અરબી સાગરમાં 5 ગામો વચ્ચે આવેલા આલિયા બેટ (ટાપુ) પર ઐતિહાસિક અને ચમત્કારિક લાકડાની શ્રીજીની પ્રતિમા આસ્થાનું કેન્દ્ર બની છે. 1968 માં તણાય આવેલી લાકડાની શ્રીજીની પ્રતિમા સહિત મંદિર વર્ષોથી ભરતી અને ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જવા છતા કોઈ નુકસાન થયું નથી અને એક જગ્યાએ અડીખમ છે. કહેવાય છે 1968 ની સૌથી મોટી રેલમાં લાકડાના લગભગ અઢીથી 3 ફૂટની ગણેશ પ્રતિમા આલીયા બેટ પર તણાઈ આવી હતી. બેટ પર માછલાં પકડવા દરિયો તરીને જતા હળપતિઓને કાદવ-કીચડમાં દબાયેલી આ પ્રતિમા મળી હતી. ત્યારબાદ હળપતિઓએ આ લાકડાની ગણેશજીની પ્રતિમાને 92 એકરમાં ફેલાયેલા જાડી-જંગલ વચ્ચેના એક ઝાડ નીચે સ્થાપના કરી પૂજા-અર્ચના કરાઈ રહી…
કવિ: Satya Day News
નેધરલેન્ડ્સની રાજધાની એમ્સટરડેમને સ્વચ્છ રાખવા અનોખી પહેલ કરવામાં આવી છે. અહિના રેડ લાઈટ એરિયા અને અન્ય વિસ્તારમાં મૂત્રાલયની જેમ કામ કરતા કૂંડાં મૂક્યા છે. તેની નામ ગ્રીન-પી રાખવામાં આવ્યું છે. આ કરવા પાછળનો હેતુ એ છે કે, પ્રવાસીઓ કે સ્થાનિક લોકો રસ્તા પર પેશાબ નહિ કરે. ખાતર બનાવવા માટે પ્રોસેસિંગ અને ફોસ્ફેટ નીકાળવાનું કામ આ મૂત્રાલયોમાંથી કરવામાં આવી રહ્યું છે. તેમાં યૂરિન એકઠું થઇ રહ્યું છે. સમયાંતરે તેમાં કન્ટેનરથી યૂરિન નીકળવામાં આવે છે અને પછી અલગથી ફોસ્ફેટ કરવામાં આવે છે. આ પ્રકારના મૂત્રાલયમાંથી દુર્ગંધ આવતી નથી. ઘણા લોકો રસ્તા પર પેશાબ કરે છે જેનાથી શહેરની ઐતિહાસિક બિલ્ડિંગ ખરાબ થઇ શકે…
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સંખ્યાબંધ પ્રકાશકો ટૂંક સમયમાં જેલમાં જઇ શકે છે. કોઇ પણ પુસ્તક કે લેખ સહિતની લેખિત સામગ્રીના પ્રકાશન પહેલાં જો પ્રકાશકોને સરકાર તરફથી મંજૂરી ન મળે તો તેમને જેલની સજા થઇ શકે છે. પંજાબમાં સાંસદોએ ગયા મહિને એક નિર્ણયને સર્વસંમતિથી મંજૂરી આપી, જે વાંધાજનક પ્રકાશિત સામગ્રીઓને નિશાન બનાવતા ખરડા સંબંધિત છે. પંજાબ અભ્યાસક્રમ ના વડા રાય મંજૂર હુસૈન નાસિરે એએફપીને જણાવ્યું કે પુસ્તકોના પ્રકાશન પહેલાં પ્રકાશકોએ મંજૂરી લેવી પડશે. જો પાઠ્યપુસ્તકમાંથી કન્ટેન્ટ હટાવી લેવાશે તો બૅન પણ હટાવી દેવાશે. થોડાં દિવસ પહેલાં જ પંજાબના અભ્યાસક્રમ અને ટેક્સ્ટબુક બોર્ડએ 100થી વધુ પુસ્તકોને રાષ્ટ્ર અને ધર્મ વિરોધી ગણાવી બૅન કરી…
નેપાળમાં સોનેરી રંગનો કાચબો મળ્યો છે. આ કાચબાના દુર્લભ રંગ પાછળનું કારણ જિનેટિક મ્યુટેશન છે અને તેને કારણે સ્કિનનો રંગ બદલાઈ ગયો છે અને તે સોનેરી દેખાય છે. નેપાળના ટોક્સિકોલોજી એસોસિયેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે, નેપાળમાં આવો ક્રોમેટિક લ્યૂસિઝ્મ પ્રથમ કેસ અને દુનિયામાં પાંચમો કેસ છે. ક્રોમેટિક લ્યૂસિઝ્મમાં જે તત્વના લીધે શરીરનો રંગ બદલાય છે તે ખરાબ થાય છે. આવી સ્થિતિમાં સ્કિન સફેદ કે પીળા રંગની થઇ જાય છે, પરંતુ નેપાળમાં મળેલા કાચબામાં પીળા રંગનું પ્રમાણ વધી ગયું છે. આથી જ તે સોનેરી દેખાઈ રહ્યો છે. હિંદુ માન્યતા પ્રમાણે, કાચબાના ઉપરના ભાગને આકાશ અને નીચેના ભાગને ધરતી માનવામાં આવે છે. નેપાળમાં…
બોરોબુદુર ઇન્ડોનેશિયાના મધ્ય જાપા પ્રાંતના મગેલાંગ નગરમાં સ્થિત 9મી સદીનું મહાયાન બૌદ્ધ મંદિર છે. જે 6 ચોરસ ચબૂતરા ઉપર બનેલું છે, જેમાંથી ત્રણ ચબૂતરા ઉપરનો ભાગ ગોળાકાર છે. આ મંદિર 2, 672 શિલાલેખો અને 504 બુદ્ધ પ્રતિમાઓથી સજેલું છે. તેની વચ્ચે બનેલાં મુખ્ય ગુંબજની ચારેય બાજુ સ્તૂપવાળી(ઘુમ્મટ જેવું એક પ્રાચીન બાંધકામ) 72 બુદ્ધ પ્રતિમાઓ છે. આ મંદિરને વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર માનવામાં આવે છે. બોરોબુદુરને એક મોટા સ્તૂપની જેમ બનાવવામાં આવ્યું છે. તેનું સ્વરૂપ પિરામિડથી પ્રેરિત છે. તેનો મૂળ આધાર વર્ગાકાર છે. આ મંદિરના 9 માળ છે. નીચેના 6 માળ ચોરસ અને ઉપરના 3 માળ ગોળાકાર છે. ઉપરના માળની…
મોટાભાગે યુવતીઓને જોઈને જ યુવકોના મનમાં ઘણા પ્રકારની વાતો ફરવા લોગે છે ઘણા તો મનમાં ને મનમાં લગ્ન પણ કરી લે છે. પરંતુ શું તમે જાણો છો કે યુવતીઓ પણ કંઈક આવી જ વાતો વિચારતી હોય છે. તેમના મનમાં પણ સવાલો ઉઠે છે. તેમનું પણ મને પ્રેમ માટે વ્યાકુળ થઈ ઉઠે છે. યુવતીઓ પણ વિચારવા લાગે છે આવી વાતો જ્યારે પણ કોઈ હેન્ડસમ યુવક યુવતીની પાસેથી પસાર થાય છે ત્યારે યુવતીની નજર સૌથી પહેલા તેના ચહેરા પર આવે છે અને તે તેની પર્સનાલિટી અથવા તેના હેન્ડસમ હોવા વિશે વિચારે છે. હેન્ડસમ યુવકના પાસેથી પસાર થવા પર યુવતીઓના મનમાં એ ખ્યાલ…
કોરોના વાયરસ સંક્રમણના લક્ષણોમાં ગળામાં ખારાશ ની સમસ્યા પણ સામેલ છે. એટલા માટે જો તમને ગળામાં ખરાશ જેવી કોઇ પણ સમસ્યા છે તો ડૉક્ટર પાસેથી તાત્કાલિક સલાહ લો. પરંતુ વરસાદની ઋતુમાં ક્યારેક ક્યારેક આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. જેનો તમે ઘરે રહીને પણ ઉપચાર કરી શકો છો. આ ઘરેલૂ ઉપચારમાં આદુ, મધ અને પાણી સામેલ છે. આદું અને મધને આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પદ્ધતિથી પાણી તૈયાર કરી તેનું સેવન તેમજ કોગળા કરો એક આદુનો ટુકડો લો અને તેને પાણીમાં સારી રીતે ધોઇને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે આદુના આ ટુકડાઓને બે ગ્લાસ પાણીમાં મિક્સ કરીને…
સુરત ના રિંગરોડ સ્થિત સુરત સીટી ભજીયા વેચાણ કેન્દ્ર પર કામ કરતા લાજપોર મધ્યસ્થ જેલના પાકા કામનો કેદી અંડરવેરમાં સેલોટેપ ચોંટાડી ચાર મોબાઇલ અને પંઢરપુરી ઘુસાડતા રંગેહાથ ઝડપાય જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજયની અત્યંત આદ્યુનિક જેલ ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી દ્વારા પ્રતિબંધિત વસ્તુ ઘુસાડતા રંગેહાથ ઝડપાયો છે. અંડરવેરમાં મળ્યાં 4 મોબાઇલ રીંગરોડ સ્થિત સુરત સીટી જેલ ભજીયા વેચાણ કેન્દ્ર ખાતે પાકા કામના કેદી આકાશ છનાભાઇ રાઠોડ ગત સાંજે રાબેતા મુજબ ભજીયા વેચાણ કેન્દ્ર પરથી પરત આવ્યો હતો. આકાશ જેલના મેઇન ગેટથી અંદર પ્રવેશી રહ્યો હતો ત્યારે જડતી સિપાઇ લલીત ચૌધરીને શંકા જતા તેને અટકાવ્યો હતો…
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦માં સુરત શહેર સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યું છે પણ અહી શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઠેર પડયા છે.નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગંભીર હાલતનાં દર્દીઓ સારવાર માટે આવે છે.તે સમયે ટ્રોમા સેન્ટરની બહારની આગળના ભાગે જવાના રસ્તા પર કાદવ કિચડના થર જામી ગયા છે. ત્યાંથી આવતાં જતાં દર્દી અને અને કર્મચારીઓએ સાવચેતીથી જવુ પડે છે. એટલું જ નહીં પણ ટ્રોમા સેન્ટરના પાછળના ભાગે જાણે ઠેરઠેર ગંદકી જોવા મળે છે. પાણીની ટાંકીનું ઢાંકણ ખુલ્લુ દેખાયું હતું. આ ઉપરાંત કેમ્પસમાં કેટલાક વર્ગ-૨, વર્ગ-૩ આવાસ, અમુક હોસ્ટેલ, અમુક ડોક્ટરોના ક્વાટર્સ, કેટલાક વર્ગ-૪ ક્વાટર્સ પાસે ઝાડી- ઝાંખરા અને ગંદકી હોવાના લીધે મચ્છરોનો…
ડોકટરો અને સંશોધકોની ટીમો કોરોનાના ડંખને શોધવા માટે રાત-દિવસ કામ કરી રહી છે. આ પ્રક્રિયામાં આયુર્વેદનો સતત ઉપયોગ પણ થાય છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ AIIA અને નિસારગ હર્બ્સ ESIC નામની કંપનીએ જોડાણ કર્યું છે. આ બંને સંસ્થાઓ કસોટી કરશે કે લીમડો કોરોના સામે લડવામાં કેટલો અસરકારક છે.આ પરીક્ષણ ફરીદાબાદની ઇએસઆઈસી હોસ્પિટલમાં કરવામાં આવશે. AIIAના ડિરેક્ટર ડો.તનુજા નેસારી આ સંશોધનનો મુખ્ય ટેસ્ટર રહેશે. તેમની સાથે ESIC હોસ્પિટલના ડીન ડો.અસિમ સેન પણ રહેશે. આ ટીમમાં એઆઈઆઈએ અને ESICના વધુ 6 ડોકટરો સામેલ થશે. આ ટીમ 250 લોકો પર તપાસ કરશે કે લીમડાનું તત્વ કોરોના વાયરસ ચેપને રોકવામાં કેટલો અસરકારક છે. આ…