અમદાવાદ માં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કરાણે રસ્તા તૂટી જતા તંત્રની પોલ ખુલી ગઈ છે..તેવામાં હવે મહાપાલિકાએ તૂટેલા રોડ અને ઉબડખાબડ રસ્તાઓ પર થીગડા મારવાનું કામ ચાલુ કર્યુ છે…શહેરના ગુરુકુળ ત્રણ રસ્તાથી હેલ્મેટ સર્કલ સુધીના રસ્તા પર કોર્પોરેશને રિસરફેસિંગના નામે રસ્તા પર થીગડા મારવાનું શરૂ કર્યુ છે.અમદાવાદ મહાપાલિકા દરવર્ષે પ્રિમોન્સુન કામગીરીને લઈને મસમોટા પ્લાનિંગ કરે છે..પરંતુ આ તમામ પ્લાનિંગ કાગળ પર જ રહી જાય છે..આ વર્ષે પણ વરસાદ બાદ શહેરના અનેક રસ્તા પર પાણી ભરાયા..ખાસ કરી..નારણપુરાના એઈસી બ્રિજ પાસેથી ખરાબ રસ્તાથી વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે..એક જ વરસાદમાં શહેરના રોડ અને રસ્તાઓની વાસ્તવિકતાનો ચિતાર સામે આવી…
કવિ: Satya Day News
મહારાષ્ટ્રના રાયગઢમાં 5 માળની બિલ્ડિંગ પડી ગઈ હતી. સોમવારે સાંજે પડેલી બિલ્ડીંગમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 5 વર્ષના બાળકને બચાવી લેવામાં આવ્યુ છે. NDRF ના ડેપ્યુટી કમાન્ડેંટે જણાવ્યુ હતુ કે, બાળકની તબીયત સારી છે અને સ્વસ્થ છે. NDRF ના અધિકારીએ જણાવ્યુ હતુ કે, બાળક એક કિનારે ડુબેલો હતો. NDRF ના બે જવાબ જ્યારે કાટમાળને હટાવી રહ્યા હતા ત્યારે એક કિનારે બાળકને જોયો હતો. ફરી તેને બહાર કાઢવામાં આવ્યો અને હોસ્પીટલ મોકલી દેવામાં આવ્યો છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યુ છે. પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે મહારાષ્ટ્રમાં મોટો અકસ્માત…
ભારે વરસાદને પગલે ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા. હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપુરની સ્થિતિ જૈસે થે જ છે. ખાડીપુર આવતા પર્વત પાટિયા અને પર્વત ગામમાં આવેલી સોસાયટીઓમાં ખાડીપુરના પાણી ભરાયા છે. જે પરિસ્થિતિ હાલ પણ ઠેરની ઠેર છે. જો કે પાણી ધીરે ધીરે ઓસરતા લોકોને મહદ અંશે રાહત મળી હતી,પરંતુ સોસાયટી અને લોકોના ઘરોમાં ભરાયેલા ખાડીપુરના પાણી હજી સંપૂર્ણરૂપ ઉતર્યા નથી. જેને પગલે લોકોને ભારે હાલાકી તો પડી જ રહી છે. મુખ્યમાર્ગ પર પણ ખાડીપુરના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પર્વત પાટિયાના મુખ્ય માર્ગ અને અહીં આવેલા માધવબાગ,નંદનવન તેમજ ગીતા નગર સોસાયટીમાં ખાડીપુરના…
જીવન વીમા નિગમ દ્વારા કેન્દ્ર સરકારે વડા પ્રધાન વંદના યોજના વરિષ્ઠ નાગરિકો માટે એક યોજના છે, જે અંતર્ગત માસિક પેન્શનનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને 10 વર્ષ માટે નિયત દરે ગેરંટીકૃત પેન્શન મળે છે. છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જીવન વીમા નિગમની આ યોજના વાર્ષિક 7.40 ટકા જેટલું વ્યાજ મેળવે છે. 6.28 લાખ લોકો માત્ર જોડાયા છે. આ યોજનાનો લાભ લોકોને દેખાતો નથી. કોઈ પણ ઊંમરના એક વ્યક્તિ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ લઘુત્તમ માસિક પેન્શન રૂ .1,000 છે. મહત્તમ માસિક પેન્શન 9,250 રૂપિયા છે. પેન્શન ચુકવણી માસિક, ત્રિમાસિક,…
આજે 25 ઓગસ્ટથી ભારતમાં કોરોના વાયરસ રસી અજમાયશનો બીજો તબક્કો શરૂ થશે. આ રસી યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિકસિત કરી છે, પરંતુ તેનું નિર્માણ પુણેની સીરમ સંસ્થામાં કરવામાં આવી રહ્યું છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની સુનાવણી સીરમ સંસ્થાથી શરૂ થશે. તબક્કો -2 અજમાયશ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તબક્કો -2 ટ્રાયલ સાથે, મોટા પાયે રસી પરીક્ષણો (ફેઝ -3) નો માર્ગ સાફ થઈ જાય છે. ભારતમાં તૈયાર કરાયેલી ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીનું નામ કોવિશિલ્ડ રાખવામાં આવ્યું છે. ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પુણેની બીજો રાઉન્ડનો ટ્રાયલ શરૂ થશે. બીજા તબક્કાની સુનાવણી દરમિયાન સ્વસ્થ સ્વયંસેવકોને કોવિશિલ્ડ રસીનો ડોઝ આપવામાં આવશે.બ્રિટનની ઓક્સફર્ડ…
આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે ! ઘણી વખત આપણે આવા કિસ્સા જોતા હોઈએ છીએ ત્યારે આપણને લાગે કે આ સાચી વાત છે. જે કહેવતમાં કહેવાયુ છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોત એક શખ્સ પાસેથી એટલુ નજીક આવીને જતુ રહ્યુ કે, જોનારાના હ્દયના ધબકાર એક મીનીટ માટે ભૂલી જવાય. આ વીડિયો રોહન દુઆએ શેર કર્યો છે. કેપ્શનમાં તે લખે છે કે, જાકો રાખી સાઈયા માર શકે ના કોઈ..બાલ ન બાંકા કર શકે જો જગ બૈરી હોય. આ લખાય છે, ત્યાં સુધીમાં આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ…
બેરુતની વતની સેન્ડ્રા અબિનાડાર જરાક હિલચાલ થતાં જ ચોંકી જાય છે. એક દિવસે તે બરણી ખોલી રહી હતી કે અચાનક ઘોંઘાટ થયો, તે ડરી ગઇ અને બરણી છોડી દોડવા લાગી. 18 વર્ષીય સેન્ડ્રા હોય કે 24 વર્ષીય લુર્ડેસ ફખરી, આ તમામ હાલમાં માનસિક પીડાઓનો સામનો કરી રહ્યાં છે. લુર્ડ્સ તો અચાનક જ રડવા લાગે છે. બેરુતમાં થયેલા વિસ્ફોટનાં બે અઠવાડિયાં વીતી ગયાં છે પણ લોકો હજુ તેના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી પણ સેન્ડ્રા પ્રોફેશનલ સાઈકિયાટ્રિસ્ટની મદદ લેવા પણ તૈયાર નથી. તે કહે છે કે, અમે સમસ્યાનો સામનો કરવાનું શીખી ગયા છીએ. કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વિના સહન કરવાનું…
હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવી રાધાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે રાધાષ્ટમી પર્વ ઉજવાય છે. આ પર્વ ભગવાન કૃષ્ણના જન્મના 15 દિવસ પછી આવે છે. આ વર્ષે આ પર્વ 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રાધાષ્ટમીએ મથુરા જિલ્લાના બરસાના ગામમાં રાધાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. બરસાનામાં એક પહાડ ઉપર રાધાજીનું સુંદર મંદિર છે. જેને રાધારાણી મહેલ પણ કહેવામાં આવે છે. રાધાષ્ટમીના દિવસે રાધાજીના મંદિરને ફૂલ અને ફળથી સજાવવામાં આવે છે. ભક્ત મંગળ ગીત ગાય છે અને એકબીજાને વધામણી આપે છે. બરસાના રાધાજીનું જન્મ સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. આ એક પહાડીની નીચે આવેલું છે. ગ્રંથોમાં…
પરણિત યુગલોમાં ઝઘડો થવો સામાન્ય છે, પરંતુ કેટલીકવાર નાની નાની બાબતો મોટી થઈ જાય છે. કેટલીકવાર તે એટલું ખરાબ થઈ જાય છે કે સંબંધોને સમાપ્ત કરવાનો આ સમય આવી જાય છે. પાર્ટનર એ એકબીજાથી કંઇપણ છુપાવવું જોઈએ નહીં, પરંતુ કેટલીકવાર સંબંધો તૂટવાના ડરને કારણે કેટલીક વસ્તુઓ છુપાવવી વધુ સારી રહે છે. ચાલો અમને તે રહસ્યો વિશે જણાવીએ કે તમારા જીવનસાથીને સામે ન કહેવું જ યોગ્ય ગણાશે. ગુસ્સામાં તેને ક્યારેય સેલ્ફિસ ના કહો કેટલીકવાર તમારા પાર્ટનર તેના વ્યસ્ત શેડ્યૂલને કારણે તમને એટલો સમય આપી શકતા નથી અને જ્યારે તે તમારી નજીક આવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તમે તેને સેલ્ફીસ માનવાની ભૂલ…
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને કારણે ધરોઈ ડેમમાં પાણી છોડવામાં આવનારું છે જેના પગલે એલિસબ્રીજ, પાલડી અને વાસણા વિસ્તારના રહેવાસીઓને એલર્ટ રહેવું તેવો એક ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. એલિસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહે રૂબરૂ આ વિષય પર સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી છે અને આવી કોઈપણ ચિંતાજનક પરિસ્થિતિ નહીં હોવાનું જણાવ્યું છે.