માહિતી બ્યૂરો, વલસાડ, તા. ૨૮: વલસાડ જિલ્લામાં આગામી સમયમાં આવતા વિવિધ તહેવારોને ધ્યાનમાં લેતાં વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જાળવવાના હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કમલેશ બોર્ડરએ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૦૯/૦૩/૨૦૧૭ સુધી હથિયારબંધીના હુકમ જારી કર્યા છે. જે અનુસાર શષાો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, છરા, લાકડી કે શારીરિક હિંસા પહોંચાડતી બીજી ચીજો લઇ જવા, સ્ફોટક પદાર્થ લઇ જવા અને અપમાન કરવાના ઇરાદાથી બિભત્સ સૂત્રો પોકારવાની, અશ્લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવા અને જેનાથી સુરુચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવાની કે તેવા હાવભાવ કરવાની, તેવી ચેષ્ટા કરવાની તથા ચિત્રો, પત્રિકા, બોર્ડ અથવા બીજો કોઇપણ…
કવિ: SATYA DESK
માહિતી બ્યૂરોઃ વલસાડઃતાઃ૨૮: વલસાડ જિલ્લામાં બનતા મિલ્કત/ શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ભૂતકાળમાં બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને મદદરૂપ થાય અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહનએ એક હુકમ બહાર પાડી સમગ્ર વલસાડ જિલ્લામાં શહેર, ગ્રામ્ય કે હાઇવે રોડ ઉપર આવેલી તમામ હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ, લોજિંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, રિસોર્ટ, ફાર્મ હાઉસ પેટ્રોલ પંપ, બેંક, એટીએમ સેન્ટર, સિનેમાઘર, શોપિંગ મોલ, આંગડીયા પેઢી, સાયબર કાફે તથા સોની વેપારીઓની દુકાનોમાં સી.સી.ટી.વી કેમેરા (વિઝન અને હાઇડેફિનેશન) વિથ રેકોર્ડીંગ સિસ્ટમ કાર્યરત કરવા જણાવાયું છે.આ ઉપરાંત જિલ્લામાં આવેલા તમામ પેટ્રોલ પંપ ઉપરના ફિલીંગ સ્ટેશન ઉપર આવતી જતી…
માહિતી બ્યુરો વલસાડઃ તા. ૨૮: વલસાડ જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સલામતિને અનુલક્ષીને તેમજ જાહેર સલામતિ અને શાંતિ જળવાઇ રહે તે જરૂરી છે. તેને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહનએ સમગ્ર જિલ્લામાં વહેલી સવારના ૭-૦૦ વાગ્યા પહેલા અને સાંજના ૭-૦૦ કલાક પછીના ટયુશન કલાસીસ પર તાત્કાલિક અસરથી તા.૨૩/૦૪/૨૦૧૭ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનારને સજા/ દંડ થઇ શકશે.
પોલીસે ની સતર્કતા ને કારણે બૉમ્બ પકડાયો અંબાજીના શક્તિ દ્વારની જાળી પાસેથી આ બોંબ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નિષ્ક્રિય બોંબમાં ૬૦૦ ગ્રામ જેટલા વિસ્ફોટક અને છરાં મળી આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ બનાસકાંઠા એસપી સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અંબાજી મંદિર પહોંચી ગયા હતા, અને સમગ્ર પરિસરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરુ કરી દીધું હતું. શ્રદ્ધાળુઓ અને પોલીસની સતર્કતાને કારણે આ બોંબ પકડી શકાયો હતો. બનાસકાંઠા એસપી નીરજ બડગુજ્જરે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, હાલ પોલીસનો કાફલો ઉપરાંત, બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ મંદિરમાં પહોંચી ગયા છે, અને સમગ્ર મંદિરમાં મોટા પાયે તપાસ…
વડોદરા પંથકની મેડીકલ સ્ટુડન્ટ પાસેથી વચેટીયા મારફત ર૦ લાખ રૂપીયાની લાંચ સ્વીકારવાના આરોપસર અમદાવાદ હેડ કવાટૃરના એસીબીના આસી. ડાયરેકટર રૂપલબેન તથા અન્ય અફસરોની આગેવાની હેઠળની ટીમના છટકામાં ઝડપાયેલ આરોપીઓ તથા આરોપીઓના પરીવારની મિલ્કતની તપાસ કરવા ચોક્કસ બંગલાઓ અને ઓફીસોનું એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધરતા કરોડોની બેંક એફડી સહીતની જંગી રકમનો દલ્લો મળી આવ્યાનું સુત્રો જણાવે છે. સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સર્ચ ઓપરેશનનો વ્યાપ વધતા અને વિશાળ પ્રમાણમાં ઝીણવટભરી તપાસ કરવાની હોવાની છટકા માટે ગયેલી ટીમ દ્વારા રાજયના એસીબી વડા પૃથ્વીપાલ પાન્ડેયજીનું ધ્યાન દોરાતા તેઓએ ગત મધરાત્રે જ ડીવાયએસપી કક્ષાના ૪ અફસરો અને ચુનંદા પોલીસ ઇન્સ્પેકટરોની ટીમ મધરાત્રે જ વડોદરા જવા…
ઉનાળામાં આપના ખિસ્સામાં થોડો વધુ ભાર સહનકરવો પડે તેમ છે દૂધ ના ભાવ માં મોંઘવારી સહન કરવી પડશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF) જે અમુલનું માર્કેટિંગ કરે છે તેમણે ચીઝ, બટર, ઘી, છાશ અને આઈસ-ક્રીમ જેવા ડેરી પ્રોડક્ટ્સના ભાવ વધારયા હતા જો કે હવે દૂધની કિંમતમાં પણ લીટરે 2 રૂપિયાનો વધારવા ની હિલચાલ થઇ રહી છે જે દેશભરમાં માર્ચ મહિનાથી લાગુ થાય એવી શક્યતા 2014થી અત્યાર સુધી ડેરી પ્રોડક્ટના ભાવ સ્થિર રહેતા હતા. છેલ્લા બે ત્રણ મહિનામાં બટર, ઘી, છાશ અને આઈસ-ક્રીમના ભાવ વધાર્યા છે, હવે દૂધની કિંમત માં પણ વધારો થશે . આ વર્ષે કઈ તારીખથી નવી કિંમત લાગુ…
રાજકોટ અને ભાવનગરમાંથી બે દિવસ પહેલા પકડાયેલા આઇએસના ત્રાસવાદી ભાઇઓની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ વખતે તેઓએ તપાસ એજન્સીઓની એવુ કહીને ઉંઘહરામ કરી દીધી છે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં તેમના જેવા વધુ ૪૦ શંકાસ્પદો ફેલાયેલા છે કે જેઓ આઇએસની વિશ્વભરમાં ચાલતી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. બંને ત્રાસવાદી ભાઇઓએ તપાસ ટીમ સમક્ષ ભારતમાં આઇએસના નેટવર્ક અંગે અનેક મહત્વની માહિતી આપી છે. પોલીસ સુત્રોનુ માનીએ તો પુછપરછમાં બંને ભાઇઓએ આઇએસ સાથે જોડાયેલા ૪૦ જેટલા લોકોના નામ પણ આપી દીધા છે. હવે પોલીસ આ તમામ લોકોની ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે કે જેથી તેઓના અસલી ઇરાદાઓ સુધી પહોંચી શકાય.…
રાજકોટ થી બે ISIS ના આતંકી ઝડપાયા બે મહિના થી વોચ રખાઈ હતી। બંને આતંકી સાગા ભાઈઓ વસીમ અને નઈમ નામ ના આ શખસો ઇરાક અને સીરિયા માં હતા ISIS ના સંપર્ક માં વસીમ કમ્પ્યુટર નો જાણકાર હતો સોશ્યિલ મીડિયા નો કરતા ઉપયોગ અને રહેતા હતા સંપર્ક માં રાજકોટ પાસે આવેલ ચોટીલા માં હુમલો કરી સીરિયા ભાગી જવાના ફિરાક માં હતા બંને આતંકી જોડે 90 ગ્રામ ગન પાવડર અને બૉમ્બ બનાવાની માહિતી મળેલ ATS ના IG શ્રી જે.કે.ભટ્ટ કરી પ્રેસ કોંફ્રેન્સ
લંડનઃ પ્રખ્યાત બ્રિટિશ એન્જિન મેકર રોલ્સ રોયસે વર્ષ ૨૦૧૬માં રેકોર્ડબ્રેક ૪.૬ બિલિયન પાઉન્ડ એટલે કે આશરે રૂ. ૩૩૩ અબજની ખોટ કરી છે. આ કંપનીએ બ્રેક્ઝિટના કારણે નુકસાન અને ભ્રષ્ટાચારના કારણે થયેલા દંડના કારણે આટલું જંગી નુકસાન કર્યું હોવાનું કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, કરવેરો ભર્યા પછી રોલ્સ રોયસના નુકસાનનો આંકડો વધારે ઊંચો જાય છે. વર્ષ ૨૦૧૫માં રોલ્સ રોયસે ફક્ત ૮૪ મિલિયન પાઉન્ડનો નફો કર્યો હતો, જેનાથી આગળના વર્ષે નુકસાનનો આંકડો આટલો ઊંચે પહોંચ્યો હતો. બ્રેક્ઝિટની તરફે જનમત પછી યુરોપના અન્ય ચલણોની સરખામણીએ પાઉન્ડનું મૂલ્ય ઘટયું હતું. આ ઉપરાંત રોલ્સ રોયસને ભ્રષ્ટાચારના એક કેસમાં ૬૭૧ મિલિયન પાઉન્ડનો જંગી દંડ ફટકારાયો હતો.…
રાજેષ રાણા , નવસારી રાજ્ય સહિત દેશભરમાં દેવાધિદેવ મહાદેવના પર્વ શિવરાત્રીની નિમિતે માનવ જાત ભવફેરા માંથી શક્તિ-ભક્તિ અને મુકતિ પામવા શંભુભોળા નાથ ને રીજવવા શિવ ભક્તો વિશેષ પુજા-અર્ચના કરીને મનમાંછીત ફ્ળ મેલવતા હોય ત્યારે નવસારીનાં પૌરાણિક શ્રી દેવેશ્વર મહાદેવના મદિરમાં શિવભકતો વેહલી સવારથી મહાશિવરાત્રી નિમિતે વિશેષ પુજા-અર્ચના કરવા ઉમટી પડ્યાં હતા તેમજ દક્ષિણ ગુજરાતના શિવાલયો પણ હરહર ભોલેનાં ગુંજ સાથે ગુજી ઉઠયા હતા અને શિવભકતો મહાદેવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહિયા છે ….