વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ગુજરાતમાં વધી રહી છે. સુરતમાં પણ એક પોઝિટીવ દર્દી સામે આવતાં લોકોમાં ભયનો માહોલ છે. વડાપ્રધાને રવિવારે સ્વયંભૂ કર્ફ્યુની અપીલ કરી છે. જેનો અમલ આજથી જ શહેરમાં શરૂ થયો હોય તેમ રિંગરોડ સૂમસાન ભાસે છે તો એસટી બસમાં મુસાફરોની સંખ્યા 50 ટકા ઓછી થઈ ગઈ છે. વડાપ્રધાનની અપીલ બાદ ગઈકાલે જ કાપડ માર્કેટ અને હીરા ઉદ્યોગ સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.જેથી આજથી જ લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. જેથી રસ્તાઓ સુમશાન બન્યા છે.સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ સહિત લોક સુરક્ષા માટે કામ કરતા લોકો જ રોડ પર નજરે…
કવિ: Satya Day News
પાલડી માં આવેલ ધર્મભૂમિ ફ્લેટ ના રહીશો એ મેયર બીજલ પટેલ સામે બાયો ચડાવી. પાલડી માં આવેલ ધર્મભૂમિ ફ્લેટ ના રહીશો દ્વારા તેમના જ ફ્લેટ માં બંધ પડેલ ૧૧ નંબર ના ફ્લેટ જે છેલ્લા દોઢ વર્ષ થી બંધ પડેલ છે જેના માલિક પાલડી માં આવેલ ક્રિશ્ના મેડીકલ નો છે જેમાં છેલ્લા ૫ દિવસ થી ખરાબ દુર્ગંધ આવતી હોવાથી ફલેટ ના રહીશો દ્વારા મકાન માલિક ને જાણ કરેલ પરંતુ તેમને કોઈ જ પ્રકાર નો જવાબ આપેલ ન હતો ત્યારબાદ ફ્લેટ ના રહીશો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ના પાલડી વર્દ ના આરોગ્ય ખાતા ના અધિકારીઓ ને જાણ કરી હતી પરંતુ પાલડી વોર્ડ ના…
તમિલનાડુના તિરુધુનગર જીલ્લામાં શુક્રવારે સાંજે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 8 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકોને ઈજા પહોંચી છે. મૃતકોમાં પાંચ મહિલાનો સમાવેશ થાય છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સત્તૂર પાસે સિપીપરાઈમાં આવેલી આ ફેક્ટરીમાં 30 મજૂર કામ કરી રહ્યા હતા. મજૂરો જ્યારે ફટાકવા બનાવવા માટે રસાયણો (Chemical)નું મિશ્રણ તૈયાર કરી રહ્યા હતા તે સમયે આ વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં આ વિસ્ફોટ એક શેડની નીચે થયો હતો. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી, જેને પગલે ત્રણ ગોદામ અને શેડ સળગી ગયા છે. ત્રણ મજૂર આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક સરકારી…
શું તમે તમારા 3 મહિનાથી 18 મહિનાના બાળકને રડતું જોઇને તરત તેની પાસે પહોંચી જાવ છો કે તેને થોડી વાર રડવા દો છો? જો તમે તરત પહોંચી જતા હોવ તો તેનાથી બાળકના વિકાસ પર અસર થઇ શકે છે. આ ખુલાસો બ્રિટનની ‘વોર્વિક યુનિવર્સિટી’ના વૈજ્ઞાનિકોના તાજેતરના રિસર્ચમાં થયો છે. રિસર્ચમાં જણાવ્યા મુજબ, નવજાતથી માંડીને દોઢ વર્ષ સુધીનાં બાળકોને થોડી વાર રડવા દેવામાં આવે તો તેમની શારીરિક-માનસિક ક્ષમતા મજબૂત થાય છે અને તેઓ ધીમે-ધીમે સ્વયંશિસ્ત પણ શીખી જાય છે. જોકે, બાળક રડતું હોય ત્યારે તેના પર નજર જરૂર રાખવી જોઇએ. બાળકના રડવાની રીત, વર્તન અને તે દરમિયાન માતા-પિતાની પ્રતિક્રિયાના અભ્યાસ માટે સંશોધકોએ…
બુધવાર, 25 માર્ચે ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમ તિથિ અને ગુડી પડવો છે. આ દિવસે ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે અને હિંદુ નવવર્ષ શરૂ થશે. આ દિવસે રેવતી નક્ષત્ર સાથે જ બુધવાર હોવાથી બ્રહ્મ યોગ બની રહ્યો છે. ચૈત્ર નવરાત્રિની એકમ, આઠમ અને નોમ તિથિએ કોઇપણ કામની શરૂઆત કરવા માટે શુભ દિવસ મનાય છે. આ દિવસોને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસોમાં કરવામાં આવતાં પૂજા-પાઠનું પોઝિટિવ ફળ જલ્દી જ મળી શકે છે. બધા જ કાર્યોમાં સફળતા મળે છે. પ્રાચીન માન્યતાઓ પ્રમાણે ચૈત્ર નવરાત્રિની એકમ તિથિએ દેવી દુર્ગા પ્રકટ થઇ હતી. આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. ત્રેતા યુગમાં…
હજારો લોકોના જીવ લેનાર કોરોના વાઈરસનો પ્રકોપછી ધરતી ઠપ થવા લાગે તેવી શક્યતા છે. એક પછી એક દેશોમાં લોકોની સંપૂર્ણ ગતિવિધિઓ બંધ કરવામાં આવી રહી છે. ઘટતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે સરકારે ખજાનો ખોલી દીધો છે. ભારતમાં અત્યારે કોરોના વાઈરસ એટલી હદે ફેલાયો નથી. નિયંત્રણ ન થવાની સ્થિતિમાં ભારત આ મામલે ઈટાલીથી એક મહિના અને અમેરિકાથી 15 દિવસ જ દૂર છે. હકીકતમાં ચીનના પડોશી દેશ હોવાના છતા વિશાય એશિયાઈ દેશોમાં લોકોનું આવાગમન સીમિત છે. ઈરાન-ઈટાલી જેવા દેશોમાં પણ લોકોનું આવાગમન ઓછું છે. આ દેશોમાં ચીન પછી બહુ ઝડપથી વાઈરસ ફેલાઈ રહ્યો છે. ધી ઈકોનોમિસ્ટે કોરોનાના કારણે દુનિયા પર પડતા આર્થિક પ્રભાવનું…
corona virus સામે સાવચેતીના ભાગરુપે વડોદરામાં યોજાયેલા લગ્ન સમારંભમાં વર-વધૂ સહિત જાનૈયાઓએ માસ્ક પહેરીને તમામ વિધિઓ કરી હતી એટલુ જ નહી ગોર મહારાજે પણ માસ્ક પહેરીને જ મંત્રોચ્ચાર કર્યા હતા. માહિતી પ્રમાણે, વાઘોડિયારોડ પર આવેલી મનસ્વી સોસાયટીમાં રહેતા ભરતભાઇ દત્તુરાવ સોનુનેની પુત્રી નિધિના લગ્ન અમદાવાદના યુવક શશાંક જાદવ સાથે આજે નક્કી થયા હતા. અગાઉ બે વખત લગ્નની તારીખો નક્કી થઇ હતી, પરંતુ NRI મહેમાનોની તારીખો સેટ થતી ન હોવાથી 19 માર્ચના રોજ લગ્ન લેવાયા હતા. જોકે, આ દરમિયાન કોરોના વાયરસ (corona virus) ની એન્ટ્રી થતા એક તબક્કે તારીખો ફેરફાર કરવાનું નક્કી કરાયુ હતુ, પરંતુ તે શક્ય નહી બનતા આજે લગ્ન યોજાયા…
સંગીત સાંભળવાથી માનસિક શાંતિ તો મળે જ છે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. સર્બિયા દેશના વૈજ્ઞાનિકોના મુજબ દિવસમાં 30 મિનિટ મનપસંદ સંગીત સાંભળાથી હૃદયનાં સ્વાસ્થ્યને ફાયદો થાય છે. આ રિસર્ચ અમેરિકાની કોલેજ ઓફ કાર્ડિયોલોજીના એન્યુઅલ સાયન્ટિફિક અને વર્લ્ડ કાગ્રેડ ઓફ કાર્ડિયોલોજીના સંયુક્ત સત્રમાં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિસર્ચમાં હૃદયરોગથી પીડાતા લોકો પર મ્યૂઝિક થેરપીની અસરોનું અવલોકન કરવામાં આવ્યું હતું. બેલગ્રેદ યુનિવર્સિટી દ્રારા કરવામાં આવેલાં રિસર્ચમાં હાર્ટ અટેક આવેલા 350 દર્દીઓને સામેલ કરાયા હતા. આ દર્દીઓને રેગ્યુલર દવાઓ સાથે મ્યૂઝિક થેરપી પણ આપવામાં આવી હતી. 7 વર્ષ સુધી કરવામાં આવેલાં રિસર્ચમાં માલુમ પડ્યું કે, મ્યૂઝિક થેરપીથી આ…
વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસે લોકોનું જીવવું અને શ્વાસ લેવું મુશ્કેલ કરી દીધું છે. સરકારે દેશની જનતાને ભીડભાડ વાળી જગ્યાએ ઓછું જવાનું અને ઘરની બહાર જાઓ તો અંતર રાખીને ચાલવાનું કહ્યું છે. આ વાત કેરળમાં દારૂ ખરીદવા પહોચેલા ગ્રાહકોએ ઘણી સિરીયસલી લઇ લીધી છે.ઈન્ટરનેટ પર કેરળમાં દારૂની દુકાનની બહારનો ફોટો અને વીડિયો વાઈરલ થઇ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે પબ્લિક દારૂ ખરીદવાની લાઈનમાં પણ એકબીજા વચ્ચે અંતર રાખીને ઊભા છે. વળી એક મહાશય તો તેમાં મોઢા પર હેલ્મેટ પહેરીને ઊભેલો પણ દેખાઈ રહ્યો છે. યુઝર આ ફોટો જોઇને હસવું રોકી રહ્યા નથી. એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, પ્રાયોરિટી મેટર્સ.…
ઉત્તરાખંડના ટિહરી જીલ્લાના દુવાકોટી ગામની સીતા દેવીએ સાબિત કરી બતાવ્યું છે. સીતા દેવી માંડ 10 ધોરણ સુધી જ ભણ્યા છે, પણ તેમની લગન અને સૂઝબૂઝથી આજે તેમણે લોકો ‘કિવિ ક્વીન’ કહે છે. તેમણે કીવીનું અઢળક ઉત્પાદન કરીને પોતાના ગામમાં અન્ય ખેડૂતોને પણ નવી રાહ બતાવી છે. ત્રણ વર્ષ પહેલાં સીતાદેવી તેમનાં ખેતરમાં બટાકા અને ટામેટાની ખેતી કરતા હતા, પણ જંગલી પશુઓ અને વાંદરાઓ તેમનો બધો પાક સાફ કરી જતા હતા. બધો પાક આ રોતે નકામો જતા એક સમય માટે તો સીતાદેવીએ કહેતો કરવાનો વિચાર જ માંડી વળ્યો હતો. તેમના પતિ રાજેન્દ્ર પણ તેને ખેતી ન કરવાની જ સલાહ આપી રહ્યો…