મહિલાઓ બ્રા પોતાને અનુકૂળ અનુભવ કરાવવા પહેરે છે. બ્રા કોઇપણ મહિલાની ડ્રેસ માટે બેસનું કામ કરે છે. જો તમે બ્રાને યોગ્ય રીતે પહેરો છો તો તમારો ડ્રેસ યોગ્ય રીતે ફિટ થઇ જશે. જ્યારે બ્રા ખરાબ તો તમારી ડ્રેસિંગ સ્ટાઇલ પણ ખરાબ થઇ જાય છે. બ્રા પહેરવાથી મહિલાઓ કોન્ફિડન્સ ફીલ કરે છે. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની બ્રા મળે છે. જેમ કે નોર્મલ બ્રા અને પેડેડ બ્રા. પેડેડ બ્રા પહેરવાથી કેટલા ફાયદા થાય છે. પેડેડ બ્રા દરેક મહિલા પહેરી શકે છે. મહિલાઓ વચ્ચે માન્યતા છે કે પૈડેડ બ્રા માત્ર ઓછી બ્રેસ્ટની મહિલાઓ પહેરી શકે છે. મહિલાઓનું માનવું છે કે સ્તનને મોટા બતાવવા…
કવિ: Satya Day News
દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન 4માં સરકારે અનેક છૂટછાટ આપી છે પણ કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ ખાસ છૂટછાટ આપવામાં નથી આવી તેવામાં એક યુવતીએ હવે ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. લોકડાઉન દરમિયાન અમદાવાદની એક મહિલાએ એક વિડીયો બનાવી ટીકટોક પર અપલોડ કર્યો હતો આ યુવતી વીડિયોમાં કહે છે કે ઇસનપુરનો બ્રિજ જે પડ્યો છે કોરે કોરે લોકડાઉન ખોલો મોદીજી લોકડાઉન ખોલો કહી રહી છે. હવે આ મામલે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે.
લોકડાઉન વચ્ચે અન્ય રાજ્યોમાંથી ઉત્તરપ્રદેશ પરત ફરતા સ્થળાંતર મજૂરો માટે બસ પૂરી પાડવા માટે ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયુ છે. આ મામલે કોંગ્રેસ અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સામ-સામે આવી ગઇ છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (બસપા) નાં રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ પણ ટ્વીટ કરીને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સલાહ આપી છે. બસપા પ્રમુખ માયાવતીએ બુધવારે એક પછી એક ટ્વીટ કર્યું છે, તેમણે લખ્યું, છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને ઘરે મોકલવાના નામે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ અપમાનજનક રાજનીતિ કરી રહ્યા છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. શું એવુ તો નથીને કે આ બન્ને પાર્ટીઓ એક બીજા સાથે મળીને આ…
‘કેન્ટકી બાયોપ્રોસેસિંગ’ નામની બ્રિટિશ-અમેરિકન કંપનીએ તમાકુથી કોરોનાવાઈરસની વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, મનુષ્ય પર વેક્સીનનું ટ્રાયલ આવતા મહિને શરૂ થશે. દાવો કરવામાં આવ્યો છે કે, બીજી ટેક્નિકની સરખામણીએ અમે જે ટેક્નિકથી દવા બનાવી રહ્યા છીએ તેનાથી ઓછા સમયમાં વધારે વેક્સીન તૈયાર કરી શકાય છે. વેક્સીનને કેન્ટકી બાયોપ્રોસેસિંગ કંપનીએ તૈયાર કરી છે તેને તૈયાર કરવામાં તમાકુના છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ વેક્સીન સુરક્ષિત સાબિત થશે કેમ કે, તમાકુના છોડ મનુષ્યમાં થતી કોઈપણ બીમારીના વાહક નથી હોતા. કંપનીના જણાવ્યા પ્રમાણે, વેક્સીનમાં સામેલ તત્ત્વ તમાકુના છોડમાં સરળતાથી અને ઝડપથી મળી જાય છે. કંપનીની તરફથી જાહેર કરવામાં…
અમેરિકાની એક રિસર્ચ ટીમે એવો દાવો કર્યો છે કે ટૂંકમાં જ એક એવી ટેક્નોલોજી આવી રહી છે જેનાથી સ્માર્ટફોન પર છીંકવા કે ખાંસવાથી જ ખબર પડી જશે કે કોરોના વાઇરસનો ચેપ છે કે નહીં. ટીમ એક એવું સેન્સર બનાવી રહી છે જેને ફોનથી જોડી શકાશે. રિસર્ચ ટીમનું કહેવું છે કે સ્માર્ટફોનથી સેન્સરને જોડવાથી એક મિનિટમાં જાણી લેશે કે જે વ્યકિતએ સ્માર્ટફોન પર છીંક્યું કે ઉધરસ ખાધી તેને ચેપ છે કે નહીં. સેન્સર ડેવલોપ કરનારી ટીમના પ્રમુખ પ્રોફેસર મસૂદ તબીબ-અઝહરનું કહેવું છે કે આ સેન્સરને આશરે 1 વર્ષ પહેલા બનાવવાનું શરૂ કરાયું હતું તેમણે કહ્યું કે તેનો હેતું ઝીકા વાઇરસનો પતો…
વર્જીનિયામાં એક પરિવારને રસ્તામાંથી 1 મિલિયન ડોલર એટલે કે સાડા સાત કરોડ રૂપિયા ભરેલો થેલો મળ્યો. આ પરિવારે પળવારનો પણ વિચાર કર્યા વગર લોકલ પોલીસને ફોન કરીને બેગ પરત કરી દીધી.એમિલી સ્કેન્ત્ઝે કેરોલિન કાઉન્ટી પોલીસને જણાવ્યું કે, હું શનિવારે મારા પરિવાર સાથે કાર લઇને બહાર જઈ રહી હતી. તે દરમિયાન રસ્તા પર અમે એક બેગ જોઈ. આ બેગમાં કચરો ભરેલો હોય તેવું લાગ્યું. અમે આ બેગને રસ્તા પરથી સાઈડમાં કરી. બેગને અમારા ઘરની નજીક જ ફેંકી હતી. થોડી વાર પછી અમે જોયું તો ખબર પડી કે તેમાં પ્લાસ્ટિકના કચરાની સાથે ડોલર હતા. મેજર સ્કોટ મોસરે કહ્યું કે, વર્જીનિયાના પરિવારની પ્રામાણિકતાને…
વૈશાખી અમાસ કે જેને શનિ અમાસ અથવા શનૈશ્ચર જયંતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શનિદેવની અસીમ કૃપા મેળવવા માટે આગામી તા. 22 મી મે ના શુક્રવા૨ે શનિ જયંતિ છે. હાલ લોકડાઉન નું ચોથું ચરણ ચાલી રહ્યું છે ત્યારે ધાર્મિક સ્થળો તથા ધાર્મિક ઉજવણી પ૨ બ્રેક લાગી ગઈ હોવાથી લોકો શનિ જયંતિ પોતાના ઘે૨ ૨હીને જાપ, પૂજાપાઠ સાથે યજ્ઞ કરી ઉજવવુ પડશે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે 28 વર્ષ બાદ શનિ મહા૨ાજ પોતાની મક૨ ૨ાશિમાં વક્ર ગતિ એ ચાલે છે. ગુજ૨ાતી પંચાંગ અનુસા૨ શનિદેવની જન્મ જયંતિ દ૨ વર્ષે વૈશાખ વદ અમાસના દિવસે ઉજવાય છે. આમ તો અગાઉ તા. ૧લી…
આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે લોકડાઉનની સારી નરસી બન્ને પ્રકારની અસર આપણા જીવન પર થઈ છે. લોકડાઉનમાં સૌથી વધારે નુકસાન જો કંઈ થયું હોય તો તે આર્થિક નુકસાન થયું છે અને ગરીબોને તેનો મોટો ફટકો પડ્યો છે, પણ બીજી બાજુ તેના ઘણા બધા ફાયદા પણ થયા છે. પૃથ્વી પરનું જે ઓઝોન લેયર હતું જેમાં ગાબડું પડ્યું છે તે સંધાઈ ગયું છે. આ દરમિયાન તમે કદાચ વાંચ્યું પણ હશે કે માનવજાતી સહન કરી રહી છે પણ બીજી બાજુ ધરતી માતાના ઘા રુઝાઈ રહ્યા છે જે ઘણા અંશે સાચું છે. આવી જ એક હકારાત્મક અસર અને કહો કે ચમત્કારીક…
લૉકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકારે આર્થિક, સામાજિક જનજીવન ઝડપથી પૂર્વવત થાય એ માટે લૉકડાઉનમાં જે છૂટછાટો આપી છે તેમાં નાગરિકો સ્વયં શિસ્ત જાળવવીને પોતાના આરોગ્યની જાળવણી સાથે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સક્રિય સહયોગ આપે એવો અનુરોધ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે લૉકડાઉનના ચોથા ચરણમાં અપાયેલ છૂટછાટના આજના પ્રથમ દિવસે જ જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે તેની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે કોરોના આપણી સાથે જ છે તેમ સમજીને જાહેરમાં યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સસિંગ રાખી, માસ્ક પહેરી અને સારી ટેવો દ્વારા જનજીવનને વધુ ઝડપથી પૂર્વવત બનાવવું તે આપણા સૌની જવાબદારી છે. તેમણે ઉમેર્યું…
20 મે બુધવારે વદ પક્ષની તેરસ તિથિ હોવાથી આ દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવશે. બુધવારે તેરસ તિથિમાં ભગવાન શિવની પૂજા કરવાથી બીમારીઓ અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. શિવપુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રતને દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરનાર વ્રત માનવામાં આવે છે. દર મહિનાના સુદ અને વદ પક્ષની તેરસ તિથિએ આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. આ વ્રતમાં સાંજે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવી જોઇએ. સૂર્યાસ્ત બાદ અને રાત પહેલાંના સમયને પ્રદોષકાળ કહેવામાં આવે છે. તેરસ તિથિનો દરેક વાર સાથે વિશેષ સંયોગ હોવાથી તેનું મહત્ત્વપૂર્ણ ફળ પણ મળે છે. પ્રદોષ વ્રતમાં ભગવાન…