કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વૈષ્ણોદેવી માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું એક લોકપ્રિય મંદિર છે. ઉત્તર ભારતમાં આવેલા આ મંદિરમાં દર વર્ષે સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જાય છે. પરંતુ આ વર્ષે રેકોર્ડ તૂટ્યો છે. આ વખતે વૈષ્ણોદેવીમાં છેલ્લાં 3 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછા શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. વર્ષ 2019માં 79,40,064 યાત્રાળુઓ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા પહોંચ્યા હતા. આ આંકડો છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. શ્રાઇન બોર્ડના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં 85,86,541, જ્યારે વર્ષ 2017માં 81,78,318 ભક્તો પહોંચ્યા હતા. વર્ષ 2012માં સૌથી વધુ 1.04 કરોડ શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા, જેની સરખામણી વર્ષ 2011માં આંકડો 1.01 કરોડ રહ્યો હતો. મુસાફરોની સુવિધા માટે ગત વર્ષે…

Read More

વરાછાના હીરા દલાલ પાસે હીરા ખરીદવાની લાલચ આપી બેથી ત્રણ વખત વરાછા મીનીબજાર સ્થિત ડાયમંડ વર્લ્ડ ખાતેની ઓફિસમાં બોલાવ્યા બાદ ડુપ્લીકેટ હીરાનું શીલ મારેલું પેકેટ પધરાવી દઇ ઓફિસને રાતોરાત તાળા મારી અને ભાડાનું ઘર ખાલી કરી રફુચક્કર થઇ જનાર ચીટર વિરૂધ્ધ વરાછા પોલીસ મથકમાં રૂા. 26.32 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે. વરાછા ઉમિયાધામ વિસ્તારના અમરજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા હીરા દલાલ અશ્વિન મહેન્દ્ર પટેલ (મૂળ રહે. ઉંડેલ ગામ, તા ખંભાત, જિ. આણંદ) એ વરાછા મીનીબજારમાં ડાયમંડ વર્લ્ડમાં જી-44 નંબરની ઓફિસ ધરાવતા અનિલ નકલેશ પાઘડાળ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે હીરા દલાલ પ્રદીપ છગન સતાણીના રેફરન્સથી અશ્વિને કતારગામ નંદુદોશઈની વાદીમાં કપી…

Read More

દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પૂરતા ડૉક્ટર ન હોવા છતાં ગત વર્ષે 2019માં ગર્ભવતી મહિલાઓની 9579 પ્રસૂતિ કરાવાઈ હતી. જેમાં 5698 નોર્મલ પ્રસુતિ થઈ હતી. જોકે પ્રાચીન પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેના જેવી વેક્યુમ પ્રેશર અને ફોર સેફથી 35 મહિલાઓની પ્રસૂતિ કરવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2007માં ગર્ભવતી મહિલાઓની 4500 પ્રસૂતિ થઇ હતી જ્યારે સિવિલના ગાયનેક વિભાગમાં પૂરતા ડૉક્ટરો અને જરૂરી નર્સિંગ સ્ટાફ ન હોવા છતાં ગત વર્ષ 2019માં 9579 પ્રસુતિ થઈ હતી. 10થી 13 વર્ષમાં પ્રસુતિની સંખ્યા ડબલ થઈ ગઈ છે છતાં ગાયનેક વિભાગના ડૉક્ટરોએ 5698 નોર્મલ પ્રસુતિ કરાવી હતી તથા…

Read More

જાનવરોના ફેશન શોમાં તેમને અલગ-અલગ પોશાકમાં તો લોકોએ જોયા જ હશે પરંતુ બ્રિટનની એક ઘેટીની તસ્વીર આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું વિષય છે. ખાસ વાત એ છે કે આ તસ્વીર કોઈ ખાસ ફેશન શોની નથી પરંતુ એક સામાન્ય ઘેટીની છે જેણે બ્રા પહેરી છે. ખાસ વાત એ છે કે તસ્વીર માટે આ ઘેટીને બળજબરીથી બ્રા પહેરાવવામાં નથી આવી પરંતુ આવું કરવા પાછળ કંઈક અલગ હેતું છે.આ તસ્વીર સાથે જોડાયેલી એક ખબરમાં જણાવવામાં આવ્યું છે કે ‘રોઝ’ નામની એક ઘેટી ગર્ભવતી હતી અને ગર્ભના ભારે વજનના કારણે તેના સસ્પેન્સરી લિગામેન્ટ્સને નુકસાન પહોંચાડ્યું હતું. તેનું ભારે અંગ તેના બોડીથી નીચે લટકી રહ્યું…

Read More

પુણાગામ વિસ્તારની વિક્રમ નગર સોસાયટીના ઘરના ઓટલા પર જાહેરમાં જુગાર રમતી 7 મહિલાને પોલીસે ઝડપી પાડી રૂા. 7840નો મુદ્દામાલ કબ્જે લીધો છે. બાતમીના આધારે પુણાગામ પોલીસે વિક્રમ નગર સોસાયટીમાં દરોડા પાડયા હતા. જયાંથી ઘર નં. 4 ના ઓટલા પર જાહેરમાં જુગાર રમી રહેલી વૃધ્ધા ગીતાબેન મનસુખભાઇ મણવર (ઉ.વ. 60 વિજયનગર, અર્ચના સ્કુલ નજીક, પુણાગામ), મંજુબેન પરેશભાઇ સુહાગીયા (ઉ.વ.40 રહે. વિશાલ નગર, ધરમ નગર રોડ,વરાછા), રંજનબેન રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.35 રહે. યોગેશ્વર સોસાયટી, સીતાનગર ચોકડી, પુણાગામ), જયાબેન શામજીભાઇ ગોહીલ (ઉ.વ.50 રહે. વિક્રમનગર વિભાગ-3, પુણા), ભાનુબેન જયેશભાઇ બેકરીયા (ઉ.વ. 56 રહે. જગદીશ નગર સોસાયટી, પુણાગામ), કવિતાબેન બળવંતભાઇ ગોસ્વામી (ઉ.વ.37 રહે. સીતાનગર સોસાયટી, પુણાગામ), કરૂણાબેન ધીરૂભાઇ…

Read More

પુણાગામ વિસ્તારમાં ઘરેલું કંકાશમાં અપશબ્દો ઉચ્ચારી ધાક-ધમકી આપનાર સાળા અને સસરા વિરૂધ્ધ અરજી કરનારને પોલીસ ચોકીમાં જ કોલર પકડી માર મારવા ઉપરાંત પોલીસને પણ જાહેરમાં બેફામ ગાળો ભાંડી પોતાના માણસો થકી અકસ્માત કરાવી પોલીસને મરાવી નાંખવાની ધમકી આપનાર મહિલા અને તેના ભાઇ વિરૂધ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પુણાગામ વિસ્તારમાં રહેતા પરેશ ગોરધન ડોડીયાને તેની પત્ની ભાવના સાથે છેલ્લા કેટલાક સમયથી કંકાશ ચાલી રહ્યો છે. બીજી તરફ પત્નીનું ઉપરાણું લઇ પરેશના સસરા અને સાળા અપશબ્દો ઉચ્ચારી ધાક-ધમકી આપતા હોવાથી પુણા પોલીસ મથકમાં અરજી કરી હતી. જેથી આ અરજીની તપાસ અંતર્ગત પોલીસે સસરા નાનજી ત્રિકમભાઇ ઉમરાળીયા (રહે. રંગ અવધુત સોસાયટી,…

Read More

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર- પડાણા નજીક રોંગ સાઈડમાં પૂરપાટ વેગે આવી રહેલા એક ટેન્કર ચાલકે બાઇકને હડફેટમાં લઈ લીધું હતું અને તેના ચાલકને કચડી નાખતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ છે. આ ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર -પડાણા ગામના પાટિયા નજીક ગઇરાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં ટેન્કરના ચાલકે પોતાનું ટેન્કર બેકાળજીપૂર્વક રોંગ સાઈડમાં ચલાવ્યું હતું અને સામેથી આવી રહેલા મોટર સાયકલને ઠોકર મારી દેતા તેના ચાલક હિતેશ રમેશભાઈ રાઠોડને ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના સંબંધી રાજકોટમાં રહેતા રવિભાઈ મૂળજીભાઈ મકવાણાએ મેઘપર…

Read More

વડોદરામાં દર વર્ષ મુજબ ઉત્તરાયણ પૂર્વે આ વખતે પણ તારીખ આઠના રોજ જેલ રોડ ખાતે મેદાન પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો ઉપસ્થિત રહેશે અને અવનવી પતંગો ચગાવશે. પતંગ મહોત્સવ માટે રાજ્ય સરકાર વડોદરા કોર્પોરેશનને રૂપિયા 10 લાખની સહાય ખર્ચ પેટે ગ્રાન્ટ આપશે. જો સરકાર આ ખર્ચની ગ્રાન્ટ પૂરતી નહીં ફાળવે તો અગાઉના વર્ષો મુજબ કોર્પોરેશનના સંસ્કાર કાર્યક્રમ બજેટમાંથી ખર્ચ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે એક દરખાસ્ત રજૂ થઈ છે. ગયા વર્ષે જેલ રોડ નજીક નવલખી એક્સ્ટેંશન મેદાન ખાતે સાતમી વખત યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 15 દેશના 47 અને ભારતના 8 રાજ્યના 80 પતંગબાજોની સાથે વડોદરા…

Read More

વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં દીવાને કારણે લાગેલી આગમાં ફ્લેટની ઘરવખરી ખાખ થઈ ગઈ હતી.ન્યુ સમારોડના ગોકુલધામ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા દિનેશભાઈ નાયર અને પરિવારના સભ્યો આજે સવારે કામ અર્થે બહાર ગયા તે દરમિયાન ઘરના મંદિરમાં પ્રગટાવેલા દીવાને કારણે આગ લાગી હતી. ફ્લેટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતા એપાર્ટમેન્ટના રહીશો બહાર નીકળી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગમાં ઘરવખરીને મોટું નુકસાન થયું હતું.બનાવના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી અને ફાયર બ્રિગેડને મદદરૂપ થઇ હતી.

Read More

મેલબન સિડની 2020 ક્રિકેટ મેચ પર રમાતો હતો સટ્ટો. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મળેલી બાતમી ના આધારે અબ્રામા વિસ્તારમાં ક્રિકેટ ઉપર ઓન-લાઇન સટ્ટો રમતા બે ઈસમો ને ઝડપી લીધા હતા. પોલીસે અબ્રામા વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટી સામે આવેલ એક ઇલેક્ટ્રિક ની દુકાન બહાર ક્રિકેટ પર જુગાર રમાડતા ઝડપયા હતા જેઓ ની પૂછતાછમાં તેમના નામ કિશન ઉર્ફે કે.પી અને બીજો શેઠિયા નગરમાં રહેતો મનોજ શર્મા હોવાનું ખુલ્યું હતું અને આ ઈસમો મેલબન સિડની 2020 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હોવાનું બહાર આવતા પોલીસે બન્ને ઈસમો ની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડા રૂપિયા 14000 અને બે મોબાઇલ કબ્જે લઈ વધુ…

Read More