બેન્ક એકાઉન્ટ હોય અથવા તો કોઇ અન્ય કામ હોય આધાર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. UIDAI કાર્ડ હોલ્ડર્સને ઇ-આધાર રાખવાની પણ સુવિધા આપે છે. ઇ-આધાર તેની ઇલેક્ટ્રિક કોપી જેને પાસવર્ડ દ્વારા પ્રોટેક્ટ કરી શકાય છે. જો કોઇની પાસે આધાર કાર્ડ સાથે ન હોય તો તે પોતાનું કામ ઇ-આધાર દ્વારા પણ કરાવી શકાય છે. પરંતુ સવાલ તે ઉઠે છે કે શું ઇ-આધાર દરેક જગ્યાએ માન્ય છે કે નહીં તો ચાલો જાણીએ તેના વિશે… ઇ-આધારની છે માન્યતા નિયમો કહે છે કે યુનિટ આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)ની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલુ ઇ-આધાર કાર્ડ બરાબર જ માન્યતા ધરાવે છે. તમે તેને ફિઝિકલ…
કવિ: Satya Day News
અમદાવાદ કોર્પોરેશન પોતાની હતી તે કામગીરી સરખી રીતે પૂર્ણ કરી શકતું નહોતું એવામાં સરકારે બોપલ સહિતનો વીસ્તાર કોર્પોરેશનમાં ઉમેરો કરતા હવે બોપલ વાસીઓની હાલત કફોડી બની ગઈ છે. બોપલમાં રોડ રસ્તા લાઈટ સહિતની સુવિધા ઠપ થઇ ગઈ છે નગરપાલિકા હતી જતા એ શાશકો કામગીરી કરી શકતા નથી અને કોર્પોરેશનમાં કોઈ સાંભળતું નાં હોવાની ફરિયાદ જોરશોરથી ઉઠી રહી છે. બોપલમાં રોડ રસ્તા લાઈટ સહિતની સુવિધા ઠપ રાજ્ય સરકારે કોર્પોરેશનની ચુંટણી આવતા પહેલા જ બોપલ સહિતના વિસ્તારને અમદાવાદ શહેરમાં ઉમેરી દેતા જ એ વાતનો ગણગણાટ શરુ થઇ ગયો હતો કે કોર્પોરેશન સર કરવા માટે સરકારે આ દાવ ખેલ્યો છે પરંતુ મત માટે…
કોરોનાના ખૌફને કારણે સુરતમાં એક વૃદ્ધે આપઘાત કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ હીરબાગના ભક્તિનગરમાં રહેતા 64 વર્ષના લીલાધરભાઈ નામના વૃદ્ધે કોરોનાને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્યૂસાઈડ નોટમાં વૃદ્ધે કોરોના થયો હોવાથી સ્યૂસાઈડ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોતાના ઘરમાં હોમ આઈસોલેટ હતા ત્યારે વૃદ્ધે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી એક પણ કોરોના ઓટોપ્સી નથી થઇ તેવો ખુલાસો થયો છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી ઓટોપ્સી સ્ટડી થતો નથી કોરોનાની શરીર પર શું અસર થાય છે તે માટે ઓટોપ્સી સ્ટડી કરવામાં આવે છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભી કરવા જાહેરાત કરી હતી. આ જાહેરાતના ચાર મહિના વિતવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી.
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યાં છે. થોડા જ વરસાદમાં અમદાવાદ ખાડાબાદ બની જાય છે. શહેરના પોશ વિસ્તારથી લઈને અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ તૂટી જાય છે કે ઠેકઠેકાણે ખાડાઓ જોવા મળે છે. કોર્પોરેશન દ્વારા લોકો પાસેથી ટેક્સ પેટે હજારો રૂપિયા વસૂલવામાં આવે છે .પરંતુ સુવિધાના નામે ખાલી મોટી મોટી વાતો જ સાંભળવા મળે છે. પહેલાં જ વરસાદમાં રોડ-રસ્તાઓની સ્થિતિ દયનિય બની જાય છે, ત્યારે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. તો મીડિયા પણ વારંવાર અહેવાલો રજૂ થાય છે. પરંતુ ખાયકી વ્યસ્ત નેતાઓ, અધિકારીઓ કે કોર્પોરેટર માત્ર ખોટા વચનો જ…
ઈડરના પાવાપુરી જલમંદિરના જૈન મહારાજ સામે ફરી દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરન મહિલાએ ઈડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા રાજતિલક સાગરજી મહારાજે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રાજતિલક સાગરજી મહારાજે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ લગાવ્યો ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા પણ આ જ મહારાજનો વીડિયો વાયરલ થયો હતો. વધુ એક ફરિયાદ નોંધાતા જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરેન્દ્રનગરની મહિલાએ ઇડર પોલિસ સ્ટેશને નોધાવી પોલિસ ફરીયાદ ઇડર પાવાપુરી જલ મંદિરના જૈન મહારાજ સામે ફરી દુષ્કર્મની ફરીયાદ નોધાઇ… સુરેન્દ્રનગરની મહિલાએ ઇડર પોલિસ સ્ટેશને નોધાવી પોલિસ ફરીયાદ રાજ તિલક સાગરજીએ દુષ્કર્મ આચર્યુ હોવાની પોલિસ ફરીયાદ, એક મહિના પહેલા પણ આ મહારાજના…
અમેરિકી મૂળની એક મહિલા ભારતમાં પ્રવાશે હતી. ત્યારે તેની સાથે એક દુખદ ઘટના બની. આઘટના તામિલનાડુના તિરુવન્નામલાઈની છે. હકીકતમાં એક શક્ખ આ મહિલાને કહેવાતી રીતે તેની પર રેપ કરવાની કોશિશ કરી રહ્યો હતો. મહિલાને માર્શલ આર્ટ આવડતા હોય તેને સામે હુમલો કરી તેને ખૂબ જ ખરાબ રીતે ધોઈ નાંખ્યો. લોકડાઉનમાં મહિલા ફસાઈ જતાં ભાડાનું ઘર લઈ લીધું હકિકતે આ મહિલા માર્ચ મહિનામાં તિરુવન્નામલાઈમાં શિફ્ટ થઈ હતી. પરંતુ તે લોકડાઉન દરમિયાન ત્યાં ફસાઈ ગઈ. તેણે ત્યાંજ ભાડાનું ગર લઈ લીધું અને તેણે પોતાના વિઝા વધારાવી દીધા. રવિવારે મહિલા પોતાના ઘરની બહાર ઉભી હતી ત્યારે એક શખ્સ આવ્યો. તેણે કેસરી રંગનું કપડું…
આ શાકભાજીનું નામ છે ખુખડી (Khukhadi). તેની કિંમત છે 1200 રૂપિયા પ્રતિ કિલો. પરંતુ માર્કેટમાં આવતા જ આ શાકભાજી વેચાઇ જાય છે. આ શાકભાજીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન મળે છે.છત્તીસગઢમાં તેને ખુખડી કહેવામાં આવે છે. સાથે જ ઝારખંડમાં તેને રુગડા કહે છે. આ બંને જ મશરૂમની એક પ્રજાતિ છે. આ શાકભાજી ખુખડી છે, જે કુદરતીરીતે જંગલમાં ઉગે છે. આ શાકભાજીને બે દિવસમાં જ રાંધીને ખાવી પડે છે, નહીંતર તે બેકાર થઇ જાય છે. છત્તીસગઢના બલરામપુર,સૂરજપુર, સરગુજા સહિત ઉદયપુર નજીક આવેલા કોરબા જિલ્લાના જંગલમાં વરસાદની સીઝનમાં કુદરતી રીતે ખુખડી ઉગી નીકળે છે.બે મહિના સુધી ઉગતી ખુખડીની માગ એટલી વધુ છે કે જંગલમાં…
ઇન્ડિપેન્ડન્ટ પ્રિઝન મોનિટરે પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, જેલમાંથી છૂટ્યા પછી અડધાથી વધારે મહિલાઓ પાસે રહેવા માટે ઘર હોતું નથી. ઇંગ્લેન્ડની મહિલા કેદીઓ પર કરેલા રિસર્ચ પ્રમાણે, 60% મહિલા કેદીઓ પાસે જેલમાંથી છૂટ્યા પછી રહેવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જેલમાંથી બહાર આવ્યા પછી મહિલાઓ હોસ્ટેલમાં રહેવા માટે મજબૂર થઇ જાય છે. તેઓ ફૂટપાથ પર પણ રહે છે. ઘણીવાર એટલી બધી તકલીફો હોય છે કે તેઓ ઘરે પરત જવાને બદલે જેલમાં પાછું જવાનું પણ પસંદ કરી લે છે. જેલમાં રહેતી 40% મહિલાઓ માને છે કે, અમે જ્યારે છૂટીશું ત્યારે અમારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહિ હોય.…
દૂર્વા ઘાસને દૂબ પણ કહેવામાં આવે છે. આ ઘાસને ભારતમાં પવિત્ર માનવામાં આવે છે. દૂર્વા ઘાસ સાથે જ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના 4 દિવસ પછી ભારદવા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દૂર્વાષ્ટમી વ્રત કરવામાં આવે છે. આ વ્રત 26 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશને દૂર્વા ચઢાવવાની વિશેષ પરંપરા છે. થોડાં વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે આ તિથિએ ભગવાન ગણેશજી અનલાસુરને ગળી ગયાં હતાં અને તેમના પેટમાં ગરમી વધવાના કારણે તેમને દૂર્વા ખવડાવવામાં આવે છે. એટલે ગણેશજીને દૂર્વા ચઢાવવાની પરંપરા ચાલી રહી છે. દૂર્વાનો ઉપયોગ પૂજા-પાઠ સિવાય આયુર્વેદમાં પણ ખાસ કરવામાં આવે છે. થોડાં વૈજ્ઞાનિકોએ…