મંગળવારે સરકારે ચેતવણી આપી હતી કે કોન્વેલેસન્ટ પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કોવિડ -19 સામેની સારવાર તરીકે થવો જોઈએ નહીં કારણ કે, હજી સુધી કોઈ પુરાવા નથી કે તે કાર્ય કરે છે અને યોગ્ય કાર્યવાહી કર્યા વિના જીવન જીવલેણ ગૂંચવણો તરફ દોરી શકે છે. આ દરમિયાન, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) આ અઠવાડિયે પ્લાઝ્મા થેરેપીની અસરકારકતા પર અભ્યાસ શરૂ કરશે જેમાં 450 લોકોનો સમાવેશ થાય છે, તેમ સરકાર સાથે સંકળાયેલા એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું. કેટલાક રાજ્ય સરકારોએ કોન્વેલેસન્ટ પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરીને ટ્રાયલ્સ અને પ્રયોગો કરવાની મંજૂરી માંગી છે. તેના ભાગ રૂપે, લોહીના પ્લાઝ્મા એક દાખલ દર્દીના શરીરમાં રૂપાંતરિત થાય છે…
કવિ: Satya Day News
ભારત સહિત અનેક દેશોમાં કોરોનાવાઈરસને લીધે લોકડાઉન રાખવા આવ્યું છે. લોકડાઉનમાં લોકો કંટાળો દૂર કરવા અને ટાઈમ પાસ માટે વિચિત્ર પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે, તેવો એક પ્રયોગ ઈંગ્લેન્ડના લંડનમાં રહેતી યુવતી શારના લેકલેન્ડે કર્યો છે. શારનાએ તેના આખા શરીર પર ટેપ લગાવી ટેનિંગ કર્યું છે. તડકામાં રહેવાથી શરીરની ચામડી કાળી પડી જાય તેને ટેનિંગ કહેવામાં આવે છે. શારનાએ ઘરમાં રહીને સૂર્ય પ્રકાશની ગેર હાજરીમાં ફેક ટેનિંગ કર્યું. શારના ઘરમાં રહીને કંટાળી ચૂકી હતી. તેથી કંટાળો દૂર કરવા અને લોકોને હસાવવા માટે તેણે આવો વિચિત્ર પ્રયોગ કર્યો છે. શારનાએ સોશિયલ મીડિયા પર તેના ફેક ટેનિંગનો વીડિયો પોસ્ટ કરતાં જ તે…
પાકિસ્તાનના જાણીતા કટ્ટરપંથી મૌલાના અને પાકિસ્તાનમાં તબલીઘી જમાતના પ્રમુખ તારિક જમીલના વિવાદાસ્પદ નિવેદનની ભારે ટીકા થઈ રહી છે તેણે કહ્યું હતું કે, મહિલાઓ ટૂંકા કપડાં પહેરે છે એટલે કોરોના વાઈરસ ફેલાયો છે. જેમાં તેણે એમ પણ કહ્યું હતું કે, મહિલાઓ ટૂંકા કપડાં પહેરે છે, તેના કારણે કોરોના વાઈરસ ફેલાઈ છે. મહિલાઓના ખરાબ કર્મોની સજા સમગ્ર સમાજને ભોગવવી પડી રહી છે. સેનેટમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સંસદીય નેતા શેરી રહેમાને તારિકના વિવાદાસ્પદ નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે તારિકે મીડિયા કર્મચારીઓની માફી માંગવી જોઈએ. બાદમાં તારિકે વિવાદાસ્પદ નિવેદનને લઈને માફી માંગી હતી.
ચંદપુરા ગામમાં મહિલાના અંતિમ સંસ્કાર કરવા પહોંચેલી તંત્રની ટીમ ઉપર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો હતો. ગ્રામજનોએ અંતિમ સંસ્કાર અટકાવવા માટે પોલીસ, નગર પરિષદ અને આરોગ્યની ટીમ ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં એમ્બ્યુલન્સના કાચ તૂટી ગયા હતા. ભીડ ઉપર કાબૂ મેળવવા માટે પોલીસે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોત થાય તો સુરક્ષાના ભાગ રૂપે અમુક સ્મશાનઘાટને નક્કી કરાયા છે, તે પૈકીનું ચંદપુરા એક છે. પોલીસે હવામાં ફાયરિંગ અને લાઠીચાર્જ કરી ગ્રામજનોને ત્યાંથી ખસેડ્યા હતા.ડીએસપી રામકુમારે જણાવ્યું કે હુમલામાં છ કર્મચારી ઘાયલ થયા છે. 200 લોકો સામે કેસ દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહે છે. 20 લોકોની…
હિન્દુ શાષ્ટ્રમાં બાર જ્યોતિર્લિંગનું ઘણું મહત્વ છે તેમાથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ મંદિરનો આજે 70 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે. કોરોના મહામારીના સંજોગોમાં 70 માં સ્થાપના દિવસ નિમિત્તે મહાપૂજા દરમિયાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે આખું વિશ્વ કોરોનામુક્ત થાય. ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ધ્વજાપૂજન કરવામાં આવ્યું હતું. વિશ્વકલ્યાણની સોમનાથજીને પ્રાર્થના કરી હતી. સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અને ધ્વજારોહણ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી કરવામાં આવી હતી. સાંજે સોમનાથ મહાદેવ શૃંગારદર્શન અને દિપમાલા કરવામાં આવશે.
કોરોનાએ વિશ્વને પોતાની ચપેટમાં લઈને સમગ્ર દેશ ને હચમચાવી દીધું છે. ભારત માં લોકડાઉન નો બીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકો ના હાલ બેહાલ બન્યા છે અને આ કોરોના વાઇરસ કચીંડા ની જેમ પોતાના લક્ષણ બદલી રહ્યું છે. પેહલા લોકો ને તાવ,થાક,સુકી ખાસી જોવા મળી હતી, ધીમે ધીમે ઝાડા,ઉલ્ટી,ખંજવાળ અન પગ માં સોજા આવવાના લક્ષણો સામે આવ્યા અને હવે અમેરિકા સરકારની ટોચની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનએ પણ સ્વીકાર્યું છે કે, કોરોના સંક્રમણનાં નવાં લક્ષણો સામે આવ્યા છે. CDC એ સંક્રમણના 6 નવા લક્ષણોની પુષ્ટિ કરી છે. વધારે ઠંડી લાગવી ઠંડીથી શરીરમાં કંપન સ્નાયુઓમાં સતત દુખાવો વારંવાર…
બેલ પતરા બિલીપત્રના ઝાડનું એક પાંદડું છે. આયુર્વેદ અનુસાર બિલીપત્ર ઘણા ઓષધીય અને ઉપચાર ગુણધર્મોથી ભરેલું છે. પાંદડા એન્ટીબેક્ટેરિયલ, પ્રકૃતિમાં ફૂગ વિરોધી છે.બિલીપત્ર માં ત્રણ પાન એટલે કે રજસ, તમસ નામના ત્રણ ઘટકો અથવા ‘ગુણ’ નો સંકેત આપે છે.પૂજા-પાઠમાં અનેક પ્રકારની સામગ્રીઓ ભગવાનને ચઢાવવામાં આવે છે. બધા જ દેવી-દેવતાઓની પૂજન સામગ્રીમાં વિવિધ વસ્તુઓનું વિશેષ મહત્ત્વ છે. શિવપૂજામાં બીલીપત્ર ખાસ કરીને સામેલ કરવામાં આવે છે. બીલીપત્રનું વૃક્ષ ઘરની બહાર કે આસપાસ હોય તો વાસ્તુના અનેક દોષ દૂર થઇ જાય છે. આયુર્વેદમાં પણ આ વૃક્ષનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતા બીલીપત્ર અનેક દિવસો સુધી વાસી માનવામાં આવતાં નથી. એક…
વેપારીઓના પ્રશ્નોની રજૂઆત કરવા માટે રચાયેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં વેપારીઓનેજ એક કમિટીના ચેરમેન પરેશાન કરી રહ્યા છે. ચેમ્બરની ફૂડ કમિટીના ચેરમેન હિરેને ગાંધી સભ્યો સાથે ગેરવર્તણુક કરતા હોવાના અને તેમને અપમાનિત કરતા હોવાના મુદ્દે વિવાદ વકર્યો છે. આ મુદ્દે કમિટીના સિનિયર સભ્ય એવા TGB વાળા નરેન્દ્ર સોમાણી હિરેન ગાંધીને ઓડિયો મેસેજ કરી કહ્યું હતું કે આ ચેમ્બરની કમિટી છે તમારી પ્રાઇવેટ પેઢી નહીં અને તેમણે પણ કમિટીમાંથી નિકળી જવાની જાહેરાત કરી દીધી છે. જોકે આ મુદ્દે ચેમ્બરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નટુભાઈને પૂછતાં તેઓ અજાણ હતા. ફૂડ કમિટીના ચેરમેન હિરેન ગાંધીની પ્રસિદ્ધિની ભૂખ ને લઈને આખી કમિટીના સભ્યો…
સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક પોલીસ કર્મીને કોરોના પોઝિટિવ આવ્યાની વાત સામે આવી છે, જો કે આ સમાચાર કોર્પોરેશન દ્વારા જાહેર થયેલી યાદી પ્રમાણે રજૂ કર્યા હતા. બાદમાં માલુમ પડ્યું હતું કે, સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેદીને કોરોના રિપોર્ટ કઢાવવા માટે સાથે ગયેલા પોલીસ કોન્સ્ટેબલે પોતાનું નામ અને સંપર્ક નંબર લખાવી દેતા કોર્પોરેશનના લિસ્ટમાં પોઝિટિવ દર્દી તરીકે પોલીસ કર્મચારીનું નામ લખાઈ ગયું હતું. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્રની ઊંઘ હરામ થઇ ગઈ છે. આ કેદીને હાલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. નવાબ ઉર્ફે કાલુ કે જે પાકા કામનો કેદી છે…
કોરોના વાયરસ ની મહામારી વચ્ચે વેપાર-ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે. પરંતુ શહેરના અનેક પોલીસ સ્ટેશનના વહીવટદારોની કમાણીની રોકડી તો ચાલી જ રહી છે. વાત છે શહેરના પોષ વિસ્તારમાં આવેલા ત્રણ પોલીસ સ્ટેશનોની કે તેમાનું એક પોલીસ સ્ટેશન એવું છે કે જેની હદમાં ઘણી કોર્પોરેટ ઓફિસ તથા મૉલ-મલ્ટીપ્લેક્સ થિયેટર આવેલા છે. જ્યારે બીજા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તેની હદમાં ઘણી મીઠાઈની મોટી મોટી દુકાનો તથા જ્વેલર્સના મોટા શૉરૂમ આવેલા છે. ત્રીજા પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો તેની હદમાં ટ્રાવેલ્સનું મોટું જંક્શન આવેલું છે, સાથે સાથે જ ઘણા જ સારા દવાખાના તથા ખાણી-પીણીનું પ્રખ્યાત બજાર પણ આવેલું છે. આ…