મહાન બંગાળી કવિ, વિદ્વાન, નવલકથાકાર, નાટ્યકાર, માનવતાવાદી અને નોબેલ વિજેતા – રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણી કરે છે. આ દિવસ મે મહિનામાં બંગાળી કેલેન્ડર મહિનાના 25 મા દિવસે વૈશાખની ઉજવણી કરવામાં આવે છે. રવીન્દ્રનાથ ટાગોરના જીવનનો ટૂંક પરિચય: સમૃદ્ધ બંગાળી પરિવારમાં જન્મેલા, રવીન્દ્રનાથ ટાગોર બંગાળી સાહિત્ય અને રાજકારણના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેમની કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, ગીતો (રવીન્દ્ર સંગીત તરીકે ઓળખાય છે), નાટકો અને નવલકથાઓ આજે પણ કલાના વિવિધ ક્ષેત્રોમાં આદરણીય અને વિશ્લેષણ કરે છે. વિશ્વ સાહિત્યમાં તેમના યોગદાન માટે તેઓ નોબેલ પુરસ્કાર (1913) મેળવનારા પ્રથમ બિન-યુરોપિયન હતા. ટાગોરે ભારતનું રાષ્ટ્રગીત “જન ગણ મન” લખ્યું. તેમણે બાંગ્લાદેશ માટે રાષ્ટ્રગીત…
કવિ: Satya Day News
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર રાસાયણિક પ્લાન્ટમાંથી ગેસ લિકેજ થતાં ગુરુવારે એક બાળક સહિત ત્રણ લોકોનામોત નીપજ્યાં હતા. 200 થી વધુ લોકો બીમાર પડ્યા હોવાના અહેવાલ છે, જોકે કેટલાક મીડિયા અહેવાલોમાં આ સંખ્યા 1000 થઈ ગઈ છે. તેમની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ પછી લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાના ફોટા બતાવે છે કે લોકો સ્થળની નજીક રસ્તાઓ પર પડેલા છે, સંભવત બેભાન. ઘણાને એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી રહ્યા છે, અને લોકો મદદ માટે દોડી આવ્યા છે. બેકગ્રાઉન્ડમાં એક ઓદ્યોગિક સાયરન અવાજ કરે છે, જેમાં એક ડિવાઇડર પર બેભાન અવસ્થામાં પડેલી સ્ત્રીને બાળકને જગાડવાનો પ્રયાસ…
પવિત્ર રમજાન માસમના 12 રોજા પૂરા થયા છે, આ વખતે મોટાભાગના રોજેદાર લોકડાઉનના લીધે પોત પોતાના ઘરમાં છે. પરંતુ સિવિલના કોવિડ-19ના વોર્ડમાં અલગ જ કહાણી છે. રોજેદાર યુવતીઓ કે જેઓ મેડિકલ લાઇનમાં હજી શરૂઆતી તબક્કમાં છે તેઓ અને અન્ય સ્ટાફ મોત અને દર્દી વચ્ચે જાણે દિવાલ બનીને અડીખમ ઊભા રહી જાય છે. વોર્ડમાં મોટાભાગની ડોકટર મુસ્લિમ યુવતીઓ છે. બીજી તરફ ધોમધખતા તાપમાં 109 ના રોજેદારો પણ કોરોનાના દર્દીઓને ઘરથી હોસ્પિટલ લઇ જઈ રહ્યા છે. પાલિકાના સરવેમાં પણ રોજેદાર મહિલા તાપમાં ગલી-ગલી ફરીને કોવિડ પેશન્ટ શોધી રહી છે. તમામ એક સૂરમાં કહે છે કે રોજામાં કુદરતી રીતે સેવાકિય કાર્યમાં મન લાગે…
લગ્ન બાદ મોટાભાગના લોકોનું વજન વધી જાય છે. તમે પણ કદાચ ધ્યાન આપ્યું હશે કે લગ્નના 3 થી 6 મહિનાની અંદર જ તમારું પણ થોડું વજન વધ્યું હશે અને મિત્રોએ તેને માટે સેક્સને જવાબદાર ગણાવ્યું હશે. તમે પણ કદાચ તેમની વાત પર વિશ્વાસ કરી લીધો હશે, પરંતુ તેમનો જવાબ તેમને સંતુષ્ટ ના કરી શક્યો હશે. તો પછી લગ્ન બાદ વજન વધવા પાછળનું સાચુ કારણ શું છે તમે પણ જાણી લો. જો તમે એવું વિચારતા હો કે સેક્સ કરવાના કારણે વજન વધે છે, તો તે એકદમ ખોટું છે. આ એક ખૂબ જ મોટો ભ્રમ છે. વજન વધવાને સેક્સ સાથે કોઈ કનેક્શન…
હેલ્થ-ટેક કમ્યુનિટિ પ્રોડક્ટ, એફવાયઆઇએ, ઇન્ડિયા ઇંક કંપનીઓ સાથે માઇન્ડમેપ એડવાન્સ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણ કે જેમાં દિલ્હી-એનસીઆર, મુંબઇ અને બેંગલુરુના મોટા મેટ્રો શહેરોમાં નાના, મધ્યમ અને મોટા સાહસોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. ભારતમાં કામ કરતા કર્મચારીઓ લોકડાઉન સમયગાળો પૂરો થતાંની સાથે જ ઓફિસે પાછા ફરવા માટે બેચેન છે, અને લગભગ per 85 ટકા લોકો કામ પર પાછા ફરે તે પહેલાં તેમની ઓફિસની જગ્યાઓ સ્વચ્છ કરવાની અપેક્ષા રાખે છે, એમ એક નવા સર્વે થી જાણવા મળ્યું હતું. આ કર્મચારીઓમાં 85 ટકા પુરુષ અને 15 ટકા મહિલા હતા. આંકડામાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે 59 ટકા કર્મચારીઓ તેમના સ્વાસ્થ્યની…
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ મોતની અટકળો ગયા અઠવાડિયે મીડિયામાં ખૂબ ચર્ચામાં રહી પરંતુ એક ફેક્ટરીના ઉદ્ધાટનમાં પહોંચીને કિમે આખી દુનિયાને ચોંકાવી દીધી. તેણે હાલની તસ્વીરો આવ્યા બાદ દરેક અફવા અને અટકળો પર વિરામ લાગી ગયો. પરંતુ કિમના કથિત રીતે અચાનક ગાયબ થવાને લઈને જે ખબર આવી રહી છે તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ ઉને પોતે જ પોતાના મરવાની અફવાહ ઉડાવી હતી. એક રિપોર્ટ અનુસાર કિમ જોંગ ઉન એવું એટલા માટે કર્યું હતું કે તે પોતાની આસ પાસ લોકોની ઓળખ કરી શકે જે સત્તા પર તેની પકડ કમજોર કરવા પર…
કોરોના વાયરસને કારણે આખા દેશમાં લોકડાઉન છે. લોકડાઉનના કારણે ફેક્ટરી, પરિવહન વગેરે બંધ છે એવાં સમયમાં થોડા દિવસો પહેલાં દિલ્હીમાં યમુના નદી અમુક હદ સુધી ચોખ્ખી થઈ હોવાનાં ફોટા સામે આવ્યા હતા. આ કડીમાં દિલ્હીના જ સદર બજારમાં સ્થિત એક કુવામાં પાણી ઉપર આવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં, દિલ્હીનું સદર બજાર હોલસેલનું મોટું માર્કેટ હબ છે. અહીં મુઘલોનાં સમયથી જ એક ધર્મશાળા હતી. કહેવાય છે કે, અહીં મુઘલોનાં ઘોડા વિશ્રામ કરતાં હતા. આજ કારણે તેને આજે પણ ઘોડાવાળી ધર્મશાળાનાં નામથી જાણીતી છે. અહીં તેજ સમયનો જુનો કુવો આજે પણ હાજર છે. અહીં હાજર કુવામાં સામાન્ય રીતે 50થી60 ફૂટ નીચે…
કોરોનાના કારણે ઘણી બધી કંપનીના ગ્રોથ પર માઠી અસર જોવા મળી છે અને વિશ્વભરની ઇકોનોમીને પણ અસર થઈ છે. લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે અને હવે બધા લોકડાઉનના કારણે સુરક્ષિત અને જીવિત છે ત્યાં તો હવે ચીનના શાંઘાઈ સ્થિત લગભગ 3 મહિનાથી બંધ ડિઝનીલેન્ડ 11મે એ ખોલાશે. ડિઝનીના ચેરમેન બૉબ ઈગરે આ વાતની પૃષ્ટિ કરી છે અને તેમણે કહ્યું કે, કોરોનાના કારણે કંપનીએ તમામ પાર્ક બંધ કરી દીધા હતા. શાંઘાઈ-હોંગકોંગમાં જાન્યુઆરી, ટોક્યોમાં ફેબ્રુઆરી, અમેરિકા-ફ્રાન્સમાં માર્ચથી બંધ છે. કોરોનાના કારણે કંપનીના દરેક ભાગને અસર થઈ છે. વૉલ્ટ ડિઝની કંપનીને છેલ્લા 3 મહિનામાં આશરે 10611/- કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
વિશ્વભરમાં કોરોનાના કારણે લૉકડાઉન છે. જોકે ઘણી જગ્યાએ તેમાં છૂટ અપાઇ છે. સ્વિત્ઝર્લેન્ડમાં અત્યારે આવી છૂટ નથી અને જિમથી લઇ બજાર સુધી બધું બંધ છે તેથી લોકો ફિટનેસ માટે 50 વર્ષ જૂની વ્યાયામશાળાઓ તરફ વળી રહ્યા છે. જ્યુરિચમાં 1968માં આવી જગ્યાઓ પ્રચલિત હતી,જ્યાં જઇ લોકો એક્સરસાઇઝ અને શારીરિક પ્રવૃત્તિઓ કરી શકતા હતા. લૉકડાઉનને કારણે લોકો ફરી આ સ્થળોએ પહોંચી રહ્યા છે. તેમાંના જ એક 58 વર્ષના ફિટનેસ ટ્રેનર બીટ શ્લાટર છે. તેઓ એક રેસ્ટોરન્ટમાં એક્ઝિક્યૂટિવ છે. તેઓ કહે છે કે હું સપ્તાહમાં 5 દિવસ ફિટનેસ ટ્રેનિંગ કરું છું, પરંતુ બધું જ બંધ છે. તેથી મેં જૂના ઉપાયોને અપનાવવાનો નિર્ણય લીધો.…
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગુરુવાર રાતથી APMC માર્કેટ સાત દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત શહેરમાં આવેલી તમામ શાકભાજીની લારીઓ અને દુકાનો પણ બંધ રાખવામાં આવશે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, નવા 30 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 783 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલી વધુ બે મહિલાનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. આ સાથે કોરોનામાં શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 35 થઈ ગયો છે. જ્યારે સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાંથી કોરોના સામે જંગ લડી સાજા થયેલા 42 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી રિકવરીનો આંક 357 થયો છે. જે વિસ્તારમાં…