Author: Hemangi Gor- SatyaDay Desk

4 13

આ મહિનાની શરૂઆતથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ થયા છે. નવા વ્હીકલ એક્ટ હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ભારે ભરખમ દંડથી જોગવાઈ કરવામાં આવી છે. આ નવા નિયમો લાગૂ થયા બાદ દેશમાં અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી છે. કેટલાક રાજ્યો કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે કેટલાક રાજ્યોને તેને આવકાર્યો છે. જ્યારે કેટલીક રાજ્ય સરકાર એવી છે જેમને દંડની રકમમાં ઘટાડો કરી ટ્રાફિક નિયમનું અમલીકરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી દેશમાં આ નવા ટ્રાફિક નિયમો અમલમાં આવ્યા છે. ત્યારથી લોકોમાં ટ્રાફિક નિયમોને લઈ જાગૃતિ વધી છે અને દંડ પેઠે મોટ રકમ ન ચૂકવવી પડે તે માટે લોકો…

Read More
3 14

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 69માં જન્મદિવસે ગાંધીનગર ખાતે તેમની માતા હિરાબા સાથે આશીર્વાદ લીધા. સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ અને કેવડિયામાં રેલીને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી માતા હિરાબાને મળવા ગાંધીનગર નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાંથી તેમને માતા હિરાબાના સાથે બેસીને બપોરનું ભોજન લીધું હતું. આ પહેલા પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પ્રાપ્ત કર્યા બાદ પીએમ મોદી તેમના બીજા કાર્યકાળના શપથ પહેલા માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જોકે આ વખતે પીએમ મોદીએ માતા સાથે કાંસાની થાળીમાં બપોરનું ભોજન લીધું. આ ભોજનમાં પીએમ તેમની માતા સાથે પુરણપોળી, કઠોળ અને મિક્સ શાક જમ્યા. ભોજન લીધા બાદ વડાપ્રધાન મોદી રાજભવન જવા રવાના…

Read More
2 12

નર્મદા સ્થિત સરદાર સરોવર ડેમ પૂર્ણ જળ સપાટીએ ભરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા આયોજિત નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ઉપસ્થિત રહ્યા હતા અને જનમેદીનીને સંબોધી હતી. વડાપ્રધા મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આઝાદી વખતના અધૂરા રહી ગયેલા કામોને તેમના હસ્તે પૂર્ણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પીએમ મોદીએ ભાષણમાં હૈદરાબાદ મુક્તિ દિવસ અને સરકદાર પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કલ્પના કરો જો સરદાર સાહેબની દૂરંદેશી ના હોત તો આજે ભારતનો નક્શો કેવો હોત અને ભારતની સમસ્યાઓ કેટલી વધારે હોત. વડાપ્રધાન જણાવ્યું કે નર્માદાનું પાણી પારસ સમાન છે જે માટીને સ્પર્શે છે તેને સોનું…

Read More
1 12

નવા મોટર વ્હિકલ એક્ટ બાદ રાજકોટ RTO કચેરી ખાતે લોકોનો HSRP નંબર પ્લેટ બદલાવા માટે ઘસારો વધ્યો છે. ત્યારે આ.ર.ટીઓના કર્મચારીઓની ડાંડાઈ આવી સામે આવી છે. જેમાં કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર ન થતા કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે અને તેના કારણે લોકો પણ તકલીફનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓએ સવારે 10:00 વાગ્યે કચેરી ખાતે પહોંચી જવાનું હોય છે ત્યારે કર્મચારીઓ 10:30 વાગ્યા સુધી પણ ઓફિસમાં  દેખાયા ન હતા અને કામગીરી પણ અટકી પડી હતી જ્યારે લોકો કર્મચારીની રાહમાં લાંબી લાઇનમાં ઉભા  રહ્યા હતા. આ ઉપરાંત સવારે 10 વાગ્યે RTO કચેરી ખાતે અનેક ઓફીસમાં અધિકારીઓ કે કમ્પ્યુટર ઓપરેટર હજાર ન…

Read More
safe image 1

નવો મોટર વ્હિકલ એકટ લાગૂ થયા બાદ તાબડતોડ મેમો કપાઇ રહ્યા છે. તેમાં કેટલાંય અજીબોગરીબ કિસ્સા પણ સામે આવી રહ્યા છે. યુપીના બિજનૌર જિલ્લાના સાહસપુરમાં એક બળદગાડાવાળાનો મેમો ફાટ્યો. પોલીસે શનિવારના રોજ બળદગાડાના માલિકનો મેમો ફાડ્યો. જો કે મોટર વ્હિકલ એકટરમાં બળદગાડા પર દંડની કોઇ જોગવાઇ ના હોવા પર પોલીસે મેમો રદ કરવાનો નિર્ણય લીધો. માલિક રિયાજ હસને શનિવારના રોજ પોતાના ખેતરની બાજુમાં બળદગાડું ઉભું કર્યું હતું. તેમાં સબ ઇન્સપેકટર પંકજ કુમારના નેતૃત્વમાં એક પોલીસ ટીમ ત્યાં આવી પહોંચી જે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તેમણે જોયું કે બળદગાડાની આસપાસ કોઇ હાજર નથી. ગ્રામણીને પૂછવા પર ખબર પડી કે…

Read More
moto tv 1568631149

સોમવારે યોજાયેલ ઇવેન્ટમાં મોટોરોલા કંપનીએ 64 જીબી સ્ટોરેજના સસ્તા ફોનની સાથે પ્રથમ સ્માર્ટ ટીવીની સિરીઝ પણ લોન્ચ કરી છે. આ સિરીઝમાં કંપનીએ 6 વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. તેમાં ગ્રાહકોને ટીવીની 35 ઇંચથી 65 ઇંચ સુધીની સ્ક્રીન મળશે. સાઈઝ અને રેઝોલ્યુશન પ્રમાણે કિંમત 13,999 રૂપિયાથી 64,999 રૂપિયા સુધીની છે. ટીવીમાં કસ્ટમરને સારી સાઉન્ડ ક્વોલિટી અને એન્ડ્રોઇડ ગેમિંગ એક્સપીરિયન્સ મળશે. આ ટીવીનું વેચાણ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફોનની જેમ કંપનીના ટીવીને પણ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. મોટોરોલા કંપનીના આ ટીવી એન્ડ્રોઇડ 9.0 વર્ઝન છે, કંપની આ ટીવીમાં યુઝરને 2.25 GB રેમ, 16 GBનું ઇન્ટરનલ સ્ટોરેજ આપશે. સ્માર્ટટીવીમાં ડોલ્બી વિઝન ટેક્નોલોજી હોવાથી કસ્ટમરને…

Read More
tamilnadu 1568584540

ઓડનથુરઇથી શિવાની ચતુર્વેદી: કોઇમ્બતૂરથી 40 કિ.મી. દૂર ઓડનથુરઇ પંચાયત સ્વનિર્ભર બન્યાની કહાણી અનોખી છે. અહીંના 11 ગામમાં દરેક ઘર પાકું છે. છત પર સોલર પેનલ લાગેલી છે. કોન્ક્રીટના રસ્તા છે. દર 100 મીટરે પીવાના પાણીની સુવિધા છે અને દરેક ઘરમાં શૌચાલય પણ છે. ઓડનથુરઇ ગ્રામ પંચાયત પોતાની જરૂરિયાતની વીજળી જાતે ઉત્પન્ન કરવા ઉપરાંત તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડને વીજળી વેચે પણ છે, જેનાથી તેને વાર્ષિક 19 લાખ રૂ.ની આવક થાય છે. આવું કરનારી તે દેશની એકમાત્ર પંચાયત છે. તમામ ઘરોમાં વીજળી મફત છે. 1996માં સરપંચ રહેલા આર. ષણમુગમ પરિવર્તનના પ્રણેતા બન્યા આ વિશેષતાઓના કારણે વર્લ્ડ બેંકના નિષ્ણાતો, દેશભરના સરકારી અધિકારીઓ અને 43 દેશના…

Read More
anath 1568619360

આપણને સૌને ખબર છે કે, રોજ દુનિયાભરમાં હજારો ટન જમવાલાયક ભોજન કચરાપેટીમાં સ્વાહા થઈ જાય છે. આ ભોજનનો બગાડ થવાથી ઘણા ભૂખ્યા લોકો તેનાથી વંચિત રહે છે. બેંગ્લોરમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 5 મિત્રોએ આ બગાડને અટકાવવા માટે એક સારો જુગાડ શોધી લીધો છે. તેઓ સ્કૂલની મેસમાં વધેલું ભોજન અનાથાશ્રમના 30 બાળકોને વહેંચે છે. ભોજનનો બગાડ અટકાવ્યો સિદ્ધાર્થ સંતોષ, નિખિલ દીપક, વરુણ દુરે, સૌરવ સંજીવ અને કુશાગ્ર સેઠી નાનકડી ઉંમરમાં પણ ઘણું સારું કામ કરી રહ્યા છે. તેઓ અભ્યાસની સાથોસાથ 800 કિલોગ્રામ ભોજનના બગાડને પણ રોકે છે. ‘ભોજનને વેસ્ટ થતું જોઈને અમારો જીવ બળતો હતો’ સિદ્ધાર્થે પોતાના આ કામ વિશે…

Read More
til tarpan01 1568355706

આ મંદિરમાં ગજરાજ નહીં પણ મનુષ્યના રૂપમાં ગણેશજી બિરાજ્યા છે પિતૃશાંતિની પૂજા નદીના કાંઠે થાય છે, પરંતુ આ અનુષ્ઠાન મંદિરની અંદર જ થાય છે શ્રેષ્ઠા તિવારી, કુટનૂર. આવતી કાલે એટલે કે શનિવારથી શ્રાદ્ધપક્ષ શરૂ થવાનો છે. આ સમયગાળા દરમિયાન પૂર્વજોના માનમાં પૂજા-વિધી સાથે તર્પણ કરવામાં આવે છે. પિતૃના શ્રાદ્ધ માટે દક્ષિણ ભારતમાં તમિલનાડુનું તિલતર્પણ પુરી સૌથી મહત્વનાં સ્થાનો પૈકીનું એક છે. ભગવાન રામે પોતાના પિતૃની શાંતિ માટે અહીં જ પૂજા કરી હતી. અન્ય એક ખાસ વાત એ છે કે અહીં દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશનો ચહેરો ગજરાજ જેવો નહીં પણ મનુષ્ય જેવો છે. આ મંદિરને આદિ વિનાયક મંદિર કહેવામાં…

Read More
0521pitrupaksha2019cover 1568627955

હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાનો વદપક્ષ પિતૃઓની પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કારણ કે ગ્રંથો પ્રમાણે માણસનો એક મહિનો પિતૃઓનો એક દિવસ-રાત હોય છે. વદપક્ષને પિતૃઓનો દિવસ અને સુદપક્ષ રાત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. તો ચંદ્રલોકમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે ભાદરવા મહિનાના વદપક્ષમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે. એટલા માટે આ દિવસો દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનું વિધાન છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે પિત઼ૃઓ માટે કરવામાં આવેલા શ્રાદ્ધ શાસ્ત્રોમાં જણાવેલા યોગ્ય સમયે કરવાથી જ ફળદાયી થાય છે. તર્પણ અને શ્રાદ્ધ કર્મ માટે ક્યારે…

Read More