જળવાયુ પરિવર્તનનો પ્રભાવ સમગ્ર દુનિયા પર જોઈ શકાય છે. એન્ટાર્કટિકા પણ તેનાથી અળગો રહ્યો નથી, જ્યાં માત્ર સફેદ પહાડોએ પોતાનો રંગ બદલવાનુ શરૂ કરી દીધુ છે. એન્ટાર્કટિકામાં હવે લીલા રંગના બરફના પહાડો જોવા મળી રહ્યા છે. આ બરફના પહાડોએ તેજીથી પોતાના રંગમાં બદલાવ કર્યો છે. એન્ટાર્કટિકામાં સફેદ બરફથી લપેટાયેલા પહાડોને જોઈને કોઈપણ વ્યક્તિનુ મન મંત્રમુગ્ધ થઈ જશે, પરંતુ હવે આ પહાડો દ્વારા ખુદને લીલા રંગમાં બદલવાની પ્રક્રિયા હેરાના કરનારી છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો આ અસામાન્ય ગતિવિધિથી ચિંતિત છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, સમગ્ર દુનિયા પર જળવાયુ પરિવર્તનની માર પડી રહી છે જેની અસર એન્ટાર્કટિકા પર પણ જોવા મળી રહી છે. એન્ટાર્કટિકામાં…
કવિ: Satya Day News
એમ્બ્યુલન્સ 108 થી રેફર કરવામાં આવેલી બાળકીનું ગ્વાલિયર પહોંચતા પહેલા જ મોત થઈ ગયું છે તેને નિમોનિયા અને હાર્ટમાં મુશ્કેલી હતી તેને ગુનાની જિલ્લા હોસ્પિટલમાંથી મંગળવારે સાંજે ગ્વાલિયર રીફર કરવામાં આવી હતી. જો કે 35 કિલોમીટર દૂર મ્યાના સુધી પહોંચતા-પહોંચતા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ખત્મ થઈ ગયો જ્યારે બીજી ગાડીમાં આવેલી બાળકીએ તડપી-તડપીને માતાના ખોળામાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. અસંવેદનશીલતાની હદ ત્યારે થઈ ગઈ જ્યારે એમ્બ્યુલન્સનો ડ્રાઈવેર શબને જ ઓક્સિજન લગાવીને શિવપુરી લઈ ગયો. મૃત્યુ પામેલી બાળકીના પિતાનું કહેવું છે કે શિવપુરીમાં અમે અમારી 2 મહિનાની બાળકીના શબને લઈને આમતેમ ભટકતા રહ્યાં, જો કે કોઈ આ અંગે ધ્યાન ન આપ્યું અમને પરત…
કોરોનાના કારણે 2020ના અંત સુધીમાં 8.6 કરોડ બાળકો ગરીબ બની જશે. તેનાથી વિશ્વભરમાં ગરીબીથી પ્રભાવિત બાળકોની કુલ સંખ્યા 67.2 કરોડ થઈ જશે. આ ગત વર્ષની સરખાણીમાં 15% વધારે હશે તેમા બે તૃત્યાંશ બાળકો આફ્રીકા અને દક્ષિણ એશિયાના દેશોમાં હશે. યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રનના સ્ટડીમાં આ વાત સામે આવી છે. આ પહેલા પણ વર્લ્ડ બેન્કે પણ મહામારીના કારણે વિશ્વભરમાં ગરીબી વધવાની આશંકા વ્યક્ત કરી હતી. બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ માલપોસે ગત વર્ષે એક કોન્ફ્રેન્સમાં કહ્યું હતું કે, મહામારીથી વિશ્વમાં છ કરોડ લોકો ખુબ ગરીબ થઈ જશે. તેઓ છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા તમામ નફાને પણ ગુમાવી દેશે. યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રને…
21 મેના રોજ એક શિયાળનું માથું વ્હીલમાં ફસાઈ ગયું હતું. તે આ વ્હીલને કાઢવા માટે ઘણું પ્રયત્ન કરી રહ્યું હતું. ગાર્ડનમાં હાજર કિર્સટીએ મીડિયાને કહ્યું કે, મેં ગાર્ડનમાં એક શિયાળ જોયું જેનું માથું વ્હીલની વચ્ચે ફસાઈ ગયું હતું. તે વ્હીલમાંથી નીકળવા ઘણી મહેનત કરી રહ્યો હતો. હું લંડન ફાયર બ્રિગેડ ટીમ અને એનિમલ રેસ્ક્યૂ ટીમની આભારી છું કે તે લોકો સમયસર આવી ગયા. આ ટીમ આવી નહિ ત્યાં સુધી મેં શિયાળને પાણી પણ આપ્યું. ફાયર ઓફિસરે વ્હીલમાં મેટલનો ભાગ તોડીને શિયાળને ફ્રી કરી દીધું હતું. સારી વાત તો એ છે કે, તેને કોઈ ઈજા થઇ નથી. અમારા પ્રયત્નો વગર શિયાળના…
સનાતન હિન્દુ ધર્મગ્રંથોમાં પુષ્ય નક્ષત્ર ને સૌથી શુભકારક માનવામાં આવે છે. પુષ્ય નો અર્થ થાય છે પોષણ કરનાર તેમજ ઉર્જા અને શક્તિ પ્રદાન કરનાર નક્ષત્ર. આ નક્ષત્રમાં જન્મ લેનાર વ્યક્તિઓ સદાય લોકોની ભલાઇ અને સેવા કરવા માટે તત્પર રહે છે. આ લોકો પોતાની મહેનત અને સ્વબળે જીવન માં આગળ આવવામાં માને છે કહેવાય છે કે, આ શુભ દિવસે સંપત્તિ અને સમૃદ્વિના દેવી મા લક્ષ્મીનો જન્મ થયો હતો. જ્યારે ગુરુવાર અથવા રવિવારના રોજ પુષ્યનક્ષત્ર આવે છે ત્યારે આ યોગને ગુરુ પુષ્ય નક્ષત્ર અને રવિ પુષ્ય નક્ષત્ર યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ યોગ અક્ષય તૃતિયા, ધન તેરસ, દિવાળી જેવી ધાર્મિક તિથિની…
દિલ્હીની તુગલકાબાદ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના લગભગ 18-20 વાહનો પહોંચી ગયા છે. અત્યાર સુધી, કોઈપણ પ્રકારનું જાન-માલના નુકસાનની માહિતી સામે આવી નથી. ડીસીપી દક્ષિણ પૂર્વ રાજેન્દ્ર પ્રસાદ મીનાએ આગ વિશે માહિતી આપી. ફાયર વિભાગે આશરે 30 વાહનોની મદદથી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. આગને કાબૂમાં રાખતી વખતે દિલ્હી દક્ષિણ પૂર્વના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીનાએ જણાવ્યું હતું કે, અમને સવારે લગભગ 1 વાગ્યે આગ વિશે જાણ કરવામાં આવી હતી. 18-20 ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર છે. ફાયર એક્શન ચાલી રહ્યું છે. હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. બાદમાં ફાયર બ્રિગેડે બીજા અનેક વાહનો મંગાવ્યા હતા. ત્યારબાદ આગને કાબુમાં લઈ…
કોરોના લોકડાઉનના કારણે બિઝનેસને થયેલા નુકસાનને સરભર કરવા માટે TVS મોટર કંપનીએ પોતાના કર્મચારીઓના પગારમાં મે મહિનાથી 20% નો ઘટાડો કર્યો છે. દ્વિચક્રી વાહનો બનાવતી આ દિગ્ગજ કંપનીએ મેથી લઈને ઓક્ટોબર સુધી ઓફિસર સ્તરના કર્મચારીઓના પગારમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. કંપની એન્ટ્રી લેવલના કર્મચારીઓની સેલેરી નહીં કાપે. TVS મોટર પહેલા ઘણી કંપનીઓ કર્મચારીઓના પગારમાં કાપનું પગલું ઉઠાવી ચૂકી છે. TVS મોટર કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, ‘અણધાર્યા સંકટને જોતા કંપની 6 મહિના (મેથી ઓક્ટોબર, 2020) માટે જુદા-જુદા સ્તરના કર્મચારીઓના પગારમાં અસ્થાયી કાપ કરવા જઈ રહી છે.’ પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, નીચલા દરજ્જાના કર્મચારીઓના પગારમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે.…
ગુજરાત સરકારે કોરોનાના આંકડા છુપાવવા માટે ટેસ્ટનું પ્રમાણ ઘટાડી, અને ખાનગી લેબોરેટરીને ટેસ્ટ કરવાની ના પાડી દેતા મિડીયા દ્વારા આ મામલો ગંભીરતાથી લઈ પ્રજા સામે મુકતા ભાજપની નેતાગીરીએ માનસીક સંતુલન ગુમાવી દઈ મિડીયા વેંચાઈ ગયુ છે તે મતબલનું ટવીટ ભાજપના વિવિધ નેતાઓ અને ધારાસભ્યના નામે શરૂ કરાવી દીધુ હતુ, જો કે આ મામલે સમગ્ર પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાધાત પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ આઈટી સેલનો ઉધડો લીધો હતો, પણ રૂપાણી અને વાઘાણીએ ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે જાગતો રહે તેવી નિતી અપનાવી હોય તેવુ લાગેે છે કારણ સરકારને પુછયા વગર મિડીયા વિરૂધ્ધ ટવીટ કરવાની…
હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા છે. શાસ્ત્રોમાં 33 કરોડ નહીં, પરંતુ 33 કોટિ દેવતા જણાવવામાં આવે છે. કોટિ શબ્દનો અર્થ પ્રકાર થાય છે, એટલે હિંદુ ધર્મમાં 33 પ્રકારના દેવતા છે. કોટિ શબ્દને જ બોલચાલની ભાષામાં કરોડમાં બદલવામાં આવ્યો છે. કોટિ શબ્દના બે અર્થ છે, એક પ્રકાર અને બીજો કરોડ જેના કારણે 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા પ્રચલિત થઇ ગઇ છે. કોઇપણ કામની શરૂઆતમાં વિધિવત પૂજા કરતી સમયે આ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે. 33 કોટિ દેવી-દેવતાઓમાં આઠ વસુ, અગિયાર રૂદ્ર, બાર આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ સામેલ છે. થોડાં શાસ્ત્રોમાં ઇન્દ્ર અને પ્રજાપતિના સ્થાને બે અશ્વિની કુમારોને 33 કોટિ દેવતાઓમાં સામેલ કરવામાં…
કોવિડ-19 વાયરસ મહામારીના કારણે દેશભરમાં લાગુ લોકડાઉનના કારણે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ (FMCG) ની ગ્રામ્ય અને શહેરી માગમાં સ્પષ્ટ અંતર આવવાની શક્યતા છે. ગામો અને નાના શહેરોમાં જ્યાં નાના પેકિંગવાળી વસ્તુઓની માગ વધી શકે છે, તો મોટા શહેરોમાં લોકો મોટા પેકિંગવાળો સામાન વધુ ખરીદવા જશે. નેસ્લે, ડાબર, ગોદરેજ, પારલે અને વિપ્રો જેવી અગ્રણી એફએમસીજી કંપનીઓનું માનવું છે કે, જેમ-જેમ વસ્તુઓની આપૂર્તિ નાના શહેરોમાં સુધરશે, ત્યાં સસ્તામાં મળતા નાના પેકિંગ (પીપીપી)વાળા સામાનનું વેચાણ વધી શકે છે. બીજી તરફ શહેરી વિસ્તારો ખાસ કરીને મેટ્રો શહેરોમાં ગ્રાહકો મોટા પેકિંગવાળા સામાન ખરીદવાતા હોવાની પ્રવૃત્તિ જોવા મળી રહી છે. કોવિડ-19ના કારણે ગ્રાહકોનું છૂટક વેચાણ કરતી દુકાનો…