ડૉકટરોથી માંડીને ફિટનેસ નિષ્ણાતો પણ માને છે કે ફીટ રહેવા માટે વ્યક્તિએ સવાર અને સાંજ ચાલવું જ જોઇએ. ચાલવું એ એક વર્કઆઉટ છે જેમાં તમારું આખું શરીર સક્રિય રહે છે. તમારા શરીરના દરેક ભાગ ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે. જો તમે નિયમિતપણે ચાલશો, તો તમારે કોઈ અન્ય કસરત કરવાની જરૂર નથી. ચાલવું તમારી કેલરીને ખૂબ જ ઝડપથી બાળી નાખે છે અને તમારું વજન નિયંત્રણમાં રાખે છે. આમતો, ચાલવું એ સૌથી સામાન્ય વ્યાયામ છે જે બધી ઉંમરના લોકો સરળતાથી કરી શકે છે. પરંતુ તમારે તમારી ઉંમર સાથે ચાલવાના સમય અને ગતિ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજે અમે તમને ચાલવાનાં…
કવિ: Satya Day News
ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે, ખાસ કરીને ટુ-વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધુ જોવા મળી રહી છે. બીજી કંપની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહી છે, કોઈમ્બતુર સ્થિત વાહન ઉત્પાદક પોતાની નવી બાઇક સર્જને ઇમોશન માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ બાઇકની સૌથી ખાસ વાત એ છે કે તે દેશની પ્રથમ ગિયર ઇલેક્ટ્રિક બાઇક છે. મળતી માહિતી મુજબ, કંપની બે વેરિયન્ટમાં સર્જ ઇલેક્ટ્રિક બાઇક આપશે, એક સર્જ 10 કે અને બીજું સર્જ 6 કે હશે, આ બંને વેરિએન્ટમાં સમાન ડ્રાઇવિંગ રેન્જ હશે પરંતુ બંનેની સ્પીડ અલગ હશે. તાજેતરમાં જ કંપનીએ આ બાઇકના પરીક્ષણની કેટલીક…
કોરોનાની ચેપી મહામારીની અસર ધરાવતાં, સાજાં થઇ ગયેલાં અને જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેવાં તમામ દરદીઓએ સાવધાન રહેવાની જરૂર છે એવી ચેતવણી તબીબી નિષ્ણાતોએ આપી છે.એટલે કે જે દરદીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને સાજાં થઇ ગયાં છે તેઓને પણ જુદી જુદી સમસ્યાઓ થતી હોવાનું જાણવા મળ્યું છે. તબીબી નિષ્ણાતોએ આપી ચેતવણી તબીબી નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે કોરોનાના ચેપને કારણે લોકોને થાક લાગવો, હૃદયના ધબકારા અચાનક વધી જવા, હૃદયની કામગીરીમાં અવરોધ સર્જાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવવી, સાંધામાં પીડા થવી અને હૃદય, ફેફસાં, કીડની અને મગજને નુકસાન થવું વગેરે લક્ષણો જોવા મળે છે. કોરોનાના દરદીના પગમાં લોહીની ગાંઠો…
તમિલનાડૂમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક વાંદરાના ટોળાએ 70 વર્ષિય વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાં ઘૂસી ગયા હતા. બાદમાં આ વાનરોએ જે આતંક મચાવ્યો છે, તેનાથી આ મહિલા બરબાદ થઈ ગઈ છે. વાનરના આ ટોળાએ મહિલાની ઝૂંપડીમાંથી જ્વેલરી સહિત 25000 રૂપિયા કેસ ઉપાડી ગયા હતા. જો કે, આ મહિલાએ વાનરોને પીછો કર્યો હતો, પણ તેના હાથમાં કશુંય આવ્યુ નહોતું. આ ઘટના તમિલનાડૂના તંજાવુર જિલ્લાના તિરુવયારૂ પાસેના વીરમંગુડીની છે. મહિલાનું નમ સરથમ્બલ છે. તે કુથિરાઈ કોઈલ સ્ટ્રીટમાં એક ઝૂંપડીમાં રહે છે. તેમણે જણાવ્યુ હતું કે, જ્યારે આ ઘટના બની ત્યારે તે સામે કપડા ધોઈ રહી હતી ત્યારે એ સમયે અમુક…
મહારાષ્ટ્રના નાપુરમાં એક મહિલા ડોક્ટરે પોતાના પતિ અને બે બાળકોની ઝેરનુ ઈન્જેક્શન આપીને હત્યા કરી દીધી અને પછી પોતે પણ ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી. હત્યા અને આત્મહત્યાની આ ઘટનામાં ઘરેલુ ઝઘડા અને પૈસાના વિવાદનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના કોરાડી વિસ્તારના ઓમ નગરની છે. અહીના એક ઘરમાં ડો, સુષમા રાણે (41), પતિ ધીરજ- એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર (42), તેના 11 અને 5 વર્ષના બે બાળકોના મૃતદેહ મળ્યા હતા. કોરાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ધીરજ અને તેના બાળકોના મૃતદેહ બેડરૂમમાંથી મળ્યા. જ્યારે ડોક્ટર મહિલાનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સુષમા…
કોરોના સંક્રમણ રોકવા વિજ્ઞાનીઓ રસીની સાથે હર્ડ ઇમ્યુનિટીને પણ કારગત ગણાવી રહ્યા છે. હર્ડ ઇમ્યુનિટીનો મતલબ છે કે વાઇરસને એવા માણસો મળવાનું બંધ થઇ જાય જે સંક્રમિત થઈને વાઈરસ સતત ફેલાવતા રહે. વિજ્ઞાનીઓનો અંદાજ છે કે કોઇ પણ ક્ષેત્રમાં 70% જેટલી વસતીમાં વાઇરસ સામે પ્રતિકારક ક્ષમતા ઊભી થયા પછી જ હર્ડ ઇમ્યુનિટી વિકસિત થશે. આ ક્ષમતા રસીકરણ કે સંક્રમણમાંથી સાજા થયા પછી પણ આવી શકે. હર્ડ ઇમ્યુનિટી એટલે એક સંક્રમિત વ્યક્તિ કેટલા લોકોમાં વાઇરસ ફેલાવે છે તેનો અભ્યાસ. સંશોધકો નવી આશા જગાવતી શક્યતા ચકાસી રહ્યા છે. હર્ડ ઇમ્યુનિટીની લિમિટ 50% કે તેનાથી ઓછી પણ હોઇ શકે. વિજ્ઞાનીઓ તથા ગણિતજ્ઞો જટિલ…
વર્ષ 1947માં જ્યારે ભારતનું વિભાજન થયુ ત્યારે પંજાબ પણ બે ભાગમાં વહેચાઈ ગયુ હતું. પંજાબનો એક હિસ્સો ભારતમાં રહ્યો અને બીજો હિસ્સો પાકિસ્તાનમાં. વિભાજન બાદ પાકિસ્તાનના હિસ્સામાં જે પંજાબ આવ્યુ તેમાંથી મોટાભાગના લોકો ભારત પરત આવી ગયા હતા. કેટલાક એવા લોકો પણ હતા કે જે પાકિસ્તાનમાં જ રહ્યા હતા. આ પંજાબમાં એક જગ્યા છે નનકાના સાહિબ. આ એ જગ્યા છે કે જ્યાં શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવનો જન્મ થયો હતો. નનકાના સાહિબ છેલ્લા એક વર્ષથી અન્ય એક કારણથી ચર્ચામાં છે. આ કારણ જગજીત કૌર નામની છોકરી છે. જગજીત કૌર એ છોકરી છે કે જેના પરિવારે મોહમ્મદ હસન નામની…
આંધ્રપ્રદેશમાં ચિત્તૂર જિલ્લાના ઇરલા મંડળ નામની જગ્યાએ ગણેશજીનું મંદિર છે. આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. લોકોની માન્યતાઓ પ્રમાણે અહીં ભગવાન ગણેશની મૂર્તિ ધીમે-ધીમે આકારમાં વધતી જઇ રહી છે. એવું કહેવામાં આવે છે કે બાહુદા નદીની વચ્ચે બનેલાં આ મંદિરના પવિત્ર જળના કારણે અનેક બીમારીઓ દૂર થાય છે. તિરૂપતિ જતાં પહેલાં ભક્ત આ વિનાયક મંદિરમાં આવીને ભગવાન ગણેશના દર્શન કરે છે. આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં ચોલ રાજા કુલોઠુન્ગા ચોલ પ્રથમે કરાવ્યું હતું. ત્યાર બાદ ફરી વિજયનગર વંશના રાજાએ વર્ષ 1336માં આ મંદિરનું સમારકામ કરાવીને તેને મોટું મંદિર બનાવવાનું કામ કર્યું. આ તીર્થ એક નદીના કિનારે આવેલું…
સુરત જિલ્લામાં કોરોના મહામારી અને વરસાદી પુરને પગલે ઇકો ટુરિઝમ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પગલે ઉમરપાડા ખાતે પ્રખ્યાત દેવઘાટ ઇકો ટુરિઝમ સ્થળ બંધ કરવામાં આવ્યું હતું.વધતા જતાં કોરોના સંક્રમણ અને ભારે વરસાદને લઈ વડપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે 30 સપ્ટેમ્બર સુધી ઇકો ટુરિઝમ સ્થળ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અહીં નોધનીય બાબત છે કે ગાઢ જંગલો, ધોધ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ઉમરપાડાના દેવઘાટ ધોધ ખાતે દૂર દૂરથી પ્રવાસીઓ અંહી આ ધોધની મજા માણવા આવે છે.
કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકડાઉન બાદ હવે જર્મનીમાં શાળાઓ ખુલી રહી છે. અહીંયા શાળાઓનો નજારો પહેલાથી જ પૂર્ણ રીતે બદલાઈ ગયો છે. બાળકોને સિટિંગ વ્યવસ્થાથી લઈને અભ્યાસ કરવાની રીત સુધી બધુ જ બદલી નજર આવી રહ્યો છે. કોરોના સંક્રમણ બાદ કહેવામાં આવી રહ્યુ છે કે, ભારતમાં પણ કંઈક આવા જ ફેરફાર નજર આવી રહ્યા છે. અહીંયા ફોટોમાં જોવો જર્મનીની શાળાઓનો નજારો… સેનિટાઈઝર સ્કૂલ બેગમાં રાખવુ જરૂરી બાળકો થર્મલ ટેસ્ટ બાદ ક્લાસરૂમમાં પહોંચી રહ્યા છે. તેમના માટે માસ્ક જરૂરી કરી દેવામાં આવ્યુ છે. તે સિવાય વિદ્યાર્થીઓને એકબીજાથી દૂર-દૂરથી વાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. સ્કૂલ બેગમાં સાથે સેનિટાઈઝર લાવવુ અનિવાર્ય કરી…