દુનિયાના અનેક દેશ મહિનાઓથી Lockdown માં જીવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રમઝાન પહેલાં જ નમાજીઓને મસ્જિદમાં નમાજની મંજૂરી આપી દીધી છે. જોકે તેમને પણ ખબર છે કે, જો એના કારણે દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થયો તો દેશ માટે સમસ્યા ઉભી થઈ શકે તેમ છે. હાલમાં કોરોના વાયરસની રસી નથી મળી જેના કારણે એને રોકવાનો એકમાત્ર રસ્તો સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે. આ સંજોગોમાં ધાર્મિક સભાઓ આ વાયરસના ફેલાવાનું મુખ્ય કારણ બની શકે છે. આ તર્ક સાથે પાકિસ્તાન ઇસ્લામિક મેડિકલ અસોશિયેશન (PIMA) પણ સંમત છે. PIMAના અધ્યક્ષ ઇફ્તિખાર બર્નીએ કહ્યું છે કે મસ્જિદો કોરોનાના ચેપના પ્રસારનો મુખ્ય સ્ત્રોત બની…
કવિ: Satya Day News
સોની બજારમાં પ્રવર્તી રહેલી મંદી બાદ લોકડાઉનને લઈને એક મહિનાથી સોની બજાર બંધ છે જેને કારણે સોનું ઘડતા લાખો કારીગરો બેકાર બની બેસી રહ્યા છે. અત્યંત મધ્યમવર્ગીય કારીગરોની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે. ઘણા પરિવારો ને તો ખાવાના પણ ફાંફા પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે, કેટલાક જ્વેલર્સ પોતાના સંપર્કમાં હોય તેવા કારીગરોને આર્થિક મદદ કરી રહ્યા છે પરંતુ પેટા કારીગરો કે જે કોઈ જ્વેલર્સના સંપર્કમાં જ નથી તેમની સ્થિતિ દયનીય બની છે. સોનુ ઘડતા કારીગરોના સંગઠન દ્વારા આ મુદ્દે તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં તેમને કોઈ જ સહાય મળી નથી. ભારત દેશમાં અમદાવાદનું સોની બજાર પ્રખ્યાત છે.…
રાજકોટમાં સગર્ભા મહિલા આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા આવી અને કોરોના હોવાનું ખુલ્યુ હતું. હોસ્પિટલમાં દાખલ કર્યાના બીજા જ દિવસે સિઝેરીયનથી ડિલીવરી થઈ અને પુત્રનો જન્મ થયો, માતાને પુત્રનું મોઢુ ન જોવા મળતા તેને એવો વહેમ છે કે તેનુ બાળક જીવી શક્યુ નથી અને સાંજ પડતાજ મોબાઈલમાં તેણે પ્રથમ વાર પુત્રનું મોઢું જોયું ત્યારે તેણે હાશકારો અનુભવ્યો.
સ્વિત્ઝરલૅન્ડની 60 ટકા જમીન આલ્પ્સ પર્વતોથી ઢંકાયેલી છે. સ્વિસ આલ્પ્સ ઘણા આર્ટિસ્ટની આર્ટ વર્ક માટે મનપસંદ જગ્યા પણ છે. સેઈપ નામથી ઓળખાતો ફ્રેન્ચ આર્ટિસ્ટ ઘાસ પર વિશાળ 3D પેન્ટિંગ બનાવવા માટે ફેમસ છે. તેના આ આર્ટ આકાશમાંથી સ્પષ્ટપણે જોઈ શકાય તેવા હોય છે. રવિવારે સ્વિસ આલ્પ્સમાં તેણે કોરોના વાઇરસ થીમ પર 3000 સ્ક્વેર મીટરમાં 3D પેન્ટિંગ બનાવ્યું હતું, જેમાં એક છોકરી, આ દુનિયા જલ્દી કોરોના વાઇરસથી મુક્ત થશે તેવી આશાએ ક્ષિતિજ તરફ જોઈ રહી છે અને તેની ફરતે લોકો એકબીજાનો હાથ પકડીને ઊભેલા દેખાય છે.
હાલ દુનિયાભરના લોકો જે કોરોના વાયરસને લઈને પરેશાન છે. કોરોનાના કહેરને લીધે ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કોરોનાને કારણે જે તકલીફો થઇ છે અને જે રીતે તંત્ર દ્વારા કોરોના સામે જંગ લડવામાં આવી રહ્યો છે તેના ઉપર એક ગુજરાતી ફિલ્મ “કોરોનાનો કહેર” બની રહી છે. કોરોનાને લઈને મહામારી ફેલાય છે અને તેની સામે સરકાર તંત્ર આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોલીસ અધિકારીઓ મીડિયાકર્મીઓ સેવા આપી રહ્યા છે તેનું એક આદર્શ ચિત્ર લોકો સામે રજુ આ ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
અમદાવાદી યંગસ્ટર્સના હાથમાં ગણતરીના મહિનાઓમાં કાંતો દર વર્ષે મોબાઈલ બદલાઈ જતો હોય છે. અમદાવાદીઓના આ ક્રેઝને લઈને માત્ર અમદાવાદ માંજ દર વર્ષે 2500 કરોડથી વધુના મોબાઈલ વેચાય છે. અમદાવાદમાં 1500 થી વધારે મોબાઇલ શોપ છે, જેમાં મહિને બે ત્રણ લાખથી માંડીને 50 લાખથી વધુનો ધંધો કરતી પણ સેંકડો દુકાનો છે. હવે કોરોના ના કહેરને લઈને દેશમાં અપાયેલા મોબાઈલ શોપ કારણે અમદાવાદની તમામ મોબાઈલ શોપ એક મહિના સુધી બંધ રહેતા આ ઉદ્યોગને માત્ર અમદાવાદમાં જ 200 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. માત્ર અમદાવાદમાં જ મોબાઇલની ચાર મોટી બ્રાન્ડનું માર્કેટ જ 200 કરોડ હોવાનું મોબાઇલ ડિલર્સ એસોસિએશન જણાવી રહ્યું છે. દરેક…
સોમવાર, 27 એપ્રિલ એટલે આજે વૈશાખ મહિનાના સુદ પક્ષની ચોથ છે. જેને વિનાયકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસ ગણેશજી માટે વ્રત કરવામાં આવે છે ચોથ હોવાથી આ દિવસે ગણેશજી અને શિવજીની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશજી ચોથ તિથિના સ્વામી છે અને સોમવારે શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ગણેશ ચોથ પર શ્રીગણેશાય નમઃ, ૐ ગં ગણપતયૈ નમઃ, અને वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ, निर्विघ्नं कुरमेदेव सर्वकार्येषु सर्वदा, મંત્રનો જાપ કરો. જે લોકો વિનાયકી ચોથના દિવસે વ્રત કરે છે તેમણે નિરાહાર રહેવું જોઇએ અથવા ફળાહાર કરી શકે છે.
બ્રાઝીલનું માનૌસ શહેર હાલના સમયમાં ‘વુહાન’ બની ચુક્યું છે. માનૌસની વસ્તી લગભગ 24 લાખ છે. પરંતુ બ્રાઝિલના સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દી અહીંયા જ છે. અત્યાર સુધી અહીંયા રોજ 20 થી 30 કોરોના સંક્રમિતોના મોત થઈ રહ્યા હતા, પરંતુ હવે આ આંકડો 100 સુધી પહોંચી ગયો છે. સ્થિતિ એવી બની છે કે મૃતકોની લાશ દફનાવવા માટે પણ જગ્યા નથી. એવામાં સ્થાનિક પ્રશાસને જેસીબીથી સામૂહિક કબર ખોદાવડાવી છે, જ્યાં લાશોને એક સાથે દફનાવી શકાય. હોસ્પિટલથી કબરસ્તાન લઈ જવા અને અંતિમ સંસ્કાર કરાનારોઓ પણ ઓછા છે. એટલા માટે ટેક્ટરથી લાશ પહોંચાડવામાં આવી રહી છે. કબરસ્તાનામાં ઘણા કર્મીઓ તહેનાત છે. જે જેસીબીની મદદથી…
હાલ કોરોનાને લઈને તેની અસર આગામી તહેવાર પર દેખાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. સુરતમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. મૂર્તિકારો દ્વારા ગણેશજીની અવનવી મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મૂર્તિકારોએ પહેલી મૂર્તિ જ કોરોનાનો વધ કરતાં ગણેશજીની બનાવી છે.ચાર ફૂટ ઊંચી મૂર્તિમાં ગણેશજી ત્રિશૂળથી કોરોનાનો વધ કરતાં દર્શાવાયા છે. આ વર્ષે મૂર્તિના કોઈ ઓર્ડર મળ્યા નથી. પરંતુ ગણેશજી વિધ્નહર્તા છે તેમની એન્ટ્રી 22 ઓગસ્ટે થવાની છે એ અગાઉ જ તેઓ કોરોનાનો વધ કરશે એવું લાગે છે. દરવર્ષે 30 થી 35 વન પીસ મૂર્તિ જેની કોપી ન થઈ શકે તેવી થીમ પર અનિલભાઈ મૂર્તિ બનાવે…
કોરોનાવાઈરસ પર રોક લગાવા માટે ન તો કોઈ રસી શોધાઈ છે ન તો કોઈ ચોક્કસ દવા તેવામાં તેનાથી બચીને રહેવું એ જ માત્ર ઉપાય છે. જો હવામાં જ આ વાઈરસને નાશ કરવામાં આવે તો કોરોનાના જોખમથી બચી શકાય છે. અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીએ વાઈરસને હવામાં નાશ કરવા એક ખાસ પ્રકારના UV (અલ્ટ્રા વાયલેટ) કિરણોની શોધ કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે તેનાથી હવામાં રહેલા 99% કોરોનાવાઈરસનો નાશ કરી શકાય છે. સેન્ટર ઓફ રેડિયોલોજિકલ રિસર્ચના ડિરેક્ટર ડો. ડેવિડ બ્રેનરના જણાવ્યા અનુસાર, Far-UVC કિરણો હવામાં વાઈરસ અને બેક્ટેરિયાનો નાશ કરે છે અને તેને મનુષ્યનાં શરીરની અંદર પ્રવેશતા અટકાવે છે. ડો. ડેવિડ બ્રેનરના જણાવ્યા અનુસાર,…