મિનિસ્ટ્રી ઓફ રેલવેએ તેમનાં ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ચેતવ્યા છે. 26 ડિસેમ્બરે દિલશાન નામનો યુવક મહારાષ્ટ્રમાં લોકલ ટ્રેનની બહાર શરીર કાઢીને વીડિયો રેકોર્ડ કરાવતો હતો. દિલશાનના આ મુર્ખામી ભર્યા સ્ટન્ટે તેનો જીવ લઇ લીધો. તેની અડફેટે વીજળીનો પોલ આવી જતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો.રેલવે મંત્રાલયે ટ્રેનમાં પ્રવાસ કરતા યાત્રીઓને આવા સ્ટન્ટથી દૂર રહેવા વિનંતી કરી છે. ટ્રેનમાં લટકવા કે ચાલુ ટ્રેનમાં ન ચડવા માટે કહ્યું છે. 17 સેકન્ડના વીડિયોને અત્યાર સુધુ 1 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ વીડિયોમાં દિલશાન કેવી રીતે જીવ ગુમાવે છે તે જોઈ શકાય છે.
કવિ: Satya Day News
મોસ્ટ પોપ્યુલર ચેટિંગ એપ્લિકેશન વ્હોટ્સએપના યુઝર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. કંપની 31 ડિસેમ્બર, 2019 પછી વિશ્વના સંખ્યાબંધ સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ બંધ કરવા જઈ રહી છે. વ્હોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુકે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે 31 ડિસેમ્બર પછી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. સાથોસાથ અમુક એન્ડ્રોઈડ અને આઈફોન પર પણ આ એપ કામ નહીં કરે. તમારા ફોનની ઓપરેટિંગ ચેક કરી લો વ્હોટ્સએપના FAQ સેક્શનમાં માહિતી આપવામાં આવી છે કે 2020ના વર્ષમાં 1 ફેબ્રુઆરીથી એન્ડ્રોઈડ 2.3.7 વર્ઝન અને આઈફોનની iOS 8 ચાલતા સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી વિન્ડોઝ ઓપરેટિંગ…
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બીજા માળે આવેલી ઓફિસમાં લાગેલી આગમાં ઓફિસનું ફર્નિચર તેમજ અન્ય ચીજ વસ્તુઓ ખાખ થઈ ગયા હતા.સંપતરાવ કોલોનીમાં 21 નંબરના પ્લોટમાં આવેલા બે માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર પરિવાર રહે છે. જ્યારે બીજા માળે બ્રોડબેન્ડ પેસકેન્ટ ઇન્ડિયા પ્રા.લિ.નામની ઓફિસ આવેલી છે. આજે સવારે 8 વાગ્યાના અરસામાં ઓફિસમાંથી ધુમાડા નીકળવા માંડતા નીચે રહેતા પરિવારોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ બહાર નીકળી ગયા હતા. જોતજોતામાં આખી ઓફિસ આગમાં લપેટાઈ ગઇ હતી. વડીવાડી ફાયર બ્રિગેડે ઓફિસની બારીઓના કાચ તોડી વેન્ટિલેશનની કામગીરી કરી આગ કાબુમાં લીધી હતી. એસીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું મનાય છે. આગમાં એસી, કોમ્પ્યુટર, ફર્નિચર તેમજ…
સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચિંગ અને લૂંટના બનાવમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પાંડેસરામાં ગઈકાલે રાત્રે યુવાનના પેટમાં ચપ્પુના ઘા મારી મોબાઈલ અને રોકડ રૂપિયા 2000 લૂંટી લીધા હતા જ્યારે બીજા બનાવમાં કતારગામમાં મોબાઇલ લૂંટવા નહીં દેતા યુવાનને સળિયો મારી ઈજા પહોંચાડી હતી. બંને યુવાનને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા છે.નવી સિવિલ હોસ્પિટલની મળેલી વિગત મુજબ મૂળ બિહારના ઓરંગાબાદનો વતની અને અત્યારે પાંડેસરાના વડોદગામમાં ગણેશ નગરમાં રહેતી 18 વર્ષીય મજૂરી કામ કરતો રાજકુમાર સંજય દાસ ચમાર ગઈકાલે રાત્રે પાંડેસરાની મિલમાં પગપાળા મિત્રો પાસે જતો હતો ત્યારે ઘર પાસે પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ તેની પાસે મોબાઇલ અને…
ઑસ્ટ્રેલિયાના ઈતિહાસમાં સૌથી ભયાનક આગ લાગી છે. પરિણામે અંદાજે 50 કરોડ સજીવો મૃત્યુ પામ્યાનો આંકડો સામે આવ્યો છે. આ આંકડો અત્યાર સુધીમાં કોઈ પણ હોનારતમાં માર્યા ગયેલા સજીવો કરતાં વધારે છે. આગ લાગવાથી ઑસ્ટ્રેલિયાના ન્યુસાઉથવેલ્સ અને વિક્ટોરિયા રાજ્યને જોડતો પ્રિન્સેસ હાઈવે બંધ થયો છે. કેમ કે કે આગ પ્રસરતી પ્રસરતી હાઈવેની બન્ને તરફ ફેલાઈ ગઈ છે. પરિણામે અંદાજે 30,000 સ્થાનિક-પરદેશી પ્રવાસીઓ ફસાઈ ગયા છે. સરકારે સૌ કોઈને સ્થળ ખાલી કરવા સૂચના આપી દીધી છે. આગ લગભગ એક હજાર કિલોમીટર પહોળા પટ્ટામાં આગળ વધી રહી છે. ઑગસ્ટ 2019થી ઑસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વમાં આવેલા જંગલોમાં આગ લાગી છે. ન્યુ સાઉથ વેલ્સના જંગલોમાં નિયમિત રીતે…
અમદાવાદની તમામ મ્યુનિ. તેમજ ખાનગી શાળાઓમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ ચાલાવાઇ રહ્યો છે. જેમાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની તપાસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છેકે હૃદય રોગના 346 , કીડનીની ગંભીર બીમારી ધરાવતા 194, કેન્સરથી 33 બાળકો પીડાઇ રહ્યા છે. આ તમામ બાળકોને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં ચાલુ વર્ષે તા. 25-11-2019થી માંડીને 31-1-2020 સુધી બાળકોની આરોગ્ય તપાસ અને સારવારનો કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમમાં 74 અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ દ્વારા તથા રાષ્ટ્રિય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના સ્ટાફ દ્વારા મળીને 170 ટીમો બનાવાઇ છે. જેના થકી સ્કૂલ તથા સંસ્થાઓમાં જઇને આરોગ્ય તપાસણી હાથ ધરાઇ…
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અરાજક્તાભર્યા માહોલ સર્જાઇ ગયો હતો. કેમકે, ઉત્તર ભારતમાં ધુમ્મસને લીધે અમદાવાદને સાંકળતી 73 ફ્લાઇટ 1 કલાકથી વધારે મોડી પડી હતી, 5 ફ્લાઇટ કેન્સલ રહી હતી. આ ઉપરાંત 7 ફ્લાઇટને ડાઇવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 7 બાદથી જ અમદાવાદ એરપોર્ટને સાંકળતી ફ્લાઇટના શેડયૂલ ખોરવાઇ જવાનું શરૂ થઇ ગયું હતું. જેમાં ઇન્ડિગોની સૌથી વધુ 14, સ્પાઇસ જેટની 10, ગો એરની 8, વિસ્તારાની 3 ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા હતા. આ પૈકી મોટાભાગની દિલ્હી, વારાણસીને સાંકળતી ફ્લાઇટ હતી. અમદાવાદ એરપોર્ટમાં 73 ફ્લાઇટ 1 થી 6.50 કલાક સુધી મોડી પડી હતી.…
જનરલ બિપિન રાવત આજે ભારતીય ભૂમિદળના સેનાપતિપદેથી નિવૃત્ત થઇને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી સંભાળશે ત્યારે લેફ્ટંનંટ જનરલ મનોજ મુકુંદ નરવણે ભૂમિદળના સેનાપતિનો હોદ્દો ધારણ કરશે.આવા પ્રસંગે નવા સેનાપતિ મનોજ મુકુંદ નરવણેનો પરિચય મેળવવાનું અસ્થાને નહીં ગણાય. ચાલુ વર્ષના સપ્ટેંબરમાં નાયબ સેનાપતિની જવાબદારી સંભાળવા પહેલાં તેઓ પૂર્વી કમાન્ડના વડા હતા. આ દળ ચીન સાથે જોડાતી 4,000 કિલોમીટર લાંબી ભારતીય સીમા પર બાજ નજર રાખે છે. 37 વર્ષની પોતાની દીર્ઘ કારકિર્દીમાં લેફ્ટનંટ જનરલ નરવણેએ શાંતિ ક્ષેત્ર, સંઘર્ષ ક્ષેત્ર અને જમ્મુ કશ્મીર જેવા સતત અશાંત રહેલા વિસ્તારમાં પણ પ્રશંસનીય સેવા બજાવી છે. જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રીય રાયફલ્સની બટાલિયન અને ઇસ્ટર્ન મોરચે ઇન્ફ્રન્ટ્રી બ્રિગેડના…
દુનિયામાં અનેક લોકો નાનકડી નિષ્ફળતા સામે હાર માની લે છે, જ્યારે અનેક લોકો તેને પડકાર તરીકે ઝીલીને ઉદાહરણ પૂરું પાડે છે. આવું જ એક વ્યક્તિત્વ છે એમ.કે.શ્રીધરનું જે બાળપણથી 80 ટકા દિવ્યાંગ છે. 65 વર્ષીય શ્રીધરે દેશની નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આંધ્રના હિન્દુપુરમાં જન્મેલા શ્રીધરે શારીરિક અક્ષમતા, અવરોધ છતાં સંઘર્ષ કરી અભ્યાસ કર્યો, બેંગ્લુરુથી પીજી અને મૈસૂર યુનિ.થી પી.એચડી કરી. 1999માં મૈસૂર યુનિ.પ્રોફેસર બની ગયા. શ્રીધર કહે છે કે, 4 વર્ષની ઉંમરે આ કમીની જાણ થઈ ગઈ હતી. બેંગ્લુરુમાં ફિજિયોથેરાપી, ઈલેક્ટ્રિક શોક, જેવી વસ્તુઓથી સારવાર લીધી. તેનાથી અભ્યાસ પણ અસર થવા લાગી. આ દરમિયાન ચેન્નઈની…
પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે આસામાને પહોંચી રહ્યા છે ત્યારે દરેક સામાન્ય માણસના ખિસ્સા પર ભાર વધી રહ્યો છે. આવી મોંઘવારીના જમાનામાં ઇન્ડિયન ઓઇલ કંપની તેના ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઇને આવી છે. જો તમે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તમારા વ્હીકલમાં પેટ્રોલ અથવા ડીઝલ ભરાવો તો તમે પણ આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. જો તમે પેટ્રોલ ભરાવ્યા બાદ તમારા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો આ ઓફર હેઠળ તમને 10% સુધીનું કેશબેક મળશે. ઇન્ડિયન ઓઇલે તેના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આ ઓફર વિશે જાણકારી આપી છે. આ ઓફરનો લાભ લેવા માટે શરત એ…