વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કરતાં બાંધકામ ક્ષેત્રથી લઈ ઘરકામ કરતા હજારો કામદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કામકાજ બંધ થઈ જતાં તેમણે વતનની વાટ પકડી હતી, પરંતુ વાહન વ્યવહાર પણ બંધ થઈ જતાં તેમણે થોડા અંતર સુધી પગે ચાલતાં જ જવું પડ્યું હતું. પછીથી ટ્રક મળતાં આ રીતે ખીચોખીચ ભરાઈને મુસાફરી કરી હતી, જે ખરેખર હાનિકારક છે.
કવિ: Satya Day News
કોરોનાવાઈરસથી પીડાતા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ચીનના સંશોધકોએ તેમના તાજેતરના રિસર્ચમાં જણાવ્યું છે કે, આવા દર્દીઓએ ઉંઘા સુવડાવામાં આવે તો શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. આવી સ્થિતિમાં પેટના બળે સુવડાવામાં આવે અને ઓશીકું પર મોં રાખવું. આ રિસર્ચ કોરોના વાઈરસના ગઢ વુહાનમાં આ વાઈરસથી પીડાતા દર્દીઓ પર કરવામાં આવ્યું છે. અમેરિકન જર્નલ ઓફ રેસ્પિરેટ્રી એન્ડ ક્રિટકલ કેર મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વેન્ટિલેટર પર કોરોના પીડિતને ઉંઘો સુવડાવો ફેફસાં માટે યોગ્ય છે. ચીનમાં સાઉથવેસ્ટ યુનિવર્સિટીના સંશોધક હૈબો ક્યૂના જણાવ્યા અનુસાર જ્યારે ફેફસાં પર સકારાત્મક દબાણ વધે છે ત્યારે તેમનું વર્તન બદલાય છે. આવી સ્થિતિમાં દર્દીને રાહત મળે છે.…
કોરોના નો કહર હજુ સમયો નથી ત્યાં તો કોરોના ના કારણે અમદાવાદ માં પ્રથમ દર્દીનું મોત. સુરત બાદ ગુજરાત માં અમદાવાદ માં કોરોના ની સારવાર લઈ રહેલા એક દર્દી નું મોત નીપજયું છે. ગુજરાત માં અત્યાર સુધી કોરોના ની બીમારી થી કુલ 2 દર્દી ના મોત થયા છે. 22 મી માર્ચ ના રોજ 85 વર્ષ ની વૃધ્ધા ને અમદાવાદ ના સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. બીજા દેશ થી પરત ફરેલા 85 વર્ષ ના વૃધ્ધા ને કોરોના ના વાઇરસ ના લક્ષણ દેખાતા સિવિલ માં સારવાર અર્થે ખસેડાયા હતા.
નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની દેવીનું સ્વરૂપ જ્યોતિર્મય છે. તે માતા દુર્ગાની નવ શક્તિઓમાં બીજી છે. અન્ય નામ તપશ્ચરિણી, અપર્ણા અને ઉમા છે. તેમની પૂજા કરવાથી તમામ કાર્યો પૂરા થાય છે, અવરોધો દૂર થાય છે અને વિજય મળે છે. આ સિવાય તમામ પ્રકારની સમસ્યાઓનો પણ અંત આવે છે. બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, સદ્ગુણ, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે.
સુરતમાં કોરોનાથી બચવા માટે લોકોએ સોસાયટી બહારના વ્યક્તિ પર પ્રતિબંધ ફરમાવી લક્ષ્મણ રેખા બનાવી દીધી છે. સંખ્યાબંધ સોસાયટીઓમાં બહારની વ્યક્તિ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. લોકોમાં આવેલી આ જાગૃતિ 21 દિવસ રહે તો કોરોના સામે લડાઈ જીતી શકાય તેમ છે. કોરોના સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રજાજોગ સંબોધન કર્યું હતું, તેમાં લક્ષ્મણ રેખાની વાત કરી હતી. સંખ્યાબંધ લોકોએ પોતાની સોસાયટીમાં લક્ષ્મણરેખા દોરી દીધી છે. લોકડાઉનનો કડકાઈ પૂર્વક અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સોસાયટીના સભ્યોને પણ જરૂરત વિના બહાર ન નીકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ સુરત સોસાયટીમાં દૂધ, શાકભાજી કે અન્ય વસ્તુઓ પણ…
કોરોના વાયરસના કારણે 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. જેમા સરકારી અને ગેર સરકારી કંપનીઓએ પોતાના વધારે પડતા કર્મચારીઓને ઘર પર બેસીને જ કામ કરવા માટે કહી દીધુ છે. એવામાં જો તમે પણ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો તો તમારા માટે સારી ઈન્ટરનેટ સ્પીડ ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે બ્રોડબેન્ડ કનેક્શન છે અને સ્લો ચાલી રહ્યુ છે તો, તેના ઘણા કારણો હોય શકે છે. સ્પીડને બૂસ્ટ પણ કરી શકાય છે. જે માટે તમારે બેઝિક પગલા ભરવા પડશે. સૌ પ્રથમ કામ તમારે ઈન્ટરનેટની સ્પીડને ચેક કરવાનુ છે. સ્પીડ ચેક કર્યા બાદ જો તમને પર્યાપ્ત…
કોઈએ સાચુ જ કહ્યુ છે કે, પ્યાર કરનાર લોકો કોઈનાથી ડરતા નથી. જે ડરે છે તે પ્રેમ કરતા નથી. જ્યાં દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે, ત્યાં બે પ્રેમીઓ એકબીજા મળવા માટે કોરોનાને ભૂલી ગયા છે. કંઈક આવુ જ બન્યુ છે ઉત્તરાખંડના કાઠગોદામ રેલવે સ્ટેશન પર એક 37 વર્ષની ઓસ્ટ્રેલિયન મહિલા પોતાના 17 વર્ષના પ્રેમીને મળવા માટે કોલકાતાના રાનીખેત એક્સપ્રેસના કાઠગોદામ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ છે. જ્યારે મહિલાને પ્લેટફોર્મ પર એકલી ફરતા જોવામાં આવી તો, રેલવે અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. રેલેવ મેડિકલ સ્ટાફ પાસેથી સ્ક્રીનિંગ પણ કરવામા આવી છે. મહિલાએ અધિકારીઓને જણાવ્યુ કે, તેણી નૈનિતાલમાં પોતાના…
પાંડેસરા વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી શાકભાજી માર્કેટમાં એક યુવકને શાકભાજીવાળાએ ચપ્પુ ધૂસાડી દીધું હતું. યુવકે માસ્ક પહેરી કામ કરવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા શાકભાજીવાળાએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો ત્યારબાદ ઈજાગ્રસ્ત અતુલ મકવાણા(ઉ.વ.28)ને ટ્રાફિક પીઆઈ પોતાની ગાડીમાં ટીઆરબી જવાનની મદદથી સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. યુવકના પેટની ડાબી બાજુમા ચપ્પુનો ઘા લાગતા લોહી લુહાણ થઈ ગયો હતો. હાલ યુવકની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. યુવકે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છું.
શાહીબાગમાં લૉકડાઉનના સમયે પરિવાર લગ્નની સીડી જોતો હતો, ત્યારે પરિણીતા અને નણંદ વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી પતિએ પરિણીતા સાથે મારઝૂડ કરતા પરિણીતાએ દવાની ગોળીઓ ખાઈ લીધી હતી. જો કે પતિ તેને પિયર મૂકી આવ્યો હતો, બીજી બાજુ પિયરમાં જાણ થતાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાઈ હતી, ત્યારબાદ પરિણીતાએ પતિ અને સાસરિયાં સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, શાહીબાગમાં રહેતો પરિવાર ઘરે લગ્નની કેસેટ જોતો હતો ત્યારે નણંદ અને પરિણીતા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિએ પરિણીતા સાથે મારઝૂડ કરી હતી. એટલે પરિણીતાને દવાની પડેલી બોટલમાંથી ગોળીઓ ખાઈ લીધી…
ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઇ રહી છે. દુર્ગા પૂજાના આ પર્વમાં એકપણ તિથિ ક્ષય થતી નથી. આ પર્વ 2 એપ્રિલ, ગુરૂવાર સુધી ચાલશે. નવરાત્રિમાં કરવામાં આવતી દેવી પૂજાથી મોટી-મોટી પરેશાનીઓ પણ દૂર થઇ શકે છે. આ દિવસોમાં દુર્ગા સપ્તશતીનો અને દેવીના અન્ય મંત્રના જાપ કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ મંત્રની ખૂબ જ જલ્દી પોઝિટિવ અસર થાય છે. આ મંત્રોચ્ચારમાં કોઇપણ ભૂલ થવી જોઇએ નહીં. મંત્રોનું ઉચ્ચારણ યોગ્ય થવું જોઇએ. સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. અધાર્મિક કાર્યો કરવાથી બચવું જોઇએ. આ મંત્રોનો જાપ કોઇ બ્રાહ્મણની મદદથી કરાવી શકો છો. નવરાત્રિમાં રોજ સવારે જલ્દી જાગવું. સ્નાન કરીને ઘરના મંદિરમાં ગણેશજી અને માતા દુર્ગાની…