ખેડૂત આગેવાન દર્શન નાયકે દિલ્હી અને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ની તપાસ માટે લખ્યો હતો પત્ર. સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટર ઓફિસ ભરૂચ ને સોપાઈ તપાસ. Surat: સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટમાં કરોડો ના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી છે અને સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા રાષ્ટ્રપતિ અને પીએમને સન 2021 માં પત્ર લખ્યો હતો અને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ની તપાસની ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા માંગ કરવામાં આવી હતી સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા 1000 કરોડનું કૌભાંડ આચર્યું નો પૂર્વ સાંસદ માનસિંગ પટેલે આક્ષેપ કર્યો હતો.…
કવિ: Satya Day News
Dang: ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તક ના કાલીબેલ રેન્જ માં સમાવિષ્ટ ઢોંગીઆંબા ગામે લાકડા તસ્કરીને અંજામ આપતા તસ્કરોને અટકાવવા જતા વન કર્મીઓ પર તસ્કરોએ જીવલેણ હુમલો કરતા 8 કર્મીઓને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે . મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પૂર્ણા વાઈલ્ડ સેન્ચ્યુરી માં આવેલ જંગલ માંથી સાગી લાકડાની તસ્કરી થતી હોવાની બાતમી કાલીબેલ રેન્જના સ્ટાફ ને મળતા વનકર્મીઓ સ્થળ પર ધસી જઈ કાર્યવાહી હાથ ધરતા લાકડા ચોરોએ ગ્રામજનોને ભેગા કરી 8 જેટલા વન કર્મીઓ પર લાકડા ના ડંડા વડે ઢોરમાર મારી ગંભીર ઇજા પહોંચાડી નાશી છૂટ્યા હતા . ગંભીર ઈજાગ્રસ્ત વન કર્મીઓએ 108 ને કોલ કરતા…
Surat: સુરતના વરાછા હોન્ડા સિટી કારે સાત લોકોને અડફેટે લેતા ત્રણના મોત થયા છે અને ચાર ઈજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં શુક્રવારે સાતમી જુનની રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા સાતને હડફેટે લીધા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બેની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ હોન્ડા સિટી કાર પુરપાટ ઝડપે દોડી રહી હતી. આ દરમિયાનન કારચાલકના સ્ટીયરીંગ પરથી કાબુ…
ખીલ અળાઈ અને તડકાની કાલિમા જેવા રોગ પણ દેખાય છે. Adani Hospital: કચ્છમાં સખત ગરમીને કારણે ત્વચાના જુદા જુદા રોગમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધુ ફંગસ અને તડકાની એલર્જીને કારણે જણાતા ચામડીના રોગ વધ્યા છે. જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં રોજના આવા ફંગસ અર્થાત દાદરના સરેરાશ 70 જેટલા દર્દીઓ સારવાર લેવા આવે છે. જી.કે.ના ત્વચા નિષ્ણાત ડો. દિપાલી વડુકુલે અને ઐશ્વર્યા રામણીએ કહ્યું કે, ઉનાળામાં ખીલ, ,અળાઈ, તડકાની કાલીમાં જેવા રોગ દેખાતા હોય છે. પરંતુ દાદરનું પ્રમાણ વધ્યું છે, કેમકે ભેજવાળો પરસેવો ચામડીમાં ફૂગ ઉત્પન્ન કરે છે તેનું એક કારણ બેઠાડું અવસ્થા, જીન્સ અને ટાઈટ કપડા પહેરવા તેમજ ઉનાળામાં…
ખેડૂતોને નિઃશુલ્ક ડાંગર બિયારણનું વિતરણ થયું Adani: સુરત જિલ્લાના છેવાડાના ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતોને ગુણવત્તાસભર જૈવિક ખેતી તરફ વાળવા માટે એક તાલીમ શિબિર અદાણી ફાઉન્ડેશન દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી યોજાઇ હતી. અંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે અને સારી ગુણવત્તાનું ડાંગર પકવે એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી અને અદાણી ફાઉન્ડેશન હજીરાએ સાથે મળી દેવલી કોલમ જી.આર.-૧૮ બિયારણ વિશે ની માહિતી સાથે એ જ દેવલી કોલમના બિયારણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયત હોલ ખાતે ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.…
Central Bank of India: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એપ્રેન્ટિસશિપ ભરતી માટેની અરજી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવારો અગાઉ નિર્ધારિત તારીખોમાં અરજી કરી શક્યા ન હતા તેઓ હવે 17 જૂન સુધી ફોર્મ ભરી શકશે. જે ઉમેદવારોએ પહેલાથી જ અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી. આ ભરતી માટેની પરીક્ષા 23 જૂન 2024 (સંભવિત) ના રોજ લેવામાં આવશે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભારતના વિવિધ રાજ્યો માટે એપ્રેન્ટિસશીપની 3000 જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી હતી. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27મી માર્ચ નક્કી કરવામાં આવી હતી. આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારો માટે…
T20 World Cup 2024: અફઘાનિસ્તાન સામે 84 રનથી મોટી હારનો સામનો કર્યા બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનું દિલ તૂટી ગયું હતું. મેચ બાદ તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો હતો. અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ત્રીજો અપસેટ સર્જ્યો હતો. આ પહેલા અમેરિકાએ પાકિસ્તાન અને કેનેડાને આયરલેન્ડને હરાવીને બે અપસેટ હાંસલ કર્યા હતા. અફઘાનિસ્તાન સામેની હાર બાદ ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઘણો ઉદાસ દેખાઈ રહ્યો હતો. માનીએ કે આ હારથી વિલિયમસનનું દિલ તૂટી ગયું. મેચ બાદ કિવી કેપ્ટને કહ્યું કે અમારે આને જલદીથી પાછળ છોડીને આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મેચ બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું,…
T20 World Cup: T20 વર્લ્ડ કપ 2024 ની 19મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવા જઈ રહી છે. ચાહકો આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યા છે. આ મેચમાં અનુભવી અમ્પાયરોની ટીમ મેદાનમાં ઉતરશે. T20 વર્લ્ડ કપ 2024ની મોટી મેચ 09 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. વાસ્તવમાં, T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ 09 જૂને રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો, ભારત અને પાકિસ્તાનની મેચમાં કોણ હશે અમ્પાયર? ભારત અને પાકિસ્તાન મેચમાં કોણ હશે અમ્પાયર? આ ઐતિહાસિક મેચમાં અનુભવી…
T20 World Cup 2024:પાકિસ્તાનની ટીમને T20 વર્લ્ડ કપ 2024ની પોતાની પ્રથમ મેચમાં યુએસ ટીમ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ICC T20 વર્લ્ડ કપ 2024માં બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમે ખૂબ જ શરમજનક શરૂઆત કરી હતી, જેમાં તેને પોતાની પ્રથમ મેચમાં સહયોગી દેશ અમેરિકાથી હારનો સામનો કરવો પડ્યો હતો. 6 જૂનના રોજ ડલાસના મેદાન પર રમાયેલી આ મેચમાં યુએસએ સુપર ઓવરમાં પાકિસ્તાનને 5 રનથી હરાવીને આ ટુર્નામેન્ટમાં તેની બીજી જીત નોંધાવી હતી. આ મેચમાં હાર બાદ પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર…
Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ વખતે કેરળની વાયનાડ અને યુપીની રાયબરેલીની બે લોકસભા બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે દેશભરમાં સારું પ્રદર્શન કર્યું છે. તેથી તેમને સંસદમાં વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. PM નરેન્દ્ર મોદી રવિવારે કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવવા માટે વડાપ્રધાન તરીકે શપથ લેશે. અહીં કોંગ્રેસ છાવણીમાં પણ હલચલ મચી ગઈ છે. આ વખતે કોંગ્રેસ પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવવા જઈ રહી છે. દિલ્હીની અશોકા હોટલમાં CWCની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસ સંસદીય દળ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બેઠકમાં ભાગ લેવા માટે અશોકા હોટલ પહોંચ્યા…