રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર ચાલી રહ્યો છે. દેશમાં હોટસ્પોટ રાજ્યમાં ગુજરાતનું નામ જોડાઈ ગયું છે. આ તમામ વાતો વચ્ચે કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર ફરી લાવવા માટે આત્મનિર્ભર પેકેજ જાહેરાત વડાપ્રધાને કરી દીધી છે. તો આગામી 17મી મે પછી લોકડાઉન હળવું બનાવવા માટેની બ્લુપ્રિન્ટ પણ બનાવી દેવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ અમદાવાદનો એસજી હાઈવે પર પહોંચ્યા હતા. નીતિન પટેલ આજે એસજી હાઈવે પહોંચીને જે સિક્સ લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે તે કામનું નિરીક્ષણ કર્યું હતું. લોકડાઉન-4ના નવા નિયમોને લઈને નીતિન પટેલે આજે એક મોટું નિવેદન આપ્યું હતું. આ વિશે મળતી માહિતી પ્રમાણે,…
કવિ: Satya Day News
કોરોના વાઇરસે પુરા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે ત્યારે કોરોના વાઇરસ વિશે જાગ્રુતતા ફેલાવવી એ અતિ આવશ્યક થઈ પડ્યું છે આ મહામારી નાં પગલે લગ્ન સહિત નાં તમામ શુભ પ્રસંગો ના આયોજન પડી ભાંગ્યા છે. ઘણાં બધાં પરીવારે લગ્નની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હોવાથી પરીવાર ની પાંચ વ્યક્તિઓ ની સાક્ષીમાં લગ્ન કરી લીધા છે. ત્યારે શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે હવે લોકડાઉન ખુલ્યા બાદ પણ જુન, નવેમ્બર, અને ડિસેમ્બર મહિનામાં જ લગ્ન નાં મુહુર્ત મળી શકશે. જુન – ૨૦૨૦ ૧૧, ૧૩, ૧૫, ૧૬, ૨૫, ૨૭, ૨૯, ૩૦ નવેમ્બર – ૨૦૨૦ ૨૫, ૨૭, ૩૦ ડિસેમ્બર – ૨૦૨૦ ૧, ૭, ૯, ૧૦,…
ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજ્યના તમામ જીલ્લા હવે કોરોના ગ્રસ્ત બની ચુક્યા છે અને હવે તો ગરમીના વિસ્તારો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરને કોરોનાએ સવિશેષ પોતાની બાનમાં જકડી રાખ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનના ઘણા અધિકારીઓ, આરોગ્ય કર્મીઓ, પોલીસકર્મી સહિતના લોકો પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. હવે વધુ એક કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી કોરોનાની ગિરફતમાં આવી ચુક્યા છે. અમદાવાદ મનપાના ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કોરોનાની…
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ ઓ બ્રાયને કહ્યું કે, પાછલા 20 વર્ષમાં ચીનથી પાંચ મહામારી આવી છે અને તેને કોઈને કોઈ બિંદુએ તો રોકવી પડશે જ. તેમણે દુનિયાભરમાં 2,50,000 લોકોનો ભોગ લેનારી મહામારી કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે. ઓ બ્રાયને મંગળવારે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, દુનિયાભરના લોકો ઊભા થશે અને ચીન સરકારને કહેશે કે, અમે ચીનથી નીકળી રહેલી આ મહામારીઓને સહન કરીશું નહીં. પછી તે જીવિત પશુ બજારમાંથી નીકળી રહી હોય કે પછી પ્રયોગશાળાઓમાંથી. તેમણે કહ્યું કે, અમને ખબર છે કે આ કોરોના વાયરસ મહામારી વુહાનથી નીકળી છે અને પરિસ્થિતિજન્ય પુરાવા છે જે જણાવે…
10 મેના રોજ એડવર્ડ નિનો હર્નાન્ડીઝ 34 વર્ષનો થયો. નવા વર્ષે તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તરફથી ગિફ્ટ મળી છે. તેની ઉંચાઈ 72.1 સેમી એટલે કે 2 ફુટ 4 ઇંચ છે. નાની ઉંમરમાં જ તેની હાઈટ વધવાની અટકી ગઈ હતી. આ ટાઈટલ બાદ તેણે કહ્યું કે, હું દુનિયાને જીતવા માટે મારી સ્માઈલ વાપરું છું. હું હંમેશાં કોઈ પણ વ્યક્તિ સામે હસવાનું ભૂલતો નથી. આ દુનિયામાં બધું શક્ય છે, તેમાં સાઈઝ અને હાઈટનું કોઈ મહત્ત્વ નથી. મારી હાઈટ ભલે ઓછી છે, પણ દિલ મોટું છે.
બધા જાણે છે કે તાંબામા વાસણમાં રાખેલું પાણી પીવુ આરોગ્ય માટે કેટલો ફાયદાકારી હોય છે. પણ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને તાંબાના વાસણમાં રાખવું અને પછી તેનો સેવન કરવું આરોગ્ય માટે ખતરનાક સિદ્ધ થઈ શકે છે. કઈ વસ્તુઓ તાંબાના વાસણમાં ન રાખવી જોઈએ 1. દહીં- દહીંને તાંબાના વાસણમાં રાખવું અને તેનો સેવન કરવું તમારા આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે. તેનાથી તમને ફૂડ પાઈજનિંગ થઈ શકે છે અને તેમનો કડવો સ્વાદ, ગભરાહટ અને જી મચલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 2. લીંબૂ- લીંબૂનો રસ, લીંબૂ પાણી કે પછી લીંબૂને કોઈ પણ રૂપમાં જો તમે…
શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા અને અનેક પ્રકારના સંક્રમણથી બચ્યા રહેવા માટે મોટાભાગના પરિવાર રસોઈ બનાવતી વખતે લસણનો વપરાશ કરે છે. લસણ માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ વધારતો જ નથી પરંતુ સ્વાસ્થ્યની સાથે તમારી સુંદરતા જાળવવામાં પણ મદદ કરે છે. આયુર્વેદમાં, લસણને ‘ચમત્કારી દવા’ પણ કહેવામાં આવે છે. જો તમે પણ આયુર્વેદની આ ચમત્કારી દવાનો ઉપયોગ તમારા મેદસ્વીપણા અને શુગરને ઘટાડવા માંગતા હોય, તો આજથી તમારા આહારમાં લસણની ચા શામેલ કરો. ચાલો જાણીએ લસણના ફાયદા શું છે જાડાપણું: લસણની ચા પીવાથી વ્યક્તિ ખૂબ જ ટૂંકા સમયમાં તેનું મેદસ્વીપણું ઘટાડી શકે છે. લસણની ચા શરીરના મેટાબોલિઝમમાં વધારો કરીને ધીમે ધીમે વધારાની ચરબી ઘટાડવામાં…
આ સમયે દરેકની ભાગતી-દોડતી જીંદગીમાં જાણે એક બ્રેક લાગી ગયો છે. મજબૂરી સાથે વર્ક ફ્રોમ હોમ એ કામ સરળ કરી નાખ્યુ છે, પરંતુ તે જ સમયે ગળા અને કમરના દુખાવાની ફરિયાદો પણ બહાર આવી રહી છે. આ સમસ્યાનુ સમાધાન સ્ટ્રેચિંગ એક્સરસાઈઝમાં છિપાયુ છે. અત્યારે ઓફિસનું તમામ કામ ઓનલાઇન થઈ રહ્યું છે. કલાકો સુધી ખુરશી પર બેસવું મજબૂરી છે, પરંતુ ગરદનનો તાણ શા માટે સહન કરવો ? આમાં ‘નેક રોલ એક્સરસાઈઝ’ તમને આરામ આપશે. પીઠ સીધી રાખો અને તમારી ગરદન નીચે નમાવો પાછળનો ભાગ સીધો રાખો અને તમારી ગળાને નીચે તરફ નમવો, પછી ધીમે ધીમે બધી દિશાઓમાં ફેરવો. ક્યારેક વિડિઓ કોલ,…
આ દાવાને યોગ્ય ઠેરવવા કોઈ પુરાવા નથી કે શાકાહારી લોકોમાં કોરોના વાયરસના ચેપનું જોખમ નથી. આરોગ્ય સંબંધિત નિષ્ણાત અને ભારતીય જાહેર આરોગ્ય સંગઠનના અધ્યક્ષ પ્રોફેસર કે શ્રીનાથ રેડ્ડીએ આ વાત કહી તેમણે કહ્યું કે શાકાહારી લોકોને પણ કોવિડ -19 નો ચેપ લાગ્યો છે. ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના હૃદયરોગ વિભાગના પૂર્વ વડાએ કહ્યું કે, એમ પણ કહ્યું કે જે લોકો ફળો અને શાકભાજીને મુખ્યત્વે તેમના આહારમાં રાખે છે તેઓની રોગપ્રતિકારક શક્તિ વધુ સારી હોય છે અને તેઓ આ ચેપનો વધુ સારી રીતે સામનો કરી શકે છે. તેમણે કહ્યું કે શાકાહારીઓ અથવા માંસાહારી લોકો મુખ્યત્વે તાજા ફળો અને શાકભાજીને…
કાલાષ્ટમીનો તહેવાર દર મહિનાની વદ પક્ષની આઠમ તિથિએ ઉજવાય છે. આ વખતે આ પર્વ 14 મેના રોજ આવશે. આ દિવસે કાલભૈરવની પૂજા કરવામાં આવે છે, જેમને શિવજીનો એક અવતાર માનવામાં આવે છે. તેને કાલાષ્ટમી, ભૈરાવષ્ટમી વગેરે નામથી ઓળખવામાં આવે છે. નારદ પુરાણ પ્રમાણે કાલાષ્ટમીના દિવસે કાલભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઇએ. 14મે રાતે દેવી કાળીની ઉપાસના કરનાર લોકોએ અડધી રાત પછી માતાની તે જ પ્રકારે પૂજા કરવી જોઇએ, જે પ્રકારે દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાળરાત્રિની પૂજાનું વિધાન છે. આ દિવસે શક્તિ પ્રમાણે રાતે માતા પાર્વતી અને ભગવાન શિવની કથા સાંભળીને જાગરણ કરવું જોઇએ. આ દિવસે વ્રતીએ ફળાહાર કરવો…