ગળા અને ફેફસાંની સાથે કોરોનાવાઈરસ હવે મગજને પણ અસર કરી રહ્યો છે પણ સમગ્ર વિશ્વના ન્યુરોલોજીસ્ટો પણ તેની પુષ્ટિ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કોરોનાથી પીડિત દર્દીઓમાંથી એક વર્ગ એવો પણ છે જેમાં સંક્રમણની અસર તેમના મગજ પર પડી રહી છે. નિષ્ણાતોએ તેને બ્રેઈન ડિસફંક્શન નામ આપ્યું છે મગજમાં સોજાને કારણે માથામાં દુખાવો વધી રહ્યો છે. આવા અનેક દુર્લભ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે ઉપરાંત ગંધ સૂંઘવાની અને અલગ અલગ પ્રકારના સ્વાદ પારખવાની ક્ષમતા પણ ઘટી રહી છે. ઈટાલીની બ્રેસિકા યુનિવર્સિટીની હોસ્પિટલ સાથે જોડાયેલા ડો. અલેસેંડ્રો પેડોવાનીના અનુસાર, કોરોનાના દર્દીઓમાં આવા ફેરફાર ઈટાલી અને દુનિયાના બીજા ભાગના…
કવિ: Satya Day News
શિવલિંગ એ સામાન્ય પત્થરથી કઈ રીતે જુદો પડે છે. શું માત્ર પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી જ એ પત્થર પત્થર ન રહેતા એક દેહધારી બની જાય છે. શું તે શિવલિંગમાં એવું કયું તત્ત્વ હોય છે કે જે તમારી પ્રાર્થનાને અનંત બ્રહ્માંડમાં પહોંચાડી તમને તેની પ્રતિક્રિયા રૂપે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આવા પ્રશ્નો સહેજે થાય છે. અહિં આ મુદ્દે જ વિશેષ માહિતી આપવામાં આવી છે. શું છે આખરે શિવ તત્ત્વ શિવલિંગમાં ? ભોતિક કારણોમાં એવું જણાવવામાં આવે છે કે શિવજીએ વિષપાન કર્યું હોવાથી તેમનાં શરીરમાં દાહ થતો હોવાથી જળાભિષેક કરવો જોઈએ. તો વિવિધ પ્રકારે અભિષેક કરવાથી વિવિધ ફળની પ્રાપ્તિ પાછળ જે તે…
કોરોના વાયરસના પગલે સુરતમાં પાલિકા તંત્ર દ્વારા શહેરના રસ્તાઓ,બજારો અને માર્કેટ વિસ્તારમાં ડિશ- ઇન્ફેક્શન ની કામગીરી કરી રહી છે.ત્યારે પોતાની નૈતિક ફરજ સમજી સુરતના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન અને ભાજપી મહિલા કોર્પોરેટર જાતે પોતાના વોર્ડમાં ડિશ- ઇન્ફેક્શન ની કામગીરી કરવા નીકળી પડ્યા છે.જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ દાખલો બની રહ્યો છે. સુરત ભાજપના મહિલા કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન હેમાંગી બોગાવાળા આજ રોજ પોતાના વોર્ડમાં ડિશ – ઇન્ફેક્શનની કામગીરી કરવા માટે નીકળ્યા છે.હાલ ચાલી રહેલા કોરોના વાયરસ ની મહામારી વચ્ચે સ્થાનિક કોર્પોરેટર તરીકે પોતાની નૈતિક ફરજ નિભાવી રહેલા હેમાંગી બોગવાળાએ પોતાના વોર્ડમાં આવતી સોસાયટીઓ અને રોડ રસ્તાઓ પર જાતે બહાર નીકળી…
વલસાડ માં લારીઓ અને ફેરિયાઓ બજાર માં ઉભા રહી સોશિયલ ડિસ્ટનિંગ જાળવતા નહિ હોવાના સત્યડે નાઅહેવાલ બાદ પોલીસ તેમજ નગરપાલિકા ના સયુંકત અભિયાન અને પ્રયાસો થી વલસાડમાં અલગ અલગ જગ્યા ઉપર ઉભા રહેતા શાકભાજી વિક્રેતા લારી વાળા ઓને એક જ જગ્યા ઉપર રહી વેપાર કરવા સૂચના અને અમલ કરાવ્યો હતો. વલસાડ ના તિથલ રોડ ઉપર આવેલ પ્લાઝા ની સામે આવેલ પૂજા અભિષેક ની બાજુ ના મેદાન તેમજ તિથલ રોડ ઉપર આવેલ ગવરમેન્ટ કોલોની ની સામે નું મેદાન ફેરિયાઓ ને હંગામી ધોરણે ફાળવી દેવામાં આવ્યું છે. જેથી ગરીબ લારી વાળો પણ વેપાર કરી શકે અને ગ્રાહકો ને પણ સગવડતા મળી રહે…
હાલ કોરોના મહામારીને કારણે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉન સમયે માણસ સાથે સાથે મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓ પણ પ્રભાવિત થયા છે ખાસકરીને શહેરી વિસ્તારોમાં રહેતા મુંગા પ્રાણીઓ તથા પક્ષીઓ માટે માણસ એકમાત્ર ખોરાક આપે છે અને વધ્યું ઘટ્યું એઠવાડ કે નકામા શકભાજી તેમનો ખોરાક હોય છે પણ માણસ જ લોકડાઉન થઈ જતા અનેક મૂંગા પશુઓ પ્રભવીત થયા છે તેવે સમયે તેઓને કઈક ખવડાવવું આપણી ફરજ બને છે ત્યારે એવા પણ જીવદયા પ્રેમીઓ છે જેઓ આવા લોકડાઉન સમયે પોલીસ રોકે છે તેમછતાં પણ કબૂતરો તથા ગાય કૂતરાઓ માટે પાણી, ખોરાકની વ્યવસ્થા કરી અનોખી સેવાઓ કરી રહ્યા છે ત્યારે આજે…
કોરોના નું નામ પડતાજ લોકો દૂર ભાગી રહ્યા છે ત્યારે વડોદરામાં એક મહિલા ને કોરોના ના લક્ષણો જણાતા તેને હોસ્પિટલ સુધી લઈ જવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડી હતી અને માત્ર એકજ ડ્રાઇવર આવીને આ મહિલા ને હોસ્પિટલમાં લઈ ગયો હોવાની ચોંકાવનારી માહિતી મળી છે આવા કેસોમાં રાખવામાં આવતી સાવચેતી ની અહીં પોલ છતી થઈ ગઈ છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એવા વાઘોડિયારોડ, બાપોદ જકાતનાકા ખાતે આવેલા હિરાબાનગર સોસાયટીમાં મ.નં. 9 માં ભાડેથી રહેતા એક 45 વર્ષીય મહિલાને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાંતા આસપાસના રહીશોએ ઇમરજન્સી વાહન 104 ને જાણ કરી હતી પરંતુ ત્યાં તેમને 108 ઇમરજન્સી વાહનનો સંપર્ક કરવા માટે જણાવાયું…
કોરોના વાયરસ જીવલેણ છે. વારંવાર લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં લોકો લોક-ડાઉનનું પાલન કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ પાંચ-પાંચસોની નોટોથી નાક લુછી રહ્યો છે. આ વ્યક્તિનું કહેવું છે કે કોરોના વાયરસ અલ્લાહનો શ્રાપ છે. આ વ્યક્તિ પર કાર્યવાહી કરતી પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. ટ્વીટર પર પોસ્ટ થયેલા આ વીડિયોની સાથે લખ્યું છે, આ વ્યક્તિ કોરોના સંક્રમિત હોઈ શકે છે. આ નોટોથી પોતાનું નાક લુછી રહ્યો છે. નાક લુછી અને થુકીને આ નોટોને પણ સંક્રમિત કરી શકે છે. વીડિયોમાં હાજર વ્યક્તિ પોતે પણ આવો ઈશારો કરી રહ્યો…
કોરોના વાઇરસના પોઝિટિવ કેસ હાલ સૌથી વધારે અમેરિકામાં છે. લોકડાઉનના લીધે દેશ ઠપ થઇ ગયો છે. સ્કૂલ બંધ થઇ જવાથી દેશના ઘણા વિદ્યાર્થીઓનું ભણવાનું ખોરવાઈ ગયું છે. ટ્વિટર પર અમેરિકાના મેડિસન શહેરના એક પિતાની પોસ્ટ વાઈરલ થઇ રહી છે. પોસ્ટમાં તેની છઠ્ઠા ધોરણમાં ભણતી દીકરીને ટીચર કેવી રીતે ભણાવી રહ્યા છે તેનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ટીચર સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન્સ ધ્યાનમાં રાખીને જોશની દીકરીને ભણાવી રહ્યા છે. જોશની દીકરીને ગણિતના એક દાખલામાં ખબર ન પડતા તેણે ટીચર પાસે મદદ માગી હતી. આ ટીચર તેના ઘરની બહાર વ્હાઈટ બોર્ડ લઈને આવી ગયા અને ગ્લાસ ડોરમાંથી તેને દાખલો શીખવાડ્યો. ટ્વિટર પર…