દેશમાં ધૂણી રહેલો ત્રિપલ તલાકનો મુદો હવે સુરતમાં પણ ગાજ્યો છે.. સુરતના મહિધરપુરા વિસ્તારમાં રેહતી એક મુસ્લિમ પરિણીતાને તેના જ પતિએ ફોન પર ત્રણ વાર તલાક તલાક તલાક કહી છુટાછેડા આપી દીધા છે.. બે વર્ષના માસુમ બાળકને મૂકી પોતાની સાળી સાથે લગ્ન કરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.. જો કે પતિએ બદ ઈરાદાથી તલાક આપ્યો હોવાનું પીડિતાએ અને તેના પરિવારે આક્ષેપ કર્યો હતો સુરતના મહિધરપુરા વિસ્તારમાં રેહતા અબ્દુલ વલી મોહમદ આમલેટની લારી ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે અબ્દુલભાઈને સંતાનમાં પાંચ દીકરીઓ છે જે પૈકીની જેનબ નામની દીકરીના વર્ષ ૨૦૧૪માં ખાંડાકુવા ખાતે રેહતા કાસીમ યુસુફ ઉસ્તાદ નામના ઇસમ સાથે…
કવિ: SATYA DESK
કોમોડિટી ઓપશનને મંજૂરી આપ્યા બાદ સેબી ટૂંકસમયમાં કોમોડિટી આઙ્ખપ્શન ટ્રેડિંગ પર ગાઈડલાઇંસ જાહેર કરશે કોમોડિટી ઓપ્સનને શરૂ કરવા પૂર્વે ડેરિલેટિવ્સ નિયમોમાં બદલાવ કરવા જરૂરી રહેશે કારણ કે તે વર્તમાન નિયમોમાં સમાવેશ નથી નિયમોમાં બદલાવ નોટફિકેશન જાહેર થયા પછી સાબી ઓપશન પર ગાઈડલાઇંસ જાહેર કરશે તેમ મનાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેબી એ ૨૬ એપ્રિલની બોર્ડની બેઠકમાં કોમોડિટી આઙ્ખપ્શનને મંજૂરી આપી હતી.ત્યારે હવે સેબી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એકસ્ચેન્જમાં ઓપ્શન ટ્રેડિંગ માટેની માર્ગરેખા જાહેર કરવા તૈયારી કરી રહયું છે . હાલમાં કોમોડિટી એકસ્ચેન્જમાં માત્ર ફ્યુચર્સ ટ્રેડિંગને મંજૂરી અપાઈ છે સેબીના બોર્ડે તેની બેઠકમાં કોમોડિટી એકસ્ચેન્જ માટે ઓપ્શન ટ્રેડિંગ ચાલુ કરવા સિકયોરિટીઝ કોન્ટ્રાકટ્સ…
નોટબંધી થકી કાળા નાણા વિરૂધ્ધ સરકારે ચલાવેલા અભિયાન અને અન્ય ઉપાયોને કારણે ટેકસ રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. કરદાતાની સંખ્યામાં ૯પ લાખનો વધારો નોંધાયો છે. આ માહિતી સરકારના ટોચના સુત્રોએ આપી છે. આ આંકડો પીએમ મોદી સમક્ષ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનનો ભાગ હતો. રેવન્યુ વિભાગે પીએમ સમક્ષ આ વિગતો રજુ કરી હતી. સુત્રોના કહેવા મુજબ લગભગ ૯પ લાખ નવા કરદાતા નોંધાયા છે. સરકારનો પ્રયાસ છે કે વધુને વધુ લોકો ટેકસના દાયરામાં આવે અને રિટર્ન ફાઇલ કરે. જો કે દેશની વસ્તીમાંથી માત્ર ૧ ટકા લોકો જ ટેકસ ચુકવી રહ્યા છે. નાણાકીય વર્ષ ર૦૧૬માં પ.ર૮ કરોડ રિટર્ન ફાઇલ થયા હતા.…
આવક વેરા વિભાગે સહારાની એંબી વેલી લિમિટેડને દંડ રૂપે 24,646 કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ માંગણી કોઈ કોર્પોરેટ હાઉસ પાસેથી સૌથી મોટી ટેક્સ ડિમાન્ડમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે ડિપોર્ટમેંટે નાણાંકિય વર્ષ 2012-13માં એબી વેલી લિમિટેડની આવક 48,000 કરોડ રૂપિયા આંકી છે. સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે ઓર્થોરિટીને એંબી વેલીની હરાજી કરવાનો આદેશ આપ્યો કારણ કે સહારા ગ્રુપમાં રોકાણકારોને પાછી આપવાની રકમ 14,000 કરોડ રૂપિયામાંથી 5,000 કરોડ રૂપિયા જમા કરાવી શકી નથી.ગ્રુપના ચેયરમેન સુબ્રતા રોય પર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમને કોર્ટના નિર્દેશાનુસાર રોકાણકારોના પૈસા પાછા ન આપી શકવાના કારણે બે વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. હાલ તે…
દુનિયાની સૌથી વજનદાર મહિલાનું વજન અડધુ થઈ ચૂક્યુ છે ત્યારે ઈમામની બહેને ડોક્ટરો ઉપર આરોપ લગાવ્યો છે કે, ઈમામની સ્થિતિ જરા પણ સુધરી નથી ડોક્ટરો અમને મૂર્ખ બનાવી રહ્યા છે. 500 કિલોની ઈમામ મુંબઈની સૈફી હોસ્પિટલમાં પોતાના વજન ઘટાડાનો ઈલાજ કરાવી રહી છે ત્યારે તેની બહેન સાયમા સેલિમે કહ્યુ હતુ કે, ડો. મુફજ્જલ લકડાવાલા જૂઠ્ઠા છે. તે અમને બેવકૂફ બનાવી રહ્યા છે. તે ઈમામ અને તેના સ્વાસ્થ્ય સંબધી સચોટ જાણકારી અમને નથી આપી. મારી બહેનની સ્થિતિમાં જરા પણ બદલાવ આવ્યો નથી. જો કે ડોક્ટરોએ તેના આરોપને નકારી કાઢ્યો છે. જો કે ડોક્ટરો ઈમામના વજનમાં અને સ્વાસ્થ્યમાં દેખીતો ફેરફાર આવ્યો હોવાનું…
૧પર કિ.મી.નો વિશાળ દરિયા કિનારો ધરાવતા ગુજરાતનાં એકમાત્ર ભાવનગર જિલ્લામાં સ્ક્રેપ આધારિત સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખો ગીરીશભાઈ શાહ, મેહુલભાઈ વડોદરિયા તેમજ ટી.એમ. પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વિસ્તૃત રજૂઆત કરાઈ છે અને સ્ક્રેપ આધારિત સ્ટીલ પ્લાન્ટ સ્થપાય તો ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે તેમ પણ રજૂઆતમાં જણાવ્યું હતું. તાજેતરમાં દિલ્હીમાં ‘મેક ઈન સ્ટીલ’ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભારત સરકાર સ્ટીલ ઉત્પાદનને વેગ આપવા માટે દેશમાં બે સ્ક્રેપ આધારીત સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે વિચારે છે. તે પૈકી એક પ્લાન્ટ પશ્ચિમ વિભાગમાં સ્થાપવાનો છે. ભાવનગર જિલ્લો પશ્ચિમ વિભાગમાં આવે છે અને આ સુચીત સ્ક્રેપ…
ગુજરાત ગૌરવ દિન ૧લી મે ૨૦૧૭ની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લામાં થઇ રહી છે. જેના ભાગરૂપે તા.૩૦ અને ૧લી મેના રોજ ગૃહ વિભાગના અંદાજે ૧૦૧ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે યોજાશે, એવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આજે ગાંધીનગર ખાતે ૧લી મેની અમદાવાદ ખાતે થઇ રહેલ ઉજવણી સંદર્ભે ગૃહ વિભાગના વિવિધ વિકાસ કામોની વિસ્તૃત વિગતો આપના ગૃહમંત્રી જાડેજાએ કહ્યું કે, વિવિધ રાષ્ટ્રીય તહેવારો જેવા કે પ્રજાસત્તાક દિન, સ્વતંત્ર દિન તથા ગુજરાત સ્થાપના દિન જેવા તહેવારોની ઉજવણીમાં લોકો જોડાય અને લોકોને વિવિધ વિકાસ કામોની ભેટ ઝડપથી મળે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા…
સામાન્ય બજેટની તારીખને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં કરી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ હવે નાણાંકીય વર્ષને જાન્યુઆરી-ડિસેમ્બર કરવા માટેનુ સૂચન કર્યુ છે. મોદીએ વધુ સુધારાનો સંકેત આપી દીધો છે. ફાયનાન્સિલ યરને એપ્રિલથી માર્ચના બદલે જાન્યુઆરીથી ડિસેમ્બર કરી દેવાની વાત કરવામાં આવી છે. મોદીએ આ પ્રસ્તાવ પર પહેલ કરવા માટે રાજ્યોને અપીલ કરી છે. મોદીએ રાજ્યોને ગવર્ન્સના મામલે પણ ગંભીરતાથી વિચારણા કરવા માટે કહ્યુ છે. જેના કારણે ગ્રોથની ગતિ વધારી દેવામાં તકલીફ આવી રહી છે. મોદીએ મુડી ખર્ચને વધારી દેવા અને ઇન્ફ્રાસ્ટકચર તૈયાર કરવા માટે પણ કહ્યુ છે.આના કારણે આર્થિક…
ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલી બાબાના ચેરમેન જૈક માએ જણાવ્યુ હતું કે આગામી એક દાયકામાં દુનિયાએ આર્થિક ભૂકંપનો સામનો કરવો પડશે. કારણકે ઈન્ટરનેટ દુનિયાભરની અર્થવ્યવસ્થામાં ઉથલ-પાથલ મચાવી દેશે. તેમણે દુનિયામાં શિક્ષણ વ્યવસ્થામાં જડમૂડથી પરિવર્તન પર પણ ભાર આપ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે હવે ટેકનોલોજી સાથે કામ કરતા શીખવવુ પડશે. લોકોને માણસો સાથે નહીં પણ રોબોટ સાથે કામ કરતા શીખવવુ પડશે. તેમજ સ્વયં સંચાલિત અને ઈન્ટરનેટ આધારીત અર્થવ્યવસ્થા વિકસવાની છે, જે દેશ આ માટે તૈયાર હશે તે જ પોતાના દેશની અર્થવ્યવસ્થા બચાવી શકશે. જૈક માએ જણાવ્યુ હતું કે, જો લોકો પોતાની જાતને નહીં બદલે તો આગામી દાયકાઓમાં તેમણે અનેક પ્રકારના…
રાત્રે ૭:૫૧ વાગે ગુજરાતના ૧૦ કલેકટર સહિત ૨૪ આઇ.એ.એસ ઓફિસરોની બદલીઃ સચિવાલયમાં પણ બે અધીકારીની બદલીના વાવડ મળે છેઃ નામો હવે જાહેર થશે..