ઉધના વિસ્તારમાં રહેતા ડીજીવીસીએલ કંપનીના કન્સલટીંગ એજન્ટને બજાજ ફાયનાન્સ કંપનીમાંથી લોન અપાવવાની લાલચ આપી ભેજાબાજોએ ફાઇલ ચાર્જ અને બેંક એકાઉન્ટ લીંક કરવા સહિતના અલગ-અલગ ચાર્જીસના નામે 4.39લાખ પડાવી લીધાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ડિજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ઓનલાઇન ઠગાઇની વધી રહેલા કિસ્સા વચ્ચે વધુ એક પોલીસ ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાય છે. ડીજીવીસીએલના કન્સલટીંગ એજન્ટ પરેશ બાબુભાઇ પટેલ (રહે. શિવપાર્ક એપાર્ટમેન્ટ, ન્યુ આર્શીવાદ પાર્ક સામે, ભાઠેના-ઉધના) પર ગત તા. 20મે ના રોજ મોબાઇલ નં. 8929277189 પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે બજાજ ફાયનાન્સ કંપનીમાંથી અરવિંદ શુક્લા બોલે છે એમ કહી લોન અપાવવાની વાત કરી હતી.…
કવિ: Satya Day News
મંડળીના ખેરના વૃક્ષો કાપી નાખી બારોબાર વેચી મારવાનું પ્રકરણ બહાર આવ્યું. વલસાડમાં ગેરરીતિના મામલા બહાર આવતા રહેતા હોય છે ત્યારે નીરા મંડળીમાં પણ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. વલસાડ તાલુકા નીરા તાડગોળ મંડળીની મગોદ ખાતે આવેલી જમીનના અનામત ખૈર અને વૃક્ષો કાપી વેચી મારવાના મામલામાં મંડળીઓના રજિસ્ટ્રારે માજી ઉપપ્રમુખ અને માજી મંત્રી પાસેથી રૂ.20.63 લાખની વસુલાત કરવાનો હુકમ કર્યો છે. આ સાથે વ્યવસ્થાપક કમિટિના માજી સભ્યોને પણ 1 ટર્મ સુધી મંડળીની ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. વિગતો મુજબનીરા તાડગોળ ઉત્પાદક સહકારી મંડળીની વલસાડના મગોદ ફાર્મમાં અનામત ખેર અને સાદડા અને બિનઅનામત બાવળના વૃક્ષો કાપી તેના લાકડા વેચાણ કરવા…
ચોથીવાર પણ બાળકી જન્મતા હોસ્પિટલમાં જ નવજાત ને ટૂંપો દીધો. એક તરફ સરકાર બેટી બચાવો અભિયાન ચલાવી રહી છે અને દીકરીઓમાં માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે તેમ છતાં સમાજમાં દીકરીઓ પ્રત્યે જુનવાણી વિચારો હાવી છે અને દિકરીઓ જન્મ પહેલાં કે બાદમાં હત્યા કરવામાં આવતી હોવાના કિસ્સા બનતા રહે છે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે ,ઉમરગામ ગાંધીવાડી સ્થિત સીએચસીના કોમન સર્વિસ સેન્ટર હોસ્પિટલમાં જન્મ થયાને ચાર કલાકની અંદર બાળકીનું મોત થયાની ઘટના બનતા ફરજ ઉપરના તબીબને આ કેસ શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરી મૃત બાળકીનું ફોરેન્સિક પીએમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરાવતા નવજાત બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો…
સરથાણા જકાતનાકા વિસ્તારની ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને લિફ્ટ ફીટીંગનું કામ કરતા ગૌરવ હરસુખભાઇ રાબડીયાની એક વર્ષની પુત્રી શ્રીજા બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેથી ગૌરવ અને તેની પત્ની આશા હોસ્પિટલમાં હતા. તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ લોખંડની ગ્રીલના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી બેડરૂમના કબાટમાંથી સોનાની બે વીંટી, લોકેટ, બંગડી ઉપરાંત રોકડ મત્તા મળી કુલ રૂા. 1.24 લાખની ચોરી કરીને ભાગી ગયા હતા. ઘરના દરવાજાનું તાળુ તુટેલું જોઇ પડોશીએ ગૌરવને જાણ કરતા તે તુરંત જ ઘરે દોડી આવ્યો હતો અને આ અંગે સરથાણા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
ભારત સરકારે ઓસ્ટ્રિયા ખાતેના ભારતીય રાજદૂત રેણુ પાલને તત્કાળ અમલમાં આવે એ રીતે પાછાં બોલાવી લીધાં હતાં. રેણુ સામે આર્થિક ગોલમાલનો આક્ષેપ છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને વિદેશ ખાતાને રેણુ પાલની આર્થિક ગેરરીતિથી માહિતગાર કર્યું હતું. વિદેશ ખાતાએ રેણુને નવમી ડિસેંબરે પાછાં ફરવાનો આદેશ આપી દીધો હતો. કહેવાય છે કે રેણુએ મહિને પંદર લાખ રૂપિયાનું એક મકાન પોતાના નામે ભાડે લીધું હતું. એમણે બીજી પણ કેટલીક આર્થિક ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ એમની સામે થયા હતા. રેણુ 1988ના બેચની વિદેશ સેવાના અધિકારી છે. આમ પણ આવતા મહિને ઓસ્ટ્રિયા ખાતેની તેમના હોદ્દાની મુદત પૂરી થઇ રહી હતી. એ પહેલાં વિદેશ ખાતાએ એમને પાછાં…
રાજસ્થાનના કોટામાં છેલ્લાં કેટલાંક દિવસોમાં 10 બાળકોના મોત થયા છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી અશોક ગહેલોત શરમજનક નિવેદન આપ્યું છે. ગહેલોતે કહ્યું કે દેશ-પ્રદેશની અંદર મોત થતા રહે છે, આ કોઈ નવી વાત નથી. મોતનો આંકડો જણાવતા ગહેલોતે દાવો કર્યો કે ગત સરકારની તુલનાએ તેમની સરકારમાં પ્રદેશમાં થયેલા મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. પત્રકારોના સવાલના જવાબ આપતા રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લાં છ વર્ષમાં આ વર્ષે ઓછા જીવ ગયા છે. નોંધનિય છે કે કોટાની જેકે લોન હોસ્પિટલમાં છેલ્લાં બે દિવસમાં લગભગ 10 જેટલાં નવજાત બાળકોના મોત નિપજ્યા છે. આ તમામ બાળકો હોસ્પિટલના આઈસીયૂ વોર્ડમાં દાખલ હતા. એકલા ડિસેમ્બર મહિનામાં આ…
ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ગ્લોબલ માર્કેટમાં ‘યુનમી ઇન્ટરનેટ રેફ્રિજરેટર’ રજૂ કર્યું છે. 3 ડોર (દરવાજા )વાળું આ રેફ્રિજરેટર 408 લિટરની ક્ષમતા ધરાવે છે. આ રેફ્રિજરેટરના ડોર પર 21 ઇંચની સ્ક્રીન લગાવવામાં આવી છે. આ સ્ક્રીનની મદદથી યુઝર વિવિધ રેસિપી વિશે જાણકારી મેળવી શકશે અને તેનો વીડિયો પણ જોઈ શકશે. રેફ્રિજરેટરમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) વોઇસ કમાન્ડ ફીચર આપવામાં આવ્યું છે. તેની મદદથી યુઝર રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન બહારનાં વાતાવરણ સહિતની અનેક માહિતી જાણી શકશે. યુઝર સિંગલ ટચથી તાજી શાકભાજીઓનો ઓનલાઇન ઓર્ડર પણ કરી શકશે. ફીચર્સ: શાઓમીનાં આ રેફ્રિજરેટરને ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. તેની સ્પેશિયલ ક્રાઉડફન્ડિંગની કિંમત 51,000 રૂપિયા સુધીની…
ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને બહુમત મળ્યા બાદ શપથગ્રહણ સમારોહમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓને નિમંત્રણ અપાયુ છે. આ દરમિયાન વિપક્ષના નેતાઓનો જમાવડો થશે ત્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ યાદીમાં સામેલ છે પરંતુ રાંચીમાં થનાર હેમંત સોરેનના શપથગ્રહણ સમારોહમાં ઉદ્ધવ સામેલ થશે નહીં. હેમંત સોરેને ઉદ્ધવ ઠાકરેને શપથગ્રહણ સમારોહમાં બોલાવ્યા પરંતુ ઠાકરેએ ન જવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવે છે કે ઝારખંડમાં શપથગ્રહણ સમારોહના બહાને વિપક્ષી એકતાનું પ્રદર્શન કરવામાં આવશે. આટલુ જ નહીં, એનસીપી અધ્યક્ષ શરદ પવાર પણ આ શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે નહીં. શરદ પવારનું આજે પનવેલમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે, જેમાં તેઓ હાજર રહેવાના છે. દિલ્હીના સીએમ…
કોઉના પર શક કરવો સામાન્ય વાત હોઈ શકે છે. પરંતુ કોઇ વ્યક્તિ પર કારણ વગર શક કરતા રહેવું એ સામાન્ય વાત નથી. આ રોગ પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય છે. તેનાથી પીડિત વ્યક્તિની આજુબાજુ રહેતા લોકોને શકની નજરે જુએ છે અને હંમેશાં એ અનુભવે છે કે કોઇ તેને નુકસાન પહોંચાડવા માગે છે. ઘણીવાર એવું પણ લાગે છે કે કોઇ પાછળ ચાલી રહ્યું છે, જેના કારણે ગભરાઇને તે નિયંત્રણ ગુમાવી દે છે. સામાન્ય રીતે, આપણે આવા વર્તનને લોકોની પ્રકૃતિ ગણીએ છીએ, જે ખરેખર એક ગંભીર સમસ્યા છે. લોકોમાં શંકાસ્પદ સ્વભાવ, સતત અવિશ્વાસની સ્થિતિ અને હંમેશાં અસલામતીની લાગણી હોય છે. તેઓ દરેક સમયે…
હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં એક ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. આ મહિલા જ્યારે ટ્રેનમાં સફર કરી રહી હતી ત્યારે તેને કોઈ અંદાજો નહોતો કે તેને પ્રિમેચ્યોર ડિલિવરી ટ્રેનમાં જ થશે. ટ્રેનમાં ગર્ભવતી મહિલાને મિલિટ્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી બે મહિલા કેપ્ટને મદદ કરી. ઈન્ડિયન આર્મીએ ટ્વિટર પર ફોટો શેર કરીને આ માહિતી આપી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે, મહિલાને અચાનક ચાલુ ટ્રેનમાં લેબર પેઈન શરુ થઈ ગયું હતું. નસીબજોગે ટ્રેનમાં પંજાબની મિલિટ્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી કેપ્ટન લલિતા અને કેપ્ટન અમનદીપ હાજર હતી. તેઓ તરત જ મહિલાની મદદે દોડી આવ્યાં અને હાલ બાળકી અને તેની માતા એમ બંનેની તબિયત સારી છે.