પ્રતિનિધિ:પારડી, પારડી નગરપાલિકા ના શાકભાજી માર્કેટના પ્રવેશ રોડ પર આવેલ દુકાનોના દબાણ દૂર કરવા આજ રોજ પારડી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. જેમાં ગટર અને પાણીની લાઈન નાખવા બાબતે આ દબાણો દૂર કરવા સરકાર ના હુકમ મુજબ કામગીરી કરવામાં આવતા અન્ય દુકાનોનું દબાણ દૂર ન કરાતા પાલિકા સામે એકને ખોળ અને એકને ગોળ ની નીતિ અપનાવી હવાના દબાણ દૂર કરાયેલા વેપારીઓના આક્ષેપો કર્યા હતા. પારડી…
કવિ: SATYA DESK
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામે પ્રાથમિક શાળાના ઓરડાની દિવાલ ધસી પડતાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓના થયેલા અપમૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવીને આજે સવારે થયેલી આ દુર્ઘટનામાં મધ્યાહન ભોજનના રસોઇયા બહેન અને શાળાના બે બાળકોના સ્થળ પર જ થયેલા મૃત્યુના કિસ્સામાં મૃતકોને રૂા.ચાર લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી નિયમાનુસારની સહાય આપવાની જાહેરાત પણ કરી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની તલસ્પર્શી ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવા સાથે કસુરવારોને સખત સજા કરવાની પણ તંત્રવાહકોને સૂચના આપી છે. આ દુર્ઘટનામાં ઇજા પામેલા અન્ય ચાર વ્યક્તિઓની સારવારનો પ્રબંધ પણ રાજ્ય સરકાર દ્વારા…
આમલીના બીયડ- અડધા કિગ્રા આમળીના બીયડ (બીજ)ના બે ભાગ કરી લો . આ બીયડને ત્રણ દિવસો સુધી પલાળી રાખો. એ પછી છાલ ઉતારીને ફેંકી દો. અને સફેદ બીયડને લઈને એને વાટી લો એમાં અડધા કિલો શાકર નાખી કાંચની શીશીમાં રાખી લો. અડધી ચમચી સવારે -સાંજે દૂધ સાથે લો. આ રીત આ ઉપાય વીર્યને જલ્દી પડતા અને સંભોગ કરવાની તાકાતમાં વધારો કરે છે. લસણ – લસણ તમારા ભોજનના સ્વાદ જ નહી વધારે પણ એ તમારી સેક્સ લાઈફ પણ વધારે છે. જો તમે લસણ નહી ખાતા તો આજથી જ શરૂ કરી નાખો. કારણકે લસણની 2-3 કલીઓ અને ડુંગળીના દરરોજ સેવનથી યૌન-શક્તિ વધે…
ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ૨૪ થી ૨૬ એપ્રિલ વચ્ચે ‘Apple Days Sale’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલમાં એપલની કેટલીક પ્રોડક્ટ્સ પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. આ સેલમાં સૌથી મોટી ઓફર iPhone ૭ પર મળી રહી છે. એપલ ડેઝ સેલમાં iPhone ૭ નું 256GB સ્ટોરેજ વેરીયેંટ ૨૦,૦૦૦ રૂપિયાની છૂટ સાથે ૫૯,૯૯૯ રૂપિયામાં મળી રહ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત ૮૦,૦૦૦ રૂપિયા છે. સાથે જ સ્માર્ટફોન પર ૧૯,૦૦૦ રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. આઈફોન ૭ નો 32GB સ્ટોરેજ વેરીયેંટ ૧૨ હજાર રૂપિયાની છૂટ મળી રહી છે અને આ સ્માર્ટફોન ૪૭,૯૯૯ રૂપિયામાં ખરીદવામાં આવી શકે છે.
આહવા:- કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત સાથે-સાથે જનસભાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આહવા ડાંગ સર્કિટ હાઉસ ખાતે ટોચના કોંગ્રેસ આગેવાનો અને ધારાસભ્યોની બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીની મુલાકાત સફળ રહે અને આદિવાસી અધિકાર યાત્રાનો સમાપન સમારોહ દબદબાભર્યો રહે તે માટેનુ આયોજન ઘડી કાઢવામાં આવી રહ્યુ છે. ડેડીયાપાડમાં રાહુલજીની જનસભા ઉપરાંત વાંસદામાં આદીવાસી રેલી અભૂતપૂર્વ રહે તે માટેના પ્રયાસો આદરાયા છે. ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણીના પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ Rahul Gandhi ગુજરાત સ્થાપના દિવસ ૧ મેં ના રોજ રાજ્યની એક દિવસની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધી ૧ મેના રોજ ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ…
લોહી જ જીવન છે, રકતદાન મહાદાન આ પ્રકારની વાતો આપણે કાયમ સાંભળતા, વાંચતા હોઇએ છીએ પરંતુ તમને આશ્ચર્ય થશે કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ર૮ લાખથી વધુ યુનિટ લોહી અને તેના ઘટકોનો નાશ કરવામાં આવ્યો હતો. આ આંકડો દેશની બ્લડ બેન્કીંગ સિસ્ટમની ગંભીર ખામીઓને ઉજાગર કરે છે. જે દર્શાવે છે કે બ્લડ બેંકો અને હોસ્પિટલો વચ્ચે કોઇ સમન્વય નથી. ટાઇમ્સના અહેવાલ મુજબ જો આની લીટરમાં ગણતરી કરવામાં આવે તો છેલ્લા પ વર્ષમાં ૬ લાખ લીટરથી વધુ લોહી બરબાદ થયુ છે. ૬ લાખ લીટર એટલે કે પ૩ જેટલા પાણીના ટેન્કરો ભરાય તેટલુ લોહી. ભારતમાં સરેરાશ દર વર્ષે ૩૦ લાખ યુનિટ લોહીની…
લંડનઃ બ્રિટિશ પરિવારો માટે શોપિંગની સંસ્કૃતિ તદ્દન બદલાઈ ગઈ છે. હવે તેઓ સૌથી વધુ ઓનલાઈન શોપિંગ કરે છે. માત્ર બે વર્ષમાં ઓનલાઈન શોપિંગનું વળગણ ૨૮ ટકા વધી ગયું છે અને તેની અસર હેઠળ હાઈ સ્ટ્રીટ રીટેઈલર્સ પોક મૂકી રહ્યા છે. વિશ્વમાં યુકેનું ઈ-કોમર્સ બજાર માત્ર ચીન અને યુએસથી પાછળ છે. ગયા વર્ષે બ્રિટિશ પરિવારોએ ૧૫૪ બિલિયન પાઉન્ડ અથવા તો દૈનિક ૪૨૨ મિલિયન પાઉન્ડ ઓનલાઈન ખરીદી પાછળ ખર્ચ્યા હતા, જે આંકડો ૨૦૧૪માં ૧૨૦ બિલિયન પાઉન્ડનો હતો. આ ઓનલાઈન ખરીદીમાં ઓમેઝોન અને એપલ આઈટ્યુન્સ જેવાં વિદેશી જાયન્ટ્સ પાછળ ખર્ચાયેલા ૪૪ બિલિયન પાઉન્ડનો સમાવેશ થતો નથી કારણકે આ વ્યવહારોની પ્રક્રિયા વિદેશમાં થાય છે.…
લંડનઃ મહાત્મા ગાંધીની તસવીરવાળી ખાસ જોવા મળતી ન હોય એવી ચાર સ્ટેમ્પનો દુર્લભ સેટ બ્રિટનમાં ૫૦૦,૦૦૦ પાઉન્ડ (૪.૧૪ કરોડ રૂપિયા)માં વેચાયો હતો. આ ટિકિટ વેચનારા બ્રિટિશ ડીલર સ્ટેન્લી ગિબન્સનું કહેવું છે કે આ ભારતીય સ્ટેમ્પની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત ઊપજી છે. આ ટિકિટ ગાંધીજીની હત્યા પછી ૧૯૪૮માં બહાર પડી હતી. તેમના કહેવા પ્રમાણે પર્પલ સેટ પોસ્ટલ સ્ટેમ્પનો સંગ્રહ કરનારી ઓસ્ટ્રેલિયન વ્યક્તિને વેચાયો છે. ઉલ્લેખનીય છે કે સ્ટેમ્પની અત્યાર સુધીની સૌથી મોંઘી નિલામી ૭.૪ મિલિયન પાઉન્ડની થઈ છે. સ્ટેનલીએ જણાવ્યું હતું કે ગાંધીજીની આ સ્ટેમ્પ પર છપાયેલી કિંમત ૧૦ રૂપિયા છે. એક સાથે ૪ સ્ટેમ્પનો આ સેટ ખૂબ જ વિરલ…
ગોવા ના રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ભારે અશમંજસ ની સ્થિતિ જોવા મળી રહી છે તેવા સમયે રજા ઓના માહોલ માં જ ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હા દ્વારા મનોહર પાર્રિકરને મુખ્યમંત્રી નિયુક્ત કરવાના ફેંસલાને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસના વકીલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની અપીલ પર તરત સુનાવણી કરવા માટે તૈયાર છે અને આજે આ મામલે સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટિસ જે એસ ખેહરના આવાસ પર સોમવાર સાંજે આ પ્રકારે અરજી દાખલ કરવામાં આવી. સુનાવણી માટે એક વિશેષ પેનલનું ગઠન કરાયું છે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં હોળીના કારણે એક અઠવાડીયાની રજા છે. ગોવા…
દેશ માં હાલ ચારે તરફ ચૂંટણીઓ અને તેના પરિણામો અંગે ની વ્યાપક ચર્ચા છે ત્યારે તેની સીધી અસર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી રહી છે. જે પરિણામો જાહેર થયા તેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખડમાં ભાજપને જંગી બહુમતી મળી જ્યારે અન્ય બે રાજ્યોમાં પણ ભાજપની સરકાર બનવાની શક્યતાઓ છે. આજે બજાર ખુલતા જ 50 શેરોના નિફ્ટી સૂચકઆંકે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા 9100નો આંકડો પાર કર્યો. ચૂંટણી પરિણામો અને હોળી બાદ આજે બજાર ખુલતા સેન્સેક્સમાં 600 અંકોની તેજી જોવા મળી. રાજ્યમાં ભાજપ ગઠબંધન સાથે 325 બેઠકો લઈ આવ્યું જેના કારણે રોકાણકારો…