ભારતની દિગ્ગજ મહિલા બોક્સર એમસી મેરીકોમના પુત્રનો બર્થ ડે ગુરૂવારે હતો. દિલ્હી પોલીસે મેરીકોમના પુત્રના બર્થ-ડેને ખાસ રીતે યાદગાર બનાવી દીધો જે માટે મહિલા બોક્સરે પોલીસનો આભાર પણ માન્યો હતો. લોકડાઉનના કારણે બર્થ-ડેની ઉજવણી શક્ય ન હતી પરંતુ દિલ્હી પોલીસ કેક લઈને મેરીકોમના ઘરે ગઈ હતી. કેક લઈને પહોંચ્યા પોલીસ જવાનો મેરીકોમ રાજ્યસભાની સભ્ય છે અને તેમણે પોતાના પુત્રના જન્મ દિવસને ખાસ બનાવવા માટે દિલ્હી પોલીસનો આભાર પણ માન્યો હતો. મેરીકોમે એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના જવાનો તેમના પુત્ર માટે કેક લેઈને આવે છે. મેરીકોમે દિલ્હી પોલીસનો આભાર માન્યો હતો.
કવિ: Satya Day News
કબીર નામના આ બાળકની ઉંમર માત્ર 3 વર્ષ છે પણ તેનું દિલ એટલું મોટું છે કે, દરિયાદિલીમાં તેની આગળ મોટા-મોટા ફેલ થઈ જાય! આ નાનકડાં કોરોના વૉરિયરે કપ કેક બેક કરી, તેને વેચી અને 50 હજાર રૂપિયા એકઠાં કર્યા. કબીરને 10 હજાર રૂપિયા સુધીની આશા હતી પણ વેચાણ 50 હજારે પહોંચી ગયું ત્યારબાદ કબીરે પોતાના માતા-પિતા સાથે મુંબઈ પોલીસના હેડક્વાર્ટર પર જઈ આ રકમ મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને આપી દીધી. હવે પબ્લિક તેને સેલ્યૂટ કરી રહી છે. આ વિડીયો મુંબઈ પોલીસે 13 મેના રોજ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું, ‘જુઓ શું બેક કરવામાં આવી રહ્યું છે. આ 3 વર્ષના નાનકડા…
દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. લોકડાઉન થવા છતાં, કોરોનાનો કહેર અટક્યો હોય તેવું લાગતું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માઇક્રોસસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સે ગુરુવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ સમય દરમિયાન, બંને વચ્ચે કોરોના વાયરસ માટે વૈશ્વિક પ્રતિભાવ અને રોગચાળાને પહોંચી વળવાનાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. બિલ ગેટ્સે ભારત સરકાર દ્વારા કોરોના સંકટને પહોંચી વળવા લીધેલા પગલાઓની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ સામેની લડતમાં ભારત દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓ પર પણ ભાર મૂક્યો હતો. પીએમ એ ધ્યાન દોર્યું હતું કે જન કેન્દ્રિત અભિગમથી કોરોના સામે જંગ લડી રહેલા કાર્યકરો…
પ્રાઈવેટ લેબોરેટરી RT-PCR ટેસ્ટ માટે વધુ ચાર્જીસ વસૂલી રહ્યાની ફરિયાદો SM હાઉસમાં મળતી હાઈ પાવર કમિટી સુધી પહોંચતા આવી લેબોરેટરીમાં આડેઘડ થઈ રહેલા કોવિડ-૧૯ના ટેસ્ટ બંધ કરવા આદેશ કરવામા આવ્યો છે. હવેથી પ્રાઈવેટ લેબોરેટરીમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯નો ટેસ્ટ માટે સિવિલ સુપરિટેન્ડેન્ટનું વેરિફિકેશન ફરજિયાત કરી દેવાયુ છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના ટેસ્ટ માટે જેમને મંજૂરી આપવામાં આવી છે તેવી પ્રાઈવેટ લેબોરેટરી ડોક્ટરની ભલામણ વગર પણ ઊંચી ફી વસૂલીને ટેસ્ટ કરી રહી છે. આવી આપત્તિમાં પણ રૂપિયા ભેગા કરી લેવાનો અવસર મળ્યો હોય તેમ ચાલી રહેલી લૂંટફાટ સંદર્ભે મુખ્યમંત્રી સુધી ફરિયાદો પહોંચી હતી. આથી, આડેઘડ થઈ રહેલા ટેસ્ટને નિયંત્રિત કરવા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટના વેરિફિકેશન…
કોરોનાની મહામારીમાં લોકોને મદદરૂપ થવા માટે ગુજરાત કોંગ્રેસે એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, કોંગ્રેસે જણાવ્યું કે, કોંગ્રેસે ઈ-જનમિત્ર મોબાઇલ એપ્લિકેશન બનાવી છે, આ એપ્લિકેશન કોવિડ હેલ્પલાઇન તરીકે કાર્ય કરશે, આ વર્ચ્યુઅલ ચેટબોટ ગ્રાહક સાથે સીધી વાત કરશે, નાગરિકોની આ રજૂઆતો સરકાર સુધી પહોંચાડીને સમસ્યાનું સમાધાન કરાશે. હોસ્પિટલોમાં સારવારમાં તકલીફ-દવા, પરપ્રાંતીઓને ભાડું, ખેડૂતોના પ્રશ્નોની લોકો નોંધણી કરી શકશે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, કોરોનાના કારણે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં ખરાબ છે, કોંગ્રેસના નેતાઓએ કોરોનામાં બલિદાન પણ આપ્યા છે, સરકારમાં સંકલનનો અભાવ છે, કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાઓ ઘરમાં જ બેસી રહ્યા છે,…
દેશભરમાં અનેક ઓટોમોબાઈલ ડીલરશીપ હાલમાં ન વેચાયેલા BS4 વાહનોની ઇન્વેન્ટરી સાથે સંઘર્ષ કરી રહી છે. આમાંથી કેટલીક ડીલરશીપને બાકીના BS4 વાહનો વેચવાની એક અનોખી રીત મળી છે. ઘણા ડીલરશીપ્સએ પૂર્વ-માલિકીના ક્ષેત્રમાં ઉપનામ પર તેમના વાહનોની નોંધણી કરવાની રીતનો રસ્તો કરી દીધો છે. દેશમાં ઘણા ડીલરશીપ્સે તેમના વેચાયેલા BS4 વાહનોની નોંધણી કરી છે અને હવે તેઓ પૂર્વ માલિકીના (સેકન્ડ હેન્ડ) સેગમેન્ટમાં વેચાણ પર નજર રાખી રહ્યા છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઘણા ડીલરશીપ અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ખાસ કરીને ટુ-વ્હીલર્સના કિસ્સામાં આ કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે આ કેટેગરીમાં BS4 વાહનોનો સ્ટોક કાર અને વ્યવસાયિક વાહનો…
કોરોના નું સંપૂર્ણ પાલન કરીને આજે મળશ્કે 4.30 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યાં છે. કપાટ ખોલવાની વિધિ રાતે 3 વાગ્યાથી શરૂ થઇ ગઇ હતી. રાવલ ઈશ્વર પ્રસાર નંબૂદરી દ્વારા વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી. આ દરમિયાન ગુરુ શંકરાચાર્યની ગાદી, ઉદ્વવજી, કુબેરજીની પૂજા પણ કરવામાં આવી. કપાટ ખોલ્યા બાદ લક્ષ્મી માતાને પરિસરમાં સ્થિત મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યાં. ભગવાન બદ્રીનાથનો તલના તેલથી અભિષેક કરવામાં આવ્યો. ભગવાન બદ્રીવિશાલની પહેલી પૂજા PM મોદી તરફથી કરવામાં આવી. પૂજામાં દેશના કલ્યાણ આરોગ્યતા માટે પ્રાર્થના કરવામાં આવી. ઓનલાઇન બુક થયેલી પૂજાઓ ભક્તોના નામે કરવામાં આવી. શ્રી બદ્રીનાથ ફૂલ સેવા સમિતિ દ્વારા 10 હજાર કિલોથી વધારે ફૂલોથી મંદિરને…
UAE ના મુખ્ય શહેર અને બિઝનેસ કેન્દ્ર દુબઇમાં આશરે 39 દિવસના લોકડાઉન બાદ બુધવારે મોટી રાહત આપવામાં આવી છે જેમાં શહેરમાં પાર્ક, હોટલ અને બીચ ફરી ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને એન્ટરટેનમેંટ વિહોણા લોકો માટે એક મોલની અગાસી પર ડ્રાઇવ-ઇન સિનેમા બનાવી દેવામાં આવ્યું છે. એક સમય પર આ અગાસી માં 80 કાર પાર્ક કરી ને લોકો બેસીને ફિલ્મની મજા માણી શકે છે. પ્રથમ ફિલ્મનું સ્ક્રિનિંગ બે દિવસ પછી યોજવામાં આવશે. ટિકિટ માટે ગુરુવારથી ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું છે. એક કાર માટે આશરે 3800/- ની ટિકિટ રાખવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી વધુના વૃદ્ધોને આ સિનેમામાં…
કોરોના કહેર વચ્ચે અમદાવાદ સીવિલ હોસપીટલ પર બેદરકારીના એક પછી એક આક્ષેપો વધી રહ્યા છે. હજી પોરબંદરના કોંગ્રેસના નેતા પ્રવીણભાઈ ના મૃતદેહનો મામલો શાંત નથી થયો ત્યારે આજે બીજા દિવસે અમદાવાદ રાજપુર ગોમતીપુર વિસ્તારમાં રહેતા મહેશભાઇ સોલંકીના મૃત્યુની જાણ નવમા દિવસે કરતા સિવિલ હોસ્પિટલના મેનેજમેંટ પર સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજપુર ગોમતીપુર વિસ્તારમાં રહેતા મહેશ ભાઈ સોલંકી નો રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે 4/5/2020 ના રોજ દાખલ કર્યા હતા અચાનક સારવાર બાદ આજે પોલીસની ટીમ મહેશભાઈ ના ઘરે આવી અને મહેશભાઈના મૃત્યુના સમાચાર આપતા પરિવારના પગ નીચેની જમીન સરકી પડી હતી, પરંતુ જ્યારે મહેશભાઈ સોલંકી ના પરિજનો…
કેલિફોર્નિયાની 10 વર્ષની છોકરીએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને પણ દાદા-દાદીને હગ કરી શકાય તેવો જુગાડ શોધ્યો છે. પેઈગ નામની છોકરીએ ઇન્ટરનેટ પર પ્લાસ્ટિકનો પડદો બનાવવાના અમુક વીડિયો જોયા હતા. પેઇગે ઘરે જ પ્લાસ્ટિકની બેગ ભેગી કરીને તેનો પડદો બનાવ્યો અને તેને દાદા-દાદીના રૂમના દરવાજા પર લગાવ્યો. ત્યારબાદ તે ખુશીથી ઘણા દિવસો બાદ દાદીને ભેટી હતી. પેઈગની માતાએ પૌત્રી અને દાદીનો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે. પેઈગની દાદી પણ તેની પૌત્રીની આવડત જોઇને ખુશ થઇ ગયા હતા અને કોરોના ટાઈમમાં પણ કોઈ ડર વગર તેમની પૌત્રીને ભેટ્યા. સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાન માં રાખી ને અને કોરોનાનું સંક્રમણ ન થાય તેના માટે આ…