નોવેલ કોરોના (COVID 19) થી આજે વિશ્વના 186 દેશોમાં ખુવારી થઇ છે. આપણા ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે જેથી લોકો કોરોનાને કારણે સંક્રમિત ન થાય પરંતુ સાથે સાથે લોકડાઉન સમયે ઇમરજન્સી સેવાઓમાં વડોદરા શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર તથા શહેરમાં વાહનોના ટાયર પંક્ચરની દુકાનોને બંધ કરાવવામાં આવી છે જેને કારણે એમ્બ્યુલન્સ, પોલીસ/ટ્રાફિક પોલીસના વાહનો, ફાયરબ્રિગેડના તથા મિડિયા કર્મીઓના વાહનો, સફાઇકર્મીઓ ના વાહનો જો પંક્ચર થાય કે ટાયરમા હવા ઓછી હોય ત્યારે એકતરફ આકરી ગરમીમાં તથા મોટાભાગના ટાયર પંક્ચરની દુકાનો તથા…
કવિ: Satya Day News
એક બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સર વિશે જાણી શકાશે. વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટ દ્વારા પ્રારંભિક તબક્કે કેન્સર ડિટેકટ કરવાની આશા વ્યક્ત કરી છે. એન્નલ્સ ઓફ ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, નવા બ્લડ ટેસ્ટથી કેન્સરની સચોટ જાણકારી મેળવી શકાય છે. આ ટેસ્ટ પર બોસ્ટનના ડાના ફાર્બર કેન્સર ઈન્સ્ટિટ્યૂટના સંશોધકો કામ કરી રહ્યા છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કેન્સર શરૂઆતના તબક્કામાં હોવાથી દર્દીની સારવાર થઈ શકે છે.નવા બ્લડ ટેસ્ટથી જાણી શકાશે કે, વ્યક્તિને કેન્સર છે અને તે શરીરના કયા ભાગમાં છે. તેની સચોટ જાણકારી આપશે. તે ઉપરાંત તે કેન્સરનો પ્રકાર બતાવવામાં પણ સક્ષમ છે. આ ટેસ્ટથી વિકસિત કરનારી બાયોટેકનોલોજી કંપની ગ્રેઇલ ઇન્કે સિક્વન્સિંગ ટેક્નિકનો…
જે મહિલાઓ નિયમિત સંભોગ કરે છે તેમનું માસિક નાની ઉંમરમાં બંધ થવાની સમસ્યા ઘટી જાય છે. એટલે કે તેમને મેનોપોઝ ઝડપથી શરૂ થતા નથી. સપ્તાહમાં એકવાર સેક્સ કરનાર મહિલાઓમાં મેનોપોઝ શરૂ થવાની સંભાવના મહિનામાં એક વાર સંભોગ કરતી સ્ત્રી કરતાં 28 ટકા ઓછી હોય છે. એક શોધમાં આ જાણકારી મળી છે. શોધકર્તાઓનું કહેવું છે કે સંભોગ એવી સ્થિતિ છે જેમાં શરીરને સંકેત મળતા રહે છે કે હજી પણ ગર્ભવતી થવાની શક્યતાઓ છે.શોધમાં કહેવાયું છે કે જે મહિલાઓ મિડ લાઈફમાં નિયમિત સંભોગ કરતી નથી તેમનામાં ઝડપથી મેનોપોઝના લક્ષણો જોવા મળે છે. આ તારણ જણાવે છે કે કોઈ મહિલા યૌન સંબંધ નથી…
કોરોના (Corona) વાયરસથી બચવા માટે દરેક સ્તર પર તૈયારી કરવામાં આવી રહી છે. તમિલનાડુના તિરુપ્પર જિલ્લામાં લોકોના જીવનને સુરક્ષિત રાખવા માટે 90 હજાર રૂપિયામાં એક સુરંગ તૈયાર કરવામાં આવી છે. જે થકી લોકોને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. આ તરકીબથી રાજ્યમાં પ્રથમ વખત ભારતીય કંપની પરિસંડ (CII) ના યૂથ વિંગ અને જિલ્લા પ્રશાસનની મદદથી તૈયાર કરવામાં આવી છે. કલેક્ટર વિજયાકાર્તિકેયે જણાવ્યુ કે, ડિસઈન્ફેક્શ ટનલની શરૂઆત કોરોના થી બચવા માટે કરવામાં આવી છે. ત્રણ નોઝલના બે સેટમાંથી સોડિયમ હાયપોક્લોરાઇટના સોલ્યુશનનો એક ટકા ભાગ જ્યારે લોકો ટનલમાંથી નીકળે છે ત્યારે 3 થી 5 સેકન્ડ ફુવારાની જેમ છાંટવામાં આવે છે. આ વાયરસને મારવા…
કોરોના વાઇરસ ને લઈ ને હાલ પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે ત્યારે અમદાવાદ માં સૌથી વધુ 31 કેસો નોંધાયેલ છે અને 3 મૃત્યુ થયેલા છે જેને લઈને સરકાર હરકતમાં આવી ને અમદાવાદ ના આટલા વિસ્તાર હોટસ્પોટ જાહેર કર્યા છે અને જનતા ને આટલા વિસ્તારમાં જવાનું ટાળવા નું જણાવેલ છે. આ વિસ્તારમાં જવાનું ટાળો: 1.ચાંદખેડા 2.વૈષ્ણોદેવી 3.સાઉથ બોપલ 4.સનાથલ 5.આનંદનગર 6.શ્યામલ 7.શાહપુર 8.આસ્ટોડિયા 9.ખાડિયા 10.બાપુનગર 11.કાલુપુર 12.ગોમતીપુર 13.બાપુનગર
વલસાડ જિલ્લા નું વહીવટી તંત્ર કોરોના સામે પૂરતું સજ્જ છે અને સિવિલ થી લઈ આરોગ્ય વિભાગ માં કોરોના ને લઈ તમામ આગોતરા આયોજન કરાયું છે અને બેડ સહિત પ્રાથમિક અને આઇસોલન વિભાગ માં તમામ સગવડ ઉભી કરવામાં આવી હોવાનું જિલ્લા કલેકટરે પત્રકારો ને જણાવ્યું હતું. તેઓ એ વલઝાડ સહિત જિલ્લામાં ઉભી કરાયેલી સગવડ અને પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી.
સૂત્રો દ્વારા મડતી માહિતી મુજબ અને સૂત્રો ના અહવાલ મુજબ જાણવા મડેલ કે, આજે નરેન્દ્ર મોદી દ્વારા તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર એક ટ્વિટ કર્યું હતું અને જેમાં લખ્યું હતું કે સમગ્ર દેશ ની જનતા ને આવતીકાલે સવારે 9 વાગે એક વીડિયો મેસેજ આપીશ જેને લઈ ને હાલ દેશભર માં સટ્ટા બજાર ગરમ થઇ ગયું છે અને ચર્ચા થઈ રહી છે કે આવતીકાલે સવારે નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન ખોલી કાડવા માં આવશે કે લોકડાઉન વધારવા માં આવશે જેને લઈ ને સટ્ટા માર્કેટે તેજી પકડી છે.
હાલ માં કોરોના ની સ્થિતિ વચ્ચે અનાજ ની કિંમત શુ છે તે માટે આપણે જરુયાતમંદ વ્યક્તિ ને પૂછવું પડે ઘણા એવા પરિવારો છે કે જેઓ ને 2 ટાઈમ નું ભોજન પણ મળતું નથી ત્યારે રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક એક દંપતીના ઘઉં ઢોળાયા હતા. ત્યારે દંપતીએ રસ્તા પરથી અનાજનો એક-એક દાણો ઉપાડી લીધો હતો. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં અનાજની ખરી કિંમત જાણી શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, બપોર વચ્ચે નાના બાળકો સાથે પરિવાર રસ્તા પર ઢોળાયેલા ઘઉંનો દાણો વીણતા નજરે પડી રહ્યો છે. આ સમયે ત્યાંથી નીકળેલા કોંગ્રેસના નેતા મનોજ રાઠોડ પણ તેમને ઘઉં વીણવામાં મદદ કરી હતી ત્યારે…
કોરોના વાઇરસ ના લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. આવામાં મોદી સરકાર એ 21 દિવસ નો લોક-ડાઉન જાહેર કર્યો છે જેના લઈને કોરોના પોજિટિવ કેસમાં સંક્રમણ ઓછા જોવા મડયા છે. મોદી એ ટ્વીટ કર્યું છે કે, આવતીકાલે સવારે 9 વાગે તે એક નાનો વિડિયો દેશ વાસીઓ માટે શેર કરશે. તો હવે જાણવાનું એ રહ્યું કે મોદી લોક-ડાઉન હટાવી દેશે કે પછી લોક-ડાઉન ના દિવસો લંબાવાની જાહેરાત કરશે.
ગુજરાત માં લોકડાઉન ના કડક અમલ ને કારણે કોરોના ની સ્થિતિમાં ખાસ્સો સુધારો આવ્યો છે તે જોતા હવે જો લોકડાઉન નો ચુસ્ત અમલ થાય તો સ્થિતિમાં હજુપણ વધુ સુધારો આવી શકે તેમ મનાઈ રહ્યું છે. ગુજરાત માં આજે કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાત માટે રાહતના સમાચાર છે કે છેલ્લા 48 કલાકમાં એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે આગામી 4 થી પાંચ દિવસ ખુબજ મહત્વના છે અને તેમાં સફળતા મળશે તો કોરોના ને હરાવવામાં મદદ મળશે. રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ડ્રોનના પેટ્રોલિંગ…