શહેરના મગદલ્લા વિસ્તારમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ થાઈ સ્પા ગર્લ વનિડા બુસોર્નની સળગાવી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મિત્ર એડાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે એક બાબત સ્પષ્ટ થઈ છે કે, મિત્ર એડાએ વનિડાની હત્યા કર્યા બાદ તેની પ્રાર્થના સભામાં હાજર રહી હતી અને અગરબત્તી પકડી મગરમચ્છના આંસુ સારતી નજરે પડી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વનિડા અને એડાએ સાથે દારૂ પીધા બાદ હુક્કો પણ પીધો હતો. જેમાં એડાએ ગાંજો ભેળવી દીધો હતો. જેથી વનિડા નશામાં ચૂર થઈ ગઈ હતી. ત્યારબાદ તેની હત્યા કરી સળગાવી દીધી હતી. પોલીસ દ્વારા તમામ એકસપાર્ટની મદદ લેવામાં આવી હતી. દરમિયાન…
કવિ: Satya Day News
દેશમાં (Coronavirus)ના કેસ 50 લાખની નજીક પહોંચી ગયા છે. દરરોજ 85 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 80 હજારને પાર પહોંચી ગઇ છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ઘણા સવાલ હોમ આઇસોલેશન (Home Isolation) સાથે સંબંધિત છે અને કેટલાંક ઓક્સીમીટર (Pulse Oximeter)ને લઇને પણ છે. ચાલો અમે તમને જણાવીએ આવા જ કેટલાક સવાલોના જવાબ… કોરોના પોઝિટિવ થવા પર ક્યાં આઇસોલેટ થવુ યોગ્ય છે?ઘર કે હોસ્પિટલ? જો દર્દીમાં કોરોનાના ઓછા અને હળવા લક્ષણો હોય તો તે હોમ આઇસોલેશનમાં રહી શકે છે, પરંતુ જો લક્ષણ ગંભીર હોય તો હોસ્પિટલમાં…
જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામના પૂર્વ ઉપસરપંચ નિલેશ છના પટેલ (ઉ.વ. 37, રહે. પટેલ ફળિયું, બામણવાડા, ચીખલી) ચીખલી કોલેજ રોડ પાસે આવેલી ડેરીમાં કામ કરતા હતા. 2 માર્ચના રોજ નિલેશ પટેલ ડેરીમાં નોકરી કરી ઘરે પરત ન આવતા તેની બીજા દિવસે સાદકપોર બ્રહ્મદેવ બાપાનાં મંદિર પાસે તેની બાઈક અને નજીકમાં ખેતરના પાછળનાં ભાગેથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે આ બાબતે છ મહિના સુધી તપાસ કરી હતી. અંતે આ હત્યા પ્રેમ પ્રકરણ અને નાણાની લેતીદેતીમાં થઈ હોવાની માહિતી મળતા એલસીબીએ મૃતકની પ્રેમિકા અને તેના પતિએ હત્યાનો પ્લાન બનાવ્યો અને તેઓએ નિલેશ પટેલને મારી નાંખવા ગામનાં બે યુવાનને…
ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થયા બાદ રિટેસ્ટ માટે કાચા લાઇસન્સની મર્યાદા એક વર્ષની હોય છે. પરંતુ અમદાવાદની ત્રણેય આરટીઓમાં મહિને 1000થી વધુ અરજદારો કાચા લાઇસન્સની ફી બેવાર ભરતા હોય છે. જેમાં સિનિયર સિટીઝનોની સંખ્યા વધુ હોય છે. ડ્રાઇવિંગ લાઇસન્સની સમય મર્યાદા પૂરી થયા પછી એક વર્ષમાં રિન્યૂ કરાવી શકાય છે. પરંતુ રિન્યૂ ન થાય તો લાઇસન્સ એક્સપાયર થઇ જાય છે. આવા અરજદારોને પરીક્ષા વગર કાચું લાઇસન્સ મળે છે. એક વર્ષની અંદર અરજદાર ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકે છે. કાચા લાઇસન્સની ફી વખતે પાકાં લાઇસન્સ ફી લેવાય છે. બીજી તરફ કેટલાક અરજદારો છ મહિના સુધી કાચું લાઇસન્સ લેતા નથી અને છ મહિના પછી…
રેલવેના 167 વર્ષના ઇતિહાસમાં કદાચ પહેલીવાર રેલવેને ટિકિટ બુકિંગથી થતી આવક સામે પેસેન્જરોને રિફંડ ચૂકવવાથી થતું નુકસાન વધુ થયું છે. અમદાવાદ સ્ટેશન સહિત ડિવિઝનમાં એપ્રિલથી 20 ઓગસ્ટ સુધી રેલવેને ટિકિટ બુકિંગથી 48 કરોડ રૂપિયા આવક થઈ છે. તેની સામે પેસેન્જરોને ટિકિટ કેન્સલ થતા 72 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. આમ ટિકિટ બુકિંગની આવક સામે રેલવેને 24 કરોડ રૂપિયા વધુ રિફંડ ચૂકવવું પડ્યું છે. જ્યારે દેશભરમાં ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ત્રિમાસિકમાં રેલવેને વધુ રિફંડ ચૂકવવાથી 1066 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રેલવે અધિકારીના જણાવ્યા મુજબ કોરોના મહામારીને પગલે 22 માર્ચથી દેશભરમાં પેસેન્જર ટ્રેનોનું સંચાલન બંધ…
કેરળના સૌથી પ્રખ્યાત સબરીમાલા મંદિરને દિવાળી પછી સામાન્ય લોકો માટે ખોલવાની મંજૂરી મળી છે. રાજ્યના ધર્મસ્વ વિભાગે એ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાના વધતા કેસના કારણે હાલ મંદિરમાં સામાન્ય શ્રદ્ધાળુઓ જઈ શકશે નહીં. દિવાળી પછી 16 નવેમ્બરે મંદિર ખૂલી શકે છે. મંદિરમાં દર્શન શરૂ કરવાને લઈને એક વિશેષ સમિતિએ થોડી સલાહ આપી છે. એના ઉપર અમલ થશે તો એ કોઈપણ મંદિરમાં દર્શન કરવાની સૌથી કડક ગાઇડલાઇન હોઇ શકે છે. જોકે હાલ મંદિરનું મેનેજમેન્ટ જોતાં ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ એને લઈને કોઈપણ ચોખવટ કરવાની સ્થિતિમાં નથી, પરંતુ બોર્ડ પ્રમાણે સમિતિએ સરકારને પોતાના પ્રસ્તાવ મોકલ્યા છે, જેના અંગે સરકાર વિચાર કર્યા પછી નિર્ણય…
સાંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા દેવામાં આવેલો એક જવાબ સમાચારોમાં આવ્યો છે. લોકડાઉનમાં કેટલાક મજૂરોના મોત થયા આ સવાલ ઉપર સરકારે કહ્યું હતું કે, તેની પાસે આંકડા નથી. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા હતા અને કેટલી નોકરીઓ ગઈ. ટ્વિટ કરીને સરકાર ઉપર સાધ્યું નિશાન રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં શાયરીનો સહારો લીધો અને સરકારને ઘેરી. કોંગ્રેસ નેતાએ લખ્યું કે, તુમને ના ગીના તો ક્યાં મોત ના હુઈ ? હા મગર દુખ હૈ સરકાર પે અસર ના…
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં માઈક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા પણ 381ની ઉપર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ મામલે રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને કમિશનર મુકેશકુમારની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી મીટીંગમાં 23 કન્ટેન્મેન્ટ દૂર કરવાનો અને નવા 20 સ્થળોએ પતરા મારી કન્ટેન્મેન્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. નોંધપાત્ર છે કે આ અંગેની વિગતો એવી છે કે, માઈક્રો કન્ટેમેન્ટ દુર કરાયા તેમાં સૌથી વધુ દક્ષિણઝોનના 11 વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે નવા કરાયા તેમાં સૌથી વધુ 6 દક્ષિણપશ્ચિમ ઝોનના છે.જ્યારે નવા માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા તેમાં (1) ઓમશાંતિનગર લાંભા (2) શક્તિ ટેનામેન્ટ ઈસનપુર (3) ઓલ્ડ ઉમંગ…
ગુજરા રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે વાયરસનો ભરડો રાજ્યના આ શહેરમાં વધ્યો છે. ત્યારે ગુજરાતના રાજકોટમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ સામે આવ્યુ છે. રાજકોટમાં વધુ કોરોનાના 39 દર્દીઓના મોત થયા છે. નોંધપાત્ર છે કે રાજકોટ શહેરમાં 31 દર્દી, ગ્રામ્યમાં 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. જોકે, કોરોનાના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ મોત થયું હોવાનું પણ સામે આવ્યુ છે. કોરોનાના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે કોરોનાની ગંભીર સ્થિતિ રાજકોટ સહિત સોૈરાષ્ટ્રમાં ઉભી થઈ છે ત્યારે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં પ૦૦ જેટલા દર્દીઓ…
સ્વીડન અને ફ્રાંસની વિશેષ લેબોરેટરીઓએ રશિયાના વિરોધ પક્ષના નેતા એલેક્સી નોવાલનીને સવિયત સંઘના યુગમાં વપરાતા નોવિચોક ઝેર આપ્યું હોવાની વાતને સમર્થન આપ્યું હતું, એમ જર્મન સરકારે કહ્યું હતું. અગાઉ જર્મન મિલિટ્રી લેબ દ્વારા પણ નાવાલ્નીને ઝેર આપ્યું હોવાની વાત કહી હતી. જર્મન સરકારના પ્રવકતા સ્ટીફન સીબર્ટે કહ્યું હતું કે હોગ સ્થિત ઓર્ગેનાઇઝેશન ફોર ધી પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ (ઓપીસીડબલ્યુ) પણ નમુના લીધા હતા અને લેબના પરિક્ષણમાં ઝેર હોવાનું કહ્યું હતું. ઓપીસીડબલ્યુમાં ચાલી રહેલા સ્વતંત્ર ટેસ્ટ ઉપરાંત ત્રણ અન્ય લેબોરેટરીઓએ પણ ઝેર હોવાનું પોતાના રિપોર્ટમાં કહ્યું હતું. કાંતો તે નોવિચોકનો નર્વ એજન્ટ પૈકી એક હોવાનું તેમણે કહ્યું હતું. આ એક વધુ પુરાવો…