અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો કોઈ જ અત્તો-પત્તો મળતો ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે, આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દાણીલીમડા વિસ્તારના 55 વર્ષીય પચાણ ભીખાભાઈ સોમેશ્વરાને લકવાની અસર થતાં 16 મી મેના સાંજે 6 વાગ્યે 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલે લવાયા હતા. જોકે લકવાની સારવાર પહેલાં કોવિડ હોસ્પિટલે ખસેડાયા એ પછી પરિવાર 18 મી મે સુધી દર્દીને શોધતો ફરતો રહ્યો હતો, જોકે અંતે 18 મી મે ના સાંજે એટલે કે ત્રીજા દિવસે દર્દી સિવિલમાં જ મળી આવ્યા હતા અને હોસ્પિટલ તંત્રે દર્દી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરાવી એ પછી પરિવારે હાશકારો મેળવ્યો હતો. દર્દીના સગાએ કહ્યું…
કવિ: Satya Day News
યુ.એન. મહેતા હોસ્પિટલના ડાયરેક્ટરે પણ આ કહેવતને યથાર્થ ઠેરવી છે. મુખ્યમંત્રીને બપોરે મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો એ જ દિવસે સાંજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પછી મુખ્યમંત્રી વિજય રુપાણીનાં અંગત ફિઝિશિયન અને U.N. મહેતા હાર્ટ હોસ્પિટલનાં ડીરેક્ટર ડો.આર.કે.પટેલે CMને તપાસી 7 દિવસ સુધી ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી હતી પરંતુ હવે આર.કે.પટેલના અંગત મદદનીશ જૈવિક નૃપેશ પટેલનો કોરોના ટેસ્ટ 16 મી મેએ પોઝિટિવ આવ્યો હોવા છતાં આર.કે.પટેલ હજી સુધી ક્વોરન્ટાઈન થયા નથી.ઇમરાન ખેડાવાલા CM ને મળ્યા ત્યારે બન્ને વચ્ચે 2 મીટરથી પણ વધારે ખાસ્સું અંતર હતું અને એકબીજાના આવવા બહાર જવાના દરવાજા પણ અલગ હતાં. આનાથી વિપરીત પોતાના પીએ હોવાના નાતે…
અમેરિકન કંપની મોડર્નાએ દાવો કર્યો છે કે લોકો પર કોરોના વાયરસ સામે લડતી રસીના પ્રારંભિક પરીક્ષણના પરિણામો ખૂબ જ આશાસ્પદ છે. ન્યૂયોર્ક, પી.ટી.આઈ. વિશ્વભરના કોરોના રસીના વિકાસ માટે યુદ્ધ કક્ષાએ ચાલી રહેલી તૈયારીઓ અંગે અમેરિકા તરફથી એક સારા સમાચાર આવ્યા છે. અહીંના કોવિડ -19 વાયરસ રસીના વિકાસને લગતા નોંધપાત્ર વિકાસમાં, બાયોટેકનોલોજી કંપની ‘મોડર્ના’ એ સોમવારે દાવો કર્યો હતો કે લોકોમાં પ્રારંભિક રસી પરીક્ષણના પરિણામો ખૂબ આશાસ્પદ છે. મોડર્ના નામની કંપનીએ કહ્યું કે લોકોમાં તપાસવામાં આવેલ પ્રથમ કોરોના વાયરસની રસી સલામત લાગે છે. કંપનીએ કહ્યું કે, આઠ સ્વસ્થ સ્વયંસેવકોને રસી આપવામાં આવી હતી, જેના પરિણામો આશાસ્પદ છે. દરેક સ્વયંસેવકોને રસીના બે…
વડનગરના મોલીપુરની કોરોનાગ્રસ્ત મહિલાએ જન્મ આપેલા જોડિયા સંતાનો પૈકી પુત્રને સોમવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્ર ચોંકી ઊઠયું છે. એક દિવસના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો હોય તેવો ગુજરાતમાં આ પ્રથમ કેસ છે. વડનગર મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડેન્ટ એચ.ડી પાલેકરે આ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો અને બે દિવસ બાદ બાળકનું પુનઃ સેમ્પલ લેવાશે તેમ જણાવ્યું હતું. મોલીપુરની કોરોના સંક્રમિત હસુમતીબેન પરમારે ગત શનિવારે વડનગર મેડિકલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોના વોર્ડમાં રખાયેલાં આ બંને બાળકોના કોરોના સેમ્પલ લેવાયા હતા. નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બે દિવસ બાદ તેનું પુનઃ સેમ્પલ લેવાશે. પોઝિટિવ આવે તો…
ફેસબુક, સિલ્વર લેક અને વિસ્ટા ઇક્વિટી પછી, જનરલ એટલાન્ટિકએ હવે આરઆઈએલના રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ચાર અઠવાડિયામાં જિઓ પ્લેટફોર્મ પર આ એશિયામાં જનરલ એટલાન્ટિકનું સૌથી મોટું રોકાણ છે. રોકાણ આરઆઈએલના 1.34% હિસ્સાની બરાબર છે. આ રોકાણ જિઓ પ્લેટફોર્મ્સના ઇક્વિટી મૂલ્ય અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય 5.16 લાખ કરોડ રૂપિયા જેટલું છે. આ પહેલા જનરલ એટલાન્ટિક ઉબેર ટેકનોલોજીમાં પણ રોકાણ કરી ચૂક્યો છે. આ અંગે રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે, “હું જનરલ એટલાન્ટિકનું સ્વાગત કરું છું. હું આ ઘણા દાયકાઓથી જાણું છું. જનરલ એટલાન્ટિકે ભારત માટે ડિજિટલ સમાજની દ્રષ્ટિ શેર કરી અને 1.3 અબજ ભારતીયોના જીવનને સમૃદ્ધ…
દેશવ્યાપી કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશમાં આવેલા ગાઝિયાબાદ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા હોય તેવા ફોટોગ્રાફ્સ સામે આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં ઘંટાઘર રામલીલા મેદાનમાં જમા થયેલી આ ભીડ શ્રમિકોની છે, તેઓને ઘરે જવા માટે ટ્રેન પકડવી હતી. અહીં ટ્રેનના રજિસ્ટ્રેશન માટે એકઠા થયેલા મજૂરો એકદમ પાસે ઊભેલા જોવા મળ્યા અને ત્યાં એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા ન હતી સાથે જ ત્યાં 500 મીટરના વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી હોવાની જાણકારી આરોગ્ય સેતુ એપ્લિકેશનથી મળી છે. વિવિધ સ્થળોના પ્રવાસી શ્રમિકોને ઘરે મોકલવા માટે ઉત્તરપ્રદેશની સરકારે ટ્રેનની વ્યવસ્થા કરી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું…
સરકાર એ જાણી-જોઈને સિવિલ અને બીજા હોસ્પિટલનું નામ બગડે એવું થવા દીધું અને તરત જ ઘર બેઠા ટ્રીટમેન્ટ લઈ શકો તેમ જાહેર કરી દીધું. એક મહિના પહેલા જે કોરોના ના ડર થી આખા દેશને ઘરે બેસાડી દીધો તેની જ સાથે હવે જીવતા શીખવું પડશે એવું જ આત્મજ્ઞાન ક્યાંથી લાવ્યા? અમદાવાદ ના પૂર્વ કમિશ્નર ની વધુ ટેસ્ટ, ટ્રેસિંગ અને આયસોલેશન ની સ્ટ્રેટેજી ને ખાડે ધકેલવાની શુ જરૂર હતી? આવા ઘણા સવાલ છે. એક વાત સૌ એ જાણવા જેવી છે. વિજય નેહરા ની ઇમેજ સરકારી તંત્રમાં સાફ સુથરી હતી. નેહરા ની બદલીનું મૂળ કારણ બીજું કોઈ નહીં પણ અમદાવાદ ના નબળા મેયર…
લોકો કોરોનાથી કઈ રીતે બચવું તેના માટે તર્ક-વિતર્ક વિચારી રહ્યા છે ત્યારે સિડની શહેરના એક યુવકની બદલ પોલીસે ધરપકડ કરી છે. 10 મેના રોજ 25 વર્ષનો યુવક અડધી રાત્રે ડાઇનસૉરની ખોપરી સાથે સેલ્ફી લેવા માટે મ્યૂઝિયમમાં ઘુસ્યો હતો. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે જણાવ્યું કે, 25 વર્ષનો યુવક રાત્રે 1 વાગ્યે ઓસ્ટ્રેલિયન મ્યૂઝિયમમાં ઘૂસ્યો હતો. 40 મિનિટ સુધી મ્યૂઝિયમમાં આંટા માર્યા. તે ડાઇનસૉરની ખોપરી પાસે ગયો અને તેના ખુલ્લા મોઢા વચ્ચે માથું રાખીને સેલ્ફી લીધી. મ્યૂઝિયમમાંથી તે એક આર્ટવર્ક અને કાઉબોય હેટ પણ ચોરી કરીને લઇ ગયો હતો. આ યુવક મ્યૂઝિયમના CCTV કેમેરામાં ઝડપાઈ ગયો હતો. બંધ મ્યૂઝિયમમાં ઘૂસવા અને…
આ દેશના લોકોની વિરોધ કરવાની રીતની ચારેબાજુ ભારે ચર્ચા, PM હોસ્પિટલ આવ્યા તો લોકોએ તો જબરું કર્યું, કોરાનાના વધતા કહેરના કારણે સૌથી વધારે ગુસ્સો એ દેશોમાં વધી રહ્યો છે જ્યાં ડોક્ટર્સ અને નર્સોને તમામ સુવિધા આપવામાં આવી રહી નથી એવો જ એક મામલો સામે આવ્યો છે બેલ્જિયમથી, અહીંના વડાપ્રધાન સોફી વિમેસ એક હોસ્પિટલની મુલાકાત લીધી. ત્યાં હાજર લોકોએ તેમના મોં ફેરવી લીધું. તે લોકો વડાપ્રધાનની કાર તરફ પીઠ કરીને ઉભા રહી ગયા. આ તેમનો વિરોધ નોંધાવવાની રીત હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સેંટ પીટર હોસ્પિટલની મુલાકાત કરવા પહોંચેલા પીએમ સોફી વિરુદ્ધ ડોક્ટર્સ અને…
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જાહેર કરેલા 20 લાખ કરોડનાં આર્થિક પેકેજ અંગે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અમે રાહત પેકેજ પર નિરાશા વ્યક્ત કરીએ છીએ અને સરકારને પ્રોત્સાહન પેકેજ પર પુનર્વિચારણા કરવા વિનંતી કરીએ છીએ. સરકારે જાહેર કરેલા રૂ.20 લાખ કરોડનાં આર્થિક પેકેજમાં ગરીબ, ખેડૂતો અને મજૂરોને અવગણવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતાં તેમણે સોમવારે કહ્યું હતું કે, સરકારે તેનો પુનર્વિચાર કરવો જોઇએ અને 10 લાખ કરોડનાં વ્યાપક નાણાકીય પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવી જોઈએ. ભૂતપૂર્વ નાણાં પ્રધાને દાવો કર્યો હતો કે, સરકારે જાહેર કરેલા પેકેજમાં માત્ર 1,86,650 કરોડ રૂપિયાની…