પ્લાસ્ટિકના વધતા જતા કચરાએ સમુદ્રજીવોનું જીવન જોખમમાં મૂકી દીધું. દુનિયાભરના દરિયામાં રોજ લાખો ટન પ્લાસ્ટિક ઠલવાઈ રહ્યું છે. આ પ્લાસ્ટિકને અનેક દરિયાની જીવસૃષ્ટિ ખોરાક સમજીને ખાઈ લે છે. હાલમાં થાઈલેન્ડમાં રેયોંગ શહેરના દરિયાકિનારે એક કાચબાના પેટમાંથી 12 ઇંચ લાંબી પ્લાસ્ટિક બેગ મળી છે. ગ્રીન સી કાચબો દરિયાકિનારે સરખો ચાલી શકતો નહોતો. આ કાચબાને સારવાર માટે બેન્ગકોકના મરીન એન્ડ કોસ્ટલ રિસોર્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મોકલ્યો. અહિ પ્રાણીઓના ડોક્ટરે કાચબાના પાછળના ભાગમાંથી ધીમે-ધીમે પ્લાસ્ટિકની બેગ કાઢી. આવડી મોટી પ્લાસ્ટિકને લીધે કાચબાની પાચનક્રિયા પર ખરાબ અસર થઇ હતી. આ કાચબાની સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું કે, જો પ્લાસ્ટિકની બેગ તેના પેટમાંથી યોગ્ય સમયે…
કવિ: Satya Day News
લોકડાઉનના સમયગાળામાં નોકરીમાંથી હલાકી કાઢતા એક ડોક્ટરે ચા ની લારી શરૂ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ ઘટના હરિયાણાના કરનાલ જિલ્લાની છે. આ ડોક્ટર તેની પત્ની સાથે છેલ્લા બે દિવસથી રસ્તા પર ચાની લારી લગાવીને ઊભા છે. આ ડોક્ટરે જણાવ્યું કે તે એક કંપનીના માધ્યમથી હોસ્પિટલમાં જોડાયો હતો. જ્યાં તેને બે મહિના સુધી પગાર મળ્યો નહીં અને ચાર મહિનાનો ઓવરટાઈમ પણ મળ્યો નહીં. આ ડોક્ટરે જણાવ્યું કે મારા લગ્ન થઈ ગયા છે અને તેવામાં ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. તેઓ એક ભાડાના મકાનમાં રહે છે. હાલ આ ડોક્ટરની પાસે નોકરી નહીં હોવાથી તેના તણાવમાં વધારો થયો છે. આ…
અમદાવાદમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કોરોનામાં સપડાયા હતા ગઈકાલે રવિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, સારવાર દરમિયાન આજે તેમનું અવસાન થયું છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા રવિવારે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે તેમનું અવસાન થયું છે.
દેશમાં લોકડાઉન 4.0 ની આજથી શરૂઆત થઇ ગઇ છે. આ લોકડાઉન આવતા 14 દિવસ સુધી એટલે કે 31 મે સુધી રહેશે. આ દરમિયાન ઇ-કોમર્સ કંપનીઓ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીઅલ સોમવારથી દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં તેમની સંપૂર્ણ સેવાઓ ફરી શરૂ કરી શકે છે. લોકડાઉનનાં ચોથા તબક્કાએ વધુ રાહત આપવામાં આવી છે અને કંપનીઓ તેમની સેવાઓ ફરી શરૂ કરવા તૈયાર છે, પરંતુ તેઓ આ સંદર્ભે રાજ્ય સરકારની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યા છે. લોકડાઉનનાં ચોથા તબક્કામાં 31 મે સુધી લંબાવાયા, ગૃહ મંત્રાલયે ખાસ પ્રતિબંધિત સિવાય અન્ય તમામ પ્રવૃત્તિઓ ખોલવાની મંજૂરી આપી છે. વળી પ્રતિબંધિત વિસ્તારોમાં ફક્ત ફરજિયાત સેવાઓની મંજૂરી છે. પ્રોહિબિશન ઝોન જાહેર…
કોઈ પણ સ્થળની કોઇ વિશિષ્ટતા તેને અન્યથી જુદી પાડતી હોય છે. ઉત્તરાખંડનાં હિલ સ્ટેશનની ગોદમાં વસેલા અલબેલા ગામના દરેક ઘરોમાં મકાઇના ડોડા કલાત્મક રીતે તોરણની જેમ બાંધવામાં આવે છે. પ્રાકૃતિક નજારા સમુ આ ગામ રસ્તામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ગામનું નામ સેંજી છે તેની સાવ અડીને ભટોલી ગામ આવેલું હોવાથી બંને જોડિયા ગામને સૈજી ભટોલી તરીકે ઓળખવામાં આવે છે, જે મકાઈના ગામ તરીકે ફેમસ છે. મસૂરીના પ્રસિદ્ધ કેમ્પટી ફોલથી આ ગામ માંડ પ કિમી જેટલું દૂર છે. યમનોત્રીથી તરફ જતા રસ્તા પર આ ગામ આવે છે. 400 લોકોની માત્ર વસ્તી 80 જેટલા ઘરના છાપરા અને દિવાલો પર મકાઈના…
જ્યાં એક બાજુ ભારત દેશના લોકો કોરોના વાયરસની સામે લડી રહ્યા છે તો બીજી બાજુ કોરોના વાયરસના નામે કેટલીક શરમજનક ઘટનાઓ પણ સામે આવી રહી છે આ દરમિયાન હરિયાણામાં નોર્થ-ઈસ્ટની એક યુવતીને ‘કોરોના’ કહીને તેના પર હુમલાની એક ઘટના પ્રકાશમાં આવી છે. હરિયાણાના ગુરુગ્રામમાં રહેતી મણિપુરની ચોંગ હોઈ મિસાઓ નામની 20 વર્ષની યુવતી પર કેટલાંક સ્થાનિક લોકોએ નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મણિપુરની આ યુવતી તેના એક દોસ્તને મળવા માટે ગઈ હતી, ત્યારે એક વૃદ્ધ મહિલાએ આ યુવતીને રોકીને કહ્યું કે આ રસ્તો પ્રાઈવેટ છે અને કેટલાંક અપશબ્દો પણ કહ્યા. જ્યારે આ યુવતીએ વિરોધ કર્યો ત્યારે તેને ‘કોરોના’…
બ્રાઝિલનું એમેઝોન જંગલ કોરોનાવાઈરસનું હોટ સ્પોટ બની શકે છે. આગામી મહામારી એમેઝોન જંગલથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. આ ચેતવણી બ્રાઝિલના ઈકોલોજિસ્ટ ડેવિડ લેપોલાએ કરી છે. ડેવિડના જણાવ્યા અનુસાર આ જંગલ વાઈરસનું ઘર છે અને માણસોની ગતિવિધિ આ જંગલોમાં વધી રહી છે. વૃક્ષોનું પતન કરવામાં આવી રહ્યું છે અને વન્યજીવોથી તેમનું ઘર છીનવાઈ રહ્યું છે. 38 વર્ષના ડેવિડ લેપોલા એક સંશોધક છે. મનુષ્યોની ગતિવિધિને લીધે જંગલોનાં વાતાવરણ પર કેવી અસર પડશે તેનાં પર રિસર્ચ કરી રહ્યા છે. મનુષ્યોની ગતિવિધિની અસરો એમેઝોનના જંગલો પર જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જંગલોમાં શહેરીકરણને લીધે ઝિનોટિક ડિસીઝમાં વધારો થઈ રહ્યો છે. પ્રાણીઓ દ્વારા…
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી પ્રીતિબેન કુશવા સગર્ભા છે તેમને આઠ માસનો ગર્ભ છે આમ તો તેમના પતિ કડીયાકામ કરે છે પરંતુ લોકડાઉન અમલમાં આવ્યું તેના બે દિવસ પહેલા જ રાજસ્થાન ગયા હતા અને ત્યાં અટવાઈ પડ્યા છે. પરિવારથી વિખુટા પડી ગયેલા પ્રિતીબેનને પતિ પાસે જવું હતું. જિલ્લા કલેક્ટરને આ માહિતી મળતા જ સત્વરે રાજસ્થાનના ધોલપુરના કલેક્ટરનો સંપર્ક કરીને પ્રિતીબેનને સત્વરે આગ્રાની ટ્રેનમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી, ટ્રેન દ્વારા પ્રિતીબેનને રાજસ્થાન પોતાના ગામ મોકલવામાં આવ્યા છે. રાજસ્થાનના ધોલપુરના કલેક્ટરે આગ્રાથી એમ્બ્યુલન્સ દ્વારા પ્રિતીબેનને તેમના ઘરે પહોંચાડ્યા છે. કોરોનાના કહેર વચ્ચે વહીવટી તંત્રની સંવેદનાના પગલે અનેક પરિવારોને સુખ, સંતોષ અને આનંદની લાગણી…
કોરોનાની મહામારી સામે લડવા માટે બનાવેલા ઉચ્ચ IAS અધિકારીઓના એક વોટ્સેપ ગ્રુપમાં એક IAS અધિકારીઓ પોતાના નગ્ન ફોટા અને અન્ય બિભત્સ પોસ્ટ મૂકી દેતા ઉચ્ચ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ મુદ્દો છેક મુ્ખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. ગુરૂવારે પોસ્ટ થયેલા આ ફોટોની ચર્ચા શુક્રવારે આખો દિવસ રહી હતી અને અંતે દબાણ આવતા અધિકારીઓ પોસ્ટ ડિલિટ કરવી પડી હતી. ગાંધીનગર સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના સામેની લડાઇ અંગેની માહિતી શેર કરવા માટે એક વોટ્સેપ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં તેના સિવાયની કોઇ માહિતી કોઇ અધિકારી મૂકતા નથી. પરંતુ ગુરુવારે રાત્રે બધા માટે એક આઘાતજનક પોસ્ટ અચાનક દેખાઇ હતી. રિટાયર થયા પછી હાલ…
કોરોનાને પ્રસરતો અટકાવવામાં સફળ રહેલા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન થઈ રહ્યું છે જેનો અનુભવ હાલમાં જ પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે નીકળેલાં દેશનાં મહિલા વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્નને થયો હતો તેઓ જે રેસ્ટોરાંમાં જમવા પહોંચ્યા હતા ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા કોઈ ખાલી જગ્યા ના હોવાથી પીએમને તેમાં એન્ટ્રી આપવાનો ઈનકાર કરી દેવાયો હતો. આ અંગે કાફેમાં હાજર એક વ્યક્તિએ ટ્વીટ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગુરુવારથી ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો બીજા તબક્કાનો એક્શન પ્લાન અમલમાં આવ્યો છે. જેમાં રેસ્ટોરાં અને કાફે ખોલી દેવા મંજૂરી અપાઈ છે. જોકે, દરેક કસ્ટમરને એકબીજાથી એક…