કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

Ayodhya Ram Temple: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીએ કર્યું હતું. ત્યારથી લાખો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM) એ અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ ધમકી ઓડિયો દ્વારા આપવામાં આવી છે, ત્યારબાદ મંદિરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ હાલમાં હાઈ એલર્ટ પર છે અને તેમણે સઘન તપાસ શરૂ કરી છે. જૈશ-એ-મોહમ્મદના ઓડિયો સંદેશમાં 2001માં રામ મંદિર પર થયેલા અગાઉના હુમલાનો ઉલ્લેખ છે, જેના કારણે નવા હુમલાની શક્યતા વધી ગઈ છે. સુરક્ષા એલર્ટ બાદ મંદિરની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.…

Read More

આખરી બેઠકો તા. ૨ જુલાઈના પ્રસિધ્ધ થશે, બીજા રાઉન્ડ બાદ ખાલી બેઠકો તા.૨૦ ઓગસ્ટે જાહેર થશે. Valsad: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રેન બસેરા હોટલની પાછળ આવેલી ઔValsadદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ખાતે ચાલતા વિવિધ વ્યવસાયલક્ષી અને રોજગાર/સ્વરોજગારલક્ષી કોર્ષો માટેના પ્રવેશસત્ર- ૨૦૨૪માં પહેલા ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૩૦/૦૬/૨૦૨૪, મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તા. ૦૧/૦૭/૨૦૨૪, આખરી બેઠકો પ્રસિદ્ધ કરવાની તા. ૦૨/૦૭/૨૦૨૪ છે. ટ્રેડ સ્યુટેબીલીટી ઇસ્યુ કરવાની તારીખ દિવ્યાંગ ઉમેદવારો માટે VRC A’bad દ્વારા તા. ૦૧/૦૭/૨૦૨૪ થી ૦૬/૦૭/૨૦૨૪ નક્કી કરાઈ છે. પ્રવેશ મોક-રાઉન્ડ માટે ચોઇસ ફીલીંગની તારીખ, મેરીટ લીસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા-વધારા માટેની તા. ૦૩/૦૭/૨૦૨૪ થી તા. ૦૭/૦૭/૨૦૨૪ છે.…

Read More

Surat: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નવસારી ના સાંસદ સભ્ય સી.આર.પાટીલની દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે,કેન્દ્રીય મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત સુરત ખાતે આવતા એમનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના પ્રમુખહેમંતભાઈ કંસારા, વલસાડ/ડાંગ ના સંસદ સભ્ય ધવલભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ, શીલપેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી આદરણીય સી.આર.પાટીલજી ને પુષ્પગુછ આપી શુભકામનાઓ પાઠવી હતી

Read More

Russia Ukraine War: રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સમક્ષ ઘણી શરતો મૂકી છે. તેમણે કહ્યું કે અમે આ યુદ્ધનો અંતિમ ઉકેલ શોધવા માંગીએ છીએ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે યુદ્ધવિરામ માટે સંમત થયા છે, પરંતુ તેણે તેના માટે એક શરત રાખી છે.  પુતિને કહ્યું કે જો યુક્રેન તેના કબજા હેઠળના પ્રદેશોમાંથી સૈનિકોને હટાવે અને નાટોમાં જોડાવાની યોજના છોડી દે તો યુદ્ધ અટકી શકે છે. પુતિને કહ્યું કે તેમણે એવી શરત રાખી છે જેથી આ યુદ્ધનો અંતિમ ઉકેલ શોધી શકાય. મોસ્કોમાં રશિયન વિદેશ મંત્રાલયમાં પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે રશિયા વિલંબ કર્યા વિના વાતચીત માટે તૈયાર છે. પુતિને શું માંગણી કરી…

Read More

NDA કોંગ્રેસનો પીએમ મોદી પર હુમલોઃ કેન્દ્ર સરકાર બન્યાને થોડા જ દિવસો થયા છે અને વિપક્ષે ફરી એક વાર એવું કહેવાનું શરૂ કરી દીધું છે કે આ સરકાર લાંબો સમય નહીં ચાલે. વિપક્ષે કહ્યું કે પીએમ મોદીને ખંડિત જનાદેશ મળ્યો છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારે પોતાનું કામ શરૂ કરી દીધું છે. તે જ સમયે, વિપક્ષ વારંવાર કહી રહ્યો છે કે આ સરકાર લાંબો સમય નહીં ચાલે અને ગમે ત્યારે પડી શકે છે. આ ક્રમમાં, શુક્રવારે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આ વાતનું પુનરાવર્તન કર્યું. ન્યૂઝ એજન્સી ANI…

Read More

Dang: મળતી માહિતી મુજબ શુક્રવારે ડાંગ જીલ્લાના પ્રવેશદ્વાર વઘઇ, આહવા સહીત પૂર્વપટ્ટી વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર વાદળછાયું વાતાવરણ બનતા શીત પવનો જારી રહ્યા હતા. ગતરોજ ગલકુંડ વિસ્તારના વાંકી, જામદર, ખૈર્યા, મહુપાડા, પીપલપાડા, વનાર વિસ્તારમાં સાંજે એકાએક વાતાવરણ બદલાયા બાદ ડુંગરાળ વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેને પગલે ખાપરી નદીમાં નવાનીર આવતા વાંકી થી ગલકુંડ સુધીના નાના મોટા ચેકડેમો છલકાય ઉઠયા હતા. શુક્રવારે વઘઇ, આહવા સહીત પૂર્વપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રો ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા. જયારે ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં વાદળછાયું માહોલ વચ્ચે ગિરિમથક…

Read More

Vansada: વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા, જેસીઆઇ વાંસદા દ્વારા વાંસદા ટાઉન હોલ પાસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું ઉદઘાટન રેડ ક્રોસના પ્રમુખ શ્રીમંત મહારાજા સાહેબના હસ્તે ઉ્દઘાટન કરવામાં આવ્યું .આ કેમ્પમાં કુલ 40 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ કેમ્પમાં લાયન્સ ક્લબ બીલીમોરા બ્લડ બેન્ક દ્વારા સહકાર આપવામાં આવેલ. આ પ્રસંગે રેડ ક્રોસ સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી ,જેસીઆઈ પ્રમુખ મિતુલ ભાવસાર ,મંત્રી સાગર પટેલ, વિજય પટેલ,આશિષ સોલંકી, યોગેશ દેસાઈ, નિલેશ પારેખ, હિનેશ ભાવસાર ,સ્મિત સોલંકી ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ ,ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા વિગેરે હાજર રહેલ . કેમ્પમાં રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું. અને રક્તદાતાઓ નો…

Read More

Valsad દોઢ બે વર્ષના અતિવિલંબ બાદ વલસાડ ગુંદલાલ ખેરગામના રાજ્ય ધોરીમાર્ગ ૭૦૧ નું દસ મીટર પહોળો કરવાનું કામ હવે સંપન્ન થવાની તૈયારીમાં છે.મા- મ વિભાગ વલસાડની હદનો ધોબી કુવા (16 કિમી) થી કલવાડા ચોકડી (12)સુધીના પહોળાઈ નું કામ પૂરું થયું છે માત્ર સિલિકોટનું કામ બાકી છે. કલવાડા ચોકડી ખાતે અતિ વિશાળ ભરચક ચારે દિશામાં વ્યસ્ત રસ્તો હોય અકસ્માતની સંભાવના વર્તાઈ રહી છે. વલસાડ ખેરગામ વચ્ચે તો ભારે સતત 24 કલાક અવરજવર થાય છે હવે રસ્તો ટનાટન બનતા વાહનો બેફામ દોડે છે. ચીખલી ચરી અટગામ કલવાડા રસ્તે પણ અવર જવરમાં ભારે વધારો થયો છે આ રસ્તેથી કલવાડા ઠક્કરવાડા થઈને સીધું રોણવેલ…

Read More

Valsad: માનવજાત માટે અમૂલ્ય ભેટ એવી ભારતીય પરંપરા ‘યોગ વિદ્યા’ વિશ્વ ફલક ઉપર ઝળકી રહી છે. ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરાય છે ત્યારે ભારત સરકાર દ્વારા ૨૧મી જૂન ૨૦૨૪ના રોજ “સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ સાથે દશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. જે ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થળોએ ઊજવણી થનાર છે. જે અંતર્ગત યોગ દિનની ઉજવણીના આયોજન સંદર્ભે કલેક્ટરશ્રી અનસુયા ઝાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર જિલ્લામાંથી અંદાજીત બે લાખથી પણ વધુ લોકો જોડાય એવા પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના માટે માસ્ટર યોગ ટ્રેનરો, પ્રાથમિક અને…

Read More

Paris 2024 Olympics: બ્રિટનના ડિફેન્ડિંગ ઓલિમ્પિક બ્રેસ્ટસ્ટ્રોક ચેમ્પિયન એડમ પીટી કહે છે કે તે “અંડરડોગ” હોવાનો ખુશ છે કારણ કે તેણે આ ઉનાળામાં પેરિસ 2024માં તેની પુનરાગમન ચાલુ રાખી છે. 29 વર્ષીય ખેલાડી પગની ઈજાને કારણે 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ચૂકી ગયો હતો અને તેના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે ગયા વર્ષે એક સમયગાળા માટે રમતમાંથી દૂર થઈ ગયો હતો. તે ઓક્ટોબર 2023 માં પૂલમાં પાછો ફર્યો અને ફેબ્રુઆરીમાં આ વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેળવ્યો, એપ્રિલમાં વર્ષના સૌથી ઝડપી સ્વિમિંગ સાથે બ્રિટિશ ટાઇટલ જીત્યા પહેલા. પીટીએ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા માટે 57.94 સેકન્ડનો સમય પૂરો કર્યો, પરંતુ તે કહે છે કે…

Read More