કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા લાલ દરવાજા ઉના પાણી રોડ મોટી રાઘવજી મિલ કંપાઉન્ડ ખાતે આવેલી વિનસ હોટલ અને રોયલ સ્ટાર હોટલમાં પોલીસે ગતસાંજે છાપો મારી હોટલમાં ચાલતા દેહવિક્રયના નેટવર્કનો ભાંડાફોડ કર્યો હતો. 8 ગ્રાહકો , મેનેજર, દલાલો સહિત કુલ 14 જણાને પકડી લેવાયા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હે.કો.વાલજીભાઇ હડીયા અને વેલજીભાઇ માધાભાઇને મળેલી બાતમીના આધારે મહિધરપુરા પીઆઇ આર.કે.ધુળીયા અને સ્ટાફે ગતસાંજે લાલ દરવાજા ઉના પાણી રોડ મોટી રાઘવજી મિલ કંપાઉન્ડ ખાતે આવેલી વિનસ હોટલ અને રોયલ સ્ટાર હોટલમાં છાપો માર્યો હતો. પોલીસને બંને હોટલમાંથી મૂળ નેપાળની નવ લલના મળી આવતા તેમની પુછપરછ કરી જવા દીધી હતી જયારે પોલીસે…

Read More

યોજના બનાવીને કાર્ય કરો ચાણક્યના જણાવ્યા પ્રમાણે વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવાથી પહેલા તેની કાર્ય યોજના જરૂર બનાવવી જોઈએ. ચાણક્યનું માનવું છે કે, જ્યારે વ્યક્તિ કાર્ય યોજના નથી બનાવતો ત્યા સુધી તેનાથી સફળતા દુર રહે છે. સફળતા માટે પહેલી શરત એ છે કે, યોજનાનું નિર્માણ છે. યોજનાનું નિર્માણ કર્યાં બાદ જ ક્રમબદ્ધ તેને પુરી મહેનતની સાથે અને ઈમાનદારી સાથે કામ કરવું જોઈએ. આળસનો ત્યાગ કરો સફળતામાં આળસ સૌથી મોટી બાધા છે. નોકરી અને વ્યવસાયમાં સફળ થવા માટે આળસને દુર ભગાવી દેવી જોઈએ. ચાણક્ય પ્રમઆણે આળસ કાર્યને કાલ ઉપર ટાળવાની પ્રવૃતિ પેદા કરે છે. જે કોઈ પણ કાર્યને સફળ થવામાં બાધારૂપ…

Read More

નવરાત્રી ઉપર આવો સંયોગ આશરે 165 વર્ષ બાદ બની રહ્યો છે. આ વખતે ચાતુર્માસ ચાર મહિનાનો નહી પરંતુ પાંચ માસનો છે. ચાતુર્માસમાં શુભ કાર્ય કરવામાં આવતા નથી. કારણ કે ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં વિશ્રામ કરવા માટે પાતાળ લોકમાં ચાલ્યા જાય છે. પાંચ મહિનાના ચાતુર્માસના કારણે આ વર્ષે બે આશ્વિન માસ હશે. આ વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. 165 વર્ષ બાદ લીપ યર અને અધિક માસ બંને એક જ વર્ષમાં આવી રહ્યાં છે. પિતૃપક્ષનુ સમાપન 17 સપ્ટેમ્બરના રોજ થઈ રહ્યું છે. તે બાદના દિવસથી અધિકમાસ શરૂ થશે. અધિક માસ 16 ઓક્ટોબર સુધી ચાલશે. તેના બાદના દિવસે 17 ઓક્ટોબરથી નવરાત્રિની પૂજાનો આરંભ…

Read More

દિલ્હી હાઇકોર્ટે આજે Reliance કોમ્યુનિકેશન(આરકોમ)ના તત્કાલીન ચેરમેન  અનિલ અંબાણી વિરૂદ્ધ ઇન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોસેસ(આઇઆરપી) એટલે કે નાદારી નિવારણ પ્રક્રિયા પર સ્ટે મૂકી દીધો છે. નાદારીની આ પ્રક્રિયા એસબીઆઇ દ્વારા તેમની કંપનીઓને આપવામાં આવેલી 1200 કરોડ રૂપિયાની લોનની વસુલાતના સંબધમાં શરૂ કરવામાં આવી હતી. Reliance કોમ્યુ. સહીત 2 લોનમાં હતા વ્યક્તિગત ગેરન્ટર અંબાણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા Reliance કોમ્યુનિકેશન (આરકોમ) અને Reliance ઇન્ફ્રાટેલ લિમિટેડ (આરઆઇટીએલ)ને આપવામાં આવેલ 565 કરોડ રૂપિયા અને 635 કરોડ રૂપિયાની લોન માટે વ્યકિતગત ગેરન્ટર હતાં. ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ આઇઆરપી પર સ્ટે ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ રજનીશ ભટનાગરની ખંડપીઠે ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ(આઇબીસી) હેઠળ આઇઆરપી પર…

Read More

સુરત શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાનામ લઈને નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની હોસ્પિટલ બિલ્ડીંગ ખાતે 800 બેડની કોવિડ-19 હોસ્પિટલનું કામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જોકે હોસ્પિટલમાં કોરોના બાદ કે કોરોનાના દર્દી નહીં આવે તો આગામી દિવસોમાં અહી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલુ કરવા વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. 100 કરોડના ખર્ચે બનશે બે અદ્યતન હોસ્પિટલ પ્રાપ્ત વિગત મુજબ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીએ તા.૪થી જુલાઈની સુરતની મુલાકાત દરમિયાન100 કરોડના ખર્ચે બે અદ્યતન હોસ્પિટલો બનાવવાની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કે સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે 1000 બેડની કોવિડ-19 હોસ્પિટલ ટુંકાગાળામાં તૈયાર કરવામાં આવી હતી. જયારે સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ રૃમની સામે કિડની હોસ્પિટલના બિલ્ડીંગ ખાતે…

Read More

અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું છે. હવામાન વિભાગે તેને  સદીનું સૌથી મોટું તોફાન ગણાવીને અતિશય ખતરનાકની કેટેગરીમાં મૂક્યું છે. 240 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન  ફૂંકાયો હતો. પાંચથી છ લાખ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. બે લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ હતી. અતિ ભારે વરસાદ અને પૂરની પણ શક્યતા વ્યક્ત થઈ છે. અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું છે. 2005માં ત્રાટકેલા કેટરિના કરતા પણ આ વાવાઝોડું વધારે ખતરનાક ગણાવાયું છે. તેની તીવ્રતા જોઈને અમેરિકાના હવામાન વિભાગે તેને કેટેગરી-4માં મૂકીને અતિશય જોખમીની શ્રેણીમાં મૂક્યું છે. 240 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.…

Read More

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની પુત્રવધુ ફિઝુએ દહેજની માંગણી તથા મારઝુડ સંદર્ભે સાસરીયાઓ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેણે સાસરીયાઓ સામે હત્યાની કોશિષનો ગુનો પણ નોંધાવ્યો હતો.  જેને પગલે સાસરીયાઓએ ફિઝુને આ અંગેના પુરાવા રજુ ન કરવા તથા ફરિયાદમાંથી ફરી જવા માટે અઢી કરોડ રૂપિયા આપ્યા હતા. આ નાણાં ફિઝુના નવરંગપુરામાં રહેતા માસીના ઘરેથી ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા હતા. પોલીસ હવે સાસરીયાઓ વિરૂધ્ધ વધુ એક ગુનો દાખલ કરવા સંદર્ભે તપાસ કરી રહ્યા છે. માતા સાથે રહેતા ફિઝુબહેનને તેમના સાસરીયાઓ વિરૂધ્ધ દહેજ અને મારઝુડની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી વસ્ત્રાપુરમાં માતા સાથે રહેતા ફિઝુબહેનને તેમના સાસરીયાઓ વિરૂધ્ધ દહેજ અને…

Read More

અમદાવાદ શહેરના નરોડામાં કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે. નરોડાના કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસે ગત રાતે પ્રેમ માર્કેટનું બિલ્ડિંગ ધરાશાયી થયું. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતા સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ કાટમાળમાં દટાયેલ લોકોને બચાવવાની કામગીરી થઈ. જોકે આ ઘટનામાં એકનું મોત થયુ છે..જ્યારે બે લોકોને બચાવી લેવાયા છે. અત્યંત જર્જરિત પરિસ્થિતિમાં હતું આ પ્રેમ માર્કેટ. ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે હાલ કામગીરી કરી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ ત્રણ લોકો હજુ કાટમાળનીચે ફસાયેલા હોવાની આશંકા વ્યકત કરવામાં…

Read More

જો તમારા ઘરમાં એક પેટ છે, તો તમે જાણો છો કે તે તમારા પરિવારનો એક હિસ્સો છે અને તમે તમારા પરિવારનું જે રીતે ધ્યાન રાખો છો તેજ રીતે તેની સંભાળ રાખો છે. પછી ભલે તે તેમની હેલ્થકેર અને ગ્રૂમિંગ અથવા વીમો હોય (Dog Health Care, Grooming, Insurance). અત્યાર સુધી, ભારતમાં પેટ્સની બધી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને, વીમા વિકલ્પો નહોતા. પરંતુ પેટ લવર્સની માંગ પર આ સમસ્યાનું સમાધાન થાય તેવું લાગે છે.પાળેલાં ડૉગ્સ માટે ખાસ ઈંશ્યોરન્સ.Bajaj Allianz General Insurance આ સ્પેશ્યલ પોલિસીનું પ્રીમિયમ દર વર્ષે માત્ર 315 રૂપિયાથી શરૂ થાય છે. જો કૂતરા પાસે RFID ટેગ છે, તો તેમાં 5% ડિસ્કાઉન્ટ આપવામાં…

Read More

તમામ ડેરી પ્રોડક્ટ્સમા ચીઝ એક એવી વસ્તુ છે, જે સૌ કોઈને પસંદ આવે છે. બાળકોથી લઈને મોટેરા સૌ કોઈને તે પસંદ પડે છે. જો કે, આ ચીઝના કારણે એક દુકાનદારને મોટી મુશ્કેલી આવી પડી છે. ચીઝના સેવનથી મોત 10 ગ્રાહકોના મોત બાદ સ્વિટ્ઝરલેન્ડમાં એક ચીઝમેકર પર તપાસ ટીમ ગોઠવવામાં આવી છે. હકીકતમાં આ તમમા ગ્રાહકોએ ચીઝમેકરની ડેરી પ્રોડક્ટ્સનું સેવન કર્યા બાદ બિમાર પડ્યા હતા. તેમના પર આરોપ છે કે, તેમની વસ્તુમાં લિસ્ટીરિયા નામાના બેક્ટેરિયાથી સંક્રમિત હતી. યુરોપિયન દેશો, ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડમાં ચીઝ સૌથી લોકપ્રિય પ્રોડક્ટ છે. જોકે, કોઈએ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યુ હોય કે, ચીઝનું સેવન કરવાથી પણ મોત…

Read More