આપણા દેશમાં લગ્નને ઉંમર સાથે જોડવામાં આવે છે. જ્યારે લગ્ન દિલથી કરવામાં આવે છે. દિલની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ તો ગમે ત્યારે થઈ શકે છે. મધ્ય પ્રદેશના ભુરાખેડી ગામમાં એક રસપ્રદ લગ્ન થયા. થયું એવું કે એક વૃદ્ધને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. તેમને ત્યાં એક વૃદ્ધ મહિલા સાથે લવ થઈ ગયો. પછી શું… પરિવારના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા. તમને જાણીને નવાઈ જરૂરથી લાગશે પરંતુ દુલ્હાની ઉંમર 70 વર્ષની છે અને ત્યાં જ દુલ્હનની ઉંમર 55 વર્ષ. હોસ્પિટલમાં કરાવવા ગયા હતા સારવાર હકીકતે 70 વર્ષીય ઓમકાર સિંહ જિલ્લા હોસ્પિટલમાં દાખલ હતા. તે સમય તેમની મુલાકત 55 વર્ષની…
કવિ: Satya Day News
આજે ભાદરવી પૂનમ છે, ત્યારે કોરોના કાળ વચ્ચે જગતજનની મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો. જ્યાં દરવર્ષે સેંકડો પદયાત્રા કરીને શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં આ વર્ષે માત્ર ગણતરીના લોકો જ ઉપસ્થિત રહ્યા અને મેળો સંપન્ન થયો હતો. જોકે તેનાથી સ્થાનિકોએ મોટુ આર્થિક નુકશાન થયું છે.જ્યાં દર વર્ષે હૈયે હૈયુ દળાય અને ચાચર ચોકમાં ગરબા ગાઈ માને કાલાવાલા થતા, હોય તેવા ભાદરવી પૂનમના મેળા પર કોરોના કાળનું ગ્રહણ જોવા મળ્યુ હતું. ભાદરવી પૂનમનો મેંળો રદ થતા સૌથી કફોડી સ્થિતિ સ્થાનિક દૂકાનદારો, શ્રમિકોની થઈ છે. કારણ કે અગાઉ જ લોકડાઉનના કારણે અંદાજે 50 કરોડનું ખોટ વેઠતા સ્થાનિકોને…
કોરોના વાયરસ સામેની લડતમાં સહભાગી થનારા ડૉક્ટરો સાથે અન્યાય થતાં Keralaના કોવિડ સેન્ટર સાથે સંકળાયેલા 900 ડૉક્ટરોએ સાગમટે રાજીનામાં ધરી દીધાં હતાં. આ ડૉક્ટરોને કોવિડ સેન્ટરમાં કોરોના વૉરિયર્સ તરીકે લીધા ત્યારે કરેલા વાયદા મુજબ પગાર ચૂકવવામાં થયેલા અખાડાના પગલે ડૉક્ટરોએ આ આત્યંતિક પગલું લીધું હતું. Kerala સરકારે પગાર વધારવાને બદલે 8 હજાર કાપી લીધા કેરળ જુનિયર ડૉક્ટર એસોસિયેશનના 2020-21ના અધ્યક્ષ ડૉક્ટર ઉસ્માન હુસૈને કહ્યું કે અમને મહિને 42 હજાર રૂપિયાના પગારનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ પગાર આપવાનો આવ્યો ત્યારે Kerala સરકારે કોઇ કારણ વિના રૂા. 8,400 કાપી લીધા હતા. એેને માટે કોઇ વાજબી કારણ આપવામાં આવ્યું નહોતું. સાથોસાથ ટીડીએસ…
ભારતીય વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીની સૌથી દૂરની ગેલેક્સી AUDFs01ને શોધી કાઢી છે. આ શોધને ભારતે પ્રથમ મલ્ટિ-વેવલેન્થ લંબાઈ ઉપગ્રહ – એસ્ટ્રોસેટની મદદથી કરવામાં આવી છે. જેના માટે નાસાએ ભારતીય વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. આ શોધ પુણે સ્થિત અંતરિક્ષ વિજ્ઞાન અને અંતરિક્ષ ભૌતિકના અંતર વિશ્વ વિધ્યાલયના કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. એસ્ટ્રોસેટે બીજી આકાશગંગામાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને પકડયા છે. જે પૃથ્વીથી લગભગ 9.30 બિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. નવી આકાશગંગા હવે દુનિયાની સામે છે. જેનું નામ AUDFs01 અપાયું છે. નાસાએ શું કહ્યું આ શોધના એક દિવસ પછી, નાસાએ ભારતીય વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. નાસાના પબ્લિક અફેર્સ ઓફિસર ફેલિસિયા ચૌએ કહ્યું, “નાસા આ…
અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં વિસ્તારની સ્કૂલની મનમાની સામે આવી છે. નોંધપાત્ર છે કે વિસ્તારમાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરીનો વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્કૂલ સંચાલકોના નિર્ણયનો વિરોધ સૂર ઉઠી રહ્યો છે. જેમાં જે વિદ્યાર્થીઓએ ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણથી દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યની વિવિધ સ્કૂલોમાં આ મામલે વિવાદ સર્જાયા છે. સ્કૂલ બહાર મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઇ વિરોધ કર્યો હતો. સંચાલકોએ સ્કૂલના ગેટને તાળા મારી દીધા હતા.
રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આંકડાઓ અનુસાર ભારતમાં 2019માં દરરોજ સરેરાશ 381 લોકોએ આત્મહત્યા (Suicide) કરી. આ રીતે આખા વર્ષમાં કુલ 1,39,123 લોકોએ પોતાનો જીવ લીધો. NCRBના આંકડાઓ અનુસાર, 2018ની સરખામણીએ 2019માં આત્મહત્યાના કેસમાં 3.4 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે જ્યાં 1,39,123 લોકોએ આત્મહત્યા કરી, ત્યાં 2018માં 1,34,516 લોકોએ અને 2017માં 1,29,887 લોકોએ આપઘાત કર્યો. સુસાઇડના 49.5 કેસ ફક્ત પાંચ રાજ્યોમાં છે જ્યારે 50.5 ટકા કેસ 24 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત રાજ્યોમાં સામે આવ્યાં છે.ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ભારતમાં પ્રતિ એક લાખની વસ્તીએ આત્મહત્યાનો દર 2018ની તુલનામાં આ વર્ષે 0.2 ટકા વધ્યો છે. શહેરોમાં સુસાઇડનો દર 13.9 ટકા રહ્યો, જે…
જો લગ્ન પછી તમારા પતિ કહે કે, તે સ્ત્રી બનવા માંગે છે, તો તમારી પ્રતિક્રિયા શું હશે? ઘણા લોકો માટે આ વિશે વિચારવું ખૂબ મુશ્કેલ છે ? પરંતુ આ જેની બેરેટ અને સીનની વાસ્તવિક જીવનની વાર્તા છે. બંનેના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા. તે બંનેને બે સંતાન હતા, પરંતુ હવે તેનો પતિ એક પુરુષમાંથી એક મહિલા બની ગયો છે. શોર્ને તેનું નામ સારા રાખ્યુ છે અને હવે જેની અને શોર્ન લેસ્બિયન જીવન જીવે છે. ચાલો જાણીએ તેમની અનોખી લવ સ્ટોરી વિશે. શોન એક છોકરો હતો, ત્યારે આ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. શોન અને જેનીના લગ્ન 15 વર્ષ…
ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોએ 22 હજાર 222 ફુટ ઉંચે આવેલા પારગિલ શિખર પર તિરંગો ફરકાવીને રિકોર્ડ બનાવ્યો છે. આ હિમાચલની ત્રીજી સૌથી મોટું શિખર છે. 16 જવાનોના દળમાંથી 12ને આ સફળત મળી છે. આ અભિયાન કોરોના મહામારીના કારણે વધુ અધરું થઈ ગયું હતું. આ અભિયાન દરમિયાન કોવિડની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવ્યું છે. રેકોર્ડ બનાવનાર આ દળ 20 ઓગસ્ટ ITBP ના શિમલા હેડક્વાર્ટરમાંથી રવાના થયું હતું. સૌથી પહેલા 31 ઓગસ્ટે ડેપ્યુટી કમાન્ડન્ટ કુલદીપ સિંહની આગેવાનીમાં કોન્સ્ટેબલ પ્રદીપ નેગી, કાકો કેદારતા, અનિલ નેગી અને આશીષ નેગી શિખર પર પહોંચ્યા હતા. આ જ ટીમના સાત સભ્યો મંગળવારે 11.30 વાગ્યે ધર્મેન્દ્ર…
2 સપ્ટેમ્બરના રોજ ભાદરવા પૂનમ તિથિથી એટલે આજથી પિતૃપક્ષ શરૂ થઇ રહ્યો છે. આ પક્ષ 17 દિવસ સુધી ચાલશે. આ દિવસોમાં પિતઓને પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે કર્મ કરવામાં આવે છે. ખાસ કરીને કાગડા, ગાય અને કૂતરાને ભોજન આપવાની, ચોખાના બનેલાં પિંડનું દાન કરવાની પરંપરા છે. શ્રાદ્ધ પક્ષ અંગે અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. બિહારના ગયામાં પિંડદાન, શ્રાદ્ધ કર્મ કરવાનું વિશેષ મહત્ત્વ છે. કાગડા, ગાય અને કૂતરાને ભોજન કેમ? બધા જ પિતૃઓનો વાસ પિતૃલોક અને થોડાં સમય માટે યમલોક પણ રહે છે. પિતૃપક્ષમાં યમ બિલ અને શ્વાન બલિ આપવાનનું વિધાન છે. યમબલિ કાગડાને અને શ્વાન બલિ કૂતરાને ભોજન સ્વરૂપે આપવામાં આવે…
ઘર અથવા ઓફિસમાં ફિશ એક્વેરિયમ રાખતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. જો તેને સાચા સ્થાન અને દિશામાં રાખવામાં આવે તો આ પરિવારના લોકોની ખુશહાલીના કારણે બની શકે છે. એક્વેરિયમની અંદર વહેતા પાણીનો અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહ અને ખુશહાલીને પણ વધારે છે. એક્વેરિયમ ને પૂર્વ, ઉત્તર અને પૂર્વ-ઉત્તરની દિશામાં રાખવુ શુભ માનવામાં આવે છે. ઘરનો ઉત્તર ભાગ કરિયનું પ્રતિનિધિત્વ કરે છે અને પૂર્વી ભાગ ખુશહાલીને દર્શેવા છે. દામ્પત્ય જીવનમાં એક-બીજા સાથે પ્રેમ બનાવી રાખવા માટે તેને મુખ્યા દ્વારના ડાબી બાજુ રાખવુ જોઈએ. ત્યાં તેને જમણી બાજુ રાખવાથી ઘરના પુરુષનું મન ચંચળ હોય છે. ફિશ એક્વેરિયમને કિચન અથવા બેડરૂમમાં રાખવુ જોઈએ નહી.…