કોરોના વાયરસ ની મહામારી વચ્ચે વેપાર-ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે. પરંતુ શહેરના અનેક પોલીસ સ્ટેશનના વહીવટદારોની કમાણીની રોકડી તો ચાલી જ રહી છે. વાત છે શહેરના પોષ વિસ્તારમાં આવેલા ત્રણ પોલીસ સ્ટેશનોની કે તેમાનું એક પોલીસ સ્ટેશન એવું છે કે જેની હદમાં ઘણી કોર્પોરેટ ઓફિસ તથા મૉલ-મલ્ટીપ્લેક્સ થિયેટર આવેલા છે. જ્યારે બીજા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તેની હદમાં ઘણી મીઠાઈની મોટી મોટી દુકાનો તથા જ્વેલર્સના મોટા શૉરૂમ આવેલા છે. ત્રીજા પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો તેની હદમાં ટ્રાવેલ્સનું મોટું જંક્શન આવેલું છે, સાથે સાથે જ ઘણા જ સારા દવાખાના તથા ખાણી-પીણીનું પ્રખ્યાત બજાર પણ આવેલું છે. આ…
કવિ: Satya Day News
મિત્રો માણસ ના શરીરમાં ઘણાબધા રોગો જોવા મળે છે પણ બધા રોગો સમાન નથી હોતા અમુક રોગ બહુક કષ્ઠ દાયકા હોય છે જેમ કે બન્ને પગ વચ્ચે એટલે કે સાથળની આજુ બાજુ લોકોને ખંજવાળતા તમે સૌએ જોયું હશે. મોટાભાગે આ બીમારી ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ થવાથી અને ચોંટવાથી જાંઘો વચ્ચે ખંજવાળ થવા લાગે છે. જાંઘની અંદર હોવાથી તે જલ્દી મટતી પણ નથી. આજે એવી આયુર્વેદિક અને ઘરગથ્થું શુદ્ધ એવો જ દેશી ઉપચાર લાવ્યા છીએ જેનાથી તમે ખંજવાળથી છુટકારો મેળવી શકો છો તે પણ કોઈ આડ અસર વગર. અજમાં દ્વારા દરરોજ ની ખાનજવાળને દૂર કરવા માટે તમારે 20 ગ્રામ અજમાને 100…
કોરોના વાઇરસ સામે પ્રતિકારક શક્તિ મેળવવા માટે આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અને જાગૃતિના કારણે આયુર્વેદિક દવાઓ બનાવતી ગુજરાતની કંપનીઓની ઉત્પાદન કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ગળો, સુદર્શન, દશમૂલ સહિતની પ્રોડક્ટ્સની માંગમાં 300 ટકાથી વધારે વૃદ્ધિ થઈ છે. લોકડાઉનના સમયમાં અનેક કંપનીઓમાં કામકાજ અટક્યું છે અને ટ્રાન્સપોર્ટેશન સેવાઓ હજુ પૂર્વવત્ થઈ નથી તેથી સમસ્યાઓ પણ આવી રહી છે. માંગ પ્રમાણે પુરવઠો નહીં જળવાય તો આયુર્વેદની દવાઓની અછત સર્જાય તેવી સ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આયુર્વેદની દવા બનાવતી કંપનીઓને ઉત્પાદન વધારવાની સૂચના આપી છે. ગુજરાત આયુર્વેદિક ઔષધ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રબોધ શાહે જણાવ્યું હતું કે, “કોરોના…
હાલ કોરોના વિરૂધ્ધ માત્ર તબીબો જ લડી રહ્યા છે એવું નથી કલાકારો પણ પોતાની કલા દ્વારા લોકોને સુરક્ષિત રહેવાનો સંદેશ આપી રહ્યાં છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઉતરાણ VIP સર્કલ પાસે ચિત્ર બનાવાયું છે. કોરોના સામેના જંગમાં લોકોને ઘરમાં રહેવા અપીલ કરતું આ ચિત્ર રોડ પર દોરવામાં આવ્યું છે. આ ચિત્રને જોવા અને કલાકારોનો ઉત્સાહ વધારવા અધિકારીઓ અને પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી.
અગામી સમયમાં જો લોકડાઉન સંબંધિત નિયંત્રણો દૂર કરવામાં નહીં આવે તો મોબાઈલમાં ખામી અથવા પડવાને લીધે લગભગ ચાર કરોડ લોકો હેન્ડસેટથી દૂર થઈ શકે છે. મોબાઇલ ઉદ્યોગની સંસ્થા ઇન્ડિયા સેલ્યુલર અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઇએ) એ શુક્રવારે પોતાના અહેવાલમાં આ દાવો કર્યો છે. આઈસીસીએનો અંદાજ છે કે રિપેર શોપ અને સર્વિસ શોપ બંધ હોવાથી 25 મિલિયનથી વધુ મોબાઈલ હેન્ડસેટ્સ હાલમાં કામ કરી રહી નથી. તમને કહી દઈએ કે સરકારે લોકડાઉન દરમિયાન ફક્ત જરૂરી ચીજો અને સેવાઓ આપવાની મંજૂરી આપી છે. ટેલિકમ્યુનિકેશંસ, ઇન્ટરનેટ, પ્રસારણ અને આઇટી સેવાઓ ચલાવવાની મંજૂરી છે, પરંતુ તે મોબાઇલ ઉપકરણ સંબંધિત સેવાઓ માટે છૂટ આપી નથી. આઈસીઇએના અધ્યક્ષ…
સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાલ લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, આવા માહોલમાં સુરત વિસ્તારના લિંબાયતની એક સગર્ભાને ડોક્ટરે કાઢી મૂક્યા બાદ ક્લિનિક બહાર રોડ ઉપર પ્રસુતિ થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પ્રસુતિની પીડાથી કણસતી સગર્ભાની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અને 9 મહિના પુરા થયા બાદ અચાનક દુઃખાવો (લેબર પેન) ઉપડતા પરિવારે ઘર નજીકના ક્લિનિકમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, એટલું જ નહીં પણ રોડ ઉપર પ્રસુતિ થયા બાદ પ્રસુતાને કોઈ તબીબી સારવાર ન મળતા હાથમાં નવજાત બાળકને લઈ પ્રસુતા ઘરે ચાલી જવા મજબૂર બની હોવાનો પરિવારે ડોક્ટર પર આરોપ મુક્યો છે.
કોરોના સામેની લડાઈમાં લોકો સરકારને સાથ આપી રહ્યા છે. સુરતના આ લોકો સાચા અર્થમાં સમાજના કોરોના વોરિયર છે. આ લોકોએ એવી પદ્ધતિઓ શોધી જેથી કોરોનાની લડાઈ લડતા હેલ્થ કર્મી, સામાજિક સંસ્થાઓ, તંત્રને આવતી સમસ્યાઓ દૂર થઈ શકે અને ખૂબ સહલાઇથી કામ થઈ શકે. બે યુવાનોએ રોબોટીક ટ્રોલી બનાવી જે સુરત સિવિલ હોસ્પિટલને આપવામાં આવી છે. આ ટ્રોલી કોરોના દર્દીઓને જમવાનું પહોંચાડવામાં મદદ કરશે.
ભારત મંદિરોનો દેશ છે, તે જ કિલ્લાઓનો દેશ પણ છે, કેમ કે અહીં 500 થી વધુ કિલ્લાઓ છે, જે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા છે. આમાંના ઘણા કિલ્લાઓ પણ સેંકડો વર્ષો જુના છે, જેને તેના નિર્માણ વિશે કોઈ જાણતું નથી. અહીં હાજર ઘણા કિલ્લાઓ પણ કોઈ કારણસર રહસ્યમય માનવામાં આવે છે. આજે અમે તમને આવા જ એક કિલ્લા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે એવું કહેવામાં આવે છે કે ત્યાંથી આખું પાકિસ્તાન દેખાય છે, પરંતુ આ કિલ્લાનો આઠમો દરવાજો ખૂબ રહસ્યમય માનવામાં આવે છે. આ કિલ્લો મેહરાનગઢ ફોર્ટ અથવા મેહરાનગઢ કિલ્લો તરીકે ઓળખાય છે. રાજસ્થાનના જોધપુર શહેરની મધ્યમાં સ્થિત…
દુનિયાના અનેક દેશ મહિનાઓથી Lockdown માં જીવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રમઝાન પહેલાં જ નમાજીઓને મસ્જિદમાં નમાજની મંજૂરી આપી દીધી છે. જોકે તેમને પણ ખબર છે કે, જો એના કારણે દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થયો તો દેશ માટે સમસ્યા ઉભી થઈ શકે તેમ છે. હાલમાં કોરોના વાયરસની રસી નથી મળી જેના કારણે એને રોકવાનો એકમાત્ર રસ્તો સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે. આ સંજોગોમાં ધાર્મિક સભાઓ આ વાયરસના ફેલાવાનું મુખ્ય કારણ બની શકે છે. આ તર્ક સાથે પાકિસ્તાન ઇસ્લામિક મેડિકલ અસોશિયેશન (PIMA) પણ સંમત છે. PIMAના અધ્યક્ષ ઇફ્તિખાર બર્નીએ કહ્યું છે કે મસ્જિદો કોરોનાના ચેપના પ્રસારનો મુખ્ય સ્ત્રોત બની…
સોની બજારમાં પ્રવર્તી રહેલી મંદી બાદ લોકડાઉનને લઈને એક મહિનાથી સોની બજાર બંધ છે જેને કારણે સોનું ઘડતા લાખો કારીગરો બેકાર બની બેસી રહ્યા છે. અત્યંત મધ્યમવર્ગીય કારીગરોની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે. ઘણા પરિવારો ને તો ખાવાના પણ ફાંફા પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે, કેટલાક જ્વેલર્સ પોતાના સંપર્કમાં હોય તેવા કારીગરોને આર્થિક મદદ કરી રહ્યા છે પરંતુ પેટા કારીગરો કે જે કોઈ જ્વેલર્સના સંપર્કમાં જ નથી તેમની સ્થિતિ દયનીય બની છે. સોનુ ઘડતા કારીગરોના સંગઠન દ્વારા આ મુદ્દે તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં તેમને કોઈ જ સહાય મળી નથી. ભારત દેશમાં અમદાવાદનું સોની બજાર પ્રખ્યાત છે.…