કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વડોદરા માં ગેંડા સર્કલ નજીક આવેલા સેન્ટર સ્કેવર માં ટાટા ગ્રુપના નવ નિર્મિત સ્ટાર બક્સમાં નવા ટેસ્ટ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. થર્ટી ફસ્ટ અને નાતાલની બેવડી ખુશી અહીં જોવા મળી હતી. યુવક, યુવતીઓ મોટી સંખ્યામાં જુદી-જુદી ફ્લેવર નો ટેસ્ટ માણતા નજરે પડ્યા હતા. વડોદરામાં નવું જ હોવાથી કોફી-ડે બાદ અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા એક તબક્કે બહાર પણ વેઇટિંગમાં એટલીજ ભીડ જોવા મળી હતી, સામાન્ય દિવસો કરતા હાલમાં ચાલી રહેલ ન્યૂ ઈયર ફેસ્ટિવલ દિવસોમાં નાના બાળકો થી લઈ મોટા અને યુવક -યુવતીઓની વધુ ભીડ જોવા મળી હતી.

Read More

ફિલિપાઈન્સમાં ક્રિસમસના દિવસે આવેલા ફાનફોન વાવાઝોડાને લીધે 16 લોકોના મોત થયા છે. આ ઉપરાંત આશરે 10 હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાને લીધે ખૂબ જ જાનહાની થઈ છે. વાવાઝોડા સમયે આશરે 195 કિમી પ્રતિ કલાક (120 માઇલ) ઝડપથી પવન ફૂંકાયો હતો. તેને લીધે અનેક મકાનોને નુકસાન થયું હતું અને દેશભરમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. આ ક્ષેત્રમાં મોબાઈલ અને ઈન્ટરનેટને પણ અસર થઈ હતી. ન્યુઝ એન્સીના જણાવ્યા પ્રમાણે કાલિયો એરપોર્ટ પર ફસાયેલા કોરિયાના એક પ્રવાસી જુંગ બ્યુંગે જૂને જણાવ્યું હતું કે તમામ ઉડ્ડયનો રદ્દ કરવામાં આવેલ છે. એરપોર્ટ સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થઈ ગયા છે.…

Read More

અત્યારના મોડર્ન ટેક્નોલોજી યુગમાં લોકોમાં દિવસનો મોટાભાગનો સમય કમ્પ્યૂટર સામે પસાર કરે છે. સતત કમ્પ્યૂટર સામે જોવાથી ઘણીવાર આંખમાં બળતરા, અસ્પષ્ટ દૃષ્ટિ, માથાનો દુખાવો, થાક અથવા ગરદન તેમજ ખભામાં દુખાવો ઘર કરી જાય છે. જો તમે પણ આ પ્રકારના દુખાવાથી પીડિત હો તો ચેતી જજો કારણ કે, આ કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ (CVS)નાં લક્ષણો હોઈ શકે છે. આ સમસ્યા મોટાભાગે એવા લોકોમાં જોવા મળે છે જેઓ કમ્પ્યૂટર પર સતત અને લાંબા સમય સુધી કામ કરે છે. જ્યારે તમે કલાકો સુધી કમ્પ્યૂટર સ્ક્રીન પર નજર ચોંટાડી રાખો ત્યારે તમે સ્ક્રીન પર એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત નથી કરતાં. તમે વિવિધ શબ્દો…

Read More

તમિલનાડુના તિરુચિરપલ્લીમાં એક ખેડૂત પી. શંકરે તેનાં ખેતરમાં પીએમ મોદીનું મંદિર બનાવડાવ્યું છે. આ મંદિરને ‘નમો’ નામ આપ્યું છે. અહીં એક દિવસમાં ચાર વખત આરતી કરવામાં આવે છે. શંકરની ઈચ્છા છે કે, પીએમ મોદી અહીં આવે અને મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરમાં મોદી ઉપરાંત એમજી રાજચંદ્રન, જયલલિતા અને તમિલનાડુના સીએમ પલાનીસ્વામીનો ફોટો પણ મૂક્યો છે. શંકરે કહ્યું કે, મોદી ભગવાન જેવા જ છે, કારણકે તે અહીંયા વિકાસ કરવા માટે આવ્યા છે. પી. શંકર પોતાનાં ગામ ઈરાકુડીમાં ખેડૂત સંઘના અધ્યક્ષ પણ છે. તેઓ વર્ષ 2014થી મંદિર બનાવવાનું વિચારી રહ્યા હતા. તેમણે પ્રથમ મેટલની મૂર્તિ બનાવડાવાનું વિચાર્યું હતું, પણ તેમાં 1 લાખ રૂપિયાનો…

Read More

થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી અને ભારતીય બનાવટના દારૂને ઘૂસાડવા બૂટલેગરો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 15.76 લાખના દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના હમુમાનરામ વીરમારામ જાટ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકની અંદર તપાસ કરતા લોખંડના બોક્સમાં 4212 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પાર્ટી સ્પેશિયલ ડીલક્સ વ્હીશ્કીની 750 એમ.એલની સીલ પેક 2532 બોટલ, મેકડોવલ્સ નં.1, વ્હીશ્કીની 750 એમએલ કંપનીની સીલ પેક 1560 બોટલ અને રોયલ ચેલેન્જ વ્હીશ્કીની 750 એમએલની સીલ પેક 120 બોટલ કબ્જે કરી છે. આ ઉપરાંત ટ્રક, મોબાઇલ સહિત 29,77,200 રૂપિયાનો મુદ્દામાલ…

Read More

મોરબી રોડ પર જકાતનાકા પાસે જલારામ સોસાયટીમાં શેરી નં. 5માં રહેતી દયાબેન મહેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૫)ના મકાનમાં ચાલતા કુટણખાનાને પકડી પેરોલ ફર્લો સ્ક્વોડએ મકાન માલીક,મહિલા ઉપરાંત ચાર ગ્રાહકો સહિત પાંચની ધરપકડ કરી હતી. જલારામ સોસાયટીમાં મહિલાના મકાનમાં કુટણખાનુ ચાલતું હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી કુટણખાનુ ઝડપી પાડયું હતું. ધરપકડ કરાયેલામાં મકાન માલીક મુખ્ય સુત્રધાર દયાબેન ઉપરાંત ત્યાં આવેલા ગ્રાહકો હેમાંગ પ્રફુલભાઈ વાછાણી (ઉ.વ. ૨૨ રહે. શ્યામકુંજ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક, નાના મવા રોડ), રવિ મુકેશભાઈ ચાવડીયા (ઉ.વ. ૨૫ રહે. માયાણીનગર, આવાસ ક્વાર્ટર, નાના મવા રોડ), મોહિત દિલીપભાઈ ડોડીયા (ઉ.વ. ૩૦ રહે. કડીયાનગર શેરી નં. ૩, ગોકુલધામ…

Read More

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં છેલ્લા એક વર્ષથી ઉપદ્રવ મચાવતાં દીપડાને પાંજરે પુરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળતી નથી. વાઘોડિયા તાલુકામાં એક તરફ પુરના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે તેમજ મગરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે હવે દીપડાનો ત્રાસ શરૂ થતા ખેડૂતોની પરેશાની વધી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામે થોડા સમય પહેલા દીપડાએ પશુનું મારણ કર્યું હતું. ત્યારબાદ તેને પકડવા ફોરેસ્ટ વિભાગે પાંજરા પણ મુકેલા છે, પરંતુ દીપડો હાથ લાગતો નથી. ગઈકાલે સાંગાડોલ ગામે દીપડો ફરીથી ત્રાટક્યો હતો અને એક પાડીનું મારણ કરતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. ફોરેસ્ટ વિભાગની ટીમોએ આ બાબતે કાર્યવાહી શરૂ કરી છે.

Read More

વલસાડ રેલવે સ્ટેશનના નવિનીકરણને લઈ છેલ્લા 6 માસથી ગુજરાત ક્વીનની રાત્રિ કનેકશનની બસો એસટી વિભાગે બંધ કર્યા બાદ હવે તે બસને ફરીથી ચાલૂ કરતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ બસ હવે રાબેતા મુજબ રાત્રે 12.30 વાગ્યે વલસાડ થી દોડશે ,એસટી વિભાગે આ ટ્રેન કનેક્શનની બસો શરૂ પણ કરી દીધી છે.એસટી વિભાગ દ્વારા વલસાડ રેલવે સ્ટેશન ઉપર રાત્રે ગુજરાત કવીનના જોડાણ સાથેની બસો ઉપાડવમાં આવતી હતી,પરંતું સ્ટેશનની નવીનીકરણની કામગીરીના કારણે આ બસ બંધ કરી દેવાતા ખેરગામ,દમણ,ધરમપુર,નાનાપોંઢા,સેલવાસના ગુજરાત ક્વીનના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.જો કે એસટી વિભાગે રેલવે સ્ટેશનના નવિનીકરણની કામગીરી પૂર્ણ થતાં આ તમામ બસો વલસાડ રેલવે સ્ટેશનથી…

Read More

શહેરના મજુરા ગેટ વિસ્તારના કૈલાશ નગરમાં મધરાત્રે ચપ્પુના ઉપરાછાપરી 18થી વધુ ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા કરવાના કેસમાં અઠવાલાઇન્સ પોલીસે એક હત્યારાની ધરપકડ કરી છે. પિતરાઇ બહેન સાથે પ્રેમસંબંધ ધરાવતો હોવાથી યુવાનને રહેંસી નાંખ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે હત્યા પાછળ પાંચ વર્ષ અગાઉના ઝઘડાની અદાવત પણ કારણભુત હોવાની ચર્ચા હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. મજુરા ગેટ વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં સુરજી ભગતની વાડીમાં રહેતા જૈમિશ ઉર્ફે કિલી કિશોર પટેલ (ઉ.વ. 18)ને ગત મધરાત્રે જીગ્નેશ ઉર્ફે જીગી નામના યુવાને ફોન કરી ઘરની બહાર બોલાવ્યો હતો. જીગ્નેશનો ફોન આવતા જૈમિશ તેની માતાને સોડા પીવા…

Read More

લોકાએ અવલોકીક ગ્રહણ નો માણ્યો નજારો. ગુરુવારે 26 ડિસેમ્બરના રોજ આજે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ દેશભરમાં લોકોએ ટીવી સહિત સાયન્સ સેન્ટર પર માણ્યું હતું. સૂર્યગ્રહણ વલયાકાર રહયું હતું. જે એક અદભુત નજારો હતો વલસાડ સહિત દેશભરમાં સૂતક લાગતા ગ્રહણ દરમિયાન તમામ મંદિરો બંધ રહ્યા હતા. ગુરૂવારે સવારે આઠ કલાકે ગ્રહણની શરૂઆત થઇ હતી અને તે 10:48 કલાક સુધી ચાલ્યુ હતું , આ દરમિયાન અનેક પ્રકારના કાર્ય વર્જિત માનવામાં આવે છે. જ્યોતિષવિદ્યા અનુસાર બપોરે 1:36 કલાકે સંપૂર્ણ ગ્રહણની સમાપ્તિ થઇ હતી આમ, ગ્રહણનો કુલ સમયગાળો 5:36 કલાકનો રહયો હતો. સૂર્યગ્રહણને દક્ષિણ ભારતમાંથી સૌથી શ્રેષ્ઠ રીતે જોઈ શકાયુ હતું . દક્ષિણ ભારતના લોકો…

Read More