આજકાલ સરકારે નાનાથી નાની વસ્તુ થી લઈને મટી વસ્તુ સુધી બધી વાતોમાં આધાર જોડવાનું ચાલુ કર્યું છે.સરકારે બધી યોજનાઓ ને અઢાર કાર્ડ થી જોડવાની વાત કરી છે, જે ખુબજ ચોંકાવવા વાળું છે. સૂત્રોના હવાલા થી જાણકારી મળી રહી છે કે હવે સરકાર ની યોજના છે કે હવે કોન્ડમ ની ખરીદી ને પણ આધાર કાર્ડ સાથે જોડી શકે છે. આ યોજના થી જો હવે તમારે કોન્ડમ પણ લેવું હોઈ તો અઢાર કાર્ડ કમ્પલસરી જોઇશુ. જેમકે બધા જાણે જ છે કે વસ્તી ની બાબતે ભારત દુન્યા ના દેશો માં બીજા સ્થાને આવે છે અને જે ઝડપ થી આપણાં દેશ ની વસ્તી વધી…
કવિ: SATYA DESK
નવી દિલ્હી: કોલકાતા હાઈકોર્ટના જસ્ટીસ કરનનને સુપ્રિમ કોર્ટે અનાદરના ગુનામાં દોષી ઠેરવ્યા છે. તેમને કોર્ટે ૬ મહિનાની જેલની સજા ફરમાવી છે. આ સજા સુપ્રિમ કોર્ટની સાત જજોની સંવિધાન પીઠે ફરમાવી છે. સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળના ડીજીપીને જસ્ટીસ કરનનની તરત ધરપકડ કરીને જેલ મોકલવાનો આદેશ પણ આપ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ વર્તમાન જજ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે આ સાથે જ મીડિયા માટે આદેશ જાહેર કર્યો છે કે તે જસ્ટીસ કરનનનું નિવેદન નહી ચલાવે. ઉલ્લેખનીય છે કે જસ્ટીસ કરનને સોમવારે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા અને તેમના ૬ સાથી જજોને SC/ST એક્ટની જોગવાઈઓ અંતર્ગત દોષી ઠેરવીને પાંચ વર્ષની સજાના…
ઇંગ્લેન્ડમાં 1 જૂનથી રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટીમની કપ્તાની વિરાટ કોહલીને સોંપવામાં આવી છે તથા યુવરાજ સિંહ, રોહિત શર્મા અને શિખર ધવનને પણ ટીમમાં સ્થાન અપાયું છે. સામી અને રોહિત શર્મા ને ટિમ માં સ્થાન મળ્યું. જયારે IPL માં સારું પ્રદર્શન કરનાર રિષભ પંથ અને IPL માં સૌથી વધુ રન બનાવવાની હરીફાઈ માં બીજા નબરે રહેલા કોલકાતા ના કેપટન ગૌતમ ગંભીર ને પણ સ્થાન નથી આપવા માં આવ્યું. ટીમ ઇન્ડિયા આ પ્રમાણે છે: વિરાટ કોહલી, શિખર ધવન, અજિંક્ય રહાણે, યુવરાજ સિંહ, કેદાર જાધવ, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની, આર. અશ્ચિન, મોહંમદ સમી, ઉમેશ…
દેશમાંથી ફરાર થયેલા આઇપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ પોતાની ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસન પર આક્ષેપો ર્ક્યા છે. મોદીએ પોતાના ટ્વિટર અકાઉન્્ટમાં એક પત્ર પોસ્ટ ર્ક્યો છે. જેમાં ધોનીનો બેસિક સેલેરી ૪૩,૦૦૦ રૂપિયા બતાવવામાં આવ્યો છે અને ઇન્્િડયા સિમેન્ટ્સમાં તેની નિયુક્તિ વાઇસ- પ્રેસિડન્ટ (માર્કેટિંગ)ના રૂપમાં દેખાડવાનો પ્રયત્ન ર્ક્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ પોસ્ટ જુલાઇ-૨૦૧૨થી અમલમાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય એ પહેલાં જ વિવાદ ઉભો કરીને લલિત મોદીએ સનસની મચાવી છે. મોદી ક્રિકેટ બોર્ડ પર જાત-જાતના આરોપો મૂકતા હોય છે. પણ આ વખતે ધોનીને પણ…
સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અદાલતનો આદેશ ના માનવા (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) માટે દોષી માનેલ છે અને સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને ૧૦ જુલાઈના રોજ કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું છે કે વિજય માલ્યા હાજર રહીને પોતાની રજૂઆત કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કિંગફિશર એરલાઈન્સના વડા વિજય માલ્યા વિરુદ્ઘ અદાલતની અવમાનનાના કેસની સુનાવણી દરમિયાન આ આદેશ કર્યો છે. ગત સુનાવણી વખતે બેન્ક એસોસિએશને સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી માગણી કરી હતી કે કોર્ટ વિજય માલ્યાને આદેશ કરે કે તે ડીએગો ડીલ દ્વારા મળેલ ૪૦ મિલિયન અમેરિકન ડોલર લઈને એક સપ્તાહની અંદર ભારત આવે. જો વિજય માલ્યા આ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે પોતાના પ્રચાર માટે શરુ કરેલી નમો ગુજરાત ચેનલ ચાર મહિનામાં જ બંધ થઇ હતી અને હવે તેનું ફર્નિચર પણ કબાડીવાળાને ત્યાં વેચાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને વિધાનસભા 2012ની ચૂંટણી લડી રહ્યાં હતાં. આ દરમિયાન ચૂંટણીનાં ત્રણ મહિના પહેલા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં પોતાના અને ભાજપના પ્રચાર માટે નમો ગુજરાત નામની ટીવી ચેનલ શરુ કરી હતી. નમો ગુજરાત ચેનલમાં આ દરમિયાન નરેન્દ્ર મોદીની તમામ રેલીઓ અને થ્રી ડી સભાઓ લાઇવ દર્શાવવામાં આવતી હતી તથા ભાજપનો પ્રચાર કરવામાં આવતો હતો. નમો ગુજરાત ચેનલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ચૂંટણીના ત્રણ મહિના…
ઉત્તર ગુજરાત ના રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે મહત્તમ તાપમાનનો પારો ગઇકાલે ૪પ ડીગ્રી ની આસપાસ પહોંચી જતા લોકો અકળાઇ ઉઠયા હતાં. અને બપોરના સમયે તો રસ્તાઓ સુમસામ થઇ જતા કરફયુ જેવુ વાતાવરણ છવાઇ જાય છે. સવારથી શરૂ કરીને આખો દિવસ અસહ્ય ઉકળાટ અને બફારાની અસર સાથે મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે ચડતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સવારથી સૂર્ય નીકળતા ની સાથે જ ગરમીની અસર વર્તાવા લાગે છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ – તેમ ગરમીની અસર વધવા લાગે છે. કાલે સોમવારે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહયો હતો. સુરેન્દ્રનગર સૌથી…
આપમાંથી બહાર કાઢી મુકાયેલા અને બાગી નેતા કપિલ મિશ્રાએ આજે પોતાના ગુરૂ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ નવો મોરચો ખોલ્યો. તેઓએ કહ્યું કે મારી પાસે તેઓ વિરૂદ્ધ સંપૂર્ણ પુરાવા છે. જેને તેઓ આજે સીબીઆઈ સમક્ષ રજૂ કરશે. કપિલ મિશ્રાએ કહ્યું કેજરીવાલ વિધાનસભામાંથી મારી સભ્યતા ખત્મ કરવા માગે છે તેઓએ કહ્યું કે તેઓ સક્ષમ છે. આવુ કરી શકે છે. કપિલે કેજરીવાલને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યુ મે તેઓમાં દમ હોય તો તેઓ રાજીનામુ આપીને મારા વિરૂદ્ધ ચૂંટણી લડીને દેખાડે. તેઓએ કહ્યું કે તેઓ મારા ગુરૂ રહ્યા છે અને આ બધુ મેં તેઓ પાસેથી જ શીખ્યો છું. કપિલ મિશ્રાએ કહ્યું કે મેં ગુરૂ કેજરીવાલ પાસેથી…
બર્મિંગહામઃ વેસ્ટ મીડલેન્ડ્સના નોલમાં આવેલી એવોર્ડવિજેતા ભારતીય રેસ્ટોરાં ‘ઈલોરા’ એ નેશનલ ચેરિટી મેકમિલન કેન્સર સપોર્ટને ૧૨,૬૧૦ પાઉન્ડનું દાન આપ્યું હતું. ૧૯૬૮માં સ્થપાયેલી ઈલોરા રેસ્ટોરાંના સ્ટાફ દ્વારા મેકમિલનના સાઉથ બર્મિંગહામ અને સોલિહલના ફંડરેઈઝિંગ મેનેજર સામ ગ્રેટ્રેક્સને આ ચેક અર્પણ કરાયો હતો. ગ્રેટ્રેક્સે જણાવ્યું હતું,‘ આ દાન બદલ અમે ખૂબ આભારી છીએ. અમને આ રકમ કેન્સરના દર્દીઓ તથા તેમના પરિવારોને મદદ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. ઈલોરાના મેનેજર મેશ હકીમે જણાવ્યું હતું કે ‘વફાદારી અને નિખાલસતાથી અમને સતત પ્રેરિત કરતા રહેલા સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવા બદલ અમને ખૂબ ગૌરવ અને સંતોષની લાગણી થાય છે.’ હકીમે ગયા સપ્ટેમ્બરમાં યોજાયેલા ઈલોરાના બોલિવુડ થીમ આધારિત ફંડ…
બિજિંગઃ ચીનના ઝીનજીયાંગ પ્રાંતમાં મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલા હોય તેવા નામ નહીં રાખી શકે. જો કોઇ પોતાના સંતાનોના નામ મુસ્લિમ સમુદાય કે ઇસ્લામ સાથે સંકળાયેલા રાખશે તો તેવા બાળકોને શાળામાં પ્રવેશ નહીં મળે કે તેને નોકરીએ પણ નહીં રખાય. જે નામો પર પ્રતિબંધ મુકાયો છે તેમાં સદ્દામ, જેહાદ, મક્કા-મદીના, કુરાન, ઇસ્લામ, ઇમામ, હાજી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હવેથી આવા સંતાનોના નામે ઘર કે કોઇ પ્રોપર્ટી ટ્રાન્સફર નહીં થઇ શકે અને તેઓને કોઇ પણ સરકારી સુવિધાનો લાભ પણ નહીં મળે. ચીનમાં સૌથી વધુ નાસ્તિક લોકો વસે છે અને અહીં ધર્મને લઇને કટ્ટરતા પ્રમાણમાં ઓછી દેખાય છે. અહીં પણ મુસ્લિમ સમુદાયના અનેક…