નવી દિલ્હીના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા એક કોન્સ્ટેબલે એક ડ્રગ પેડલર પાસેથી 170 કિલોગ્રામ જેટલો ગાંજો કબજે કર્યો હતો. પરંતુ રિપોર્ટમાં માત્ર 920 ગ્રામ ગાંજો પકડ્યો હોવાનું દેખાડીને બાકીનો ગાંજો પોતાના સાથીઓ જોડે વેચીને લાખો રૂપિયા કમાઇ લીધા હતા. આ કૌભાંડ ખુલી જતાં દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ બે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર, એક કોન્સ્ટેબલ અને એક સિપાહીને સસ્પેન્ડ કરી દીધા હતા. વાયવ્ય દિલ્હી જિલ્લા પોલીસના એસીપી વિજયંતા આર્યાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે સપ્ટેંબરની 11મીએ જહાંગીરપુરી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે અનિલ નામના પેડલરને પકડીને તેના ઘરમાંથી 170 કિલો ગાંજો પકડ્યો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ માર્કેટમાં આ ગાંજાની કિંમત લાખો…
કવિ: Satya Day News
અમદાવાદ ના નવા નરોડાની સહજાનંદ વિદ્યાલય ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સ્કૂલ દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર ફી ઉઘરાવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો. RTEના બાળકો પાસેથી 2500 રૂપિયા ફી તેમજ સ્ટેશનરી ફી પેટે 500 રૂપિયા ઉઘરાવામાં આવતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ સહજાનંદ વિદ્યાલય ખાતે ધસી આવ્યા હતા અને સુત્રોચ્ચાર કરી ઉઘરાવેલી ફી પરત આપવાની માંગ કરી હતી.
અનલોક-4 બાદ હવે સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુક્યાં છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, કર્ણાટકા, દાર્જિલિંગ, રાજસ્થાન જેવી જગ્યાઓ ખુલી મુકાઈ છે. ફરવા માટે હોટ સ્પોટ ગણાતું ગોવા પણ હવે કોવિડ ટેસ્ટ વિના ટ્રાવેલર્સને એન્ટ્રી આપી રહ્યું છે. જ્યારે ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં હનીમુન ફેવરીટ માલદિવ્સ સાથે દુબઈ, શ્રીલંકા, તુર્કિ જેવા દેશો પણ ફરવા માટે ખુલી ગયા છે. ‘ફેમિલી સાથે ફ્રેન્ડસ સાથે લોકો ટુર પર જવું પસંદ કરે છે. અનલોક બાદ હવે રાજસ્થાનમાં બુકિંગ પેક થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટુરના પેકેજીસ અને રેટ્સમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે એડવેન્ચર ટૂરીંગ માટે પ્રખ્યાત લેહ-લદાખ માટે પણ ઇન્ક્વાયરી…
દુનિયાભરમાં થતા માનવીય મૃત્યુનું સૌથી મોટું કારણ છે – મચ્છર. મચ્છરજનતિ રોગોથી દર વર્ષે લગબગ 10 લાખ લોકોનાં મોત થાય છે. આ એવો જીવ છે, જેણે આખી દુનિયાને પરેશાન કરી રાખી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મેલેરિયા રિપોર્ટ-2017 અનુસાર, દક્ષિણ પૂર્વ એશિયામાં મેલેરિયાના સૌથી વધુ 87% કેસ ભારતમાં છે. ડબલ્યુએચઓના એક રિપોર્ટ અનુસાર 2015માં દુનિયાભરમાં મેલેરિયાથી 4.38 લાખ લોકોનાં મોત થયા હતા. છેલ્લા 30 વર્ષમાં ડેંગ્યુના કેસમાં 30 ગણો વધારો થયો છે. એનોફ્લીઝ : ભારતમાં તેની 58 પ્રજાતિ છે. જેમાંથી પાંચ પ્રજાતિ ખતરનાક મેલેરિયાની વાહક છે. જેમાં સ્ટીફેન્સી, ફ્લૂવિટાલિસ અને ડાઈરસ મુખ્ય છે. એનોફ્લીઝ મચ્છર સ્વચ્છ પાણીમાં ઈંડા મુકે છે. એડીઝ : આ…
અમેરિકન વૈજ્ઞાનિકોએ કોરોના અને ભાષા વચ્ચેનું કનેક્શન શોધ્યું છે. તેમના રિસર્ચ પ્રમાણે, જે અમેરિકન અંગ્રેજી બોલતા નથી તેમને કોરોનાનું વધારે જોખમ છે. અમેરિકામાં ઘણા એવા લોકો છે જેમની પ્રથમ ભાષા સ્પેનિશ કે કમ્બોડિયન છે. તેમનામાં કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ 5 ગણું વધારે છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચ માટે 300 મોબાઈલ ક્લિનિક અને 3 હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓના આંકડા ભેગા કર્યા હતા. મે મહિનામાં નેશનલ હેલ્થ સર્વિસિઝની હોસ્પિટલના આંકડા કહે છે કે, બ્રિટનમાં કોરોના વાઈરસનું સંક્રમણ અને મૃત્યુનું સૌથી વધારે જોખમ અશ્વેત, એશિયન અને અલ્પસંખ્યકોને વધારે છે. સંક્રમણના કેસ આવ્યા તેમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો.…
જર્મનીમાં વિજ્ઞાનીઓએ એવા એન્ટિબૉડીઝની શોધ કરી છે જે કોરોના વાઈરસ વિરુદ્ધ અત્યંત પ્રભાવશાળી છે. તેનાથી કોરોનાની નિષ્ક્રિય વેક્સિન તૈયાર કરવાનો માર્ગ મોકળો થઈ શકે છે. સક્રિય રસીકરણના સ્થાને નિષ્ક્રિય રસીકરણનનો એ ફાયદો થશે કે શરીરમાં સીધા એન્ટિબૉડીઝ પહોંચી જશે, જે થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે. કોરોના(સાર્સ-કોવ 2) એન્ટિબૉડી જુદાં જુદાં અંગો સાથે ટિશ્યૂને જોડે છે જે સંભવિત રૂપે આડઅસર થવા દેતા નથી. અભ્યાસ જર્મનીની ચેરિટી હોસ્પિટલ અને જર્મન ન્યૂરોડીજેનેરેટિવ ડિસીઝ સેન્ટર(ડીઝેડએનઈ)ના વિજ્ઞાનીઓએ મળીને કર્યો હતો. તેમાં 600 અલગ અલગ એ લોકોના લોહીના એન્ટિબૉડીને કાઢવામાં આવ્યા જે કોરોનાના ચેપથી સાજા થયા હતા. લેબોરેટરીના માધ્યમથી તે એન્ટિબૉડીઝ સુધી પહોંચવામાં સફળતા…
સેન્ચુરી ઓફ ટ્રુથ થાઇલેન્ડના પટાયામાં એક ધાર્મિક સ્થળ છે. બૌદ્ધ અને હિંદુ પરંપરાઓની મૂર્તિઓથી સજેલું આ મંદિર સંપૂર્ણ રીતે લાકડાથી બનેલું છે. તેમાં દ્રવિડ, ચાઇના, સોમ દ્વારવતી, શ્રીવિજયન અને થાઈ કળાઓનું મિશ્રણ જોવા મળે છે. આ બૌદ્ધ મંદિરની મુખ્ય શૈલી થાઈ વાસ્તુ કળા ઉપર આધારિત છે. તેમાં ખાસ કરીને બૌદ્ધ અને હિંદુ દેવતાઓની હાથથી બનેલી લાકડાની મૂર્તિઓ જોવા મળે છે. તેને બનાવવાનો હેતુ પ્રાચીન કળા અને સંસ્કૃતિથી લોકોને ઓળખ કરાવવાનો હતો. આ પરિસરમાં આવતાં લોકોને પ્રાચીન જીવન, મૂળ વિચાર, જીવન ચક્ર અને વ્યક્તિની જવાબદારીઓની જાણ થઇ જશે. કોઇ જૂના મંદિર જેવો દેખાવ ધરાવતાં આ સ્થળનું નિર્માણ 1981 માં થાઈ વ્યવસાયી…
રાજ્યસભાએ એક લેખિત જવાબમાં મુરલીધરનને જણાવ્યુ હતુ કે, 43 દેશ વીઝા-ઓન-અરાઈવલ સુવિધા પ્રદાન કરે છે અને 36 દેશ ભારતીય સાધારણ પાસપોર્ટ ધારકોને ઈ-વીઝા સુવિધા પ્રદાન કરે છે. જે દેશની યાત્રા માટે વીઝાની જરૂરિયાત નથી તેમાં બારબાડોસ, ભૂટાન, ડોમેનિકા, ગ્રેનાડ, હેતી, હોંગકોંગ SAR, માલદીવ, મોરીશસ, મોંટસેરાટ, નેપાળ, નીયૂ દ્વીપ, સમોઆ, સેનેગલ, ત્રિનિદાદ અને ટોબૈગો, સેંટ વિસેંટ અને ગ્રેનેડાઈંસ અને સર્બિયા. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જાણકારીઓ પ્રમાણે ઈરાન, ઈંડોનેશિયા અને મ્યાનમાર તે દેશમાં છે. જે વીઝા-ઓન-અરાઈવલ સુવિધા પ્રદાન કરે છે અને શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયા તે 26 દેશના સમૂહ છે. જેની પાસે ઈ-વીઝા સુવિધા છે. મંત્રીએ કહ્યુ કે, સરકાર આંતરરાષ્ટ્રીય યાત્રાને…
નવજાત બાળકની વૃદ્ધિ યોગ્ય રીતે થઈ રહી છે કે, કેમ તે તેની લંબાઈ અને વજન દ્વારા માપવામાં આવે છે. તેથી ડૉક્ટરો નવજાતનાં વજનનું નિરીક્ષણ કરવાની ભલામણ કરે છે. સામાન્ય રીતે નવજાતનું વજન 2.5 થી 3.5 કિગ્રા જેટલું હોય છે જે સામાન્ય છે. તેનાથી ઓછું અથવા વધુ વજન અસામાન્ય માનવામાં આવે છે. જન્મ બાદ બાળકનું વજન સ્વસ્થ રીતે વધે તે માટે માતાને કેટલીક વસ્તુઓની કાળજી લેવાની જરૂર છે. દરેક વખતે રડતા સમયે ન પીવો દુધ નવજાત શિશુનું રડવું એક સામાન્ય વાત છે. દર વખતે તે ભૂખને લીધે રડે છે તે જરૂરી નથી. કેટલીકવાર અસ્વસ્થતા અથવા ડરી જવાને કારણે પણ રડવા લાગે છે.…
વૈજ્ઞાનિકોએ આવનાર શિયાળાને અંગે ચેતવણી આપી છે. તેમના મતે, જો કોરોના અને ફ્લુ એક સાથે આવે છે તો મૃત્યુનું જોખમ બમણું થઈ શકે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 20 જાન્યુઆરીથી 25 એપ્રિલની વચ્ચે ઈંગ્લેન્ડમાં 58 આવા જ કેસ સામે આવ્યા છે. આ દર્દીઓ ફ્લુ અને કોવિડ-19 બંનેનો સામનો કરી રહ્યા હતા. તેમાંથી, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો 27 ટકા હતો, જ્યારે ફ્લુની ઝપેટમાં આવ્યા બાદ 43 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ફ્લુનું સંક્રમણ હંમેશાં ઠંડીમાં થાય છે. કોવિડ-19 અંગે તે કહેવું મુશ્કેલ છે કે તે સિઝનલ બીમારી છે. બંનેના લક્ષણો એક જેવા હોય…