મનુષ્યોની પાંચ ઈન્દ્રિયોમાંથી એક આંખ સૌથી મહત્વપૂર્ણ છે. આંખો થકી જીવનનો અનુભવ કરી સકાય છે. આંખોની સમસ્યાઓ ઉંમર વધવા અને આંખોમાં થતા ખેંચાણ અને તણાવનું પરિણામ છે. તો તેનો વ્યક્તિની જીવનશૈલીની સાથે ખૂબ જ નજીકનો સંબંધ માનવામાં આવે છે. એક સ્વસ્થ જીવન શૈલી આંખોની સમસ્યાઓના જોખમને ઓછો કરી શકે છે. કેટલાક પોષક તત્વ આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તે નુકસાનદાયક પ્રકાશથી આંખોની રક્ષા કરશે અને ઉંમર સાથે જોડાયેલ રોગ વધવાને રોકવામાં પણ મદદ કરશે. અહીંયા એવા 5 પોષક તત્વો વિશે જણાવવામાં આવ્યુ છે કે, જે આંખોના સ્વાસ્થ્યને બનાવી રાખવા અને નુકસાનથી બચવાવા માટે જરૂરી છે. Vitamin…
કવિ: Satya Day News
નવરાત્રીમાં આ વર્ષે ચણીયાચોળી સહિતની ચીજવસ્તુઓ વેચનાર વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ફક્ત વડોદરાના નવરાત્રી બજારોને જ 100 કરોડનો ફટકો પડ્યો છે..આજ હાલત ઓનલાઇનના વ્યવસાયની પણ થઇ છે. સંસ્કારી નગરી વડોદરા ગરબાની રાજધાની કહેવાય છે. નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી છે. પરંતુ આ નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રીના આયોજન રદ્દ થતા વડોદરાના નવરાત્રી બજારના વેપારીઓને રિટેલ વેચાણમાં 80 કરોડનો ફટકો પડ્યો છે. વેપારીઓએ નવરાત્રી થશે તેવી આશાએ જાન્યુઆરી માસથી જ કરોડોનું રોકાણ કર્યુ હતુ..પરંતુ હવે ચણીયા ચોળી સહિતની ચીજવસ્તુઓનું વેચાણ ન થતા વેપારીઓને માથે આભ તૂટી પડ્યું છે.ત્યારે બીજી તરફ કેટલાક ખેલૈયાઓએ…
દિલ્હીની એક સંસ્થાએ કરેલા સંશોધન મુજબ ‘ભારતીય બજારમાં મળતાં ડિસ્પોઝેબલ બેબી નેપ્પીઝમાં રહેલા ફેટેલેટ્સથી બાળકોને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મેદસ્વીતા અને પ્રજનન વિકાર જેવી અનેક બીમારી થઈ શકે છે. ડાયપરમાં રહેલા ફેટેલેટ્સ એટલે કે રસાયણો ચામડી વાટે શોષાઈને શરીરમાં ઉતરતા હોવાના વૈજ્ઞાનિક અભ્યાસ પણ થયા છે. આ ઉપરાંત આ હાનિકારક રસાયણ ઘરમાંથી નીકળતા કચરામાં ભળીને બહારના વાતાવરણમાં પહોંચે છે અને પર્યાવરણને પણ ગંભીર નુકસાન કરી શકે છે. સંશોધનમાં ભારતીય માતા-પિતાને આવા ડાયપરના ઉપયોગ સામે ચેતવવામાં આવ્યા છે. ફેટેલેટ્સ એ આંત્રસ્ત્રાવોમાં વિક્ષેપ પાડતા રસાયણો છે જે ટૂંકમાં EDC તરીકે ઓળખાય છે અને તેના સંપર્કમાં આવવાથી શરીરમાં આરોગ્યના ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. આ…
ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે સ્કૂલ ફીને લઈને આજની કેબિનેટમાં નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 25 ટકા ફી માફીની મંજૂરી આપી દીધી છે. નોંધપાત્ર છે કે આજની કેબિનેટમાં અનલોક મુદે ચર્ચા, ખેડૂતોના ઉભા પાક મુદે ચર્ચા, મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ચર્ચા, કોરોનાની વકરતી પરિસ્થિતિ તેમજ પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવી છે. રાજ્યની તમામ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે. નોંધપાત્ર છે કે આ મામલે શિક્ષણમંત્રીએ જાહેરાત કરી દીધી છે. સાથે સાથે કોઈપણ શિક્ષકને છૂટા નહી કરવામાં આવે તપણ જાહેરાત કરવામાં આવી છે. નોંધપાત્ર છે કોરોના સંકટમાં વાલીઓ માટે સૌથી રાહતના સમાચાર સામે આવ્યા છે. જોકે સૌની નજર કેબિનેટ બેઠકમાં…
હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ કરીને એની કરોડરજ્જૂ તોડી નાખ્યા બાદ એની જીભ કાપી નાખી એ ઘટનાએ ઘણા લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. પરંતુ પોલીસ રેકર્ડ તપાસીએ તો આવી ઘટનાઓ હવે લગભગ રોજની થઇ પડી હતી. મધ્ય પ્રદેશના ભોપાલમાં બે દિવસની એક બાળકી પર વિકૃત મનોદશા ધરાવતા યુવકે એકસો વખત સ્ક્રૂ ડ્રાઇવર ભોંક્યું હતું. બાળકી મરણ પામી ત્યારે એને કપડામાં વીંટાળીને એક મંદિર પાસે ફેંકી દીધી. આ બાળકીના શરીર પરના જખમ જોઇને પોલીસ પણ ધ્રૂજી ઊઠી હતી.બીજા એક કિસ્સામાં ભીષણ ગરીબીના કારણે એક દંપતીએ માત્ર ત્રણ હજાર રૂપિયામાં પોતાની પુત્રીને વેચી દીધી હતી. એને લઇ જનારે એવો દાવો કર્યો હતો કે હું…
રાજસ્થાનના મહાવીર શર્માએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની બહેન મમતાના લગ્ન 2002માં સમાજના રીત રિવાજ મુજબ પર પ્રકાશ જોશી સાથે થયા હતા. લગ્નજીવનમાં તેમને બે બાળકો હતા. લગ્ન બાદ મમતાનો પતિ સતત અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હતો. એટલું નહિ એક સમયમાં બે-બે સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો પ્રકાશ સતત મમતાને મારતો હતો. મમતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજરતો હતો અને દહેજની માંગણી કરતો હોવાથી મમતા પરેશાન રહેતી હતી. આવા સતત ત્રાસના કારણે આખરે પરિણીતાએ પોતાના ઘરે જ્વલંત પદાર્થ છાંટીને જીવન ટુકવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ બાદ મમતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેની જાણ મહાવીર ભાઈને…
કોરોનાની હજુ સુધી કોઈ વેક્સિન કે દવા શોધાઈ નથી અને રોગ એટલો ચેપી છે કે પોસ્ટમોર્ટમ કરીને રોગની અસરો જાણવા પણ મંજૂરી નથી. જોકે રાજ્યમાં એકમાત્ર રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને કોરોનાના મૃતદેહોની ઓટોપ્સી કરવા મંજૂરી અપાઈ છે અને અત્યારસુધીમાં 6 ઓટોપ્સી થઈ ચૂકી છે, આટલું જોખમ લેવા પાછળનું કારણ શરીરમાં કોરોનાથી થતી અસરોનો અભ્યાસ કરી સારવાર પદ્ધતિમાં સુધારો લાવવાનો છે. પરીક્ષણ મામલે ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું છે કે હજુ રિસર્ચ શરૂ કરવા જેટલાં પરીક્ષણ પણ નથી થયાં, જોકે એક તારણ એવું નીકળ્યું છે કે કોરોના વાઇરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે આ…
લાઇસન્સ-આરસી બુક રાખવાની ઝંઝટ નહીં: વાહન ચલાવતી વખતે હવે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની જરૂર નહીં પડે. તેમની સોફ્ટ કોપી પણ માન્ય ગણાશે. મોટર વાહન અધિનિયમ, 1989 માં સુધારા અંતર્ગત વાહનના ડોક્યુમેન્ટ્સની આઇટી પોર્ટલ દ્વારા જાળવણી થશે. વાહન ચલાવતી વખતે મોબાઇલ યુઝ કરી શકાશે: વાહન ચલાવતી વખતે રૂટ નેવિગેશન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે. ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થવું જોઈએ. મોબાઇલ પર વાત કરવા બદલ 5 હજાર રૂ. સુધીનો દંડ થઈ શકશે. ખુલ્લી મીઠાઇ પર એક્સપાયરી ડેટ લખવી પડશે: બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઇ માટે વેપારીએ એના ઉપયોગ માટેની એક્સપાયરી ડેટ દર્શાવવી પડશે. ખાદ્ય નિયામક એફએસએસએઆઇએ એ ફરજિયાત કરી દીધું છે.…
દરેક મહિનાની પૂનમે ભગવાન વિષ્ણુની પૂજાનું મહત્ત્વ છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુની પૂજાથી સમૃદ્ધિ મળે છે. ભવિષ્ય અને વિષ્ણુધર્મોત્તર પુરાણના જણાવ્યાં પ્રમાણે પૂર્ણિમા તિથિએ વ્રત-પૂજા અને દાન કરવું જોઇએ. આ દિવસે વૃક્ષ-છોડ વાવવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે. 1 ઓક્ટોબરે પુરુષોત્તમ મહિનાની પૂર્ણિમા છે. આ દિવસ એટલાં માટે ખાસ છે કેમ કે, 3 વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે. અધિક માસ ભગવાન વિષ્ણુનો મહિનો છે એટલે પૂર્ણિમાએ તીર્થ સ્નાન કરવું જોઇએ, પરંતુ આ સંક્રમણથી બચવા માટે ઘરના પાણીમાં જ ગંગાજળના થોડાં ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળે છે. પૂર્ણિમા તિથિ સુદ…
દરેક વ્યક્તિને હંમેશા એવી ચાહત હોય છે કે, સુંદર મોતી જેવા ચમકતા દાંત હોય. ડોકટરો વારંવાર કહે છે કે તંદુરસ્ત દાંત માટે તમારે દિવસમાં બે વાર દાંત સાફ કરવાની જરૂર છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે બ્રશ કરવાનો યોગ્ય સમય શું છે, અને બ્રશ કરવાની યોગ્ય રીત શું છે. ચાલો જાણીએ દાંત સાફ કરવાથી સંબંધિત કેટલીક મહત્વની બાબતો- ખાધા પછી 30 મિનિટની અંદર બ્રશ કરશો નહીં ખોરાક ખાધા પછી મોંનું પીએચ સ્તર ઓછું થાય છે, અને ખાધા પછી તરત જ બ્રશ કરવાથી દાંતમાં નુકસાન થાય છે. તેથી જ ખોરાક ખાધા પછી ઓછામાં ઓછા 30 મિનિટ પછી બ્રશ કરો.…