વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. ત્યારે સુરતના ભાટપોરમાં ૭૧ ફુટ લાંબી કેક કાપી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.. સુરતના બાર જેટલા કોરોના વોરિર્યસ દ્વારા આ કેક કટિંગ કરવામાં આવી.. અને આ કેક શહેરના અનાથ આશ્રમ અનવ અંધજન શાળાના બાળકોને મોકલી પીએમ મોદીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે ભારતીય જનતા પાર્ટીએ દેશમાં ઘણા કાર્યક્રમો આયોજિત કરી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિભિન્ન રાજ્યોમાં પાર્ટીના કાર્યકર્તાઓ સેવા સપ્તાહ તરીકે તેની ઉજવણી કરશે.પીએમ મોદીના જન્મદિવસ ઉપર વહેલી સવારથી જ સોશિયલ મીડિયામાં શુભેચ્છા આપવાનો દોર…
કવિ: Satya Day News
ગુજરતા રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ સંકટ વચ્ચે રાજકોટ કોવિડ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે . જેમાં કોરોના દર્દીને હોસ્પિટલનો સ્ટાફ અને સિક્યોરીટી માર મારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીપીઈ કીટ પહેરી હોસ્પિટલના સ્ટાફનો એક વ્યક્તિ દર્દીને પગમાં દબોચી રાખ્યો છે અને એક પછી એક લાફા ઝીકી રહ્યો છે…જેની સામે દર્દી કહી રહ્યો છે કે મને પાણી આપ અને મારી નાખો.. જો કે આ દર્દીને ક્યા કારણોસર માર મારવામાં આવ્યો તે જાણવા મળ્યું નથી. ? શું રાજકોટ સિવિલમાં આવી રીતે થાય છે દર્દીઓની સારવાર? કોરોનાના દર્દી સાથે આવું વર્તન શા માટે? દર્દીને શા માટે…
જામનગરમાં આવેલી આયુર્વેદની ત્રણ સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવા આજે સંસદે ખરડો પાસ કર્યો હતો. ‘ધી ઇન્સટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ અન આયુર્વેદ બિલ, ૨૦૨૦’ને રાજ્યસભામાં ધ્વની મતથી પસાર કરાયો હતો.ગયા સત્રમાં લોકસભામાં આ ખરડો પાસ કરી દેવામાં આવ્યો હતો જેમાં જામનગરસ્થિત ઇન્સટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ. ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ઇન્સટીટયુટ ઓફ આયુ ર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસનો સમાવેશ થતો હતો. આયુર્વેદની ત્રણ સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવા આજે સંસદે ખરડો પાસ કર્યો શા માટે ગુજરાતની આ સંસ્થાને જ રાષ્ટ્રીય મહત્તવની ગણવામાં આવી હતી એવા એસ સવાલના જવાબમાં આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું હતું કે જામનગર…
ચીનના ઈશારે કામ કરનારા નેપાળે હવે ફરી એક વખત વિવાદીત અભિયામન ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ તે ઉત્તરાખંડના દહેરાદુન, નૈનિતાલ સહિત હિમાચલ, યુપી, બિહાર અને સિક્કિમના કેટલાક શહેરોને નેપાળી બતાવી રહ્યાં છે. નેપાળની સરકાર એટલે કે સત્તાધારી પાર્ટી નેપાળી કમ્યુનીસ્ટ પાર્ટીએ યુનિફાઈડ નેપાલ નેશનલ ફ્રંડનીસાથે મળીને એક ગ્રેટર નેપાળ અભિયાન ચલાવ્યું છે. તે હેઠળ તેલોકો ભારતના કેટલાક મહત્વના શહેરો ઉપર પોતાનો દાવો કરી રહ્યું છે.નેપાળે ભારતીય શહેરોને પોતાના બતાવવા માટે 1816માં થયેલી સુગૌલી સંધી પહેલાનો ફોટો નેપાળ દેખાડી રહ્યો છે. તેના માધ્યમથી તે પોતાના દેશના લોકોને ભ્રમીત કરી રહ્યું છે. ગ્રેટર નેપાળ અભિયાનથી વિદેશોમાં રહેનારા નેપાળી યુવા પણ મોટી…
અમદાવાદ શહેરમાંથી ઝડપાયેલા એક કરોના એમડી ડ્રગ્સ મામલે ક્રાઈમ બ્રાંચને સૌથી મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રગ્સ કેસમાં મુખ્ય સપ્લાયરની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. શહેર ક્રાઈમ બ્રાંચની પકડમાં આવેલા શખ્સનું નામ અફાક બાબા હોવાનું સામે આવ્યુ છે. મુખ્ય સપ્લાયરની ગોવાથી ધરપકડ કરવામાં આવી નોંધપાત્ર છે કે અફાક મુંબઈ પોલીસ, મુંબઈ ડીઆરઆઈ અને અમદાવાદ ક્રાઈમમાં સહિત 4 ગુનામાં સંડોવાયેલ હતો.. ત્યારે ક્રાઈમ બ્રાંચે આ મામલે અફારની પુછપરછ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ સપ્લાયર ચેનનો મોટો ખુલાસો થઈ શકે છે. ડ્રગ્સ સપ્લાયર ચેનનો મોટો ખુલાસો થઈ શકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સના જથ્થાને પકડવામાં સફળતા પ્રાપ્ત થયા બાદ,વિવિધ…
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મ દિવસ નિમિત્તે સુરતમાં 70 હજાર વૃક્ષો રાપવા માટેનો લક્ષ્યાંક જન્મ દિવસની પુર્વ સંધ્યાએ જ પુરો થઈ ગયો છે. તે બદલ ગુજરાત બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની આર્થિક રાજધાની સુરતમાં પર્યાવરણની જાળવણી થાય તે માટે ડેપ્યુટી મેયર નિરવ શાહે જુદી જુદી સંસ્થા સાથે મળીને વડાપ્રધાનના 70 માં જન્મ દિવસે 70 હજાર વૃક્ષ રોપવા માટે સંકલ્પ કર્યો હતો. જન્મદિનની પૂર્વ સંધ્યાએ 74 હજાર રોપા વાવી દેવાયા હતા. ગુજરાત બુક ઓફ રેકર્ડના પ્રેસીડેન્ટ રાજેશ મહેશ્વરી કાર્યક્રમ શરૃ થયો ત્યારથી ડોક્યુમેન્ટેશન કરતાં હતા. તેમણે આ કામગીરીને રેકોર્ડ ગણીને રેકર્ડ બુક ઓફ ગુજરાતમાં નોંધ કરીને ડેપ્યુટી મેયરને…
પાકિસ્તાનમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે ખેંચતાણની સ્થિતિ વધતી જઈ રહી છે. શિયાઓને ભય છે કે પાકિસ્તાનમાં 1980 અને 90ના દાયકામાં ભડકેલી હિંસા જેવી ઘટના ફરી બની શકે છે ત્યારે સેંકડો લોકો કોમી હિંસામાં માર્યા ગયા હતા. ગત અઠવાડિયે સુન્ની મુસ્લિમો અને આતંકી સંગઠોએ કરાચીમાં શિયા મુસ્લિમો વિરુદ્ધ દેખાવ કર્યા હતા. તેમણે દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ કરાવી દીધા. માર્ગો જામ કરી દીધા. તેમણે સૂત્રોચ્ચાર કર્યો કે શિયા કાફિર છે, તેમને મારી નાખવામાં આવે. દેખાવોની આગેવાની પ્રતિબંધિત આતંકી સંગઠન સિપાહ-એ-સબાહે કરી હતી. દેખાવકારો કહે છે કે આશુરા જુલૂસના ટીવી પ્રસારણ દરમિયાન શિયા મૌલવીએ ઈસ્લામિક વિદ્વાનો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી.…
લદ્દાખમાં ભારત-ચીન તણાવની વચ્ચે ચીનની સેના બોર્ડર પર લાઉડસ્પીકર લગાવીને પંજાબી ગીતો વગાડી રહી છે. ચીને લાઉડસ્પીકપર ફિંગર-4 વિસ્તારની એ ફોરવોર્ડ પોસ્ટ પર લગાવ્યું છે, જે 24 કલાક ભારતની નજર હેઠળ છે. ચીનના આ પગલાના બે કારણ હોઈ શકે છે. પ્રથમ તો એ કે ચીન ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવા માટે ડ્રામા કરી રહ્યું છે. બીજ કારણ એ હોઈ શકે છે ચીન વાસ્તવિક રીતે તણાવ ઘટાડવા માંગે છે, જોકે તેવી શકયતા નહિવત છે. પૂર્વ લદ્દાખમાં એક-બીજાને ચેતવણી આપવા માટે ભારત-ચીનના જવાનોની વચ્ચે છેલ્લા 20 દિવસમાં 3 વખત હવામાં ફાયરિંગ થયું છે. છેલ્લે 8 સપ્ટેમ્બરે બંને તરફથી 100-200 રાઉન્ડ ફાયર થયા હતા.…
સુરત ના વરાછા સ્થિત અશ્વનિકુમાર સ્મશાન ગૃહ સામે નિ:શુલ્ક અસ્થિ વિસર્જન સંસ્થા દ્વારા મૃતકોના અસ્થિ હરિદ્વાર ગંગા પ્રવાહમાં પધરાવવા માટે મહિનામાં ત્રણ વખત મોકલવા માં આવતા હોય છે, પરંતુ આ કોરોના ની મહામારી ના કારણે સરકાર દ્વારા જે માર્ચ 2020 થી લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 1500 જેટલા અસ્થિકુંભ ભેગા થઈ ચૂક્યા છે. રેલવે સેવા શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે. ફ્લાઈટમાં પણ સ્પેશિયલ પરમિશન લઇને જવાની તૈયારી છે પરંતુ ત્યાં ઘાટ પર હજુ વિસર્જન માટેની મંજૂરી નહીં હોવાથી હજુ આ અસ્થિકુંભને પધરાવવા માટે રાહ જોવી પડશે.
નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરીથી કામ પર રખાયેલા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો ઘટાડો કરવાનો મ્યુનિ. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છેકે, મ્યુનિ.માં વયનિવૃત્તિ બાદ પણ કેટલાક કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવામાં આવે છે. આવા કર્મચારીઓને 1 જૂન 2020 બાદ કરાર આધારિત રખાયેલા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. સરકારે નિર્ણય કર્યો હતો કે, કોરોનાને કારણે ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં પણ 30 ટકાનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકાર અને પંચાયત સેવાના કર્મચારીઓને 1લી જાન્યુ 2020 થી 31મી માર્ચ 2021 સુધી મોંધવારી ભથ્થું ન ચૂકવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પરિપત્રના અનુસંધાને આ ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.