વલસાડ ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ શહેર ની શાળા કોલેજ બહાર વાહન ચેકીંગ દરમ્યાન શહેરની જમનાબાઈ શાળા બહાર રોમીઓ ગિરી કરી પુરપાટ ઝડપે વાહન હંકારતા બે જેટલા ફેન્સી નંબર પ્લેટ વાળી મોપેડ સ્કૂટર પકડી પાડી હતી જેમાં બંને મોપેડ સ્કૂટર ચાલાક ને પોલીસ મથક માં લઇ જઈ કાયદકીય પ્રક્રિયા હાથ ધરી બને ચાલકો ને આર.ટી.ઓ મેમો પકડાવી દંડ ફાટકર્યા હતા જયારે પોલીસ ને જોઈ શાળા – કોલેજ બહાર પડ્યા પાથર્યા રહેતા અન્ય લુંખાતત્વો ભાગી છૂટ્યા હતા.
કવિ: SATYA DESK
કેટલીક વાર લોકો કેહતા હોય છે કે પૈસા તો કઈ ઝાડ પાર ઉગે છે. આ વાત સાચી છે. ઝાડ પર જેમ પાંદડા, ફળ અને ફૂલ ઉગે તેમની જેમ જ હવે ઝાડ પર વીજળી પણ ઉત્પન્ન થઇ શકશે. વૈજ્ઞાનિકોએ એક એવું સાધન બન્વ્યું છે કે જે વીજળી પેદા કરી શકશે. જયારે હવા આ સાધનના માનવસજીત પાંદડા ને ટકરાશે ત્યારે વીજળી ઉત્પન્ન થશે. આ ટેક્નિક અમેરિકાની ઇયવા યુનિવર્સિટીના શોધકર્તાઓ એ બનાવી છે. આનાથી લોકોને ઘરેલુ વસ્તુઓને ચાર્જ કરવામાં ઉપયોગી થશે. વૈજ્ઞાનિકોએ એક એવું સાધન બનાવ્યું છે કે જે ડાળી અને પાંદડાની જેમજ ઝાડ જોડે ચોંટી જશે. અને જયારે હવા આ સાધન કે…
ઇન્ડિયન મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ ટિમ ના તમામ એફ.એમ.આર.એ.આઈ દ્વારા એકદિવસય હડતાલ નું એલાન કરવામાં આવ્યું હતું જેમાં દેશ ના તમામ જી.એસ.એમ.આર.એ ના તમામ સબ યુનિટ્સ ના એમ.આર હડતાલ માં જોડાયા હતા જેમની હડતાલ પાછળ નું કારણ શ્રમ સબંધી માંગ,દવા સબંધી માંગ, રાજ્ય સરકાર તરફથી મળતી સુવિધા અંગે ની માંગ,જેમાં 18000નું ન્યુનતમ વેતન જાહેરકરવામાં આવે,સેલ્સ પ્રમોશન ની એમ્યુ લાઈન 8કલાક ની નક્કી કરાય,દવાઓ ની થતી તસ્કરી અને ગેરકાયદેસર માર્કેટિંગ બંધ કરાય જેવા પ્રસ્નો ને લઇ એકદિવસય હડતાલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ વલસાડ ખાતે એમ.આર દ્વારા હડતાલ કરી અધિક કલેકટર ને લેખિત આવેદન પત્રક આપી તેમની માંગ સરકાર સુધી પોહ્ચે તેવી માંગ કરી હતી.
છેલ્લા કેટલાય સમય થી ભરૂચ માં સરદાર બ્રિજ ટ્રાફિક થી પીડા પામનાર અવાર નવાર ચર્ચા માં આવતું હતું ..જેના કારણે ભરૂચ ની છબી પણ ટ્રાફિક જામ ના સેત્ર રીલ લાઈફ સુધી ચર્ચા માં આવતી હતી હાલ દેશ નું સૌથી લાબું કેબલ બ્રિજ નિર્માણ પામનાર છે જે એક ગુજરાત માટે ગર્વ ની વાત કહી શકાય પરંતુ બ્રિજ નિર્માણ પામે પહેલાતો વિવાદ ઉભો થયો છે …એક બાજુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બ્રિજ ના નિર્માણ માટે જશ લેવા અંગે નો જંગ ચાલી રહ્યો છે તો બીજી તરફ નામકરણ માટે પણ હવે લોકો મેદાન માં આવી રહ્યા છે ….. આજ રોજ આદિવાસી કલ્યાણ હિતવર્ધક…
આજ રોજ સવારે ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ સાંઈ મંદિર નજીક નિર્માણ પામનાર અને સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં ઝાડેશ્વર પોલીસ ચોંકી નું ખાત મૂહૂર્ત વિધિ યોજાઈ હતી … આ ખાત મૂહૂર્ત વિધિ માં વડોદરા રેંજ ના આઈ જી પી જી એસ મલિક ભરૂચ ના ધારાસભ્ય દુષ્યન્ત ભાઈ પટેલ.વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રાણા.ભરૂચ જીલ્લા પોલીસ વડા સંદીપ સિંહ .સ્થાનિક આગેવાન જયેશ ભાઈ પટેલ નરેશ ભાઈ પટેલ તથા ભરૂચ જીલ્લા ના પોલીસ ખાતા ના અધિકારીઓ તેમજ શહેરી જનો મોટી સંખ્યા માં આ ખાત મૂહૂર્ત સમારંભ માં ઉપસ્થીત રહ્યા હતા. ….
મહા સુદ સાતમ ને ૩ ફેબ્રુઆરી ના રોજ ગુજરાત ની જીવાદોરી પતિત પાવન માં નર્મદા ની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ સવારે ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલી આત્મીય ઇન્સ્ટીટયુટ તથા આત્મીય ગ્રીન નર્સરી ના વિદ્યાર્થી ઓ દ્વારા આજ રોજ નવ નિર્માણ પામનાર કેબલ બ્રિજ ઉપર થી ગાય ના દૂધ નું અભિષેક કરી તથા માં નર્મદા ને ઓઢણી ઓઢાવી પૂજન કરવા માં આવ્યું હતું. સાથે સાથે પ્રદુષણ મુક્ત માં નર્મદા ને બનાવવા ના સંદેશા સાથે વિદ્યાર્થી ઓ અને ઉપસ્થીતો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવ્યા હતા. .. આ પ્રસંગે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યન્ત ભાઈ પટેલ .સ્થાનિક આગેવાન અને ખેડૂત અગ્રણી જયેશ ભાઈ…
ગૂગલ કે જે ટેકનોલોજીની દુન્યા માં એક મોટું નામ છે તેને એક મહત્વની જાહેરાત કરી છે કે, જૂના વર્જનના ક્રોમ બ્રાઉઝર અને Windows XP અને Windows Vista પર હવે Gmail નહીં ચાલે. જોકે, આ વર્ષના અંત સુધી સપોર્ટ મળતો રહેશે. ગૂગલના જણાવ્યા મુજબ, 8મી ફેબ્રુઆરી, 2017થી એ Gmail યૂઝર્સને બેનર નોટિફિકેશન આપવામાં આવશે, જે ક્રોમ વર્જન 53 કે તેનાથી નીચેના વર્ઝનવાળું બ્રાઉઝર ઉપયોગ કરે છે. દુનિયાની સૌથી મોટી ઈ-મેલ કંપની Gmailની આ જાહેરાત બાદ સૌથી વધુ અસર Windows XP અને Windows Vista યૂઝર્સને પડશે, કેમકે બ્રાઉઝર તો લોકો સામાન્ય રીતે અપડેટ કરી લે છે. એવું એટલા માટે કરવામાં આવ્યું છે…
પારડી નજીક આવેલ કોટલાવ ગામે બુધવારની સાંજે કોટલાવ મંદિર ફળીયા , ધોડિયાવાડ અને કોળીવાડ મળી ત્રણ વિવિધ રસ્તાનું ખાન મુર્હત રૂ.4 લાખના આશરે ખર્ચથી ગામના સરપંચ મોહનભાઇ પટેલ , પારડી તાલુકા પંચાયત ના સભ્ય રાજેશ પટેલ ,અને પારડી તાલુકા ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ કોટલાવ પંચાયત ના સભ્ય હર્ષભાઈ ભગવાનજી પટેલ ,ગામના મહિલા ,યુવાનો , વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવા રસ્તા જે બનાવવામાં આવી રહ્યા છે જેની ગ્રાન્ટ વલસાડ – ડાંગ ના સાંસદ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ અને કોટલાવ ગ્રામપંચાયત ના સભંડોળ ના ખર્ચે રસ્તા બનાવવામાં સહયોગ રહ્યો છે. તેમજ કોટલાવ ગામના જે કાઈ બાકી રહેલા કામો…
પારડી નગર ના અગિયારી રાણાસ્ટ્રીટ માં છેલ્લા 20 દિવસ થી રસ્તાની એક બાજુ માં ગટર નું કામકાજ થઈ રહ્યું છે અને રૂ.10 લાખ ખર્ચે તૈયાર થઈ રહેલ કામ સ્થાનિક લોકોના તેમજ વાહન ચાલકોના જણાવ્યા મુજબ ખૂબ જ ગોકુલ ગતિ એ કામ ચાલી રહેલ છે અને આ રસ્તાનું કામ અમારી ટીમ ના પ્રતિનિધિ સ્થળ પર જતા ગટરના ખોદકામને લઈ સ્થાનિક વેપારી તેમજ રહેણાંક લોકોને ખૂબ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે કાર જવા માટે રસ્તો પણ વારંવાર બંધ હોય છે વેપારીઓના ધંધા માં અસર થતી હોય છે રસ્તાનું કામ છેલ્લા 20 દિવસથી ચાલી રહ્યું છે મિડિયા કર્મી ની મુલાકાત દરમિયાન…
સ્ટાર કાસ્ટ રિશી કપૂર, પરેશ રાવલ, વીર દાસ અને પાયલ ઘોસ ની ફિલ્મ પટેલ કી પંજાબી શાદી નું પોસ્ટર સામે આવી ગયું છે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની સ્ટોરી બે અલગ અલગ સંસ્કૃતિ વચ્ચે પ્રેમ સબંધ ને લઇ થયી રહેલા ખાતા-મીઠા ઝગડા પર આધારિત છે. ફિલ્મના પોસ્ટર પરથી સ્પષ્ટ પર્ણે સાબિત થાય છે કે આ ફિલ્મ પ્રેમ, દ્રામા તેમજ તકરાર પર આધારિત છે. જેમાં ગુજરાત અને પંજાબી પરિવાર ની વચ્ચે થતા ઝગડા પર છે. એક્ટર વીર દાસે પોતાના ટ્વિટ્ટર એકાઉન્ટ પર પીક ને શેર કરી હતી. રિશી કપૂરે પણ આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટ્ટર પર શેર કર્યું હતું…