કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

ભારતીય રેલ્વેએ હવે પેસેન્જર ટ્રેનો શરૂ કરવા વિશેષ તૈયારીઓ કરી લીધી છે. 100 નવી ટ્રેનો પાટા ઉપર દોડવા માંડશે. આંતર-રાજ્ય ટ્રેનો હશે. એટલે કે, એક રાજ્યથી બીજા રાજ્યમાં અને રાજ્યોની અંદર ટ્રેનો દોડાવવામાં આવશે. ખાસ ટ્રેનો હશે. હાલમાં, 230 એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે. જેમાં 30 રાજધાની પ્રકારની ટ્રેનો શામેલ છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, આગામી બે મહિનામાં અથવા એપ્રિલમાં, જ્યારે રેલ્વે શૂન્ય આધારિત ટાઇમ ટેબલ બહાર પાડશે, ત્યારે આ ટ્રેનોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કોરોના વાયરસ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વેએ અગાઉ તબક્કાવાર રીતે ટ્રેનો શરૂ કરવાની તૈયારી કરી લીધી હતી. પરંતુ યોજનામાં વારંવાર બદલાવના…

Read More

એક ઘેટાની કિંમત તમે કેટલી લગાવી શકો છો, આપ વધુમાં વધુ લાખ બે લાખ કરી શકો. પણ અહીં તો કરોડોમાં વાત પહોંચી ગઈ છે. સ્કોટલેન્ડમાં ટેક્સલ પ્રજાતિનું આ ઘેટૂ 3.5 કરોડ રૂપિયામાં વેચાયુ છે. જે દુનિયાનું સૌથી મોંઘૂ ઘેટૂ સાબિત થયુ છે. હરાજી થઈ આ ઘેટાની આપને જણાવી દઈએ કે, લનામાર્કમાં સ્કોટિશ નેશનલ ટેક્સલ સેલમાં ગુરૂવારના રોજ આ ઘેટાને વેચવામાં આવ્યુ હતું.હરાજીમાં શરૂઆત 10,500 ડૉલરથી થઈ હતી. ધીમે ધીમે તેની કિમત વધતી ગઈ. બાદમાં તેની કિમત 490,651 ડૉલર સુધી પહોંચી હતી, જે ભારતીય ચલણમાં તેની કિમત 3.5 કરોડ રૂપિયા થાય છે. આ ઘેટૂ ડબલ ડાયમંડના નામે ઓળખાય છે. ત્રણ લોકોએ…

Read More

શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ નજીક સોમવારની રાત્રે પલ્સર ચાલક બૂટલેગર પર ત્રણ અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મરનાર અજય ઉર્ફે અજલાને 10-12 જેટલા ઘા મારી બાઇક પર ફરાર થઈ ગયેલા ત્રણેય અજાણ્યા ઈસમો ધીરજ વાણી, અમોલ બારી અને વાલ્મિકી ઉર્ફે ગાવઠી હોવાનું સાળા નિતેશ રાઠોડે જણાવ્યું હતું. એટલું જ નહીં પણ રૂપિયાની લેતી-દેતીમાં પિતાને માર મારતા પુત્ર ધીરજે અજયને પતાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક બૂટલેગર ભાણિયાના જન્મદિવસની ઉજવણીમાં જતા હતો. દરમિયાન તેની હત્યા થઈ છે. મૃતકના સાળા નિતેશે જણાવ્યું હતું કે, હું ડીંડોલીની સાઈ રેવન્યુમાં રહું છું.…

Read More

ઘણી મહિલાઓ માટે સાડી પહેરીને ચાલવું, બેસવું કે કામ કરવું મુશ્કેલ છે, પરંતુ સાડી પહેરીને એક યુવતીએ ફ્રન્ટ ફ્લિપ માર્યા છે. તેની સાથે એક યુવક પણ છે તેણે સૂટ પહેર્યો છે. બંનેની ફ્રન્ટ ફ્લિપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે જેના લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે. યુવતીનું નામ પારુલ અરોરા છે. ઘણા લોકો આ વીડિયોને ફેક માની રહ્યા હતા પણ પછી ખબર પડી કે પારુલ એક નેશનલ લેવલ ગોલ્ડ મેડલિસ્ટ જીમનાસ્ટ છે. પારુલની સાથે જે યુવક છે તે પણ સ્ટંટ માટે ફેમસ છે.

Read More

ટેસ્લાના ચીફ એક્ઝિક્યૂટિવ અને સ્પેસ એક્સ ફાઉન્ડર એલન મસ્કે મગજનો અભ્યાસ કરતી ચિપ રજૂ કરી છે. તે સિક્કાના આકારની છે. મસ્કની ટીમે આ ચિપને ગેરટૂડ નામના ડુક્કરના માથામાં ફિટ કરીને મગજની એક્ટવિટી કોમ્પ્યુટર સ્ક્રિન પર જોવામાં સફળતા મેળવી છે. આ ચિપ મગજને કોમ્પ્યુટર સાથે જોડવાનું કામ કરશે. મસ્કે લાઇવ સ્ટ્રીમ કરીને તે દેખાડ્યં હતું. જેવું ડુક્કરે માથું હલાવીને ચાવવાનું શરૂ કર્યું, તેના મગજની એક્ટિવિટી કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાવા લાગી. મસ્કનું સ્ટાર્ટઅપ ન્યૂરોલિંક એક વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું. વર્ષ પહેલા ન્યૂરોલિંક કંપનીએ એક ઉંદર પર આ ચિપનું ટેસ્ટિંગ કર્યું હતું. તે સમયે માત્ર ઉંદરના માથામાં USB સાથે…

Read More

ધર્મગ્રંથોમાં મનુષ્યો ઉપર 3 પ્રકારના ઋણ જણાવવામાં આવ્યાં છે. જેમાં દેવ, ઋષિ અને પિતૃઋણ સામેલ છે. પૂજા-પાઠ, હવન અને જાપ-તપ કરવાથી દેવ અને ઋષિઋણ ચૂકવી શકાય છે. પરંતુ પિતૃઋણ શ્રાદ્ધ કર્મ વિના ચૂકવી શકાતું નથી. એટલે ભાદરવા મહિનાના 16 દિવસમાં પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, હવન પૂજન અને બ્રાહ્મણ ભોજન કરાવી શકાય છે. હિંદુ કેલેન્ડરના ભાદરવા મહિનાના વદપક્ષને પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ કહેવામાં આવે છે. ભાદરવા મહિનાની પૂનમથી અમાસ સુધી 16 દિવસનું શ્રાદ્ધ પક્ષ હોય છે. આ વર્ષે 2 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઇ રહ્યું છે, જે 17 સપ્ટેમ્બરના રોજ સર્વપિતૃ અમાસ સાથે પૂર્ણ થશે. જે તિથિમાં માતા-પિતા અથવા પૂર્વજોનું મૃત્યુ થયું…

Read More

ભારતમાં વધી રહેલા ગર્ભપાતના કિસ્સા જોતા 2030 સુધીમાં દિકરીઓના જન્મના આંકડામાં લગભગ 68 લાખનો ઘટાડો થશે. જેમાં સૌથી વધુ ઘટાડો ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. એક સંશોધનમાં સામે આવ્યુ છે કે, ભારતમાં પ્રસવ પહેલા લિંગ પસંદગી અને સાંસ્કૃતિક રીતે દિકરાના જન્મને પ્રાથમિકતા આપવાના કારણે 1970ના દાયકાથી જ લૈંગિક અસમાનતા રહી છે. શોધકર્તાઓએ જણાવ્યુ છે કે, આવી રીતે અસંતુલનથી પ્રભાવિત અન્ય દેશોની સરખામણીએ ભારત અને અન્ય દેશોમાં અલગ અલગ છે. હાલમાં જ પ્રકાશિત થયેલા આ સંશોધનમાં દિકરીઓના જન્મમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશમાં સામે આવ્યો છે. જ્યાં 2017થી લઈને 2030 સુધીમાં 20 લાખ દિકરીયુ ઓછી જન્મશે. જ્યારે સમૂળગા ભારતમાં 2017થી 2030 સુધીમાં…

Read More

સુરત એરપોર્ટના રન-વે પર લેન્ડ કરતી વેળાએ ફ્લાઇટ સ્લીપની ઘટનાને રોકવા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ કાર વડે ફ્રિકશન ટેસ્ટિંગ કરવામાં આવ્યું. જેમાં 200 કિમીની ઝડપે એરપોર્ટના રન વે પર દોડાવવામાં આવેલી ખાસ કાર વડેના ટ્રાયલ દરમ્યાન રન – વે ટેસ્ટિંગમાં પાસ થયો હતો. રન-વે પર ફ્લાઇટના લેન્ડિંગ સમયે ટાયર અને રનવે વચ્ચે ઘર્ષણ થતાં ટાયરનું રબર રન વે પર ચોંટી જતું હોય છે.જે સમય દરમિયાન રન-વે પર રબર વધુ પ્રમાણમાં ચોંટી જાય તો વરસાદમાં ફ્લાઇટ સ્લીપ થવાની પણ શક્યતા રહેલી હોય છે. રન-વે પર ચોંટેલા રબરનું લેવલ કેટલું છે, તે જાણવા ફ્રિકશન ટેસ્ટિંગ કરવામાં આવે છે. આજરોજ કરવામાં…

Read More

કોરોના સમયમાં કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાં ગૂગલ અને ફેસબુક દ્વારા તેમના કર્મચારીઓને આવતા વર્ષે જૂન સુધી ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે, ભારતની કંપની આરપીજી એન્ટરપ્રાઇઝ (RPG Enterprise) એ તેમને પાછળ છોડી દીધી છે. કંપનીએ તેના સેલ્સ કર્મચારીઓને ઘરેથી કાયમી કામ કરવાની મંજૂરી આપી છે. આવું કરનારી ભારતની પહેલી કંપની છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયા મુજબ, આરપીજી એન્ટરપ્રાઇઝ ટાયર, આઈટી, આરોગ્ય, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લાન્ટેશન ક્ષેત્રે ધંધો કરે છે. વર્ક ફ્રોમ હોમ અંગે કંપનીએ નવી પોલિસી ઘડી છે. આ અંતર્ગત કંપનીના કર્મચારીઓ કાયમી ધોરણે ઘરેથી કામ કરશે, જ્યારે 50…

Read More

લગ્ન  એક યુવતીના જીવનમાં સૌથી ખૂબસુરત અહેસાસ છે, જેની તે આતુરતાથી રાહ જોતી હોય છે. પરંતુ જ્યારે તેના જીવનની આ સૌથી ખાસ ક્ષણ નજીક આવે છે ત્યારે તેના મનમાં વિચિત્ર પ્રકારની બેચેની હોય છે. જો કે આ દરમિયાન પણ થનાર દુલ્હન પોતેને ખુશ રાખવાની કોઇ તક જતી નથી કરતી . પરંતુ પાડોશમાં રહેતી આંટીથી લઇને લઇને સંબંધીઓ સુધીના સવાલ ટેન્શનને દૂર કરવાના બદલે વધારવાનુમ કામ કરે છે. જી હા, જ્યાં તમામ તૈયારીઓ વચ્ચે ઘરમાં ચાલી રહેલી ઉતલ-પાથલને લઇને યુવતી પરેશાન રહે છે, ત્યાં તે દરમિયાન તેને એવા સવાલ કરવામાં આવે છે જેનો ના તો જવાબ હોય છે અને ના તો તેના…

Read More