અમદાવાદના યુવાનોએ વાહનો દ્વારા થતા પ્રદુષણનો ઉકેલ શોધી કાઢ્યો છે. અમદાવાદના જીટીયુમાં અભ્યાસ કરતા રાજ શાહ અને અભિશેક ચોકસી દ્વારા ફોલ્ડિંગ ઈ સ્કુટર તૈયાર કર્યા છે. આ ફોલ્ડેબલ સ્કુટર જે ફક્ત સાત પૈસા કિલોમિટરના ખર્ચે ચાલે છે. અતિ ભીડભાડવાળી વિસ્તારોમા જવુ હોય અથવા તો હિલ સ્ટેશન પર જવા માટે વ્યક્તિ સ્કુટરને ફોલ્ડ કરીને પોતાની કારમાં આ સ્કુટરને લઇ જઇ શકે છે.આ સ્કુટરને એક વાર ચાર્જ કરવાથી 45 કિલોમિટર સુધી ચલાવી શકાય છે.
કવિ: Satya Day News
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તાર એક મહિલા પર ચાકુની અણીએ બળાત્કાર કર્યો હોવાની ઘટના વિવાદમાં આવી છે. આ ઘટના અંગે ના ફોટા અને વિડીયો વાયરલ થતાં પોલીસે બંને આરોપીઓની તપાસ માટે કાર્યવાહી તેજ કરી છે. ઘટનાની તલસ્પર્શી તપાસ કરતા ફરિયાદ કરતા હકીકત વિપરીત હોવાનું પોલીસની નજરે પડ્યું છે. અમદાવાદના ફતેવાડી વિસ્તાર જ્યાં એક મહિલા પર બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ. મહિલા પર બળાત્કારની જાણ થતા સ્થાનિક લોકોએ બળાત્કારી શખ્સોનું મુંડન કરી ઉઠક બેઠક પણ કરાવી હતી. જેથી પોલીસે ઘટનાની જાણ થતાની સાથે જ વેજલપુરમાં બળાત્કારની ફરિયાદ નોંધી આરોપીઓ અંગેની તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા.ક્રાઇમબ્રાંચે આ કેસમાં આરોપીઓને પકડી…
સોશ્યલ મીડિયામાં હંમેશા રચ્યા પચ્યા રહેતા અને વારે વારે ફોટો અપલોડ કરતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારીનાં વિજલપોર શહેરની એક સોસાયટીમાં રહેતા વેપારી સાથે તેની જ સોસાયટીમાં રહેતા યુવાનની અંગત દુશ્મની હતી. જેનો બદલો લેવા યુવાને પોતાના જ મિત્રનાં મોબાઈલ ફોનમાંથી સોશ્યલ મીડિયા સાઈટ પર ફેક એકાઉન્ટ બનાવી વેપારીની માતા માટે બીભત્સ કોમેન્ટ અને પત્નીની મોર્ફ ઈમેજીસ બનાવી બદનામ કરવાના પ્રકરણમાં નવસારી એલસીબી પોલીસે ત્રણ યુવાનોની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દિધા હતા. સોશ્યલ મીડિયા સાઈટ્સ પર દિવસથી રાત કરતા અને ખાસ કરીને દરેક પ્રસંગ અને આમ પણ વારે વારે ફોટો અપલોડ કરવાનો ટ્રેન્ડ બન્યો છે.…
દારૂની હેલ્થ પરમીટ રિન્યુ કરાવવાની હોવાથી મેડિકલ અભિપ્રાય માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. આ હેલ્થ પરમીટની કામગીરી અંગે આરોગ્ય વિભાગમાં ફરિયાદો થતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં આખરે રાજ્યના આરોગ્ય વિભાગે વર્તમાન ઇન્ચાર્જ તબીબી અધિક્ષકને પોસ્ટ પરથી ખસેડીને બીજા ડૉક્ટરને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે. નવી સિવિલથી મળેલી વિગત મુજબ વિદેશી દારૂની હેલ્થ પરમીટના ધારકો પરમીટ રિન્યુઅલ માટે નાનપુરા બહુમાળી બિલ્ડીંગમા નશાબંધી આબકારી વિભાગ હેલ્થ પરમિટ બુકને પરમીટ ધારકોના અભિપ્રાય માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. આવા સંજોગોમાં દારૂની હેલ્થ પરમીટની કામગીરી યોગ્ય રીતે કરાતા નહીં સહિતની રાજ્યના આરોગ્ય વિભાગ પરમીટ ધારકોના એજન્ટ કમ દલાલ કમ વચેટિયાઓ…
મકાનોની માગણી કરતા કલ્યાણ નગરના રહીશો દ્વારા સામૂહિક આત્મવિલોપનના અગાઉના પ્રયાસ બાદ બે દિવસ સુધી મોરચા સ્વરૂપે આવી રજૂઆતો કર્યા પછી આજે વડોદરા કોર્પોરેશનની ઓફિસે પહોંચી કમ્પાઉન્ડમાં સુત્રોચ્ચાર કર્યા હતા અને કોર્પોરેશનના તંત્ર સામે આક્રોશ દર્શાવી બંગડીઓ ફેંકી હતી. જેમાં એક મહિલાએ પોતાના દુપટ્ટાથી ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. મહિલાને ફાંસો ખાતા અટકાવતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા મહિલા નીચે પડી ગયા બાદ તરત જ કોર્પોરેશનના ડોક્ટરને બોલાવી ને તેની શારીરિક તપાસ કરાવી હતી દરમિયાનમાં 108 એમ્બ્યુલન્સને બોલાવી લેતા તેને દવાખાને લઇ જવાઇ હતી. કલ્યાણ નગરના રહીશો મકાનો આપવાની માગણી સાથે છેલ્લા ઘણા…
સુરત મહાનગરપાલિકાની સીટી બસમાં કંડક્ટર સપ્લાય કરનારી એજન્સી દ્વારા કરવામાં આવતી ગેરરીતિને કારણે મહાનગરપાલિકાની કરોડો રૂપિયાનો ફટકો લાગ્યો છે. આ અંગેની ફરિયાદ છતાં પણ ગેરરીતિ નહીં અટકતા કંડક્ટર સપ્લાય કરનારી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માગણી થઈ રહી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં છેલ્લા ઘણા વખતથી મુસાફરો પાસેથી પૈસા લઈ લીધા હોવાની ફરિયાદ થઈ રહી છે. કોંગ્રેસના કોર્પોરેટર આ અંગે પુરાવા સાથે રજૂઆત કર્યા બાદ મહાનગર પાલિકા તંત્ર જાગ્યું છે. સુરત સીટી લિંક વિજિલન્સ ટીમે છેલ્લા આઠ દિવસમાં ચાર એજન્સી પાસે 17 લાખનો દંડ વસુલ કર્યો છે. મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં કંડક્ટર સપ્લાય કરનાર સુકાની એચ. આર. મેનેજમેન્ટ વિશ્વ એન્ટરપ્રાઇઝ મહેસાણા,…
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા નાગરિક કાયદાનો થઈ રહેલા વિરોધ અને દિલ્હી યુનિવર્સિટીના દમન અંગે ભાજપના સાંસદે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના નામે કેટલાક ગુનેગાર તોફાન કરી રહ્યા છે. કોંગ્રેસ અને મમતા બેનરજી તેમને સપોર્ટ કરી રહ્યા છે જે દેશની જનતા જાણી ગઈ છે. સંસદમાં રજૂ થયેલા બિલ અને સાંસદોએ સુરત ખાતે કરેલી કામગીરીની માહિતી આપવા માટે આજે સુરત નવસારીના સાંસદે પત્રકાર પરિષદ યોજી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશ યુએસ સુરતના કેટલાક પ્રશ્નો અને સંસદમાં બિલ અંગે માહિતી આપી હતી. નવસારીના સાંસદ સી.આર.પાટીલે નાગરિકતા કાયદા મુજબ દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં થયેલા તોફાનના પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીના નામે કેટલાક તોફાની તત્વો…
કામરેજ ટોલ નાકા પર સ્થાનિકોને મુક્તિ મળી છે પરંતુ ભાટિયા ટોલનાકા પર મુક્તિ મળશે નહીં. કોંગ્રેસના સમયે ટોલનાકા તમારા થયેલા એમઓયુમાં સ્થાનિક વાહનો પાસે પણ ટેક્સ વસૂલવાની શરત હોવાથી ભાટિયા ટોલ નાકા પર સુરતીઓને મુક્તિ નહીં મળે. આ પ્રકારનું નિવેદન નવસારીના સાંસદે પત્રકાર પરિષદમાં કર્યું હતું. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કામરેજ ટોલ નાકા અને ભાટીયા ટોલ નાકા પર સ્થાનિક વાહનો પાસે ટોલ ટેક્સ વસૂલવાના મુદ્દે લડત ચાલી રહી છે. જેમાં કામરેજ ટોલ નાકા પર સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે પરંતુ હવે ભાટીયા ટોલ નાકા પર સુરતીઓને 20 અને 30 રૂપિયા ચૂકવવા પડશે તે નક્કી થઈ ગયું છે. સંસદના…
રાજ્યના શહેરી-ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે બિનખેતી વિષયક હેતુ માટે પાણી વાપરે છે તે માટે રાજ્ય સરકારે વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે.આ સંસ્થાઓ બાકી નીકળતા કુલ નાણા પૈકી વપરાશી દરોની કુલ રકમ એક વર્ષમાં છ હપ્તામાં ભરી દે તો તેવી સંસ્થાઓની દંડનીય રકમ અને સ્થાયી દર, વપરાશી દર તથા દંડનીય રકમ ઉપરના સંપૂર્ણ વ્યાજમાં માફી અપાશે એમ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઠરાવમાં જણાવાયું છે.ઠરાવમાં જણાવાયાનુસાર રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, નગર પંચાયત / ગ્રામ પંચાયતો પાણી પુરવઠા વિભાગની યોજનાઓ પાસેથી પ્રથમ તબક્કામાં પીવાનું પાણી મેળવતી હોય એ માટે આ યોજના જાહેર કરાઇ છે. જે સંસ્થાઓને…
વડોદરામાં વડસર બ્રીજ નીચે એક ગંભીર અકસ્માત સર્જાયો. જેમા એક્ટિવા ચાલક મહિલા અને ક્રેન વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મહિલા તેના બાળક સાથે ઘરે જઈ રહી હતી. તે દરમિયાન મહિલાને આ અક્સ્માત નડ્યો. જેમા બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે માતાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ અકસ્માત સર્જીને ક્રેન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ માંજલપુર પોલીસ તુરંત સ્થળ પર પહોચી હતી અને સમગ્ર મામલે તપાસ આરંભી છે.