નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન 2016માં ઉત્તરપ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે થયા હતા. અઠવાડિયા બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. એક મહિના બાદ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તું ઓછું લાવી છે કહેતા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પ્રેગ્નન્સી રહેતા પતિને શારીરિક સંબંધ માટે ના પાડતા ઝઘડો કરતા હતા અને ઘર ખર્ચના પૈસા પણ આપતા ન હતાં. કોલેજથી ઘરે મુકવા આવતા તો પણ શારીરિક સંબંધ બાંધવા કહેતા હતા. પ્રેગ્નન્સીને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે માટે પતિને વાત…
કવિ: Satya Day News
હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં 50 થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઇ પણ હૉલ કે લગ્નસ્થળની 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. પાંચ મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. કોઇ પણ સભાગૃહની 50 ટકા સીટો જેટલા શ્રોતાઓ બોલાવીને સંગીત, નૃત્ય, નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. શરત એટલી કે કાર્યક્રમ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ન હોવો જોઇએ. અનલૉકની આગામી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે.…
તમે ગણેશજીના અનેકો ભક્તની અનોખી ભક્તિ જોઈ હશે, પરંતુ મુંબઈની રમા શાહની ભક્તિ જરા હટ કે છે. તેમની ભક્તિ સાથે ટેલેન્ટ પણ છૂપાયેલું છે, જેને લીધે તેમણે અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. રમા શાહે છેલ્લાં 20 વર્ષમાં 4 લાખથી વધારે ગણેશજીની મૂર્તિઓ બનાવી છે. તેમાં અનેક એવી મૂર્તિઓ પણ સામેલ છે, જે તેમણે આંખો પર પટ્ટી બાંધી બનાવી છે. રમા અનોખી મૂર્તિ કળા ધરાવે છે. તેમણે આંખો પર પટ્ટી બાંધી 3 મિનિટમાં સૌથી નાની ગણેશજીની મૂર્તિ બનાવી ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેઓ છેલ્લા 20 વર્ષથી અત્યાર સુધી લગભગ બઘી જ સાઈઝની આશરે 4 લાખ 25…
હિંદુ કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટના છેલ્લાં સપ્તાહની શરૂઆત ભાદરવા મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિથી થઇ રહી છે. આ દિવસે મોરયાઈ છઠ્ઠનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત ભગવાન સૂર્ય માટે કરવામાં આવે છે. આ દિવસે રવિયોગ બનવાથી સપ્તાહનો પહેલો દિવસ ખરીદારી માટે શુભ રહેશે. આ 7 દિવસોમાં રાધાષ્ટમી, મહાલક્ષ્મી વ્રત, પરિવર્તિની એકાદશી જેવા મોટા તહેવાર આવશે. 24 થી 30 ઓગસ્ટનું પંચાંગઃ- 24 ઓગસ્ટ, સોમવાર- ભાદરવા સુદ પક્ષ ષષ્ઠી તિથિ, મોરયાઈ છઠ 25 ઓગસ્ટ, મંગળવાર- ભાદરવા સુદ પક્ષ સાતમ, સંતાન સપ્તમી 26 ઓગસ્ટ, બુધવાર- ભાદરવા સુદ પક્ષ આઠમ, ધરો આઠમ 27 ઓગસ્ટ, ગુરુવાર- ભાદરવા સુદ પક્ષ નોમ 28 ઓગસ્ટ, શુક્રવાર- ભાદરવા સુદ…
માણસ પોતાના જીવનમાં ગમે તેટલુ ટેન્શન લઈને ફરતો હોય પણ જો તે એક સારુ અને સુખદ અનુભૂતિ આપતુ ગીત સાંભળે તો, તેની ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. કોઈ પોતાનું મનપસંદ ગીત સાંભળવા માગે છે. તણાવમાં ગીત સાંભળવુ સારી વાત છે. જો કે, અમુક લોકો સેડ સોંગ પણ સાંભળતા હોય છે. જ્યારે કોઈ પ્રેમમાં પડે છે, ત્યારે તે રોમેન્ટિક ગીત સાંભળે છે. આજે અમે આપને એક એવા જ ગીત વિશે જણાવાના છીએ. જેને દુનિયાનું સૌથી કાળમુખૂ ગીત કહેવાય છે. એવુ કહેવાય છે કે, આ ગીત સાઁભળીને લોકો આત્મહત્યા કરે છે. આ ગીતનો ડર અને ભય એટલો છે કે, આ…
અરબી સાગરમાં 5 ગામો વચ્ચે આવેલા આલિયા બેટ (ટાપુ) પર ઐતિહાસિક અને ચમત્કારિક લાકડાની શ્રીજીની પ્રતિમા આસ્થાનું કેન્દ્ર બની છે. 1968 માં તણાય આવેલી લાકડાની શ્રીજીની પ્રતિમા સહિત મંદિર વર્ષોથી ભરતી અને ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જવા છતા કોઈ નુકસાન થયું નથી અને એક જગ્યાએ અડીખમ છે. કહેવાય છે 1968 ની સૌથી મોટી રેલમાં લાકડાના લગભગ અઢીથી 3 ફૂટની ગણેશ પ્રતિમા આલીયા બેટ પર તણાઈ આવી હતી. બેટ પર માછલાં પકડવા દરિયો તરીને જતા હળપતિઓને કાદવ-કીચડમાં દબાયેલી આ પ્રતિમા મળી હતી. ત્યારબાદ હળપતિઓએ આ લાકડાની ગણેશજીની પ્રતિમાને 92 એકરમાં ફેલાયેલા જાડી-જંગલ વચ્ચેના એક ઝાડ નીચે સ્થાપના કરી પૂજા-અર્ચના કરાઈ રહી…
નેધરલેન્ડ્સની રાજધાની એમ્સટરડેમને સ્વચ્છ રાખવા અનોખી પહેલ કરવામાં આવી છે. અહિના રેડ લાઈટ એરિયા અને અન્ય વિસ્તારમાં મૂત્રાલયની જેમ કામ કરતા કૂંડાં મૂક્યા છે. તેની નામ ગ્રીન-પી રાખવામાં આવ્યું છે. આ કરવા પાછળનો હેતુ એ છે કે, પ્રવાસીઓ કે સ્થાનિક લોકો રસ્તા પર પેશાબ નહિ કરે. ખાતર બનાવવા માટે પ્રોસેસિંગ અને ફોસ્ફેટ નીકાળવાનું કામ આ મૂત્રાલયોમાંથી કરવામાં આવી રહ્યું છે. તેમાં યૂરિન એકઠું થઇ રહ્યું છે. સમયાંતરે તેમાં કન્ટેનરથી યૂરિન નીકળવામાં આવે છે અને પછી અલગથી ફોસ્ફેટ કરવામાં આવે છે. આ પ્રકારના મૂત્રાલયમાંથી દુર્ગંધ આવતી નથી. ઘણા લોકો રસ્તા પર પેશાબ કરે છે જેનાથી શહેરની ઐતિહાસિક બિલ્ડિંગ ખરાબ થઇ શકે…
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સંખ્યાબંધ પ્રકાશકો ટૂંક સમયમાં જેલમાં જઇ શકે છે. કોઇ પણ પુસ્તક કે લેખ સહિતની લેખિત સામગ્રીના પ્રકાશન પહેલાં જો પ્રકાશકોને સરકાર તરફથી મંજૂરી ન મળે તો તેમને જેલની સજા થઇ શકે છે. પંજાબમાં સાંસદોએ ગયા મહિને એક નિર્ણયને સર્વસંમતિથી મંજૂરી આપી, જે વાંધાજનક પ્રકાશિત સામગ્રીઓને નિશાન બનાવતા ખરડા સંબંધિત છે. પંજાબ અભ્યાસક્રમ ના વડા રાય મંજૂર હુસૈન નાસિરે એએફપીને જણાવ્યું કે પુસ્તકોના પ્રકાશન પહેલાં પ્રકાશકોએ મંજૂરી લેવી પડશે. જો પાઠ્યપુસ્તકમાંથી કન્ટેન્ટ હટાવી લેવાશે તો બૅન પણ હટાવી દેવાશે. થોડાં દિવસ પહેલાં જ પંજાબના અભ્યાસક્રમ અને ટેક્સ્ટબુક બોર્ડએ 100થી વધુ પુસ્તકોને રાષ્ટ્ર અને ધર્મ વિરોધી ગણાવી બૅન કરી…
નેપાળમાં સોનેરી રંગનો કાચબો મળ્યો છે. આ કાચબાના દુર્લભ રંગ પાછળનું કારણ જિનેટિક મ્યુટેશન છે અને તેને કારણે સ્કિનનો રંગ બદલાઈ ગયો છે અને તે સોનેરી દેખાય છે. નેપાળના ટોક્સિકોલોજી એસોસિયેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે, નેપાળમાં આવો ક્રોમેટિક લ્યૂસિઝ્મ પ્રથમ કેસ અને દુનિયામાં પાંચમો કેસ છે. ક્રોમેટિક લ્યૂસિઝ્મમાં જે તત્વના લીધે શરીરનો રંગ બદલાય છે તે ખરાબ થાય છે. આવી સ્થિતિમાં સ્કિન સફેદ કે પીળા રંગની થઇ જાય છે, પરંતુ નેપાળમાં મળેલા કાચબામાં પીળા રંગનું પ્રમાણ વધી ગયું છે. આથી જ તે સોનેરી દેખાઈ રહ્યો છે. હિંદુ માન્યતા પ્રમાણે, કાચબાના ઉપરના ભાગને આકાશ અને નીચેના ભાગને ધરતી માનવામાં આવે છે. નેપાળમાં…
બોરોબુદુર ઇન્ડોનેશિયાના મધ્ય જાપા પ્રાંતના મગેલાંગ નગરમાં સ્થિત 9મી સદીનું મહાયાન બૌદ્ધ મંદિર છે. જે 6 ચોરસ ચબૂતરા ઉપર બનેલું છે, જેમાંથી ત્રણ ચબૂતરા ઉપરનો ભાગ ગોળાકાર છે. આ મંદિર 2, 672 શિલાલેખો અને 504 બુદ્ધ પ્રતિમાઓથી સજેલું છે. તેની વચ્ચે બનેલાં મુખ્ય ગુંબજની ચારેય બાજુ સ્તૂપવાળી(ઘુમ્મટ જેવું એક પ્રાચીન બાંધકામ) 72 બુદ્ધ પ્રતિમાઓ છે. આ મંદિરને વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર માનવામાં આવે છે. બોરોબુદુરને એક મોટા સ્તૂપની જેમ બનાવવામાં આવ્યું છે. તેનું સ્વરૂપ પિરામિડથી પ્રેરિત છે. તેનો મૂળ આધાર વર્ગાકાર છે. આ મંદિરના 9 માળ છે. નીચેના 6 માળ ચોરસ અને ઉપરના 3 માળ ગોળાકાર છે. ઉપરના માળની…