર પ્રાઈઝ અને સાંઈ બારના માલિક અને બુટલેગર રમેશ પટેલ ઉર્ફે માયકલ અને તેની પત્ની ભાનુબહેન પટેલે મોકલ્યો હોવાનું બહાર આવ્યુ હતું. સુરત જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે હમણાં…
વલસાડ નગરપાલીકા ના વોર્ડ નંબર ૧૨ માં પેવરબ્લોક ના રસ્તાનું કામ હાથ ધરાતા રહીશો માં ફેલાઇ આનંદ ની લાગણી વલસાડ નગરપાલીકા ના તીથલ રોડ શેઠ આર.જે.જે હાઇસ્કુલ પાસે વોર્ડ નંબર ૧૨ માં નગરપાલીકા દ્રારા સ્વર્ણીમ મુખ્યર્મંા યોજના અંર્તગત પેવરબ્લોક ના રસ્તાનું કામ હાથ ધરાતા આ વિસ્તાર ના રહીશો માં આનંદ ની લાગણી ફેલાઇ જવા પામી હતી. છેલ્લા ધણા સમય થી આ વિસ્તાર ના રહીશો ની આ માંગણી ને લઇ ને પાલીકા પ્રમુખ સોનલબેન સોલંકી (જૈન) એ તાત્કાલીક આ કામ ને મંજુર કરાવી સારી ગુણવત્તા વાળો માર્ગ બનાવવા માટે કામગીરી શરૂ કરી છે. જેને લીધે રસ્તાઓ સ્વચ્છ અને સુંદર દેખાઇ અને…
૨૦૦૯માં બોલીવુડ અભિનેતા આમીરખાનની ફિલ્મ ‘૩ ઇડીયટ્સ’એ પોતાની રીલીઝ સાથે જ ધુંઆધાર કમાણી કરી અને સફળતાની એક નવી વાર્તા લખી. ફિલ્મે કેટલાય જુના રેકોર્ડ્સ તોડીને નવા રેકોર્ડ બનાવ્યા. નિર્દેશક રાજકુમાર હીરાનીની આ ફિલ્મે રસપ્રદ રીતે ભારતની શિક્ષણ વ્યવસ્થા ઉપર કટાક્ષ કરતા પોતાની વાત કહી. ફિલ્મની વાર્તા એટલી રોચક હતી કે દર્શકોએ પોતાને એ વાર્તા સાથે જોડીને ફિલ્મ જોઈ. વર્ષો પછી હવે ‘થ્રી ઇડીયટ્સ’ની રીમેક બનીને તૈયાર છે, પરંતુ આ રીમેક હિન્દી ભાષામાં નહી પરંતુ મેક્સીકાનમાં બનાવવામાં આવી છે. આ રિમેકને મેક્સિકન નિર્દેશક કાર્લોસ બોલાડૉએ બનાવી છે. ફિલ્માં અલ્ફન્ઝો દોસાલ,શ્ચિયન વાજ્ક્વેજ અને જર્મન વાલ્દેજ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડી રહ્યા છે. ફિલ્મમાં…
ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.૧ર સાયન્સની (સેમેસ્ટર-૪) ની પરીક્ષાનું પરીણામ આવતીકાલે જાહેર થશે. ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૧૦ વાગ્યે જીએસઇબીની વેબસાઇટ ઉપર પરીણામ જાહેર થશે. સંભવતઃ તે જ દિવસે શાળા માર્કશીટનું પણ વિતરણ કરવામાં આવશે. ગુજરાત રાજયમાં વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪ ની પરીક્ષા એ ગૃપમાં ૬પ૪૧૦ બી ગૃપમાં ૭૬૦૬૯ મળી કુલ ૧૪૧૦૦૦ પરીક્ષાર્થીઓએ કસોટી આપી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા નીટની પરીક્ષાની પુર્વ સંધ્યાએ પરીણામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં રાજય સરકારે ખખડાવતા પરીણામ મોડુ કરવામાં આવ્યું હતું. ગુજકેટની સાથે જ પરીણામ જાહેર કરવાની જાહેરાત કરનાર શિક્ષણ બોર્ડે હવે માત્ર ધો.૧ર…
કોંગ્રેસમાં થઇ રહેલાં પરિવર્તનોની અસર સોશિયલ મીડિયા ટીમમાં પણ જોવા મળી રહી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દીપેન્દરસિંહ હુડાની જગ્યાએ કર્ણાટકનાં પૂર્વ સાંસદ અને બહુચર્ચિત અભિનેત્રી રામ્યાને પોતાની સોશિયલ મીડિયા ટીમનાં પ્રમુખ બનાવ્યાં છે. થોડા દિવસ પહેલાં હુડાને ટીમે ફેરવેલ પાર્ટી પણ આપી હતી. બીજી તરફ રામ્યાએ નવી જવાબદારી સંભાળતાં વોર રૂમ સ્થિત સોશિયલ મીડિયાની ઓફિસમાં બેસવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટીમ રાહુલની સલાહ પર પાર્ટીને સોશિયલ મીડિયામાં વધુ આક્રમક બનાવવા માટે આ પરિવર્તન કરાયાં છે. આ ટીમ કોંગ્રેસની ઓફિશિયલ વેબસાઇટ, ટ્વિટર, ફેસબુક જેવા એકાઉન્ટની જવાબદારી સંભાળે છે. સૂત્રોની વાત માનીએ તો સોશિયલ મીડિયાના ચીફનો ચહેરો…
અમદાવાદ ના સ્થાનિક બજારમાં સોના અને ચાંદીમાં વધુ ઘટાડાની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે સોનામાં વધુ ૧૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ૨૮,૬૦૦ના મથાળે ભાવ ખૂલ્યો હતો. ચાંદી પણ ૩૮,૦૦૦ની સપાટીએ જોવા મળી હતી. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ સપ્તાહની નીચી ૧,૨૨૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. બુલિયન બજારના જાણકારોના કહેવા પ્રમાણે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે અગાઉ જોવા મળેલા તંગદિલીભર્યાે માહોલ હળવો થતાં નવી લેવાલી અટકી છે. તો બીજી બાજુ ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનામાં વ્યાજના દરમાં વધારો આવે તેવી શક્યતા પાછળ સોનામાં પ્રેશર નોંધાયું છે. વૈશ્વિક ઇક્વિટી બજારની ઇફેક્ટ પણ બુલિયન બજારમાં નોંધાઇ છે. એટલું જ નહીં ફ્રાન્સના…