પ્રેમી અને પ્રેમિકા પોતાનાં પ્રેમને જાહેર કરવા માટે કંઈકને કંઈક કાર્ય કરતા રહે છે. ત્યારે ઈટલી શહેરનું એક પ્રેમી યુગ અનોખી રીતે પોતાનાં પ્રેમને જતાવવા માટે કરે છે કંઈક એવું કે તે જાણીને તમે રહી જશો દંગ. અન્ય દંપતી પણ તેના વિશે વિચાર કરી શકતા નથી. આ ઇટાલિયન દંપતી વિશે સાંભળીને દરેક આશ્ચર્યચકિત થાય છે. 30 વર્ષીય મેગો ડેનિસ અને 20 વર્ષીય ઇલરીયા એક બીજાના લોહી પીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ યુગલે ફેસબુક પર લોહી પીવાના ઘણા વીડિયો શેર કર્યા છે. બંને યુગલો એક સર્કસમાં મળ્યા હતા. આ પછી, તેઓએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો. જર્મનીમાં તેમણે વેમ્પાયર…
કવિ: Satya Day News
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ અરજીઓ દાખલ થઈ. રિહાઈ મંચ, પીસ પાર્ટી, જન અધિકાર મંચના મહાસચિવ મોહમ્મદ ફઝીલુદ્દીન અને વકીલ એમએલ શર્માએ અરજી દાખલ કરી નાગરિકતા સંશોધન કાયદાને ગેરબંધારણિય જાહેર કરવાની માગ કરી છે. પીસ પાર્ટીએ પોતાની અરજીમાં કહ્યું કે ધર્મના આધારે ભેદભાવની બંધારણમાં મંજૂરી નથી. આ બિલ બંધારણના અનુચ્છેદ 14નું પણ ઉલ્લંઘન કરે છે. વકીલ એમએલ શર્માએ પોતાની અરજીમાં કહ્યું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં નાગરિકતા સંશોધન બિલનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આ બિલ મંજૂર થતા ભાજપના જ તમામ સાંસદોને અયોગ્ય ગણાવવા જોઈએ. નોંધનિય છે કે મુસ્લિમ યુનિયન લીગે ગુરૂવારે નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમા…
રાજકોટમાં 150 ફૂટ રોડ આવેલી ડૉ બાબાસાહેબ આંબેડકર પ્રતિમાને તોડવાનો પ્રયત્ન કરનારા એક આરોપીની પોલીસે અટકાયત કરી છે. પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઇ જઇ સરઘસ કાઢ્યુ હતુ. આરોપી પાસે પોલીસે લોકોની માફી મંગાવી હતી. આરોપીઓને ઘટના સ્થળે લેવાતા સ્થાનિક લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કેટલાક અસામાજિક તત્વોએ વીતી રાતે આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં લોકો ઉમટી પડયા અને માલવિયા નગર પોલીસ પણ દોડી આવી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનાગારોને પોલીસને જાણે પકકાર ફેંકી રહ્યા છે. અસામાજિક તત્વોએ ચાની કીટલીએ ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા અને હોટલ માલિકને ઢોર માર માર્યો છે. પોલીસ મથકથી થોડા જ અંતર પર ચાની હોટલ પર અસામાજિક તત્વોના તલવાર સાથેના જોવા મળેલા આતંકથી લોકોમાં ફફડાટ છે. અસામાજિક તત્વોની દહેશતના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. પોલીસ ગુનાઓ ડામવામાં નિષ્ફળ ગયાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.
ફોર્બ્સે દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ સ્થાન મળ્યું છે. પહેલીવાર નાણા મંત્રીનું નામ આ યાદીમાં સામેલ થયું છે. ફોર્બ્સ તરફથી જારી કરવામાં આવેલી લિસ્ટમાં તેમને 34મું સ્થાન મળ્યું છે. તેમણે બ્રિટનની મહારાણી ક્વીન એલીઝાબેથને પછાડીને આ સ્થાન હાંસેલ કર્યુ છે. તેવામાં એવું ચોક્કસ કહી શકાય કે દેશના નાણા મંત્રીને વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવવામાં મંદી કે સતત રડાવતી ડુંગળીના ભાવ જરાંય નડ્યાં નથી. જર્મન ચાંસેલર એન્જેલા માર્કેલ પ્રથમ સ્થાને સતત નવમી વાર પ્રથમ સ્થાને જર્મનીની ચાંસેલર એન્જેલા માર્કેલ છે. દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 2019ની ફોર્બ્સની યાદીમાં…
સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયનાં મુખનું કેન્સર)ના કેસો ભારતમાં વધી રહ્યા છે. લેન્સેટ ગ્લોબલ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાંથી ભારતમાં સર્વાઈકલ કેન્સરના કેસો સૌથી વધુ છે. ભારત બાદ ચીનનો નંબર આવે છે. વર્ષ 2018માં સર્વાઈકલ કેન્સરને લીધે થતાં મૃત્યુમાંથી ભારતમાં 60 હજાર મૃત્યુ થયાં છે અને સૌથી વધારે કેસો 1.60 લાખ ચીનમાં સામે આવ્યા છે. દુનિયાભરમાં વર્ષ 2018માં સર્વાઈકલ કેન્સરનાં કુલ 5.70 લાખ કેસો સામે આવ્યા છે. તેમાંથી એક તૃતીયાંશ ભારત અને ચીનમાં જ છે. રિપોર્ટમાં 185 દેશોના આંકડા સામેલ આ રિપોર્ટમાં 185 દેશોને સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં સર્વાઈકલ કેન્સરથી કુલ 5.70 લાખ કેસોમાંથી…
બુધવારે નાગરિકતા સંશોધન બિલ જેવું સંસદમાં પાસ થયું તેવા દિલ્હીમાં રહેતા 750 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ ખુશ થઈ ગયા હતા. આ લોકોની ખુશી એટલી બધી હતી કે, અહીં રહેતી પાકિસ્તાની હિન્દુ શરણાર્થી મહિલાએ બે દિવસ પહેલાં પુત્રીને જન્મ આપ્યો હતો, તેણે આ બાળકીનું નામ ‘નાગરિકતા’ રાખી દીધું છે. નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં સોમવારે અને રાજ્યસભામાં બુધવારે પાસ થઈ ગયું છે. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને તેમની મંજૂરી પછી આ કાનૂન બની જશે. ‘અમારું સપનું પૂરું થયું’ નાગરિકતાની દાદી મીરા દાસે કહ્યું કે, સોમવારે જન્મેલી દીકરીનું નામ અમે નાગરિકતા રાખવાનું નક્કી કર્યું. નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થાય તે…
સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર અનેક પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ આજે પણ તેટલો જ થઈ રહ્યો છે, આ પ્લાસ્ટિકનો કચરો મોટા ભાગે દરિયામાં ભળે છે, જે દરિયાઈ જીવો માટે હાનિકારક છે. કેરળમાં કોઝ્હીકોડે શહેરમાં દુનિયાનું દરિયાઈ જીવો માટે કબ્રસ્તાન બનાવ્યું છે. આ કબ્રસ્તાન પાછળનો હેતુ લોકોને પ્લાસ્ટિકના પ્રદૂષણ બાબતે જાગૃત કરવા માટે અને સમુદ્રની લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે.
શહેરમાં વધતા પ્રદૂષણને પહોંચી વળવા માટે વધુ 300 ઈલેક્ટ્રિક એસી મીડી બસોને કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી છે. આજે અમદાવાદ જનમાર્ગ લિમિેટેડની 55મી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં વર્કઓર્ડરને મંજૂરી આપવામાં આવી હતી. માર્ચમાં ટેન્ડર પ્રક્રિયા કરીને ટાટા મોટર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં એએમટીએસ 700 બસો અને બીઆરટીએસની 255 બસોમાં અંદાજે 8 લાખ લોકો રોજ મુસાફરી કરે છે. ત્યારે પ્રદૂષણ મુક્તિ માટે અને ઈકો ફ્રેન્ડલી પરિવહન સેવા બનાવવા માટે શહેરની બીઆરટીએસ જનમાર્ગ માટે 300 ઈલેક્ટ્રિક મીડી એસી બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર સપ્લાય, ઓપરેશન અને મેઈન્ટેન્ટસની ટેન્ડર પ્રક્રિયા બાદ ટાટા મોટર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ બસોની ડિલિવરી તબક્કાવાર માર્ચ…
ગાંધીનગરમાં ચાલી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રેક્ટિકલ પરીક્ષામાં આ વર્ષે મહિલા ઉમેદવારોની સંખ્યા વધી શકે છે. કારણ કે, 2018માં 100 મહિલા ઉમેદવાર દીઠ 25 મહિલા ઉમેદવારોએ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી હતી, જ્યારે કે વર્ષ 2019માં 100માંથી 45 મહિલા ઉમેદવારો પ્રેક્ટિકલમાં ઉત્તીર્ણ થઈ હતી. પ્રેક્ટિકલ પરીક્ષામાં મહિલાઓને 9 મિનિટમાં 1600 મીટર દોડવાનું હોય છે. આવનારા સમયમાં પીઆઇની પ્રેક્ટિકલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. જીપીએસસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીઆઇની લેખિત પરીક્ષામાં પાસ થયેલા 2300 કરતા વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષા ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગ્રાઉન્ડમાં લેવામાં આવી હતી. પ્રેક્ટિકલ પરીક્ષામાં 100 ઉમેદવારોના જૂથને દોડાવવામાં આવે છે. આ પહેલા જીપીએસસીએ જાન્યુઆરીમાં જ વર્ષ દરમિયાન…