કેશોદમાં પોતાની વાડિએ ઇલે. મોટર સ્ટાર્ટર રીપેરીંગ સમયે વીજ શોક લાગવાથી નાની ઘંસારીમાં પિતા પુત્રનું મોત થયું. બન્ને બેભાન અવસ્થામાં 108 ટીમ મારફત કેશોદની સિવિલ હોસ્પિટલે ખસેડાવામાં આવ્યા. ત્યાં ફરજ પરના ડોકટરે બન્નેના મોત થયાનું જાહેર કરતાં મૃતદેહોને પીએમ માટે મોકલી અપાયા. જેને પગલે નાની ઘંસારી ગામમાં શોકનો માહોલ છવાયો.
કવિ: Satya Day News
ઓટોમેટિક ફીચર થી કારની મુસાફરી વધારે સરળ અને સુરક્ષિત બનાવી શકાય છે. પરંતુ તે માટે દેવામાં આવેલા ફિચર્સનો સારી રીતે ઉપયોગ કરતા આવડવો જોઈએ. જેમાં એક્સિડેંટની સંભાવનાને ઓછામાં ઓછી કરી શકાય છે. માટે જો તમે મુસાફરી માટે નિકળી રહ્યા હો અને પાસ લાઈટ વિશે જાણકારી નથી તો જાણી લો મુસાફરીમાં આ કેટલી ફાયદાકારક છે. પાસ લાઈટથી થાય છે સેફ જર્ની પાસ લાઈટ ઈંડિકેટર વાળા લિવરની ઉપર હોય છે. લિવર ઉપર કરવા ઉપર હેડ લાઈટ ઓન થઈ જાય છે. જ્યારે લિવરને છોડવામાં આવે છે તો લાઈટ ઓફ થઈ જાય છે. તેનો ઉપયોગ બીજી ગાડીઓને સિગ્નલ દેવામાં અને એલર્ટ કરવા માટે કરાય…
કોરોનાના કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા, શ્રાવણ માસમાં પણ સોમનાથ સહિતના મંદિરો દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં. પરંતુ કોરોનાકાળમાં દર્શનાર્થીઓએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો છે. સોમનાથ ટ્રસ્ટે દર્શન ફ્રોમ હોમ શરૂ કરી આરતી અને દર્શન માટે સોશિયલ મીડિયા પર લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું અને દેશભરમાં 13 ભાષામાં દર્શન અને આરતીનું લાઈવ ટેલિકાસ્ટ કરી ભક્તોને સોમનાથ દાદાના દર્શન કરાવ્યાં હતા.
ફટકડીને પાણીને સાફ કરવા માટે અને બેક્ટેરિયાથી બચવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય, ખુબસુરતી અને અન્ય ફાયદાઓ માટે પણ કરવામાં આવી શકે છે. કરચલીઓથી છુટકારો મેળવવા કરચલીઓથી છુટકારો મેળવવા માટે ફટકડીને નાના ટુકડાઓ કરીને તેને ભીના કરીને ધીમે ધીમે તમારા ચહેરા ઉપર ઘસો. થોડીવાર બાદ ગુલાબ જળથી ચહેરાને ધોઈ લો. તે બાદ મોઈસ્ચારાઈઝરનો ઉપયોગ કરો. તમે જોઈ શકશો કે માત્ર થોડા દિવસોમાં જ તમારી ત્વચાની કરચલીઓ ગાયબ થઈ જશે. માથામાં શુષ્કતા માટે માથામાં શુષ્કતા થવાની સ્થિતિમાં શેમ્પુની સાથે એક નાની ફટકડી અને મીઠાને ભેગા કરીને માથાને ધોઈ લો. માથામાં શુષ્કતાથઈ…
દેશમાં આજે પ્રદૂષણ એક પડકાર બની ગયો છે. આ મુશ્કેલીનો સામનો કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો તમે પણ આ સમસ્યાથી ચિંતિત છો અને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ભારતીય સ્ટેટ બેંક (SBI)આમાં તમારી મદદ કરી શકે છે. SBI ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ગ્રીન કાર લોન આપી રહી છે. આ લોન ખૂબ આકર્ષક સુવિધાઓ સાથે આપવામાં આવી રહી છે. ફક્ત 21 થી 67 વર્ષની વયના લોકો જ ગ્રીન કાર લોન મેળવી શકે છે. આ લોન ભરપાઈ કરવામાં ત્રણ થી 8 વર્ષનો સમય લાગે છે. વાહનની ઓન-રોડ કિંમતના 90 ટકા સુધીની લોન મળી શકે છે. ભારતીય…
આગ્રામાં માનવતાને શરમાવે એવી ઘટના બની છે. ઉત્તર પ્રદેશના આગ્રાની એક ખાનગી હોસ્પિટલમાં ગરીબ દંપતી પ્રસુતીના પૈસા ચૂકવી ન શકતાં તબીબે જન્મ અપાવેલો તે બાળકનો જ સોદો હોસ્પિટલે કરી નાંખ્યો હતો. 30 હજાર રૂપિયા બિલ હતું. ડોક્ટરે તેમના નવજાત બાળકને એક લાખ રૂપિયામાં વેચી દીધું. ક્લિનિક્સને સીલ કરી દેવામાં આવી છે. નવજાત બાળકની જાણકારી મળી નથી.આગરાના શંભુ નગરનો રહેવાસી શિવનારાયણ રિક્ષા ચલાવતો હતો. લોકડાઉન અને તે પહેલાની મંદીથી તેની પાસે કોઈ પૈસા બચ્યા ન હતા. મહિના પહેલા તેણે દેવું ચૂકવવા પોતાનું ઘર પણ વેચી દીધું હતું. 24 ઓગસ્ટના રોજ શંભુની પત્ની બબીતાએ બાળજન્મ થયો અને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…
વાટાઘાટોના વેશમાં ચીને ફરી એકવાર ભારતીય સરહદમાં ઝૂંટવીને સ્થિરતા બદલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કરારના જવાબમાં ભારતીય સેનાએ પી.એલ.એ. હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતે ચીન સાથેના વ્યવહારની તૈયારી શરૂ કરી દીધી છે. ભારતે નાગરિકો માટે શ્રીનગર-લેહ હાઇવે બંધ કરી દીધો છે અને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદેશ બાદ શ્રીનગર-લેહ હાઈવે ઝોઝી લા પાસ સામાન્ય નાગરિકો માટે બંધ કરાયો છે. મધ્ય લદ્દાખના દક્ષિણ પેંગોંગ ત્સોમાંથી નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે ભારત અને ચીની સૈન્ય વચ્ચે તણાવ ફરી વળ્યો છે. પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચાઇનીઝ પીપલ્સ લિબરેશન…
ઉનાના ચંદ્ર કિરણ સોસાયટીમાં ગઈકાલે મોડી રાતે મહાકાય મગર ચડી આવી હતી. મગર આવી ચડતા સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરી હતી જેથી વનવિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પુરી હતી. વાડીના મકાનની દિવાલની બાજુમાં મગર હોવાની સ્થાનિકોને ખબર પડતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને એક કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવી હતી.
ગઢડા સ્વામિનારાયણ મંદીરના વિવાદ વચ્ચે સ્ત્રીઓના સન્માનને ઠેસ પહોંચે તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ગઢડાના મોટી બાનો ઓટલામાં વર્ષોની પરંપરા પ્રમાણે સ્વામીનારાયણ ધર્મની સન્યાસી પૂજા કરે છે. જોકે આ વર્ષોની પરંપરા તોડવામાં આવતા પૂજા કરતી બહેનોને હટાવવામાં લાવ્યા હતા. અને આ માટે બાઉન્સરને લાવવામાં આવ્યા હતા. આચાર્ય પક્ષ 22 વર્ષથી સત્તામાં હતો છતાં આ પરંપરામાં કોઈ છેડછાડ થઈ ન હતી. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મહિલા સાધ્વીનો આપત્તિજનક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલા સાધ્વીનો બાથરૂમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ દેવ પક્ષે બાઉન્સરો બોલાવી બહેનોને પૂજા કરતા રોકી છે. જે બાદ આઇજી, ડીઆઇજી સહિતના પોલીસ…
પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. છ દાયકાથી ભારતીય રાજકારણમાં લાંબી આગળ ચાલનારા પ્રણવ દાએ પાટનગર દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ દેશની સૌથી શક્તિશાળી રાજકીય વ્યક્તિઓમાંની એક હતી. તેમના રાજકીય જીવનમાં બે પ્રસંગો હતા જ્યારે તેઓ વડા પ્રધાન બનતા બનતા રહી ગયા છે. ભારત રત્ન પદવી આપીને સન્માનિત કર્યા સિત્તેરના દાયકામાં રાજકારણમાં પ્રવેશનાર પ્રણવ મુખર્જી, કેન્દ્રમાં નાણાં, સંરક્ષણ અને વિદેશ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળ્યા પછી જુલાઈ 2012થી જુલાઈ 2017 સુધીમાં ભારતના રાષ્ટ્રપતિ હતા. મોદી સરકારે દેશ માટે તેમના યોગદાનનું સન્માન કરી તેમને ભારત રત્ન પદવી આપીને સન્માનિત કર્યા હતા. પ્રણવ દા…