વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના બરહેટમાં ચૂંટણી રેલીને સંબોધી.આ દરમિયાન તેમણે નાગરીકતા સુધારા કાયદાની વિરૂદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનને લઇને કોંગ્રેસ સહિત વિપક્ષ પર નિશાન તાક્યું. પીએમ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંકતા જણાવ્યું કે તેઓ કોંગ્રેસ સહિત તે તમામ પક્ષોને આ વીરોની ધરતી પરથી પડકાર આપે છે કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ એલાન કરે કે તેઓ પાકિસ્તાનના દરેક નાગરીકને ભારતની નાગરીકતા આપવા માટે તૈયાર છે.દેશ તેમનો હિસાબ ચુકતે કરશે. કોંગ્રેસમાં હિંમત હોય તો તે જાહેર કરે કે તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ફરીથી આર્ટિકલ-370 લાગુ કરશે.પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેના સાથીઓ આ મુદ્દા પર મુસ્લિમોને ભડકાવવાનો, ડરાવવાનો અને…
કવિ: Satya Day News
વડોદરા જિલ્લાની કુલ 963 પ્રાથમિક શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવાના અભિયાનનો પ્રારંભ શરૂ થયો છે. આ અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુમાં પ્રત્યેક સ્કૂલમાં 1 લાખ લિટર પાણી જમીનમાં ઉતારશે. આમ 963 સ્કૂલોમાં 9 કરોડ 63 લાખ પાણી વહી જતું અટકાવી જમીનમાં ઉતારશે. પ્રથમ તબક્કામાં 59 પ્રાથમિક સ્કૂલોમાંથી 51 સ્કુોમાં વોટર હારવેસ્ટીંગ સ્ટ્રક્ચર તૈયાર થઈ ચૂક્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલે આ અભિયાન અંગે જણાવ્યું હતું કે, સી.એસ.આર. હેઠળ જાહેર ક્ષેત્રના એકમોના સહયોગથી આ અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જ્યારે ઇજનેરોની ટીમને માર્ગદર્શન આપીને લો કોસ્ટ સ્ટ્રકચર વિકસાવ્યું છે. જેના લીધે ખૂબ ઓછા ખર્ચે વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવશે. આ પ્રોજેક્ટ…
સચિન જીઆઈડીસીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રાત્રે પિતા સાથે ઘર નજીક રામલીલા જોવા ગઈ હતી, ત્યારે પિતા આરતી લેવા માટે જતા ભીડમાંથી અજાણ્યાએ બાળકીનું અપહરણ કર્યું હતું. પરિવાર આખી રાત શોધખોળ કરતું રહ્યું અને ગત રોજ સવારે ચાર વાગે બાળકી કડકડતી ઠંડીમાં જાતે જ ઘરે આવી હતી. બાળકીને સમજાવીને પરિવાર દ્વારા પૂછતા તેણે પોતાની સાથે તમાચા મારી ચપ્પુની અણીએ દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસને જાણ કરતા અજાણ્યા વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ યુવક કેદ થઈ ગયો છે.…
ઘણા વર્ષોથી, મરચું તેના રોગનિવારક ગુણધર્મો માટે આભારી છે, અને હવે સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે નિયમિતપણે મરચું, મરી ખાવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. ઇટાલીમાં, જ્યાં મરચાં એક સામાન્ય ઘટક છે, ત્યાં અધ્યયન 23,000 લોકોમાં મૃત્યુના જોખમને સરખાવે છે, જેમાંથી કેટલાક મરચાં ખાતા હતા અને કેટલાક ન ખાતા હતા. સહભાગીઓની સ્વાસ્થ્યની સ્થિતિ અને ખાવાની ટેવનું આઠ વર્ષથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સંશોધનકારોએ શોધીકાઢ્યું છે કે દર અઠવાડિયે ઓછામાં ઓછા ચાર વખત મરચું, મરી ખાનારા લોકોમાં હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ 40% ઓછું હતું. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જર્નલમાં સોમવારે પ્રકાશિત થયેલા પરિણામો મુજબ, સ્ટ્રોકથી મૃત્યુ અડધાથી…
ઓસ્ટ્રેલિયામાં એક કપલે ભૂલથી ઘરના કચરામાં પોતાની વેડિંગ રિંગ્સ નૂ બૉક્સ ફેંકી દીધું હતું, જેને શોધવા માટે તેમણે સફાઈ કર્મચારીઓને ધંધે લગાડી દીધા હતા. આ કપલે ટ્રકમાં ભરેલો 30 ટન કચરો ખાલી કરાવ્યો હતો. શનિવારે કપલથી તેમનું જ્વેલરી બોક્સ કચરામાં રહ્યું હતું. સિટી કાઉન્સિલના પ્રવક્તા જિમ કાર્ડને જણાવ્યું કે, કપલે ઘરનું રિનોવેશન કર્યા પછી કચરો લઈ જવા માટે કોલ કર્યો હતો. અમારી ટીમ તેમના ઘરે પહોંચી ગઈ અને કચરો કલેક્ટ કરી લીધો. થોડા સમય પછી કપલને યાદ આવ્યું કે તેમણે ભૂલથી જ્વેલરી બોક્સ કચરામાં ફેંકી દીધું છે. જેમાં વેડિંગ રિંગ હતી. વધુમાં કાર્ડને જણાવ્યું કે, કપલ સવારે ચાર વાગ્યે કલેક્શન…
સુપરમેનની પ્રથમ ફિલ્મની કેપની હરાજી 1,93,750 ડોલર એટલે કે 1 કરોડ 37 લાખ રૂપિયામાં થઈ છે. આ ઓક્શન જૂલિઅન્સ ઓક્શન હાઉસે કરી છે, જે હોલિવૂડની યાદગાર વસ્તુઓની હરાજી કરવા માટે ફેમસ છે. ઓક્શન હાઉસે આ કેપને મોસ્ટ એક્સ્પેન્સિવ સુપરહીરો કેપનું નામ આપ્યું હતું. વર્ષ 1978માં આવેલી સુપરમેનની પ્રથમ ફિલ્મના શૂટિંગ દરમિયાન આ કેપનો ઉપયોગ થયો હતો. વર્ષ 1978માં ફિલ્મના શૂટિંગ દરમિયાન સુપરમેનની માત્ર 6 કેપનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ચીનમાં કમરથી વળી ગયેલા વ્યક્તિને સર્જરી પછી જીવનદાન મળ્યું છે. 28 વર્ષ પછી આ વ્યક્તિ સીધો ઊભો રહી શક્યો છે. 46 વર્ષીય લી હુઆએ વર્ષ 1991માં એન્કીલોસિંગ સ્પોન્ડિલાઇટિસ(ankylosing spondylitis) બીમારી થઈ ગઈ હતી, તે સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. બીમારીને કારણે તેની કમર વળી ગઈ અને ચહેરો સાથળને અડીને જ રહેતો હતો. લીની ચાર વખર સર્જરી થઈ લી પાસે પોતાની આ બીમારીની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નહોતા, પણ છેલ્લા 5 વર્ષથી તેની હાલત ગંભીર થઈ રહી હતી, વળી જવાને કારણે તેની હાઈટ માત્ર 2.9 ફુટ જ દેખાતી હતી. મે,2019માં તે જો શેન્ઝેન યુનિવર્સિટી જનરલ હોસ્પિટલના સ્પાઈનલ સર્જરી…
આજે ઘરના સામાન્ય કામકાજથી લઇને મોટા મોટા કારખાનાના ઉત્પાદન માટે પણ રોબોટની મદદ લેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીએ માણસના જીવનને ખૂબજ સરળ બનાવી દીધું છે. સાઉદી અરેબિયાના નાગરીક રોબોટ સોફિયાને વિશ્વમાં ખૂબજ લોકપ્રિયતા મળી છે. ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં યોજાતી બિઝનેસ કોન્ફરન્સમાં પણ ભાગ લઇ ચૂકયો છે. સોફિયાનું હાજર જવાબીપણું માણસની બુધ્ધિથી જરાં પણ ઉતરતું નથી.જુના રોબોટિક વેરિએટની સરખામણીમાં રોબોટ સોફિયા હાવ ભાવ માણસોને વધારે મળતા આવે છે. તે માણસની જેમ જ જોવાની,બોલવાની અને અભિપ્રાય આપવાનો પ્રયત્ન કરે છે. એક માહિતી મુજબ ૨૦૪૫ સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના ક્ષેત્રમાં એટલી ક્રાંતિ આવી હશે જેનાથી માણસ રોબોટ સાથે લગ્ન પણ કરતો થઇ…
કોઈ પણ ગુનેગાર ગુનો કરે ત્યારે કોઈ પુરાવાઓ છોડતો નથી અને ખાસ કરીને સીસીટીવી કેમેરાથી ગુનેગારો ભારે ગભરાટ અનુભવતા હોય છે વિવિધ રસ્તાઓ પર કે પોલીસ સ્ટેશનની અંદર પણ અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર રહે તેવા હેતુથી સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે પોલીસ દ્વારા પણ બળજબરી કે આરોપીઓ સાથે ખોટી રીતે મારઝૂડ ન થાય તે હેતુથી સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે પરંતુ અનેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે અમદાવાદ શહેરમાં કુલ 720 સીસીટીવી કેમેરા લગાવાયા છે જેમાંથી 19 બંધ છે આજે અમદાવાદ ગ્રામ્યમાં લગાવાયેલા 236 માંથી 32 કેમેરાઓ બંધ હાલતમાં છે રાજકોટ શહેરમાં 162 માંથી 45 અને રાજકોટ…
વર્ષ 2002ના કોમી રમખાણો સમયે અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડ કેસમાં 16 વર્ષ બાદ પકડાયેલા આરોપી આશિષ પાંડેને પુરાવાના અભાવે નિર્દોષ છોડવાનો આદેશ સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે કર્યો છે. હત્યાકાંડ નજરે જોનારા સાક્ષીઓ આરોપીને ઓળખી ન શકતા તેને નિર્દોષ છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી. જેમાં તેના તરફે રજૂઆત કરવામાં આવી હતી કે હત્યાકાંડ નજરે જોનારા સાક્ષી તેને ઓળખી શક્યા નથી. આ ઉપરાંત અન્ય સાક્ષીઓની જુબાની પ્રમાણે બનાવ સમયે તેની જુદી-જુદી જગ્યાએ હાજરી દર્શાવવામાં આવી છે. ઘટનાસ્થળે તેની હાજરી અંગેના પણ કોઇ પુરાવાઓ નથી. તેથી તેને નિર્દોષ ઠેરવવો જોઇએ. કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત સાઁભળી આરોપીને પુરાવાના…