કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. જયેશ રાદડીયાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ ક્વોરન્ટીન છે અને તબિયત સારી છે. છેલ્લા અઠવાડિયામાં તેમના સંપર્કમાં આવેલા લોકોને સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવવા તેમણે વિનંતી કરી છે. રાજકોટમાં આજે વધુ 96 કેસ નોંધાયા છે. રાજકોટમાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીના મોત થયા છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના…
કવિ: Satya Day News
અમેરિકામાં ચૂંટણી નજીક આવતાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોગ્ય અધિકારીઓ પર બિમારીનો ઝડપથી ઈલાજ શોધવા દબાણ વધારી દીધું છે. વિજ્ઞાનિઓને ચિંતા છે કે, ટ્રમ્પ ચૂંટણીથી પહેલા વેક્સિનને મંજૂરી આપવા દબાણ કરી શકે છે. તેઓ આ અગાઉ વિશેષજ્ઞોની અસહમતિ છતાં પ્લાઝ્મા થેરપીથી વાઈરસ પીડિતોના ઈલાજનો આદેશ આપી ચુક્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, સરાકરના દબાણના કારણે લોકોનો વેક્સિન પર વિશ્વાસ ઓછો થઈ શકે છે. ઓગસ્ટમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનના થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ અત્યંત આતુર હતા. તેઓ અને તેમના સહયોગી બતાવવા માગતા હતા કે, વ્હાઈટ હાઉસ વાઈરસ સામે લડાઈમાં ઝડપથી પગલાં લઈ રહ્યું છે. સાજા થઈ ગયેલા દર્દીઓના બ્લડ પ્લાઝ્માનો ઉપયોગ…
સુરત ના નાનપુરામાં રહેતી 15 વર્ષની સગીરા ધર્મગુરુના કાર્યક્રમમાં ગઈ, દરમિયાન મુર્તુઝા પણ ત્યાં સેવા માટે મુંબઇથી આવ્યો હતો. બંને વચ્ચે પ્રેમ થતા પરિવારે જાન્યુઆરી-20માં સગાઈ નક્કી કરી 18 વર્ષની થયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. સગાઈ થયા પછી યુવક તેના ઘરે રહેવા લાગ્યો હતો. તેવામાં લોકડાઉન આવતા મે સુધી યુવક તેના ઘરે રહ્યો હતો. થોડા મહિનામાં બંનેે વચ્ચે મનમેળ ન થતાં મે મહિનામાં સગીરાના ફેમિલીએ સગાઈ તોડી નાખી હતી. જેથી યુવક મુંબઈ જતો રહ્યો હતો. મુંબઈમાં જઈ યુવકે સગીરાના બિભત્સ વિડીયો અને ફોટો સોશિયલ મિડીયા પર અપલોડ કરી તેને મારી નાખવાની ધમકી આપી હતી. સોશિયલ મિડીયા પર વિડીયો…
વીર નર્મદ યુનિવર્સિટીની કોમર્સની કોલેજો આજે સોમવારે બી.કોમનો પહેલા વર્ષનો પહેલો રાઉન્ડ જાહેર કરનારી છે. આ રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળ્યો છે, તે વિદ્યાર્થીઓએ કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. કોમર્સ કોલેજોની પહેલા વર્ષની 28550 બેઠક માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને આ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે 23937 વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરતી સમયે જે પણ કોલેજ પસંદ કરી હતી તે કોલેજો આજે મેરીટ લીસ્ટ જાહેર કરશે. કોઈ વિદ્યાર્થી કોલેજથી અપાયેલા સમય મુજબ હાજર નહીં રહેશે તો તેની બેઠક તેના પછી મેરીટ લીસ્ટમાં આવતા વિદ્યાર્થીને આપી…
કોરોનાનો આંકડો દોઢ સો ને પાર જ છે અને અઠવા, રાંદેર, કતારગામ વિસ્તારમાં સંક્રમણ વધુ છે. સુપર સ્પ્રેડરો વધતાં હોય ત્યારે ચેપ ફેલાતો અટકાવવા પાલિકા કમિશનરે શનિ-રવિવારે બિચ બંધ, ખાણી-પીણી સ્ટોલ-લારીઓ, શાકભાજી પાથરણાં વાળા ને બંધ કરાવી દીધા છે. ચિંતીત પાલિકા કોરોનાને કેમેય કરી રોકવા મથી રહી છે. પરંતુ લોકો કોરોના અંગે ના નિયમો પાળવા માં બેદરકાર બન્યા છે. માસ્ક પહેરતાં નથી, બે ગજની દૂરી તો જેમ કુંડાળાઓ ભૂસાઇ ગયા તેમ ભૂલાઇ ગઇ છે.! પરિણામે કેસો વધવા માંડ્યા છે. તેથી પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ પણ કડક પગલાંઓ લેવાં માંડ્યા છે અને જો તમે સરખી રીતે પાલન નહીં કરો તો તમારા…
એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેકારીથી તૂટેલી આર્થિક કમર નાના પરિવારના મોભીઓને આપઘાત કરવા તરફ દોરી જતી હતી. આવો જ એક પરિવાર થોડા દિવસો પહેલા મોટા વરાછા નજીક વેલંજા ખાતેની એક પ્રોજેક્ટ સાઈટ ઉપર આવ્યો અને પરિવારના મોભીએ બિલ્ડરને પૂછ્યું કે, સાહેબ અમે વતન જવા માગીએ છીએ. અમારી પાસે ઘરવખરીનો સામાન રાખવા માટે મકાન નથી. તમારા ફ્લેટ ખાલી પડ્યા છે, શું થોડા મહિનાઓ માટે અમારો સામાન તમારા ફ્લેટમાં મુકવા દેશો? આ વ્યક્તિની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. બિલ્ડરને લાગ્યું કે જો આ વ્યક્તિને હું હમણાં મદદ નહીં કરું તું તે કંઈક અજુગતું કરી બેસી શકે છે. બિલ્ડરે…
આગામી તારીખ 18ને શુક્રવારથી પુરુષોત્તમ માસનો પ્રારંભ થઇ રહ્યો છે જે 16 ઓક્ટોબર સુધી રહેશે. આ પહેલા 2018માં અધિકમાસ રહ્યો હતો. ઘણા વર્ષો બાદ આ વર્ષે એકસાથે અનેક શુભ યોગ અને નક્ષત્રમાં અધિકમાસ મનાવશે. આ વર્ષે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર, વ્યતિપાત યોગ, રવિ પુષ્યામૃત યોગ, અમૃતસિદ્ધિયોગ જેવા શુભ યોગનો સંયોગ સર્જાયો છે તેથી આ વર્ષનો પુરુષોત્તમ માસ પૂજા, ઉપાસના, જપ-તપ માટે શુભ રહેશે. ક્યા દિવસે ક્યો યોગ 18 સપ્ટેમ્બર : ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં અધિકમાસનો પ્રારંભ થશે. 20 સપ્ટેમ્બર : વૈદ્યુતિ યોગ ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ઉત્તમ છે. 2 ઓક્ટોબર : અમૃતસિદ્ધિયોગ છે, દરેક પુણ્યકાર્ય માટે શુભ છે. 7 ઓક્ટોબર : વ્યતિપાત યોગ છે જે દાન-પુણ્ય કરવા માટે…
કોરોના વાઇરસ મહામારીને કારણે કોઇને કોઇ રીતે આપણા જીવનને અસર કરી છે. અનેક વ્યક્તિઓ માનસિક તાણ અનુભવે છે. જ્યારે આ માનસિક તાણ મહિલાઓના શરીરને અસર કરે છે ત્યારે શું થાય છે? આ તણાવ ક્યારે આપણા શરીરની કુદરતી પ્રવૃત્તિઓમાં અડચણરૂપ બને છે તે વિશે જાણવું જરૂરી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના મહિલા અધ્યાપક ડો.ધારાબેન દોશી અને ડો.નિમિષા પડારિયાએ આ બાબતે એક સરવે કર્યો હતો જેમાં કોરોના મહામારીને કારણે મહિલાઓની પિરિયડ્સને લગતી સમસ્યામાં 20 થી 25 ટકાનો વધારો થયાનું બહાર આવ્યું છે. ડો.દોશી અને ડો.પડારિયાએ જણાવ્યું હતું કે, મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રમાં જ્યારે મહિલાઓના ફોન આવે છે ત્યારે ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરતી હોય…
શહેરના પુણા વિસ્તારમાં ધન્વંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોરોનાથી રક્ષણ મેળવવા અને બાળકોમાં લોહીની ઉણપ દૂર થાય તે માટેની દવા લોકોને આપવામાં આવી હતી. જો કે, આ દવા ઓગષ્ટ માસમાં જ એક્સપાયર થઈ હોવાનું બહાર આવ્યું છે. પુણા વિસ્તારના લોકોની ફરિયાદ બાદ કોંગ્રેસના સભ્યોએ ધન્વંતરી રથની ચકાસણી કરતાં મોટી મત્રામાં એકસ્પાયરી ડેટની દવા સાથે આગામી મહિને એક્સપાયરી થાય છે તેવી દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો. સુરતમાં કોરોના સંક્રમણને અટકાવવા શહેરમાં 100થી વધુ ધન્વંતરી રથ વિવિધ જગ્યાઓ પર દવાઓનું વિતરણ કરી રહી છે. જેમાં ઉકાળા, આર્યુવેદ અને હોમિયોપેથી સાથે અન્ય દવાનું વિતરણ થઈ…
હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે, ત્યારે લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળી રહી છે, તો આ શઆક હેલ્દી હોવાની સાથે બાળકોના માનસિક વિકાસ અને આરોગ્ય માટેના વરદાનથી ઓછા નથી. લીલા શાકભાજી માં આયરન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે તંદુરસ્ત શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ખુલાસો તાજેતરના સંશોધન દરમિયાન કરવામાં આવ્યો છે. સંશોધનકારોએ 1,500 બાળકો અને કિશોરોના મગજમાં આયરનના સ્તરની માપણી કરી છે. આ બાલકોનીઉંમર 8 થી 24 વર્ષની વચ્ચે હતી. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, જે લોકોના મગજમાં આઇરનની ઉણપ હોવાનું જોવા મળ્યું છે, તે બીજા લોકોની તુલનામાં ઘણા પ્રકારના કાર્યોમાં સારુ પ્રદર્શન કરી…