કોરોના વાઈરસથી વિશ્વભરના દેશમાં અત્યાર સુધીમાં 14700 થી વધારે લોકોના મોત થયા છે અને ત્રણ લાખ 39 હજારથી વધારે પોઝિટિવ કેસ છે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઈરસને લઈને ફફડાટ છે ત્યારે ચીન તરફથી આ વાઈરસના સંક્રમણને લઈને સારા સમાચાર આવ્યા છે. ચીને કહ્યું કે, કોરોના પોઝિટિવ કેસમાંથી 90% દર્દીઓ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના વાઈરસની શરૂઆત જ ચીનથી થઈ હતી અને ત્યા 81 હજારથી વધારે કેસ નોંધાયા હતા, જેમાં 3227 લોકોના મોત થયા છે. ચીનના નેશનલ હેલ્થ કમીશને કહ્યું છે કે, કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 90% દર્દીઓ રિકવર થઈ ગયા છે અને તેઓને…
કવિ: Satya Day News
કોરોના નાવધતા જતા કેસોને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને એલર્ટ કરી દેવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ લોકોને નહિં ગભરાવા કરવા અને થોડી સાવચેતી રાખવાની સલાહ આપી છે. કોરોના વાયરસને રોકવા માટે ઘણા રાજ્યોમાં મોટાભાગે હોસ્પિટલોમાં પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી છે, પરંતુ ગુજરાત માં સૌ પ્રથમ ખાનગી લેબ ને માન્યતા આપવામાં આવી છે , હાલમાં કુલ 15 જેટલી લેબમાં આ વાયરસની તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે ગુજરાતમાં વધતા જતા કોરોના વાયરસ ને ઝડપ થી કાબુ માં લેવા માટે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે અને ગુજરાત માં અમદાવાદ ખાતે સૌ પ્રથમ એક ખાનગી લેબ ને ટેસ્ટિંગ માટે પરમિશન…
કોરોના ના વાયરસ ને ખતમ કરવા તંત્ર કામે લાગ્યું છે અને લોકો ને ભીડ માં જમા નહિ થવા સહિત રોજગાર બંધ રાખવાની થયેલી અપીલ બાદ વલસાડ માં 144 ના જાહેર નામ અંગે લોકો અને વેપારીઓ ને ખબર જ નહીં હોવાનું સત્યડે ની તપાસ માં બહાર આવી રહ્યું છે આખું વલસાડ આજે ધમધમતું હતું તે અંગે તંત્ર ને જાણ કરી પગલાં લેવાયા બાદ અહીં ના પારનેરા રોડ ઉપર આવેલ કટારિયા મોટર્સ ચાલુ હોવાની વાત સામે આવતા સત્ય ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરીતો બધું ચાલુ હતું ત્યાર બાદ સત્ય ડે ટીમે મોટર્સ ના હેડ સાથે વાત કરતા તેઓ…
ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસનાં ડરનાં કારણે લોકો શહેરો છોડીને ગામ તરફ જઇ રહ્યાં છે. આ બધા સમાચારો વચ્ચે અમરેલી માંથી અલગ ખબર સામે આવી છે. અહીં એક જોડાએ કોરોના પ્રિવેડિંગ શૂટ કરાવ્યું છે. રાજ્યનાં અરેલીમાં એક કપલે કોરોના પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં ભાવિ દુલ્હા અને દુલ્હને કોરોના વાયરસને કારણે મોં પર માસ્ક પહેર્યા છે. મોં પર માસ્ક પહેરીને આ કપલ સમજાવવા માંગે છે કે કોરોના વાયરસને ગંભીરતાથી લો. આ લોકોની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. નોંધનીય છે કે, કોરોના વાયરસે (coronavirus) ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ચપેટમાં લઈ લીધું…
મેદસ્વિતાને લીધે સ્વાસ્થ્યને ઘણાં નુકસાન થાય છે. મેદસ્વિતાથી પીડાતા લોકોને ચેતવે તેવા સમાચાર બ્રાઝિલથી સામે આવ્યા છે. બ્રાઝિલમાં થયેલાં એક રિસર્ચ મુજબ મેદસ્વિતાને લીધે મગજનાં કેટલાક મહત્ત્વના ભાગોને નુકસાન પહોંચે છે. બ્રાઝિલની સાઓ પુઆલો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં મેદસ્વિતા ધરાવતા લોકોમાં ભૂખ, લાગણીઓ અને જ્ઞાનાત્મક નિર્ણય લેતા મગજના ભાગમા કેટલાક ફેરફાર જોવા મળ્યા હતા. રિસર્ચમાં DTI (ડિફ્યૂશન ટેન્શર ઇમેજિંગ) પદ્ધતિનો ઉપયોગ કરીને વોલન્ટિયર્સના મગજમાં આવતા ફેરફારોનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં મેદસ્વિતા ધરાવતા 59 અને સ્વસ્થ 61 કિશોરોના DTIના ડેટાનો અભ્યાસ કરવામા આવ્યો હતો. રિસર્ચમાં જોવા મળ્યું કે સ્વસ્થ બાળકોની સરખામણીએ મેદસ્વિતા ધરાવતા બાળકોમાં મગજની કાર્યપ્રણાલીમાં ફેરફાર આવે છે.…
કોરોના વાઇરસના કારણે દેશના અમુક રાજ્યોમાં જ રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને 23 માર્ચથી દેશભરની બેંકોમાં બિન-આવશ્યક સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઇન્ડિયા બેંક એસોસિએશન (IBA)એ રવિવારે આ અંગે માહિતી આપી છે. આ સિવાય IBA એ બેંકોને કહ્યું છે કે, તેઓ સિલેક્ટેડ બેંક બ્રાંચને ખોલવાનો નિર્ણય કરે. કોરોના વાઇરસના ભયને જોતા બેંકોએ તેમના કર્મચારીઓની સંખ્યામાં 50% નો ઘટાડો કરી નાખ્યો છે. ફક્ત આ સુવિધાઓ મળશે: હવે તમામ બેંકોમાં કેશ ડિપોઝિટ અને ઉપાડ, ચેક ક્લિયરિંગ સુવિધાઓ, પૈસા અને સરકારી વ્યવહારો જ કરવામાં આવશે. આ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. 23 માર્ચથી આ…
દેશના લોકોને નાણાકીય સ્વાસ્થ્ય સુરક્ષા માટે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિચી ઓફ ઈન્ડિયા (IRDA)એ સ્ટાન્ડર્ડ ઈન્ડિવિઝ્યુઅલ હેલ્થ ઈન્શ્યોરન્સ માટે ગાઈડલાઈન જારી કરી હતી. તેના અંતર્ગત સામાન્ય અને સ્વસ્થ વીમા કંપનીઓને મૂળભૂત સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે વધુમાં વધુ 5 લાખ રૂપિયા અને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાવાળા પ્રોડક્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કંપનીઓને આ પ્રોડકટનું નામ ‘આરોગ્ય સંજીવની પોલિસી’ રાખવાનું કહેવામાં આવ્યું છે. જો કે, ત્યાર બાદ કંપની તેનું નામ જોડી શકશે. આ પ્રોડક્ટ 1 એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવશે. IRDAના જણાવ્યા પ્રમાણે, માર્કેટમાં વધારે પોલિસી હોવાને કારણે ગ્રાહકોને વીમા પોલિસી પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. એટલા માટે સામાન્ય…
ગુજરાત માં કોરોના ની સ્થિતિ વિકટ બનતા તા.22 મી ના રોજ જનતા કરફ્યુ અને ત્યારબાદ 25 મી સુધી ધંધા રોજગાર બંધ રાખવા સહિત લોકો ને કામ વગર બહાર નહિ નીકળવા અપીલ કરાઈ છે અને પોલીસ ખાતા ને પણ તાકીદ કરાઈ છે કે લોકો ને કામ વગર બહાર નીકળતા અટકાવી 144 ની કલમ નો અમલ કરાવવો પરંતુ વલસાડ માં આજે આ ગાઈડલાઈન નો ભંગ જણાયો હતો અને લોકો સામાન્ય દિવસો ની જેમ બિન્દાસ ઘર બહાર નીકળી ગયા હતા. સરકાર ના આદેશ બાદ પણ વલસાડ માં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જનતા ને આ અંગે જાગૃત નહિ કરાતા વલસાડ માં આજથી જ બજારો…
દેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં ઘણા કેસ નોંધાયા છે. કોરોના વાઈરસનું વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને વધારે જોખમ રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગર્ભવતી મહિલાઓને કોરોના વાઈરસથી બચાવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. WHOના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાને કોરોના વાઈરસના પ્રકોપથી બચાવવા માટે અમુક બાબતોની કાળજી લેવી જરૂરી છે. આવું કરવાથી ન માત્ર તમે સુરક્ષિત રહેશો પરંતુ તમારા ગર્ભમાં ઉછરી રહેલ બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર નહીં પડે ખાસ બાબતો : A: સાબુ અથવા સેનિટાઈઝરથી નિયમિતપણે હાથ ને ચોખ્ખા રાખો B: અન્ય લોકોથી ચોક્કસ અંતર રાખી વાત કરો C: ખાંસી અથવા છીંક આવે તે પહેલાં મોં ઉપર હાથ,ટિશ્યૂ અથવા…
ચૈત્ર નવરાત્રિ 25 માર્ચથી શરૂ થઇ રહી છે, નવરાત્રિના નવ દિવસ સુધી માતાની અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. આ અખંડ જ્યોતિને પ્રજ્વલ્લિત કરવાના થોડાં નિયમો ઉલ્લેખવામાં આવ્યાં છે. નવરાત્રિમાં જે લોકો ઘરે અખંડ જ્યોત પ્રગટાવે છે તેમણે આ નિયમોનું પાલન કરવું જોઇએ. અખંડ જ્યોતની વિધિઃ- 1. ચૈત્ર નવરાત્રિના પહેલાં દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે સ્નાન કર્યા બાદ સાફ વસ્ત્ર ધારણ કરવા અને માતાની ચોકીની સ્થાપના કરવી. 2. ચૈત્ર નવરાત્રિએ સૌથી પહેલાં નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ લેવો. આ જ્યોતિ નવ દિવસ સુધી પ્રજ્વલ્લિત રહેવી જોઇએ. 3. ત્યાર બાદ માતાની ચોકીની સ્થાપના કર્યા બાદ તેના ઉપર…